ભારતમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે અમેરિકા આવીને તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. ત્યારબાદ અમેરિકન કંપનીઓ નોકરી અર્થે ભરતી કરે છે. છતાં પણ તે છોડીને વિદેશીઓ પોતાના દેશમાં પરત જઇને મોટી મોટી કંપનીઓ ખોલીને તેઓ તેમના દેશમાં અબજોપતિ થઇ જાય છે. એવો ખ્યાલ અમેરિકન પ્રમુખ પ્રદર્શિત કરે છે. જ્યારે ભારતનાં વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ બાદ અમેરિકા જેવા દેશમાં નોકરી કે ધંધાર્થે જાય છે જેમના તરફે અત્રેની સરકાર ઘણી બધી સારો એવો નાણાંકીય ખર્ચ કરે છે. આથી અત્રેની સરકારે ખર્ચેલી રકમ એળે જાય છે અને અત્રેના ગ્રેજયુએટ થયેલ અભ્યાસુઓનો લાભ અમેરિકાનો દેશ મેળવે છે અને ત્યાંનાં નાગરિક પણ બનાવી દેવામાં આવે છે.
અમેરિકામાં રહીને ધંધા રોજગાર વડે કમાતાં અબજોપતિ બનતાં તેનો લાભ અમેરિકા જ મેળવે છે. હાલમાં અમેરિકન પ્રમુખે વિદેશીઓને તેમજ ત્યાંના અભ્યાસુ વિદ્યાર્થીઓને આકર્ષવા ગોલ્ડ કાર્ડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આથી તેઓ અમેરિકામાં અભ્યાસ કે ધંધો કરી શકશે અને અમેરિકામાં રહીને ત્યાંનો નાગરિક બની શકશે એવો ફતવો પણ પ્રસારિત કર્યો છે. જેને પરિણામે ત્યાંની તિજોરી છલકાશે એવા વિચારો પ્રદર્શિત કર્યા છે. સમગ્ર દેશનાં નાગિરકોએ આળસને તિલાંજલી આપી દેશના અગ્રણી સેવકોએ જાગૃત થવાની જરૂર છે. આશા રાખીએ કે અગ્રણી સેવકો અને આપણા દેશનાં નાગરિકો જાગૃત થઇ ઊઠીને દેશનું યુવાધન અને ધંધા ઉદ્યોગ રોજગાર ભારતની પ્રગતિ અર્થે તેને બચાવવા પ્રયત્નો કરતા રહેશે.
સુરત – ભૂપેન્દ્ર સી. મારફતિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
