તા.૧૩/૯/૨૪ નાં ગુ.મિત્રમાં ‘રાજકાજ ગુજરાત’ કોલમમાં લેખક કાર્તિકેય ભટ્ટ લખે છે, ‘સરકારના બિન ઉત્પાદક ખર્ચા (મોજશોખ) પ્રજાને મોંઘા પડે છે.’ સાચી વાત...
એક દિવસ ગામની શાળાનાં વિદ્યાર્થીઓને શિક્ષક એક ગરીબ ખેડૂતના ખેતરમાં લઈ ગયા અને બોલ્યા, ‘આજે આપણે બધાંએ અહીં સાથે મળીને આ ખેડૂતને...
તિહાર જેલમાંથી તેમની મુક્તિ પછી તરત જ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે તેઓ રાજીનામું આપશે અને જ્યાં સુધી તેમને...
તાજેતરમાં, રાજયની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ-9થી 12ના શિક્ષકની ભરતી માટે રાજયના શિક્ષણ વિભાગ દ્વારા નવા નિયમો જાહેર થયા છે....
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો ફરી એકવાર પ્રયાસ થયો છે. બે મહિનામાં બીજી વખત આવો પ્રયાસ થયો છે. આ પહેલા જુલાઇમાં એક...
તા.28સપ્ટેમ્બર ભાદરવા વદ અગિયારસ ના દિવસે શ્રાદ્ધ માટે પડતર દિવસ શ્રાદ્ધના માધ્યમથી જ પિતૃઓને તૃપ્તિની પ્રાપ્તિ થાય છે શ્રદ્ધાથી કરેલા શ્રાદ્ધ કર્મથી...
ગણેશ વિસર્જન ની યાત્રા દરમિયાન ગુલાલ ઉડાડવાની બાબતે ઉગ્ર બોલાચાલી (પ્રતિનિધિ) નડિયાદ, તા.17વસો ગામમાં મુખ્ય મસ્જીદ પાસે આજે ગણેશ વિસર્જન યાત્રા પહોંચી...
સુરત: શહેરમાં 80 હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન મોડી રાત સુધી ચાલતુ રહ્યું હતું. રાત્રે 9 વાગ્યા સુધીમાં 62 હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન...
ઓનલાઇન પાર્ટ ટાઈમ જોબ અપાવવાનું કહીને રૂપિયા 1.69 લાખ પડાવ્યા હતા. અલગ અલગ ટાસ્ક પૂરા કરવાના બહાને વિવિધ એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવડાવ્યા...
દંપતિ મંદિરેથી દર્શન કરીને પરત આવતું હતું ત્યારે મહિલાને નિશાન બનાવી વાઘોડિયા રોડ પર કલાદર્શન ચાર રસ્તા પાસે મંદિરેથી દર્શન કરીને દંપતિ...
“ગુજરાતના 74 સ્થળો પર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી ને યજ્ઞ અને યોગ ના કાર્યક્રમ દ્વારા જન્મદિવસની ઉત્સાહ અને ઉમંગ સાથે...
વલસાડ : વલસાડ જિલ્લામાં અનંત ચૌદસ નિમિત્તે 22 સ્થળએ ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતુ. જિલ્લામાં ગણેશ સ્થાપનના બીજા જ દિવસેથી વિસર્જન શરૂ...
તારાપુરના બુધેજ ગામનો પરિવાર બાઇક પર ખંભાતમાં ગણપતિ જોવા નિકળ્યો હતો નેજા ગામ પાસે અકસ્માતમાં પતિ – પત્ની, પુત્રી અને ભત્રીજી ઘવાયાં...
માત્ર શહેરીજનોને નહીં, નગરપાલિકાને પણ અણઆવડતના ખાડા નડી રહ્યા છે માઈ મંદિર રોડ પર 15 દિવસ પહેલા થયેલા પુરાણ કામમાં વાહનના બે...
બારડોલી: બારડોલી તાલુકા અને નગરમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન શરૂ થયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બારડોલી નગરના રાજમાર્ગથી વિસર્જનયાત્રા નીકળી હતી....
તમારે આ રસ્તા પરથી મચ્છી વેચવા નઈ જવાનું એમ કહી મહિલાને માતા અને પુત્રએ માર માર્યો. તરસાલી વિસ્તારમાં રહેતા માતા પુત્ર વિરુદ્ધ...
ભરૂચ: ભરૂચ અને અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ મંગળવારે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં તૈયાર કરાયેલા 7 કૃત્રિમ કુંડમાં શ્રીજી...
સાપુતારા : ડાંગ જિલ્લામાં ગણપતિ બાપ્પાની 10 દિવસ સુધી ભક્તિભાવ પૂર્વક પૂજા અર્ચના કર્યા બાદ છેલ્લા દિવસે ગણેશ મંડળો દ્વારા ઢોલ નગારા...
બીલીમોરા : ગણપતિ બાપ્પાની દસ દિવસની સ્થાપના બાદ ભક્તિમાં ભક્તો લીન બન્યા હતા. ભાદરવા સુદ ચૌદશ, અનંત ચતુર્દશીને મંગળવારે ગણદેવી, બીલીમોરા, અમલસાડ...
આમ આદમી પાર્ટીએ તેના મજબૂત નેતા આતિશીને મુખ્યમંત્રી પદ માટે નામાંકિત કર્યા છે. મંગળવારે યોજાયેલી વિધાયક દળોની બેઠકમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો...
વિશ્વામિત્રીનાં બન્ને કાંઠે થયેલા દબાણોએ શહેરની માઠી દશા કરી , એ મહાપાપ ના ભાગીદાર શાસક પક્ષના હોદ્દેદારો અને મળતીયા બિલ્ડરો.મનપાના તંત્ર કે...
