પ્રતિનિધિ વડોદરા તા.18 સયાજીગંજ વિસ્તારમાં શ્રીજીની વિસર્જન યાત્રાનું ડીજે બંધ થઇ જતા યુવક મંડળના સંચાલક સહિતના સભ્યોએ જોરશોરથી બુમો પાડી અંદરોઅંદર મારામારી...
લોકોને કેશડોલ, ઘરવખરીના નુકશાની વળતર ન મળ્યા હોવા બાબતે શાસક પક્ષના નેતા અને ભાજપના કાઉન્સિલર વચ્ચે રકઝક.. ભૂખી કાંસ પરના દબાણો અંગે...
લેબનોનમાં ફરી એકવાર વિસ્ફોટ થયા છે. એક અહેવાલમાં જણાવાયું છે કે બેરૂતમાં હિઝબુલ્લાહના સભ્ય અને પેજર બ્લાસ્ટથી માર્યા ગયેલા બાળકના અંતિમ સંસ્કાર...
મધ્યપ્રદેશના જબલપુરમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. સિહોરાના મજગવાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજૂરોથી ભરેલી ઓટો પર પૂરપાટ ઝડપે જઈ રહેલું હાઈવા...
દાહોદ શહેર જિલ્લાભરમાં વિઘ્નહર્તા વિદાય ધામધૂમથી યોજાઈ દાહોદ તા. 18 દાહોદ શહેર સહીત જિલ્લાભરમાં 10 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ ગતરોજ અનંત...
પદાધિકારીઓ દ્વારા આ મામલે ઉચ્ચસ્તરીય રજુઆતો કરવાની તૈયારીઓ પણ દેખાડતાં મામલો આગામી દિવસોમાં બિચકાશે તેવી શક્યતાઓ દાહોદ તા.૧૮ દાહોદ તાલુકાના ટાંડા ગામે...
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન બુધવારે સાંજે 6 વાગ્યે સમાપ્ત થયું. 7 જિલ્લાની 24 વિધાનસભા બેઠકો માટે આજે મતદાન થયું હતું....
ગણેશ વિસર્જનના દિવસે વડોદરા શહેરના વારસીયા ધોબી તળાવ તથા પ્રાર્થના ફ્લેટ પાસે કારમાંથી 1.14 લાખના વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં...
મંગળવારે લેબનોનમાં કંઈક એવું થયું જેણે આખી દુનિયાને ચોંકાવી દીધી. લેબનોનમાં શ્રેણીબદ્ધ પેજર બ્લાસ્ટ થયા છે જેમાં ત્રણ હજારથી વધુ લોકો ઘાયલ...
શહેરના ચકલી સર્કલ નજીક વધુ એક જોખમી ભૂવો પડ્યો.. પાલિકા તંત્રે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભૂવા ફરતે કોર્ડન ન કરતાં લોકોએ આડાશ...
નવી દિલ્હીઃ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (LG) વિનય કુમાર સક્સેનાએ બુધવારે અરવિંદ કેજરીવાલનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મંજૂરી માટે મોકલ્યું હતું. તેમણે રાષ્ટ્રપતિને...
કવાંટ સમગ્ર નગરમાં પીવાનું પાણી પૂરું પાડતું વોટર વર્કસ જેને ૭૦ વર્ષ જેટલો સમય થઈ ગયો છે તે હાલમાં સંપૂર્ણ જર્જરિત હાલતમાં...
સુરતમાં મંગળવારે ગણેશ વિસર્જન દરમિયાન 60થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જનની કામગીરી 21 કૃત્રિમ તળાવ અને 3 કુદરતી ઓવારા ખાતે...
વોશિંગ્ટન: ઈલોન મસ્કની ન્યુરાલિંક “બ્લાઈન્ડસાઈટ ચિપ” એ 21મી સદીનો સૌથી મોટો ચમત્કાર કરી બતાવ્યો છે. આ ચિપ દ્વારા હવે એવા લોકો પણ...
નવી દિલ્હીઃ વન નેશન-વન ઇલેક્શનના પ્રસ્તાવને મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે. કોવિંદ કમિટીએ આ અંગે આપેલા રિપોર્ટ બાદ કેબિનેટે મંજૂરી આપી...
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે દિલ્હીમાં AICC મુખ્યાલયમાં હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીની ગેરંટી જાહેર કરી. આ અવસરે કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ,...
સુરતઃ કોઈ માંગણી પુરી ન થાય તો પ્રજા ધરણાં પર બેસે તે તો સાંભળ્યું-જોયું હતું પરંતુ શું તમે ક્યારેક એવું જોયું છે...
ચેન્નાઈઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગુરુવારથી બે મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે....
રશિયા-યુક્રેન યુદ્ધમાં પરમાણુ હુમલાનું જોખમ વધુ વધી ગયું છે. ‘ધ સન’ના સનસનાટીભર્યા અહેવાલ મુજબ પુતિન પરમાણુ યુદ્ધથી થોડાક જ ડગલાં દૂર ઊભા...
સુરતઃ સુરતના સાયણ ગોઠાણ વિસ્તારમાં આવેલી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આજે સવારથી કાપડના મશીનોનો ધમધમાટ બંધ થયો છે. દિવાળી આડે હવે દોઢ મહિના બાકી...
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં આજે 18 સપ્ટેમ્બર 2024ના રોજ લોકશાહીનો સૌથી મોટો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા...
ભરૂચ,અંકલેશ્વરઃ અંકલેશ્વર ભરૂચી નાકા પર ગણેશ વિસર્જનના દિવસે બીભત્સ ગાળો બોલતા ઈસમને રોકવા જતા પોલીસકર્મી પર ચાકુ વડે જીવલેણ હુમલો થયો હોવાની...
નવી દિલ્હીઃ લેબનોનની રાજધાની બેરૂત અને દક્ષિણ લેબેનોનના કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને પૂર્વીય બેકા ખીણમાં સ્થાનિક સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શ્રેણીબદ્ધ...
સુરતઃ કોઈને એક લાત મારવી કેટલી મોંઘી પડી શકે?, એ જાણવું હોય તો તમારે સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.જે. સોલંકીને પૂછવું...
( પ્રતિનિધી )વડોદરા,તા.18 વડોદરામાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ મંગળવારે ભક્તોએ ગણપતિ બાપ્પાને શ્રદ્ધાભેર વિદાય આપી હતી.શહેરના 8 જેટલા કુત્રિમ તળાવોમાં રાત્રીના...
બિહારના તત્કાલીન મુખ્ય મંત્રી લાલુપ્રસાદ યાદવને ચારા કૌભાંડમાં જેલ થઈ ત્યારે તેમણે પોતાની ગમાર પત્ની રાબડી દેવીને મુખ્ય મંત્રીની ગાદી પર સ્થાપિત...
શ્રી સયાજી વૈભવ પુસ્તકાલયમાં મળવા જેવા માણસ નામે એક સરાહનીય અને અનુકરણીય પ્રવૃત્તિ ચાલે છે. આ એ પ્રવૃત્તિનો 7મો મણકો જેમાં ગુજરાતમિત્રના...
છેલ્લાં બે વર્ષ કરતાં વધુ સમયથી ચાલતું રશિયા યુક્રેન યુદ્ધ હજુ સમાપ્ત થાય એવા કોઈ સંકેત દેખાતા નથી. અસંખ્ય ટેન્કો, આધુનિક ડ્રોન...
તા. 10.9.24ના ગુજરાતમિત્રમાં દાકતરી સેવાઓ અંગેનો લેખ કાર્તિકેય ભટ્ટનો પ્રગટ થયો ને દાકતર થવામાં કેટલા કરોડનો ખર્ચ થાય, તેની વિગતો દર્શાવે છે....
તા.૧૩/૯/૨૪ નાં ગુ.મિત્રમાં ‘રાજકાજ ગુજરાત’ કોલમમાં લેખક કાર્તિકેય ભટ્ટ લખે છે, ‘સરકારના બિન ઉત્પાદક ખર્ચા (મોજશોખ) પ્રજાને મોંઘા પડે છે.’ સાચી વાત...
