ગત ફેબ્રુઆરીમાં શરૂ થયેલા વિધાનસભાના બજેટ સત્રમાં પસાર કરાયેલા જુદા જુદા ૮ વિધેયકોને રાજય આચાર્ય દેવવ્રતે મંજૂરીની મ્હોર મારી છે. જેમાં લવ જેહાદ વિરોધી વિધેયકને પણ મંજૂરીની મ્હોર મારી દેવાઈ છે.
ગુજરાત વિધાનસભાનામા સત્રમાં ૧૫ જેટલા વિધેયકો રજૂ કરવામાં આવ્યા હતા. જે પૈકી અગાઉ વિધાનસભા સત્ર દરમિયાન મંજુર થયેલા ૭ વિધેયકો પ્રસિધ્ધ થયા બાદ હવે બાકીના ૮ વિધેયકોને રાજ્યપાલએ મંજૂરીની મહોર મારી છે તે હવે એક્ટ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. આમ રાજય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ તમામ ૧૫ વિધેયકોને રાજયપાલએ મંજુરીની મહોર મારી છે એવું સંસદીય બાબતોના રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું.
આ બિલને મંજૂરી આપવામાં આવી
(૧) ગુજરાત વ્યવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ (પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ) બાબત (સુધારા) વિધેયક, 2021
(૨) ગુજરાત પંચાયત (સુધારા) બિલ, 2021
(૩) ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગામાંથી ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઇ કરવા બાબત (સુધારા) વિધેયક, ૨૦૨૧
(૪) ગુજરાત ફ્રીડમ ઓફ રીલીજીયન (સુધારા) વિધેયક, 2021 (લવ જેહાદ બાબતનું બીલ)
(૫) ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) વિધેયક, ૨૦૨૧
(૬) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (સુધારા) વિધેયક, ૨૦૨૧:
(૭) ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેંટસ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) વિધેયક, ૨૦૨૧
(૮) ફોજદારી કાર્યરીતી (ગુજરાત સુધારા) વિધેયક, ૨૦૨૧નો સમાવેશ થાય છે.