પહેલાના જમાનામાં શાળામાં જે ભણતાં વિદ્યાર્થીઓ હતા તેઓને ભણતરની સાથે સાથે વિનય વિવેક સંસ્કારનું ઘડતર પણ કરવામાં આવતું હતું. કેમકે વિદ્યાર્થી અને શિક્ષક સાથે ગુરુભાવ હતો. વિદ્યાર્થીઓ શાળાના શિક્ષકોને ગુરુતુલ્ય સમજતા હતા અને પહેલાનું શિક્ષણ સામાજિક રીતે અને વહેવારીક રીતે ઉપયોગી હતું. મા પોતાના દીકરા દીકરીને જન્મ આપી મોટા કરે છે. સંસ્કારોનું સિંચન કરે છે. પરંતુ ખરુ ઘડતર તો શાળામાં જ થાય છે. કેમકે ત્યારના શિક્ષકો આદર્શ હતા. આજે તો શિક્ષણનું વેપારીકરણ થઇ ગયું છે. નોન ગ્રાન્ટેડ સ્કૂલો શિક્ષણની હાટડી બની ગઇ છે. શિક્ષણની નવી તરાહ સામાજિક રીતે ઉપયોગી નથી. આજનો શિક્ષક ગુરુ નહીં પરંતુ સરથી ઓળખાય છે. આ લખનારને શાળાના સમયના સ્મરણો યાદ
આવે છે. 1970 થી 1975 માંડવી હાઇસ્કૂલમાં ભણ્યો ત્યારે અરવિંદરાય દેસાઇ મારા શિક્ષક હતા. ઇતિહાસ જેવા વિષયના ખુબ જ અભ્યાસી હતા. તેઓ નવસારી ખાતે રહે છે. ઘણીવાર માંડવી આવે ત્યારે તેમને અવશ્ય મળું છું. પહેલા જ જેવો ગુરુભાવના કારણે હું તેમને માન સન્માન સાથે બોલાવું છું. ગુરુ વિના જ્ઞાન ન મળે.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા– આલેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે