દિવાળી વેકેશનના પડઘમ વાગી રહ્યાં છે. તમે પણ આપણા દેશમાં કે વિદેશમાં ફરવા જવાના પ્લાન બનાવી તૈયારી પણ શરૂ કરી દીધી હશે....
વિદ્યાર્થીકેન્દ્રી શિક્ષણ અને શિક્ષણની ગુણવતા સુધારવા આજે સરકાર અવનવી નીતિઓ ઘડી રહી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- ૨૦૨૦ મુજબ ગુણવત્તાસભર શિક્ષણની સાથે સાથે...
સૂફી સંત કબીરા બજારમાં ઊભો રહીને સૌનું કલ્યાણ કરવા માંગતો હતો, ન કોઈની સાથે મિત્રતા કે ન કોઈની સાથે દુશ્મની! ખેર, દુનિયામાં...
તા. 15/10/2024ના રોજ VNSGU જવાનું થયું. હાલમાં શિક્ષક માટે ભરતી જાહેરાત આવી છે. ધોરણ 9,10, અને 11,12 ના શિક્ષક બનવા માટે ફોર્મ...
ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડા અને ભારત વચ્ચે ગંભીર વિવાદ ચાલી રહ્યો છે. કેનેડાએ નિજ્જર હત્યાની તપાસમાં ભારતીય રાજદૂત અને...
એક દિવસ વિધિ ગાર્ડનમાં કામ કરી રહી હતી.ત્યાં તેના ભાઈનો નાનો દીકરો સ્કૂલમાંથી રડતો રડતો આવ્યો.વિધિએ તેને બૂમ પાડી કહ્યું, ‘ગોલુ અહીં...
ઓમર અબ્દુલ્લા રાજકારણ માટે નવા નથી કે ન તો મુખ્યમંત્રી પદ માટે. 2009માં પ્રથમ વખત મુખ્યમંત્રી બનવાથી લઈને 16 ઓક્ટોબર, 2024ના રોજ...
એક દિવસ વિધિ ગાર્ડનમાં કામ કરી રહી હતી.ત્યાં તેના ભાઈનો નાનો દીકરો સ્કૂલમાંથી રડતો રડતો આવ્યો.વિધિએ તેને બૂમ પાડી કહ્યું, ‘ગોલુ અહીં...
બળાત્કારનો કાયદો સરકારે સખ્ત બનાવવાની સાથે તેમાં સજાની જોગવાઈ પણ કડક કરી દેતા બળાત્કાર એટલે કે દુષ્કર્મ કર્યાની ફરિયાદો વધી ગઈ છે....
સુરત: વિશ્વભરમાં ગુજરાતીઓની કીર્તિ ફેલાયેલી છે. અનેક દેશોને ગુજરાતીઓએ કર્મભૂમિ બનાવી છે ત્યારે વિદેશમાં વસતા આવા ગુજરાતીઓએ હંમેશા ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિને...
ઈઝરાયેલે ગાઝામાં તેના સૌથી મોટા દુશ્મન યાહ્યા સિનવારને મારી નાખ્યો છે. સિનવાર, જેણે 7 ઓક્ટોબર 2023 ના રોજ ઇઝરાયેલ પર ઘાતક હુમલાનું...
નોટિસ આપ્યાના 1 મહિના સુધી કોર્ટમાં હાજર ન થતાં હાઇકોર્ટે ઝાટકણી કાઢી વડોદરાના હરણી તળાવમાં બાળકોની બોટ પલટી જવાના બનાવમાં 12 બાળકો...
નવસારી : નવસારીમાં મોડી સાંજે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાનું શરૂ થયું હતું. જેના પગલે શહેરના રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં...
અમદાવાદ : રાજ્યમાં પોલીસ ભરતી અને બઢતીને લઈ ગુજરાત હાઇકોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં હાઇકોર્ટે પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈ ભરતી કરવા માટે...
* (પ્રતિનિધિ) વડોદરા તા. 18 શહેરના બાવામાનપુરા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને ભરુચ ખાતે પ્રસંગ દરમિયાન કોઇ બાબતે એક ઇસમે ધારીયુ મારતા તેઓનું...
(પ્રતિનિધિ) વડોદરા તા.18 આણંદ જિલ્લાના વાસદ મુકામે રહેતા એક મહિલાને ચાલતા જતાં હતાં તે દરમિયાન અજાણ્યા બાઇક ચાલકે અડફેટે લેતા ઇજાગ્રસ્ત મહિલાનું...
