National

કેનેડામાં પંજાબી સિંગર એપી ધિલ્લોનના ઘરે ફાયરિંગ, લોરેન્સ ગેંગે લીધી જવાબદારી

કેનેડામાં પંજાબના પ્રખ્યાત ગાયક અમૃતપાલ સિંહ ધિલ્લોન ઉર્ફે એપી ધિલ્લોનના ઘરે ફાયરિંગ થયું હતું. આ ઘટના રવિવારે કેનેડાના વાનકુવર વિસ્તારમાં સામે આવી હતી. આની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી છે. ગેંગના ગુંડાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી છે. ફાયરિંગનો વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટનાને લઈને ભારતીય અને કેનેડાની એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે.

વીડિયોમાં શૂટર ગેટની બહારથી ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ શૂટરે ગાયકના ઘરે લગભગ 11 ગોળીઓ ચલાવી હતી. તેણે કાળા કપડા પહેર્યા હતા. બોલિવૂડ સ્ટાર સલમાન ખાન સાથે સિંગર એપીનું ગીત 9 ઓગસ્ટે આવ્યું હતું. જે બાદ એપીના ઘર પર ફાયરિંગ થયું છે. આ ઘટનાને લઈને ભારતીય અને કેનેડાની એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે.

એજન્સીઓ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનાને કેનેડામાં બેઠેલી લોરેન્સ ગેંગના હેન્ડલર ગોલ્ડી બ્રારે અંગત રીતે અંજામ આપ્યો હતો. કારણ કે આ પહેલા ગોલ્ડી બ્રાર પોતે ગેંગસ્ટર સુખા દુન્નેકેની હત્યા કરવા કેનેડા ગયો હતો. અત્યાર સુધીની તપાસમાં એ વાત સામે આવી છે કે ગાયકના ઘરે ફાયરિંગ સમયે ગોલ્ડી કારમાં બેઠો હતો.

રોહિત ગોદરાએ લખ્યું- સલમાન સાથે ખૂબ જ ફિલિંગ લઈ રહ્યો હતો
સિંગરના ઘરે ફાયરિંગ કર્યા બાદ લોરેન્સ ગેંગના કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદારાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું- રામ રામ જી તમામ ભાઈઓને. 1 સપ્ટેમ્બરની રાત્રે કેનેડામાં બે જગ્યાએ ગોળીબાર થયો હતો. એક વિક્ટોરિયા આઇલેન્ડ અને વુડબ્રિજ ટોરોન્ટોમાં. હું રોહિત ગોદારા (લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ) બંને ઘટનાઓની જવાબદારી લે છે. તેણે લખ્યું કે એપી ધિલ્લોનો સલમાન સાથે બહુ ફિલિંગ લઈ રહ્યો હતો.

Most Popular

To Top