National

‘લોરેન્સ બિશ્નોઈનો માણસ મુંબઈમાં મોટી ઘટનાને અંજામ આપશે’, પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ આવતા ખળભળાટ

મુંબઈ: ગઈકાલે રાત્રે કોઈ અજાણ્યા વ્યક્તિએ મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને (Mumbai Police Control Room) ફોન કરીને માહિતી આપી હતી કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) ગેંગનો એક વ્યક્તિ મુંબઈ આવવાનો છે. તેમજ આ ગેંગનો ગુર્ગો () કોઈ મોટી ઘટનાને અંજામ આપવા જઈ રહ્યો છે. તેણે એ પણ કહ્યું કે લોરેન્સ બિશ્નોઈનો ગુર્ગો દાદર રેલવે સ્ટેશન પર આવવાનો છે.

મામલાની ગંભીરતા જોઈને મુંબઈ પોલીસ, જીઆરપી, આરપીએફ સહિતની તમામ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી, પરંતુ તપાસમાં એવું કંઈ મળ્યું નહોતું. હાલમાં મુંબઈ પોલીસ કોલ કરનાર વ્યક્તિ અને તેનું લોકેશન શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ પહેલા બુધવારે એક કેબ ડ્રાઈવર સલમાનના બિલ્ડિંગ ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર આવ્યો અને તેણે પૂછ્યું હતું કે લોરેન્સ બિશ્નોઈ કોણ છે અને કેબ તેના માટે બુક કરવામાં આવી છે.

કેબ ડ્રાઈવર લોરેન્સ બિશ્નોઈનું નામ લઈને સલમાનના ઘરની બહાર પહોંચ્યો હતો
બુધવારે સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર એક કેબ આવી હતી અને ડ્રાઈવરે પૂછ્યું કે લોરેન્સ બિશ્નોઈ કોણ છે? તેના માટે એક કેબ બુક કરવામાં આવી છે. લોરેન્સ બિશ્નોઈનું નામ સાંભળતા જ ત્યાં હંગામો મચી ગયો હતો. જ્યારે પોલીસે આ કેસની તપાસ શરૂ કરી તો તેમને જાણવા મળ્યું કે સલમાનના એપાર્ટમેન્ટમાં કેબ મોકલનાર વ્યક્તિ રોહિત ત્યાગી છે.

રોહિત ત્યાગીએ ઓનલાઈન કેબ બુક કરાવી હતી. તેમજ તેની ગાઝિયાબાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યાગીના કહેવા પ્રમાણે તેણે પ્રૅન્ક કરવા માટે આવું કર્યું હતું. રોહિત ત્યાગીની આઈપીસીની કલમ 505 અને 290 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક કોર્ટે તેને પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.

રવિવારે વહેલી સવારે સલમાનની બહાર બે લોકોએ ગોળીબાર કર્યો હતો
આ પહેલા રવિવારે સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સલમાન ખાનના ઘરની બહાર મોટરસાઈકલ પર આવેલા બે શખ્સોએ ગોળીબાર કર્યો હતો અને ફરાર થઈ ગયા હતા. આ કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર બાંદ્રા વિસ્તારમાં સ્થિત ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ’ની બહાર સવારે લગભગ 5 વાગ્યે બે વ્યક્તિઓએ ચાર ગોળીઓ ચલાવી હતી. તેમજ આ કેસમાં પોલીસે સોમવારે મોડી રાત્રે બિહારના રહેવાસી વિકી ગુપ્તા (24) અને સાગર પાલ (21)ની ગુજરાતના કચ્છમાંથી ધરપકડ કરી હતી.

Most Popular

To Top