* (પ્રતિનિધિ) વડોદરા તા. 18 વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના એક ગામમાં અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતાં યુવકનું મોત જ્યારે શહેરના સોમાતળાવ...
વડોદરામાં અત્યારથી જ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે,વડોદરાને સુશોભિત અને પ્રકાશિત કરવા માટે તંત્ર રાત દિવસ ખડેપગે પરિશ્રમ કરી રહ્યું...
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ મુસ્લિમોને મોટી અપીલ કરી છે. શુક્રવારે નકવીએ મુસ્લિમ સમુદાયને ભાજપ પર...
પેટલાદમાં રેલવે ઓવરબ્રિજનું મંથરગતિએ ચાલતી કામગીરી, ફાટકો કલાકો બંધ રહેતા રોષ નુર તલાવડી સ્થિત ફાટક કલાકો સુધી બંધ રાખતા સ્થાનિકોએ ટ્રેન રોકતા...
પ્રતિનિધિ વડોદરા તા.18 ન્યુડ ફોટા વાઇરલ કરવા સાથે યુવતી પર દુષ્કર્મ ગુજારવાના આરોપમાં ભાજપના કોર્પોરેટરના પુત્ર સહિતના પાંચ યુવકો સામે આક્ષેપ તેણીએ...
વિદ્યાનગરમાં ઘરે એકલા રહેલા એનઆરઆઈ વૃદ્ધા પર હુમલો કરી અઢી લાખના દાગીના લૂંટનો ગુનો ઉકેલાયો વિદ્યાનગર પોલીસે ડ્રાઇવર અને તેના મિત્રની ધરપકડ...
હિંદુ સમુદાયના સભ્યોને ઓક્ટોબરને હિંદુ હેરિટેજ માસ તરીકે માન્યતા આપતી ઘોષણા રજૂ કરી અમેરિકાના હિલ્સબોરો, NJ – મેયર રોબર્ટ બ્રિટીંગે 15મી ઓક્ટોબરની...
વડોદરા નવી કલેકટર કચેરી ખાતે આવતીકાલે સાંસદ કાર્યાલયનો ઉદ્ઘાટન થનાર છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષદ સંઘવી આ...
વડોદરા શહેરના કરજણ કંડારી હાઇવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. આ કરુણ અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું છે. કરજણથી ટુ-વ્હીલર લઈને જતી...
અધિકારી જ કચેરીમાં ગાયબ રહેતા લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો.. અધિકારી જગ્યા પર સાડા અગિયાર સુધી જોવા ન મળ્યા પરંતુ તેમના બેઠક સ્થળે...
આજરોજ વડોદરા શહેરના મધ્યમાં આવેલા માંડવી વિસ્તારમાં જમનાભાઈ હોસ્પિટલ પાસે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત બાદ છૂટા હાથની મારામારી પણ થઈ હતી....
શહેરમાં રાહદારીઓને સુવિધા માટે ફૂટપાથ બનાવવામાં આવે છે એ ભીમનાથ બ્રિજ પર ગાયબ વડોદરા મહાનગર પાલિકા દ્વારા ભીમનાથ બ્રિજ પાસે હાલ ફૂટપાથ...
રશિયા અને યુક્રેન વચ્ચે બે વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધી કોઈ પણ દેશ આ યુદ્ધમાં નિર્ણાયક લીડ લઈ...
દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને જામીન મળી ગયા છે. દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં તેમને રાહત આપતાં કહ્યું કે હજુ...
નવી દિલ્હીઃ અમેરિકામાં ભારતને મોટી સફળતા મળી છે. 26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. અમેરિકન કોર્ટે રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. ઓગસ્ટ 2024માં પોતાનો ચુકાદો આપતી વખતે યુએસ કોર્ટે ભારત-યુએસ પ્રત્યાર્પણ સંધિ હેઠળ રાણાને ભારત મોકલવાની મંજૂરી આપી હતી. હવે ભારત તેને જલ્દી પરત લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવી રહ્યું છે.
રાણા પર 26/11ના માસ્ટરમાઇન્ડ ડેવિડ કોલમેન હેડલીને મદદ કરવાનો આરોપ છે. હેડલીએ હુમલા પહેલાં મુંબઈના સ્થળોની રેકી કરી હતી. આ અગાઉ ભારતે અમેરિકન કોર્ટ સમક્ષ મજબૂત પુરાવા રજૂ કર્યા હતા, જેમાં રાણાની સંડોવણી સ્પષ્ટ જોવા મળી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ભારતમાં રાણા સામેના આરોપો અમેરિકન કોર્ટમાં ચાલી રહેલા કેસ કરતાં અલગ છે. બંને દેશો વચ્ચે થયેલા કરાર હેઠળ તેને ભારત પ્રત્યાર્પણ કરી શકાય છે.
