Latest News

More Posts

જિલ્લા પંચાયત ખાતે રજૂઆત કરી શ્વાનોથી ભયમુક્ત કરવા માંગણી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.7

વડોદરા શહેર નજીક રતનપુર, કેલનપુર ગામમાં રખડતા કૂતરાઓનો ત્રાસ વધી ગયો છે. અત્યાર સુધીમાં 60 થી વધુ લોકોને કુતરા કરડ્યા છે. આ અંગે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત તંત્રમાં રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ આજ દિન સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા લોકોના જીવને જોખમ ઊભું થયું હોય ત્યારે, સોસાયટીના લોકોએ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ખાતે આવી જિલ્લા વિકાસ અધિકારી, વહીવટી અધિકારી અને અધ્યક્ષને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

વડોદરામાં ફરી એક વખત રખડતા શ્વાનોનો આતંક જોવા મળ્યો છે. લોકોએ આ અંગે લાગતા વળગતા તમામ વિભાગોમાં રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી નહીં થતા લોકોએ એકત્ર થઈ જિલ્લા પંચાયત કચેરી ખાતે સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. આ અંગે માહિતી આપતા અમર બડગે એ જણાવ્યું હતું કે, રતનપુર કેલનપુર ગામમાં આવેલી અક્ષરસિટી સોસાયટીમાં ઘણા સમયથી હુમલાખોર કુતરાઓનો ખૂબ જ ત્રાસ છે. અહીંના વડીલો અમારા બાળકો પર એક કુતરાઓ હુમલા કરે છે, અહીં લોકો અલગ અલગ પ્રકારે હેરાન થાય છે. વડીલો વોકમાં નીકળી શકતા નથી, બાળકો રમવા નીકળી નથી શકતા તેમજ અવરજવર કરનારા રાહદારીઓને પણ કુતરાઓ હેરાન કરે છે. ઘણા સમયથી અમારે ત્યાં આ કુતરાઓની સમસ્યાઓ ચાલતી આવી છે.

અમે ઘણી જગ્યાએ રજૂઆતો કરી છે, પણ ઘણા ખરા એનજીઓના માધ્યમથી આ લોકો કૂતરાઓને બહાર કાઢવા કે એમને કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કે કંઈ કરવા માટે સક્ષમ નથી. અમારે ત્યાં લગભગ 60 થી 70 લોકોને કુતરાઓ કારડ્યા છે. અત્યાર સુધી તેના રિપોર્ટ પણ છે, દવાખાનાના કેસ પેપર પણ છે. એક વ્યક્તિ છે એમને એટલું જોરથી કૂતરું કરડયું છે કે, આ જે પણ તેઓ દાખલ છે. એમને હડકવા જેવો પ્રશ્ન આવી શકે તેમના જીવને જોખમ છે. કાલ ઊઠીને અમારા બાળકોને પણ આ પ્રશ્ન આવી શકે છે અને બીજા પણ છોકરાઓ છે જે રાહદારીઓ છે એમને પણ આ પ્રશ્ન આવી શકે છે. 1100 મકાનોની સોસાયટી છે, તેમાં લગભગ 5000 લોકો રહે છે અને પાંચે પાંચ હજાર લોકોના જીવને હાલમાં જોખમ છે. અમે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના વિકાસ અધિકારી વહીવટી અધિકારી અને અધ્યક્ષને રજૂઆત કરવામાં આવી છે. અમારી સમસ્યાનું નિરાકરણ અવશ્ય આવશે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે, આ તકલીફ અમારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત થકી હલ થશે.

To Top