શું સુરત વ્યારામાં ગાયોની અછત છે? વડોદરા મહાનગરપાલિકા ની ઢોરડબ્બા શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કે જ્યાં રસ્તાઓ ઉપર ઢોર રખડતા હોય...
પ્રોફેશનલ પ્રોગ્રામ પરીક્ષા (અભ્યાસક્રમ 2017)માં વડોદરા શહેરમાંથી મોડ્યુલ-1માં 34.55 ટકા, મોડ્યુલ-2માં 25.53 ટકા અને મોડ્યુલ-3માં 33.33 ટકા ઉમેદવારો પાસ થયા છે. તેવી...
સુરત: શહેરમાં એક બાજુ વરસાદનું રેડ એલર્ટ છે અને બીજી બાજુ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાયું છે. જેને પગલે આજે રજાના...
નવસારી : નવસારી જિલ્લામાં ત્રણેય લોકમાતાઓ બંને કાંઠે વહેતા જિલ્લામાં સીઝનમાં 3જી વખત પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ જિલ્લામાં ધોધમાર...
વલસાડ : વલસાડ જિલ્લામાં શનિવારથી શ્રીકાર થયેલા અનરાધાર વરસાદને લઈ જિલ્લાની નદીઓ, ખાડાઓમાં ભારે પૂર આવ્યા છે. નાના નીચા કોઝવે કે નાના...
સાપુતારા : ડાંગ જિલ્લામાં શનિવારથી અનરાધાર વરસાદી માહોલ જામતા નદીઓ ભયજનક સપાટી વટાવીને વહેતી જોવા મળી રહી છે. રવિવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક...
ભરૂચ: નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી પણ સતત વધી રહી છે. સરદાર સરોવર...
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. AAPના પાંચ કાઉન્સિલરો ભાજપમાં જોડાયા છે. AAP કાઉન્સિલર દિલ્હી બીજેપી અધ્યક્ષ...
ગણદેવી બીલીમોરામાં શનિવારથી સતત પડી રહેલા અતિ ભારે વરસાદે લોકો ની ઊંઘ હરામ કરી નાખી છે. દક્ષિણ ગુજરાત સાથે ગણદેવી બીલીમોરામા વરસાદ...
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમના 15 ગેટ ખોલીને તાપી નદીમાં 1 લાખ 95 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે...
વડાપ્રધાન મોદીએ રવિવારે મહારાષ્ટ્રના જલગાંવમાં લખપતિ દીદીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે સ્વ-સહાય જૂથોને 5 હજાર કરોડ રૂપિયાની લોન આપી. આ ઉપરાંત...
*નર્મદા નદીના નીચાણવાળા ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના* *વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીના કિનારે આવેલા ૨૫ ગામોમાં સાવચેતી અને તકેદારીના...
17 જેટલી સુપરફાસ્ટ, તેમજ પેસેન્જર ટ્રેનો બેથી સાત કલાક મોડી,ચાલુ વરસાદે છ કલાકની જહેમતે ટ્રેક રીપેર કરાયો. ટ્રેક પેટ્રોલિંગ ટીમને ટ્રેકનું ધોવાણ...
વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટી ફરી 18.00 ફૂટે પહોંચી છે.છેલ્લા 2 દિવસમાં શહેરમાં ધીમી ધારે એક સરખો વરસાદ ખાબક્યો છે. શહેરમાં હવામાન વિભાગે...
ચાર્જશીટમાં અનેક ચોંકાવનારા આરોપ,અન્યોની સંડોવણી નો પણ ઉલ્લેખ.. માસ ઓર્ગેનાઈઝેશન ક્રાઇમ હેઠળ પણ ગુનો નોંધવાના એંધાણ આરોપીઓ વચ્ચે થયેલી મહત્વપૂર્ણ ચેટનો પણ...
દાહોદ તાલુકાના માતવા ગામે ભારે વરસાદને પગલે કોઝ વે તરફથી પસાર થતી એક ફોર વ્હીલર ગાડી કોઝવેના પાણીમાં તણાઈ જતાં ફોર વ્હીલ...
*દેવ ડેમનું રૂલ લેવલ જાળવવા જળાશયના ત્રણ દરવાજા પોઇન્ટ ૩૦ મીટર સુધી ખોલાયા: દેવ ડેમની હાલની સપાટી ૮૮.૬૪ મીટર નોંધાઈ* *જિલ્લા વહીવટી...
માત્ર ત્રણ કલાકમાં ધોધમાર વરસાદ પડવાથી સમગ્ર પંથકમાં તેમજ યાત્રાધામ ડાકોરમાં પાણીથી વરસાદી માહોલ છવાયો ખેડા જિલ્લામાં દરેક તાલુકામાં છેલ્લા ઘણા સમયથી...
