સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પર જૂતું ફેંકનાર વકીલને દિલ્હીના કરકરડૂમા કોર્ટમાં કેટલાક વકીલોએ માર માર્યો છે. આ ઘટના આજે તા. 9 ડિસેમ્બરને મંગળવારે બની છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે તાજેતરમાં જૂતું ફેંકનાર વકીલને મંગળવારે કરકરડૂમા કોર્ટમાં કેટલાક વકીલોએ માર માર્યો હતો. વકીલો ફટકારી રહ્યાં હતાં ત્યારે પણ વકીલ સનાતન કી જયના નારા પોકારી રહ્યાં હતાં.
થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટમાં તત્કાલીન ચીફ જસ્ટિસ (CJI) બીઆર ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરનાર વકીલ રાકેશ કિશોરને કરકરડૂમા કોર્ટમાં અન્ય વકીલોએ માર માર્યો હતો. અગાઉ, બાર કાઉન્સિલે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા અને સુપ્રીમ કોર્ટે તેમની સામે અવમાનનાની કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો હતો.
જૂતા ફેંકવાની ઘટના બાદ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ તાત્કાલિક અસરથી એડવોકેટ રાકેશ કિશોરનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધું. કોર્ટની કાર્યવાહી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ પર જૂતા ફેંકવાનો પ્રયાસ કરનાર કિશોરને વધુ શિસ્તભંગની કાર્યવાહી સુધી દેશભરમાં કોઈપણ કોર્ટ, ટ્રિબ્યુનલ અથવા કાનૂની સત્તામાં વકીલાત કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી.