કોઈપણ વ્યક્તિ કે કર્મચારીને જે પગાર મળે છે, તેના પ્રમાણમાં કામ કરવું જોઈએ — આ એક નૈતિક સિદ્ધાંત છે. પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો પગાર તો લે છે, પરંતુ કામ યોગ્ય રીતે કરતા નથી, જેના કારણે સમાજમાં અસંતુલન ઊભું થાય છે. આજના સમયમાં માણસ ધીમે ધીમે પોતાની જવાબદારી ભૂલી રહ્યો છે. સરકાર દ્વારા ગરીબ અને વંચિત વર્ગ માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો તેનો ગેરલાભ ઉઠાવે છે. ઉદાહરણ તરીકે, કેટલાક આદિવાસી ખેતમજૂરોને મળતું મફત અનાજ વેચીને દારૂ પીતા હોય છે અને કામચોર બની ગયા છે. તેઓ મજૂરીના કામે જતાં નથી, જેના કારણે ખેડૂતોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
જો કોઈ વ્યક્તિ ધંધો અથવા વ્યવસાય કરે છે, તો તેને ઇમાનદારીપૂર્વક ઇન્કમ ટેક્સ અને જી.એસ.ટી. સરકારને ચૂકવવો જોઈએ. ટેક્સની ચોરી એક ગુનાહિત પ્રવૃત્તિ છે અને દેશના વિકાસમાં અવરોધ ઉભો કરે છે. બીજી તરફ, સરકાર પૂરતી સ્થાયી નોકરીઓ પૂરી પાડવામાં પાછળ પડી રહી છે. હજારો શિક્ષિત યુવાનો બેરોજગાર છે, છતાં તેમને યોગ્ય રોજગાર મળતો નથી. ઘણીવાર તેમને હંગામી અથવા ઓછી પગારની નોકરીઓમાં કામ કરવું પડે છે. જાપાન જેવા દેશોમાં લોકો ખૂબ મહેનતુ, ઇમાનદાર અને જવાબદાર હોય છે, જેના કારણે ત્યાં વિકાસ ઝડપથી થાય છે. આ પરિસ્થિતિ ક્યારે સુધરશે તે પ્રશ્ન ઉભો થાય છે — “આ સમસ્યા ક્યારે દૂર થશે?” અંતમાં સંદેશ એવો છે કે — “પોષણખોર બનો, શોષણખોર નહીં.”
તરસાડા – પ્રવિણસિંહ મહિડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.