દાહોદ: દાહોદ તાલુકાના ખરેડી અને ગલાલીયાવાડ વિસ્તારમાંથી નીકળતી કડાણા પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ, લીકેજ સર્જાતાં આ પાણીનો મારો આસપાસનાં સેંકડો એકર જમીનમાં આ પાણી ફરી વળતાં પાકને ભારે નુકસાન થયું હોવાનું સ્થાનીક ખેતરોના માલિકો દ્વારા જણાવવામાં આવ્યું છે. લગભગ લાખ્ખોનું નુકસાન થતાં ખેડુતો દ્વારા આ નુકસાનની ભરપાઈ સરકાર દ્વારા કરવામાં આવે તેવી આક્રોશ સાથે માંગણી પણ કરી છે.
દાહોદ તાલુકાના ઘણા ગામોમાં અવાર નવાર અને ભુતકાળમાં પણ કડાણાની પાઈપ લાઈનમાં લીકેજ સહિત ભંગાણ સર્જાતાં ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાકને ભારે નુકસાન થયું હતું. અવાર નવાર આવી સમસ્યાથી દાહોદ તાલુકાના ગ્રામીણ વિસ્તારો ખુબજ પરેશાન થઈ ગયાં છે ત્યારે આવીજ ઘટના ફરીવાર આજે બનતા ધરતીપુત્રોમાં ખુબજ રોષની લાગણી વ્યાપી જવા પામી છે.
દાહોદ તાલુકાના ખરેડી અને ગલાલીયાવાડ વિસ્તારમાંથી પસાર થઈ રહેલ કડાણા પાણીની પાઈપ લાઈનમાં ગઈકાલથી લીકેજ અથવા પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. પાણીનો મારો આસપાસના ખેતરોમાં ફરી વળ્યો છે જેને પગલે પાકને ભારે નુકસાન થયું હોવાનું પણ સ્થાનીક ખેડુતો દ્વારા જણાવાયું છે. ગઈકાલથી સ્થાનીક લોકો દ્વારા સંલગ્ન તંત્રને આ બાબતની જાણ કરવા છતાંય કોઈ ઉચ્ચ અધિકારી કે તેમના કર્મચારીઓ સ્થળ પર જાેવા મળ્યાં નથી અને હાલ પણ આ પાણી વહેતુ જાેવા મળી રહ્યું છે.
કોઈ પ્રકારની હાલ પણ કામગીરી કરવામાં આવી નથી અને ભંગાણ અથવા લીકેજનું રીપેરીંગ કામ પણ હાલ કરવામાં ન આવતાં સતત પાણી વહેતુ રહે છે. સ્થાનીકોના જણાવ્યાં અનુસાર, ૧૫ કલાકથી વધારે સમય વીતી ગયો છે. પાણી સતત વહેતું રહે છે. ઉપલા અધિકારી દ્વારા હાલ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. ૧૨૦૦ એકર જેટલી જમીન પાણીના મારાથી પલળી ગઈ છે. નીચળવાળા વિસ્તારોમાં આવેલ રહેણાંક મકાનોમાં આ પાણી ઘુસવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે.