કર્ણાટક સરકારે સરકારી શાળા અને કોલેજ કેમ્પસમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની પ્રવૃત્તિઓને રોકવા માટે નિયમો લાવવાનો નિર્ણય લીધો છે. રાજ્ય મંત્રી...
મંગલ પાંડે રોડ પર અગોરા ગ્રુપની અવળચંડાઈ સામે પાલિકા ફરી નતમસ્તક, સામી દિવાળીએ ગરીબોના લારી ગલ્લાના દબાણો દૂર કરાવતા પાલિકા કમિશનરમાં આ...
ભારતીય ડાબોડી બેટ્સમેન અભિષેક શર્માને ICC દ્વારા સપ્ટેમ્બર માટે ICC પ્લેયર ઓફ ધ મન્થ એનાયત કરવામાં આવ્યો છે. ગયા મહિને T20 એશિયા...
કેનેડામાં પ્રખ્યાત હાસ્ય કલાકાર કપિલ શર્માના કેપ્સ કાફેને ફરી એકવાર નિશાન બનાવવામાં આવ્યું છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે....
ઓવરટેક કરવા જતાં મહિલા ગંભીર રીતે ઘાયલ ઓવરટેક કરવાની લ્હાયમાં કાબૂ ગુમાવ્યો, સ્પીડમાં આવેલી મહિલા બીજા વાહન સાથે અથડાઈ; ટોળાએ ભેગા થઈ...
ભારતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ફગાવી દીધો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાતરી આપી હતી કે ભારત રશિયા પાસેથી...
ગુરુવારે (૧૬ ઓક્ટોબર) છત્તીસગઢમાં ૧૭૦ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, જેનાથી અબુઝહમાદ અને ઉત્તર બસ્તર નક્સલમુક્ત બન્યા. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે બુધવારે મહારાષ્ટ્રમાં...
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવે સાધનો અને મટિરિયલ સપ્લાય કરતી કંપનીઓને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હવે રેલવેમાં...
દિવાળીના તહેવાર દરમિયાન સચિન જીઆઈડીસીમાં મીની વેકેશન રહેશે. દિવાળીની સાંજથી આગામી લાભપાંચમ સુધી તમામ ઉદ્યોગો બંધ રહેશે ત્યારે બંધ કારખાનાઓની સુરક્ષા માટે...
રાજ્યમાં મંત્રી મંડળના વિસ્તરણનો ધમધમાટ ચાલી રહ્યો છે. વર્તમાન મંત્રીઓએ મુખ્યમંત્રીને રાજીનામા સોંપી દીધા છે. દરમિયાન નવા મંત્રી મંડળના શપથ સમારોહના ઈન્વિટેશન...
રાજ્ય સરકારમાં મંત્રી મંડળના વિસ્તરણની ચાલતી ચર્ચા વચ્ચે મોટું અપડેટ આવ્યું છે. આજે ગુરુવારે તા. 16 ઓક્ટોબરની બપોરે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
ગ્રામજનોને દિવાળીમાં ઘરે બેઠા તેલની રેલમછેલ થતા જે મળ્યું તે સાધનમાં ભરવા લાગ્યા ખેડા જિલ્લાના રાધવાણજ ગામ નજીક નેશનલ હાઇવે-47 પર આજે...
સ્વર્ગસ્થ ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી વાય. પૂરન કુમારે આત્મહત્યાના થોડા સમય પહેલા વકીલો સાથે વાત કરી હતી. તેમના કોલ રેકોર્ડમાં આ...
દિવાળી ટાણે બાળકો સહિત અનેક બીમાર, પીળાશ પડતા પાણીની ફરિયાદ છતાં તંત્ર નિષ્ક્રિય; ગુસ્સે ભરાયેલા લોકોએ અધિકારીને ઘેરી વળી ઉગ્ર રજૂઆત કરી....
જૂનમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનના પાઇલટ-ઇન-કમાન્ડ સ્વર્ગસ્થ કેપ્ટન સુમિત સભરવાલના પિતાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરીને આ અકસ્માતની નિષ્પક્ષ, પારદર્શક અને...
બહુજન સમાજ પાર્ટીએ બિહારની બધી 243 બેઠકો પર ચૂંટણી લડવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો છે. 90 ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવી...
બંધ પડેલા પ્રોજેક્ટ્સને પુનઃજીવિત કરાશે: PPP મોડલ અને ડ્રો સિસ્ટમથી પારદર્શક રીતે થશે ફાળવણી 3 મહિનામાં 3,500થી વધુ આવાસ તૈયાર કરાશે: VMCએ...
દિવાળીનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈબીજ સાથે પૂર્ણ થાય છે. ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરી, દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા...
બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહાની પ્રેગ્નન્સીની અફવાઓ ફરી ચર્ચામાં આવી છે. તાજેતરમાં સોનાક્ષી અને પતિ ઝહીરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ...
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુંબઇ નેશનલ સ્ટોક એક્ષ્ચેજ ખાતે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બેલ રીંગિંગ કરીને મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં લીસ્ટિંગ કરાવ્યું...
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણી પહેલા સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારી પોસ્ટ શેર કરી છે ,...
ઉત્તરાખંડમાં ધાર્મિક યાત્રાળુઓ માટે મોટી ખુશખબર છે. હવે કેદારનાથ ધામની મુશ્કેલ ચઢાણ યાત્રા વધુ સરળ બનવાની છે. સોનપ્રયાગથી કેદારનાથ સુધી રોપવે બનાવવાની...
સુરતમાં નવી ઉજાસ જેવી પહેલ “હિરાબાના નામે ખમકાર” અભિયાન દ્વારા નબળી આર્થિક સ્થિતિ ધરાવતી દીકરીઓને શાળા ફી, પુસ્તકો અને યુનિફોર્મ માટે મદદ...
રાજ્યમાં મંત્રી મંડળના વિસ્તરણનો ગણગણાટ છેલ્લાં કેટલાંય સમયથી ચાલી રહ્યો હતો. હવે મંત્રી મંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. આવતીકાલે તા....
ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાના કૈસરગંજ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી માનવભક્ષી વરુનો આતંક ફેલાયો હતો. આ વરુએ 37 દિવસમાં ચાર...
અમેરિકા દ્વારા ભારત પર વધારેલા ટેરિફને લઈને ઉભી થયેલી ચિંતાઓ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કહ્યું છે કે...
સંજયનો આજે મોટી કંપનીમાં ઇન્ટરવ્યૂ હતો. મનમાં થોડી ધકધક હતી અને થોડી ખુશી પણ હતી કે જો આ મોટી કંપનીની નોકરી મળી...
સુપ્રીમ કૉર્ટમાં વડા ન્યાયમૂર્તિ જસ્ટીસ ગવઈ પર કોઈક અવિચારી માણસે જૂતું ફેંક્યું. આપણે સહિષ્ણુતાનું કેટલું દેવાળું કાઢ્યું છે, એનું આનાથી વરવું ઉદાહરણ...
ભોજપુરી ફિલ્મ જગતના લોકપ્રિય ગાયક અને અભિનેતા ખેસારી લાલ યાદવની પત્ની ચંદા દેવી હવે રાજકારણમાં પગ મૂકવા જઈ રહી છે. તેમણે આરજેડી...
કહેવું કંઈક અને કરવું કંઈક એ મોટા ભાગની સરકારોની પ્રકૃતિ હોય છે. વિવિધ સરકારી કાયદા કે યોજનાઓમાં સૌથી છેતરામણો શબ્દ હોય છે...