રોનીત તેના 9માં વર્લ્ડ રેકોર્ડ માટે રજીસ્ટર કરાવવા જશે વડોદરા શહેરમાં એક યુવકે એવી રીતે બાપ્પાને વિદાય આપી કે જે કોઈએ પહેલા...
ભારતે સતત બીજી વખત અને કુલ પાંચમી વખત હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. મંગળવારે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે ચીનને 1-0થી હરાવ્યું...
પ્રતિનિધિ વડોદરા તા 17સંસ્કારી નગરી વડોદરામાં ભારે ઉત્સાહના માહોલ સાથે શ્રીજી ની વિદાય આપવામાં આવી રહી છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગણેશજીની...
દંતેશ્વરની સોસાયટીમાં જગ્યાની માલિકી બાબતે મામલો બીચક્યો જાનથી મારી નાખવાની ધમકી આપતા વૃદ્ધ દ્વારા પોલીસ ફરિયાદ પ્રતિનિધિ વડોદરા તા.17 વડોદરા શહેરના દંતેશ્વર...
અરવિંદ કેજરીવાલે મંગળવારે સાંજે લગભગ 4.45 વાગ્યે લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) વિનય સક્સેનાને સીએમ પદ પરથી રાજીનામું સોંપ્યું હતું. આતિશી સહિત તમામ મંત્રીઓ...
પ્રતિનિધિ વડોદરા તારીખ 17બાન્કો કંપનીનો કરોડો રૂપીયાનો કિમતી સામાન કન્ટેનરોમાંથી કાઢી ઠગાઇ કરવાના ગુનામાં ફરાર આરોપી વિરુદ્ધ LOCઇશ્યુ કરાઇ હતી. જેના કારણે...
ચેન્નાઈઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં શરૂ થઈ રહી છે. 2 ટેસ્ટ મેચની શ્રેણી...
વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થીથી શ્રીજીની પ્રતિમાનું સ્થાપના કરીને 10 10 દિવસ સુધી ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ અનંત ચતુર્દસીએ ઉત્સાહ અને ઉમંગ...
સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મોટો આદેશ આપતા સમગ્ર દેશમાં બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં બુલડોઝરની...
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત સાથે રાજ્યમાં ફરી એકવાર મહાયુતિની સરકાર બનવા જઈ રહી છે, જ્યારે ઉત્તર પ્રદેશની પેટાચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સાથે અન્ય રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીમાં પણ NDAનું પ્રદર્શન સારું રહ્યું છે. આ દરમિયાન રાજધાની દિલ્હીમાં ભાજપની જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. તેઓએ કાર્યકર્તાઓ અને જનતાનો આભાર માન્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે તેમના સંબોધનની શરૂઆત જય ભવાની, જય શિવાજીના નારા સાથે કરી હતી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં વિકાસ અને સુશાસનની જીત થઈ છે. અસત્ય અને વિભાજનની શક્તિઓનો પરાજય થયો છે. પરિવારવાદનો પરાજય થયો છે. આ પહેલા બીજેપી હેડક્વાર્ટર પહોંચતા બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેમનું સ્વાગત કર્યું હતું. જેપી નડ્ડાએ કહ્યું કે આજે ઐતિહાસિક દિવસ છે. આનો શ્રેય મોદીને જાય છે. જનતાએ પીએમ મોદીની રાષ્ટ્ર સેવાને મંજૂરી આપી છે. મહારાષ્ટ્રની જનતાએ 2019માં પણ ભાજપને જનાદેશ આપ્યો હતો પરંતુ ઉદ્ધવ ઠાકરેના સત્તાના લોભે જાહેર વ્યવસ્થાનું અપમાન કર્યું હતું.
પીએમ મોદીએ કહ્યું કે અમે ઐતિહાસિક મહાવિજયની ઉજવણી કરી રહ્યા છીએ. મહારાષ્ટ્રમાં વિકાસની જીત થઈ છે. સુશાસનની જીત થઈ છે. સાચા સામાજિક ન્યાયનો વિજય થયો છે. જુઠ્ઠાણા, કપટ અને છેતરપિંડીનો કારમી પરાજય થયો છે. વિભાજનકારી શક્તિઓ અને પરિવારવાદનો પરાજય થયો છે. હું દેશભરના તમામ NDA કાર્યકર્તાઓને અભિનંદન આપું છું અને જનતાને અભિનંદન આપું છું.
મહારાષ્ટ્રની જીતને ઐતિહાસિક ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 50 વર્ષમાં પહેલીવાર ચૂંટણીમાં પૂર્વ ગઠબંધનની આટલી મોટી જીત છે. આ સતત ત્રીજી વખત છે જ્યારે ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનને સતત ત્રીજી વખત સત્તામાં આવવાની તક મળી છે. ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. આ બીજેપીના ગવર્નન્સ મોડલ પર મંજૂરીની મહોર છે. મહારાષ્ટ્રની જનતાએ કોંગ્રેસ અને તેના સાથી પક્ષો કરતાં એકલા ભાજપને વધુ બેઠકો આપી છે. આ દર્શાવે છે કે જ્યારે સુશાસનની વાત આવે છે ત્યારે દેશ માત્ર ભાજપ અને એનડીએ પર વિશ્વાસ કરે છે. મહારાષ્ટ્ર દેશનું છઠ્ઠું રાજ્ય છે જેણે સતત ત્રણ વખત ભાજપને જનાદેશ આપ્યો છે. આ પહેલા અમે ગોવા, ગુજરાત, હરિયાણા અને મધ્યપ્રદેશમાં સતત ત્રણ વખત જીત્યા હતા. બિહારમાં એનડીએને સતત ત્રણ વખત જનાદેશ મળ્યો છે.