Gujarat

વડાપ્રધાન યુનોના મહાસચિવની હાજરીમાં લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરનમેન્ટ મિશનનું લોન્ચિંગ કરશે

ગાંધીનગર : વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી આવતીકાલે એકતાનગર (કેવડિયા) ખાતે લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ (Lifestyle for Environment) અને હેડ ઓફ મિશનની કોન્ફરન્સમાં યુનોના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની ઉપસ્થિતિમાં મિશન લાઈફનું લોન્ચિંગ (Launching) કરશે. ગુજરાતના ઈતિહાસમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા હોય તેવી પ્રથમ ઘટના છે. આ સાથે જ ૧૨૦ દેશના રાજદૂતો પણ એકતાનગર ખાતે ઉપસ્થિત રહેશે. ત્યારે આ અવસરે તા. ૦૫ જૂન ૨૦૨૨ના રોજ પ્રધાનમંત્રીના હસ્તે લૉન્ચ થયેલી વૈશ્વિક પહેલ ‘પર્યાવરણ માટે જીવનશૈલી – LiFE ઝુંબેશ’માં ભારતે યોગદાન આપ્યું છે પ્રતિબદ્ધતા દર્શાવી છે અને સિદ્ધિઓ પણ મેળવી છે.

ગયા વર્ષે ગ્લાસગોમાં ૨૬મી યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ (COP26) દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા LiFEનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. આ વિચાર પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહિત કરે છે, જે ‘વિવેકહીન અને વિનાશક વપરાશ’ને બદલે ‘વિવેકશીલ અને હેતુસર ઉપયોગ’ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રધાનમંત્રીએ માનવ–કેન્દ્રિત, સામૂહિક પ્રયત્નો અને મજબૂત કાર્યવાહીનો ઉપયોગ કરીને આપણી પૃથ્વી દ્વારા જે પડકારોનો સામનો કરવામાં આવે છે તેના સમાધાન માટે સમયની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો જે ટકાઉ વિકાસને ઉત્તેજન આપે છે.

શું છે મિશન LiFE ?
૧લી નવેમ્બર ૨૦૨૧ના રોજ ગ્લાસગો ખાતે COP26 માં નરેન્દ્ર મોદી દ્વારા પર્યાવરણ માટેની જીવનશૈલી (LiFE) ની વિભાવના રજૂ કરવામાં આવી હતી, જેમાં વ્યક્તિઓ અને સંસ્થાઓના વૈશ્વિક સમુદાયને LiFE ને એક આંતરરાષ્ટ્રીય જન આંદોલન તરીકે ચલાવવા માટે હાકલ કરવામાં આવી હતી. LiFEનો હેતુ તેવી જીવનશૈલી જીવવાનો છે જે આપણી પૃથ્વી સાથે એકરૂપતા સાધે અને તેને નુકસાન ન પહોંચાડે. અને તે લોકો જે આવી જીવનશૈલી જીવે છે તેમને ‘પ્રો–પ્લાનેટ પીપલ’ કહેવામાં આવે છે. મિશન LiFE ભૂતકાળ પાસેથી મેળવે છે, વર્તમાનમાં કાર્યન્વિત થાય છે અને ભવિષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. રિડ્યુસ, રિયુઝ અને રિસાઇકલના ખ્યાલો આપણા જીવનમાં વણાયેલા છે. ચક્રિય અર્થતંત્ર આપણી સંસ્કૃતિ અને જીવનશૈલીનો આંતરિક ભાગ છે.

મિશન LiFE નો ઉદ્દેશ્ય
મિશન LiFE વર્ષ ૨૦૨૨-૨૩ થી વર્ષ ૨૦૨૭-૨૮ ના સમયગાળામાં પર્યાવરણના રક્ષણ અને સંરક્ષણ માટે વ્યક્તિગત અને સામૂહિક પગલાં લેવા માટે ઓછામાં ઓછા એક અબજ ભારતીયો અને અન્ય વૈશ્વિક નાગરિકોને એકત્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ભારતની અંદર વર્ષ-૨૦૨૮ સુધીમાં તમામ ગામડાઓ અને શહેરી સ્થાનિક સંસ્થાઓમાંથી ઓછામાં ઓછા ૮૦ ટકા પર્યાવરણને અનુકૂળ બનવાનું લક્ષ્ય છે.

સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (યુ.એન.ઈ.પી.) અનુસાર, જો આઠ અબજની વૈશ્વિક વસ્તીમાંથી એક અબજ લોકો તેમના રોજિંદા જીવનમાં પર્યાવરણને અનુકૂળ વર્તન અપનાવે તો વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં આશરે ૨૦ ટકાનો ઘટાડો થઈ શકે છે.

પર્યાવરણના સંરક્ષણ-સંવર્ધન માટે ભારતની સિદ્ધિઓ

(૧) વન ક્ષેત્ર અને વન્યજીવોમાં વધારો

(૨) સ્થાપિત ઇલેક્ટ્રિક ક્ષમતામાં વધારો

(૩) ઇથેનોલ સંમિશ્રણ લક્ષ્ય

(૪) પુન:પ્રાપ્ય ઉર્જાનો લક્ષ્યાંક

Most Popular

To Top