આ અગાઉ FBIએ 2009માં શિકાગોથી રાણાની ધરપકડ કરી હતી. તે પાકિસ્તાનની ISI અને લશ્કર-એ-તૈયબાનો ઓપરેટિવ હોવાનું કહેવાય છે. હવે તેને ભારત લાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
કોર્ટે રાણાને આતંકવાદી સંગઠનને મદદ કરવા અને ડેનમાર્કમાં આતંકવાદી હુમલાનું નિષ્ફળ ષડયંત્ર રચવા બદલ દોષી ઠેરવ્યો હતો. જો કે કોર્ટે ભારતમાં હુમલાના આરોપોને ફગાવી દીધા હતા પરંતુ કહ્યું હતું કે તે મુંબઈ આતંકવાદી હુમલાના કાવતરામાં સામેલ હતો અને તેને ભારતને પ્રત્યાર્પણ કરવું જોઈએ.
કોણ છે તહવ્વુર રાણા?
તહવ્વુર રાણાનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. તેણે આર્મી મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો અને 10 વર્ષ સુધી પાકિસ્તાન આર્મીમાં ડોક્ટર તરીકે કામ કર્યું હતું પરંતુ તહવ્વુર રાણાને તેમનું કામ ગમ્યું નહીં અને તેણે નોકરી છોડી દીધી હતી. ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ તહવ્વુર રાણા હાલમાં કેનેડાનો નાગરિક છે. પરંતુ તાજેતરમાં તે શિકાગોનો રહેવાસી હતો જ્યાં તેનો વ્યવસાય છે.
કોર્ટના દસ્તાવેજો અનુસાર તેણે કેનેડા, પાકિસ્તાન, જર્મની અને ઈંગ્લેન્ડમાં મુસાફરી કરી છે. તે લગભગ 7 ભાષાઓ બોલી શકે છે. કોર્ટના દસ્તાવેજો દર્શાવે છે કે 2006થી નવેમ્બર 2008 સુધી તહવ્વુર રાણાએ પાકિસ્તાનમાં ડેવિડ હેડલી અને અન્ય લોકો સાથે મળીને કાવતરું ઘડ્યું હતું.
આ સમય દરમિયાન તહવ્વુર રાણાએ આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને હરકત ઉલ જેહાદ-એ-ઈસ્લામીને મદદ કરી અને મુંબઈ આતંકવાદી હુમલાની યોજના ઘડી અને તેને અમલમાં લાવવામાં મદદ કરી. આતંકી હેડલી આ કેસમાં સરકારી સાક્ષી બન્યો છે.
26 નવેમ્બર 2008ના રોજ શું ઘટના બની હતી?
26 નવેમ્બર 2008ના રોજ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આતંકવાદીઓના હુમલાને નિષ્ફળ બનાવવા માટે 200 NSG કમાન્ડો અને 50 આર્મી કમાન્ડોને મુંબઈ મોકલવામાં આવ્યા હતા. આ સિવાય સેનાની પાંચ ટુકડીઓ પણ ત્યાં તૈનાત કરવામાં આવી હતી. હુમલા દરમિયાન નેવીને પણ એલર્ટ પર રાખવામાં આવી હતી.
મુંબઈમાં આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવવાના ઓપરેશનમાં મુંબઈ પોલીસ, ATS અને NSGના 11 જવાનો શહીદ થયા હતા. તેમાં એટીએસ ચીફ હેમંત કરકરે, એસીપી અશોક કામટે, એસીપી સદાનંદ દાતે, એનએસજી કમાન્ડો મેજર સંદીપ ઉન્નીક્રિષ્નન, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ એસઆઈ વિજય સાલસ્કર, ઈન્સ્પેક્ટર સુશાંત શિંદે, એસઆઈ પ્રકાશ મોરે, એસઆઈ દુડગુડે, એએસઆઈ નાનાસાહેબ ભોંસલે, એએસઆઈ એએસઆઈ તુકારામ ઓમ્બલે, કોન્સ્ટેબલ વિજય ખાંડેકર, જયવંત પાટીલ, યોગેશ પાટીલ, અંબાદોસ પવાર અને એમ.સી. ચૌધરી સામેલ હતા.