તમાકુની ખળીના માલિકને બંધુક બતાવી બંધક બનાવી ચાર લાખ રોકડા લઇ ગયાં
મધરાતે ખળીનો ઝાંપો કુદી ચાર જેટલાં અજાણ્યા લૂંટારૂઓ અંદર પ્રવેશ્યા હતા
(પ્રતિનિધિ) પેટલાદ તા.23
પેટલાદના દંતેલી ગામમાં મધરાતે ત્રાટકેલા લુંટારૂઓએ તમાકુની ખળીને નિશાન બનાવી હતી. ખળીનો ઝાંપો કુદી અંદર ઘુસ્યા બાદ લૂંટારૂઓએ ખળીના માલિકને બંદુકની અણીએ બંધક બનાવ્યા હતા. બાદમાં ખળીના માલિકને ઈલેક્ટ્રીક વાયરથી બાંધી લૂંટ ચલાવી હતી. ચાર જેટલા લૂંટારાઓએ ખળીમાં પ્રવેશી માલિકના મકાનની અંદરથી ચાર લાખ જેટલી રોકડની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ સનસની લૂંટના પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે હાલ પોલીસ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.
પેટલાદ તાલુકાના છેવાડે દંતેલી ગામ આવેલું છે. આ નાનકડા ગામથી વડદલા તરફ જવાના રસ્તે રમેશભાઈ ડાહ્યાભાઈ પટેલની તમાકુની ખળી આવેલી છે. જેઓ તમાકુની લે-વેચનો વેપાર કરે છે. આ ખળીમાં જ તેઓનું મકાન આવેલું છે. જ્યાં તેઓ વર્ષોથી વસવાટ કરે છે. રમેશભાઈનો પરિવાર ગામમાં રહે છે, જ્યારે માત્ર રમેશભાઈ આ ઘરમાં રહે છે. તેઓ નિત્ય ક્રમ મુજબ રાત્રે સૂઈ ગયા હતા. પરંતુ મધરાતે તેઓની ખળીનો ઝાંપો કુદી ચાર અજાણ્યા લૂંટારૂઓ અંદર પ્રવેશ્યા હતા. બાદમાં ઘરનો દરવાજો ખોલી અંદર જઈ ચાર જેટલા લૂંટારૂઓએ રમેશભાઈને ઘેરી લીધા હતા. એક લૂંટારૂએ રમેશભાઈને બંદૂક બતાવી બંધક બનાવ્યા હતા. જ્યારે બીજા લૂંટારૂઓએ રમેશભાઈને ઈલેક્ટ્રીક વાયરથી બાંધી દીધા હતા.
આ ઉપરાંત ઘરમાં રાખેલા રૂપિયા ચાર લાખ રોકડ જેટલી માતબર રકમ લઈ લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. લૂંટારૂઓ ભાગી ગયા બાદ ડરી ગયેલા રમેશભાઈએ બૂમાબૂમ કરતા થોડે દૂર સૂતેલા મજૂરો ઉઠીને આવ્યા હતા. આ સમગ્ર બનાવની જાણ પરિવારના અન્ય સભ્યોને કરતા સૌ કોઈ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. વહેલી સવારે રમેશભાઈએ પેટલાદ રૂરલ પોલીસ મથકને જાણ કરી હતી. જેથી ગ્રામ્ય પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ટીમ સહિતનો પોલીસ કાફલો દંતેલી પહોંચ્યો હતો. તેઓએ સમગ્ર બનાવની જાણ ઉચ્ચ અધિકારીઓને કરતા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. તેઓએ ખળીના માલિક રમેશભાઈની ફરિયાદના આધારે લૂંટની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જો કે આ લખાય છે ત્યાં સુધી હજી પોલીસ દફતરે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જાણવા મળે છે. આ સમગ્ર ઘટનાને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હાલમાં દંતેલી લૂંટની ઘટના અંગે પેટલાદ નાયબ પોલીસ અધિક્ષક કુંબાવતે જણાવ્યું હતું કે, લૂંટારૂઓને વહેલી તકે ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ લૂંટનો ભેદ ઉકેલવા જુદી જુદી ચાર ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે.