વિશ્વના હજી પણ કેટલાક દેશો છે, જ્યાં રાજાશાહી ચાલે છે, એટલે કે ત્યાં રાજાનું શાસન છે. થાઇલેન્ડ ( THAILAND) એક એવો દેશ છે. અહીંના રાજાનું નામ મહા વાચિરાલોંગકોન છે. તે પિતા ભૂમિબોલ અદુલ્યાદેજની અવસાન પછી 2016 માં થાઇલેન્ડનો સમ્રાટ બન્યો હતો. ભૂમિબોલ અદુલ્યાદેજે લગભગ 70 વર્ષ સુધી થાઇલેન્ડ પર શાસન કર્યું અને તે વિશ્વનો સૌથી લાંબો શાસન કરનાર રાજા હતો. એક રિપોર્ટ અનુસાર તેમના અંતિમ સંસ્કાર પર આશરે 600 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. તેનો મૃતદેહ સોનાના રથ પર સ્મશાનસ્થાન લઈ જવામાં આવ્યો હતો.
કિંગ વાચિરલોંગકોન ( VACHIRLONGKON) અત્યાર સુધીમાં ચાર લગ્ન કરી ચૂક્યો છે. છેલ્લા ત્રણ લગ્નમાં તેમને સાત બાળકો છે. વર્ષ 2019 માં તેણે પોતાની પર્સનલ સિક્યુરિટી સ્કવોડના ડેપ્યુટી ચીફ સુતિદા ટીજાઈ સાથે લગ્ન કર્યા. તે પહેલાં સુતિદા ટીજાળ થાઇ એરવેઝ ખાતે ફ્લાઇટ એટેન્ડન્ટ હતી.
ચક્રવંશના દસમા સમ્રાટ, રાજા વાચિરલોંગકોનના પિતા ભૂમિબોલ અદુલ્યાદેજને ‘રામ નવમ’ (RAM NAVAM) તરીકે પણ ઓળખવામાં આવતા હતા, જ્યારે રાજા વાચિરલોંગકોનને ‘રામ દશમ’ કહેવામાં આવે છે. ખરેખર તે પોતાને ભગવાન રામનો વંશજ માને છે.
રોઇટર્સ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ કિંગ વાચિરલોંગકોન વિશ્વના સૌથી ધનિક સમ્રાટ છે. તેમની પાસે બે લાખ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. ૨૦૧૧ માં જારી કરવામાં આવેલી ફોર્બ્સની સૂચિમાં તેમની સંપત્તિનું મૂલ્ય બે થી ચાર લાખ કરોડ રૂપિયા વચ્ચે હતું. તેમની શાહી સંપત્તિમાં અબજો રૂપિયાના શાહી મહેલનો પણ સમાવેશ છે.
કિંગ વાચિરલોંગકોનને ‘આયશ અને રંગીન’ રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે. થોડા મહિના પહેલા એક અહેવાલ સામે આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે તે જર્મનીની એક લક્ઝુરિયસ હોટલમાં શાહી હેરમની ઘણી મહિલાઓ સાથે રહી રહ્યો છે. તેણે હોટલનો આખો ફ્લોર બુક કરાવ્યો હતો.
રાજા વિશે વધુમાં મળતી માહિતી થાઇલેન્ડની એક અદાલતે મંગળવારે એક પૂર્વ અધિકારીને અહીંના રાજાશાહીનું અપમાન કરવા અને માનહાનિ વિરુદ્ધ કડક કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠેરવ્યા અને રેકોર્ડ 43 વર્ષની જેલની સજા સંભળાવી.
આ કાયદા હેઠળ સજા મળી
માનવાધિકાર અંગેના થાઇ વકીલોના જૂથે અહેવાલ આપ્યો છે કે બેંગકોકમાં ક્રિમિનલ કોર્ટે ફેસબુક ( FACEBOOK) અને યુટ્યુબ ( YOUTUBE) અને યુટ્યુબ પર મહિલાને રાજાશાહીની ટીકા કરતા ડિઓ ક્લિપ્સ પોસ્ટ કરી હતી.