આપણાં દેશમાં સેંકડો ભાષાઓ અને 1200 થી વધુ લોકબોલીઓ બોલાય છે. પરંતુ ભાષાના નામે નેતાઓ હુલ્લડો કરાવે છે. જેમકે દક્ષિણના રાજ્યો હિન્દી ભાષાનો ઘોર વિરોધ કરે છે. મહારાષ્ટ્રમાં હિન્દી ભાષી લોકોનો વિરોધ થાય છે અને તમામને સ્થાનિક મરાઠી ભાષા વાપરવા જોર જુલમ કરાય છે. જે સંપૂર્ણ ખોટું છે. કેન્દ્રી ગૃહમંત્રી અમીત શાહને શુદ્ધ હિન્દી ભાષાએ આવડતી નથી અને એ ભારતમાંથી અંગ્રેજી ભાષાને તગેડી મૂકવાની વાત કરે છે. જ્યારે કે એમના પૌત્ર પૌત્રીઓ કોન્વેન્ટ સ્કૂલમાં ભણે છે. જોવા જઇએ તો કોઇ પણ ભાષા શીખવી અઘરી નથી, તેના માટે પાટીપેન લેવાની કે કલાસ જોઇન કરવાની જરૂર નથી. તમારી આજુબાજુથી જ તમે શીખી શકો છો. મારી વાત કરું તો સંજોગ વસાત હું સાત ભાષા શીખ્યો છું જેમકે ગુજરાતી-હિન્દી અંગ્રેજી-સંસ્કૃત-મરાઠી-સિંધી અને મારવાડી આ ઉપરાંત રશિયન અને ફ્રેંચ ભાષા શીખવા માથાકૂટ કરી પણ નિયમીત બોલચાલના અભાવે મેળ ન બેઠો. જે પ્રદેશમાં રહો છો ત્યાંની ભાષા અવશ્ય શીખો. તે તમને સ્થાનિક લોકો સાથે આત્મીયતા અને સલામતી પ્રદાન કરે છે.
પાલનપુર પાટિયા, સુરત- જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
હાસ્યાસ્પદ ગુજરાતી દારૂભકિત
ગાંધી છાપ કરન્સી નોટ અને ગાંધીછાપ દારુબંધીનું સગપણ એટલું સમૃધ્ધ છે કે તે ગુરુભકિતનું વડપણ કમ ગાંડપણ બની જતા હવે એવું જાહેર થઇ ગયું છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં દીસે ભ્રષ્ટાચાર. વિકાસને ગાંડો કરતો આ તો ગાંડો હાથી બની ગયો હોય સત્યને વૈષ્ણવજનની ઓળખ ગણાવતાં ગાંધી ભકતો પણ અસત્યને જ પરમો ધર્મગણી લઇને મૌન વ્રત ધારી કે વેશ ભૂષામાં ખાદીધારી બનીને ખેલ ચાલુ રાખે છે. ત્યારે આ લખનારને તો ગુજરાતી હોવામાં શરમ આવે છે પણ હે રામ!
ધરમપુર- ધીરૂ મેરાઇ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.