પોલીસે ₹7.56 લાખની ફરિયાદ નોંધી, ઘડિયાળી પોળ વિસ્તારમાં સઘન તપાસ શરૂ
વડોદરા: મહારાષ્ટ્રના થાણે પશ્ચિમમાં રૂમવાલ ફ્લેટમાં રહેતા અને યુકેમાં કેરટેકર તરીકે નોકરી કરતા સુનંદાબેન વસંતભાઈ માલુસરેના ₹18 લાખની કિંમતના સોનાના દાગીના અને રોકડ રકમ વડોદરામાં શૉપિંગ દરમિયાન ચોરાઈ જવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે ₹7.56 લાખની કુલ કિંમતની ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સુનંદાબેન માલુસરે તેમના પતિ સાથે ગત તારીખ 2જીના રોજ વડોદરા આવ્યા હતા. તેઓ તેમની દીકરી જાગૃતિની નણંદના લગ્ન પ્રસંગે હાજરી આપવા માટે આવ્યા હતા. વડોદરામાં તેઓ દંતેશ્વર રિંગ રોડ પર બંસલ મોલની પાછળ આવેલી હોટલ ફેબ મેક્સમાં રોકાયા હતા. તારીખ ૫મીના રોજ તેમણે ગોવર્ધન હોલ ખાતે લગ્નમાં હાજરી આપી હતી.
ચોરીનો બનાવ તારીખ 6 ડિસેમ્બરના રોજ બન્યો હતો. સુનંદાબેન બપોરે તેમના પતિ, દીકરી અને દીકરીની બહેનપણી સાથે હોટલ પરથી શૉપિંગ કરવા માટે નીકળ્યા હતા. બપોરે પોણા બે (1:45) વાગ્યે તેઓ શહેરના જાણીતા શૉપિંગ વિસ્તારમાં, ઘડિયાળી પોળ ખાતે અંબા માતાની ગલીમાં આવેલી જય શ્રી સિલ્ક સાડીની દુકાનમાં ખરીદી કરવા ગયા હતા.
સુનંદાબેને દુકાનમાંથી સાડીની ખરીદી કરી હતી. પોલીસ ફરિયાદ મુજબ, તેમણે છેલ્લે મરૂન કલરનું પર્સ બહાર કાઢીને તેમાંથી પેમેન્ટ કર્યું હતું અને પર્સ પાછું મૂકી દીધું હતું. પોણા ત્રણ (2:45) વાગ્યે તેઓ દુકાનમાંથી ખરીદી કરીને બહાર નીકળ્યા હતા.
જય શ્રી સિલ્ક સાડી ખાતેથી નીકળ્યા બાદ સુનંદાબેને અન્ય સ્થળોએ પણ ખરીદી કરી હતી અને સાંજે 6:00 વાગ્યે તેઓ હોટલ પર પરત ફર્યા હતા. રાત્રે લગભગ 10:00 વાગ્યે જ્યારે તેમણે સામાન ચેક કરવાનું શરૂ કર્યું, ત્યારે તેમનું મરૂન કલરનું પર્સ મળી આવ્યું ન હતું.
આ પર્સમાં આશરે 15 તોલા વજનના સોનાના દાગીના હતા, જેની આશરે બજાર કિંમત ₹18 લાખ થવા જાય છે. આ ઉપરાંત, પર્સમાં રોકડા ₹41,000 પણ હતા.
ચોરી થયેલા દાગીનાની કિંમત ફરિયાદી દ્વારા આશરે ₹18 લાખ દર્શાવવામાં આવી છે. જોકે, પોલીસે દાગીનાની કિંમત ₹4,45,000 અને રોકડ રકમ ₹41,000 સહિત કુલ ₹7,56,000ની ચોરી અંગેની ફરિયાદ નોંધી છે.
પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ખાસ કરીને સુનંદાબેન છેલ્લે જે દુકાનમાં ગયા હતા તે જય શ્રી સિલ્ક સાડીની દુકાન અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી શરૂ કરી છે, જેથી ચોરને ઝડપી શકાય.