ખંભાતના શ્રમજીવીઓ સાથે બેંક મેનેજર અને તેના મળતીયાએ વિશ્વાસઘાત કર્યો બેંક મેનેજર સહિત ત્રણ શખ્સે બોગસ દસ્તાવેજો બનાવી બેંકમાંથી લોન ઉપાડી .....
શહેરમાં એક તરફ હિલસ્ટેશન જેવું વાતાવરણ બીજી તરફ કેટલાક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો શનિવારે સવારથી વરસાદને પગલે કેટલીક શાળાઓમાં સવારપાળીમા વિધ્યાર્થીઓની...
ગાંધીનગર : ગુજરાત પર સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ તથા સાયકલોનિક સર્ક્યુલેશનની સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આગામી...
ભરૂચ,અંકલેશ્વર: અંકલેશ્વર નેશનલ હાઇવેને અડીને આવેલ ગોડાઉનમાંથી ભરૂચ LCB ટીમે કોલસા ચોરીનું રેકેટ ઝડપી પાડ્યું હતું. કંપનીમાં કોલસો પહોંચાડવાનો હતો, જોકે માર્ગમાં...
શહેરના એસ.એસ.જી.હોસ્પિટલ તંત્રની નિષ્કાળજી, દર્દીઓ, લોકોની અવરજવર વચ્ચે બીજા માળેથી ફાયરના સાધનો ગાડીમાં ફેંકતા હોવાનું સામે આવ્યું.. એસ.એસ.જી.હોસ્પિટલના આર.એમ.ઓ.એ તપાસ કરવા જણાવ્યું...
બોરસદ પિયર આવેલી પરિણીતાએ છ સાસરિયા સામે ફરિયાદ આપી (પ્રતિનિધિ) બોરસદ તા.24 બોરસદ શહેરમાં રહેતી પરિણીતા વડોદરા સાસરિમાં રહેતી હતી તે સમયે...
સફાઈ, વૃક્ષછેદન અને વોટરવર્ક્સ રીપેરીંગના નામે ભ્રષ્ટાચાર આચર્યો હતો (પ્રતિનિધિ) નડિયાદ, તા.24 ખેડા જિલ્લાના માતર તાલુકાના ઊંઢેલા ગામના સરપંચને હોદ્દા પરથી દૂર...
57 લોન ધારકો પાસેથી હપ્તા પેટે ઉઘરાવેલા નાણાં કર્મચારી ચાઉં કરી જતા ફરીયાદ નોંધાઈ.. નડિયાદ પીજ રોડ લાલવાણી કોમ્પ્લેક્ષમાં આવેલ એક ખાનગી...
સાપુતારા : મહારાષ્ટ્રનાં સુરગાણા તાલુકાનાં કોમ્યુનિષ્ટ પાર્ટીનાં પૂર્વ ધારાસભ્ય જે.પી.ગાવીતની આગેવાની હેઠળ છેલ્લા ચાર દિવસથી સાપુતારા નાસિક માર્ગ પર અનિશ્ચિત ચક્કાજામ તથા...
મોદી કેબિનેટે યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી આપી છે. આમાં સરકારી કર્મચારીઓને છેલ્લા પગારના 50 ટકા પેન્શન તરીકે મળશે. શનિવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની...
ભાજપના સદસ્યતા અભિયાન-2024ના કાર્યકમ અંતર્ગત પ્રદેશ સહ સંયોજક અને અમદાવાદના સાંસદે સંકલ્પભૂમિ ખાતે બાબાસાહેબ ને પુષ્પાંજલિ અર્પિત કરી ભારતીય જનતા પાર્ટી દ્વારા...
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે આવતા મહિને ત્રણ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે. ચૂંટણીના માહોલ...
આખા વડોદરાને નજરકેદ કરાયું હોવાનો કોંગ્રેસ પ્રમુખ કપિલ જોશીનો આક્ષેપ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડોદરા પ્રવાસ વખતે પોલીસે તમામ કોંગ્રેસ નેતાઓ પર વોચ ગોઠવી તેમને નજરકેદ કરી દીધા હતાં. શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશીને પોલીસ કોંગ્રેસ કાર્યાલયમાંથી ઉઠાવી ગઈ હતી. જોશીએ એવો આક્ષેપ કર્યો હતો કે અમે સ્પેનના પ્રધાનમંત્રી પણ આવી રહ્યા હોવાથી વિરોધનો કોઈ કાર્યક્રમ આપ્યો નથી, છતાં પોલીસ આવીને ઉઠાવી ગઈ તે સરકારની તાનાશાહી છે.
