Gujarat

ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ, બજેટ સંબંધિત પાછલા વર્ષોનાં દસ્તાવેજ પણ જોવા મળશે

રાજ્ય સરકારનું અંદાજપત્ર (Gujarat Government Budget) પણ આમ નાગરિકો માટે ઉપલબ્ધ થઈ શકે તે માટે આજે ‘ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન’ તૈયાર કરી છે. રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા તૈયાર કરાયેલ રાજયના અંદાજપત્ર ‘ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન’નું લોન્ચિંગ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કર્યું હતુ. એન્ડ્રોઈડ મોબાઈલ વપરાશકર્તાઓ “ગુજરાત બજેટ” એપ્લિકેશન (App) ગૂગલ પ્લે સ્ટોર પરથી મેળવી શકશે. આ એપમાં ગુજરાતી-અંગ્રેજી ભાષામાં અત્યારસુધીના તમામ બજેટ સંબધિત દસ્તાવેજો ઉપલબ્ધ થશે.

નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું હતુ કે ગુજરાત રાજ્યનું આગામી વર્ષ ૨૦૨૧-૨૨ માટેનું અંદાજપત્ર આગામી તા. ૩જી માર્ચ-૨૦૨૧ના રોજ ગુજરાત વિધાનસભા ખાતે રજૂ કરવામાં આવનાર છે. આ મોબાઈલ એપ્લીકેશન દ્વારા વિધાનસભા ગૃહના સભ્યો તેમજ જન સામાન્યને બજેટ સંબંધિત દસ્તાવેજો ઝડપથી અને સરળ રીતે ઉપલબ્ધ કરાવી શકાશે. આ એપ્લીકેશનમાં ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં આગામી નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના અને પાછલા વર્ષોનાં, તમામ બજેટ સંબધિત દસ્તાવેજો ઉપલબ્ધ થશે.

નીતિન પટેલે વધુમાં કહ્યું હતુ કે, હાલમાં આ મોબાઇલ એપ્લિકેશન, એન્ડ્રોઈડ વપરાશકર્તાઓ માટે ગૂગલ પ્લે સ્ટોર પર “ગુજરાત બજેટ” નામથી ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં, આ એપ્લિકેશન એપલ પ્લે સ્ટોર દ્વારા આઈ.ઓ.એસ. વપરાશકર્તાઓને પણ પ્રાપ્ત થશે. રાજ્યના નાગરિકો, વિવિધ સરકારી, અર્ધસરકારી અને ખાનગી કચેરીઓ, વિવિધ સંસ્થાઓ, સરકારના વિવિધ વિભાગો આ મોબાઈલ એપની મદદથી સરકાર વતી બજેટમાં મૂકવામાં આવેલ લોકહિતની યોજનાઓની માહિતી હવે ગમે તે સ્થળેથી આંગળીના ટેરવે મેળવી શકશે. જેના પરિણામે રાજ્ય સરકારની યોજનાઓ છેવાડાના નાગરિકો સુધી સરળતાથી અને પારદર્શી રીતે પહોંચાડવામાં તથા યોજનાના ઉદ્દેશ મુજબના લાભોનું વિતરણ કરવામાં સરળતા થશે.

આ મોબાઈલ એપ્લિકેશનમાં મુખ્યત્વે પાંચ વિભાગો છે. જેમાં (૧) અંદાજપત્ર પ્રકાશનના વિભાગમાં વાર્ષિક નાણાકીય પત્રક, આવકનું અંદાજપત્ર તેમજ ૨૭ વિભાગોના વિગતવાર પ્રકાશનો ઉપલબ્ધ થશે. (૨) અંદાજપત્રની મહત્વની બાબતો વિભાગમાં અંદાજપત્રની મહત્વની બાબતો જેવી કે બજેટ ઇન બ્રીફ, બજેટ હાઈલાઈટ્સ નેગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં મૂકવામાં આવશે. (૩) અંદાજપત્ર પ્રવચન પુસ્તિકામાં નાણામંત્રીનાં અંદાજપત્ર પ્રવચનનાં ભાગ-ક અને ભાગ-ખ એમ બંને ભાગ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. (૪) અંદાજપત્રની રસપ્રદ વાતોમાં અંદાજપત્ર અંગેની વિવિધ રસપ્રદ માહિતી ઉપલબ્ધ થશે. એ જ રીતે (૫) અંદાજપત્રનાં સમાચારોમાં અંદાજપત્ર અંગેના સમાચારો સંક્ષિપ્તમાં આપવામાં આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top