National

લોરેન્સ બિશ્નોઈની ગેંગે હવે યૂટ્યૂબર સૌરભ જોશીને ધમકી આપી, લેટર મોકલી કહ્યું, પાંચ દિવસમાં…

નવી દિલ્હીઃ લોરેન્સ બિશ્નોઈ ગેંગે ઉત્તરાખંડના હલ્દવાનીના રહેવાસી યુટ્યુબર સૌરભ જોશીને પત્ર મોકલીને 2 કરોડ રૂપિયાની રોકડની માંગણી કરી છે. પાંચ દિવસમાં પૈસા મોકલવા સૂચના આપી છે. જો પૈસા નહીં ચૂકવાય અને પોલીસમાં જશે તો પરિવારના સભ્યોને એક પછી એક જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. સૌરભ જોશીની ફરિયાદના આધારે પોલીસે અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

હલ્દવાણીના ઓલિવિયા રામપુર રોડના રહેવાસી યુટ્યુબર સૌરભ જોશીએ પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમને ધમકીભર્યો પત્ર મળ્યો છે. આ પત્રમાં મને અને મારા પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. સૌરભે પોલીસને આપેલી ફરિયાદમાં કહ્યું છે કે તે ખૂબ જ ડરી ગયો છે. બીજી તરફ પોલીસે સૌરભની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

લેટરમાં શું લખ્યું છે…?
“હેલો સૌરભ જોશી, હું કરણ બિશ્નોઈ, લોરેન્સ બિશ્નોઈ ગેંગમાંથી છું, આ પત્ર તમને એક મહત્વપૂર્ણ માહિતી આપવા માટે મોકલવામાં આવી રહ્યો છે. અમારા બોસ લોરેન્સ બિશ્નોઈએ તમને અમારી ટોળકીને બે કરોડ રૂપિયા રોકડા આપવાનો આદેશ આપ્યો છે. જો તમે રોકડ રકમ નહીં ચૂકવો તો તમને અથવા તમારા પરિવારના કોઈપણ સભ્યને મારી નાંખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

પાંચ દિવસમાં પૈસા આપી દેવાની ધમકી
પત્રમાં લખ્યું છે કે અમે તમારા જવાબની પાંચ દિવસ રાહ જોઈશું. જો તમે જવાબ ન આપો અથવા પોલીસને ફરિયાદ કરવાનો પ્રયાસ કરો અથવા તમારા પરિવાર સિવાય અન્ય કોઈની સાથે આ બાબત શેર કરો, તો તમે તમારા પરિવારમાંથી એક સભ્ય ગુમાવશો.

અમે તમારા જવાબની રાહ જોઈશું. અને પ્રાર્થના કરો કે તમે સાચો નિર્ણય લો કારણ કે એક ખોટું પગલું પણ તમારા પરિવારનો જીવ લઈ શકે છે. જો તમે અમારી સાથે વાત કરવા માંગતા હો, તો અમે તમને અમારું Instagram ID આપી રહ્યાં છીએ. જે અમારી ગેંગ karanbishnoi5672 દ્વારા સંચાલિત છે, જય મહાકાલ.

Most Popular

To Top