સેનેટ મેમ્બર અને વડોદરા શહેર કોંગ્રેસ પ્રવક્તા કપીલ જોષીએ જણાવ્યું હતું કે અત્યારે હું નજરકેદમાં છું. તમને આશ્ચર્ય થશે કે મારા ઘરની બહાર વડોદરા ક્રાઈમ બ્રાન્ચ પોલીસનો જમાવડો છે. તમને એ પણ જણાવવું કે ના તો મેં કોઈનું ખૂન કર્યું છે, ના તો વિજય માલ્યાની જેમ દેશના પૈસા લઈને ભાગી ગયો છું. હું એક નાનો કાર્યકર્તા છું. કોંગ્રેસ પક્ષનું જે કોઈપણ યોજના ઉપર યોજના નિષ્ફળ ગઈ હોય કે કોઈ ભ્રષ્ટાચાર થયો હોય તે તેની સામે ભાજપ ની રાજ્ય કે કેન્દ્ર સરકાર ને પ્રશ્ન પૂછાતો હોય છે અને આંદોલન પણ કરતા હોય છીએ.
આજે મને નજર કેદ કરવામાં આવ્યો છે. હું કોઈનાથી ડરતો નથી પણ જે રીતે ભાજપ સરકાર પોલીસને આગળ કરીને અમને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ જર્મની ની હિટલરશાહીનું દમન ભારતમાં સરજવા માંગે છે. અમે કોંગ્રેસના સિપાઈ તરીકે આ સરજવા દેવા નહિ દઈએ.
આજે જે રીતે આશરે 1100 કરોડ પ્રતિ વર્ષ જે રીતે પ્રચાર પ્રસારમાં લગાડે છે. જે તામ જામ સર્જો છો. એ એક વડાપ્રધાનનો નહિ આ એક કોઈ ઇવેન્ટ મેનેજર નો લાગે છે. આજે વડોદરા તમારા લીધે કર્ફ્યુની છાવણીમાં ફેરવાઈ ગયું છે. તમને ખરેખર આવું વડોદરા જોવાની શરમ આવી જોઈએ. જ્યાં લોકોની મુક્તિ હોય અને લોકો વડાપ્રધાન ને આવકારવા બેઠા હોય તેવું નથી હકીકત એ છે કે વડોદરા ની પ્રજા વહીવટી તંત્રથી ત્રાહિમામ પોકારી ગઈ છે.
વરસાદમા અને પુરની પરિસ્થિતિમાં પ્રજા તમારી મદદ માટે રાહ જોઈ રહી હતી. ત્યારે માત્ર વિપક્ષ નહિ પણ તમારા પોતાના પક્ષ ના માણસો પણ એકબીજા સામે આક્ષેપો કરતા હતા અને વહીવટી અધિકારી ઓ થી થાકી ગયા છે એમ કહેતા હતા .આ તો જો તમે પ્રજાની વેદના સાંભળવા આવ્યા હોત તો વાત ઠીક હતી પણ તમે તો આ ઇવેન્ટ મેનેજમેન્ટ નો ખેલ પાડવા આવ્યા છો.
અને જે રીતે વડોદરા રોશનીનો જે તામજામ ઉભો કર્યો છે એની પાછળના અંધારા આવનારા દિવસોમાં અમે પ્રગટ કરવાના છીએ.
વડોદરા વાસીઓના નાગરિકોને અપીલ કરું છું મારો એક દાખલો એના માટે આપું છું કે જો તમે પણ ભાજપની સરકારને પ્રશ્ન કરશો તો શું હાલત થાય છે એનું એક આ ઉદાહરણ છે જાણે કે આપણે કશું બોલવાનું જ નથી શું આ લોકશાહી દેશ છે મેં મારો કોઈ કાર્યક્રમાં જાહેર નથી કર્યો દેખાવો નથી કરવાનો હું બીજા કામ માં પડ્યો છું પણ વારે તહેવારે જયારે કોઈ પણ યુનિવર્સીટી નો કાર્યક્રમ હોય કે ભાજપ ના મુખ્મંત્રી કે પ્રધાનમંત્રી આવવાના હોય ત્યારે અમારી નજર કેદ કરે છે. જે એ વાત સ્પષ્ટ થાય છે કે તમને કોંગ્રેસ ના નાના સિપાહી આ સરકારે કેટલી ડરે છે તો આખું વડોદરા જાગૃત થશે તો આ ભાજપ ની સરકારનું શું થશે.
મને ખબર છે કે મને તો નજર કેદ કરવામાં આવ્યો છે પણ આજે આખું વડોદરા જુદી રીતે નજરકેદ માં છે એટલે આ એક આતંક નું વાતાવરણ છે આનંદ નું નહિ.