આજે ત્રીસ-ચાલીસ વર્ષ બાદ ભાજપના જ હાલના કોઈ મંત્રી વડાપ્રધાન-નરેન્દ્ર મોદીના નિર્ણયો ભૂલભર્યા જણાવે અને ફાઈલો પરના અલગ અલગ અભિપ્રાયો પર આધાર...
રતિલાલ’અનિલ’ નાં ચાંદરણામાં જીવનની ગહનતા સમાય જાય છે. એમના ચાંદરણા મિતભાષી શૈલીમાં કંડારાયેલી વ્યંગ કણિકાઓ જ નહી. પરંતુ સાંપ્રાત સામાજિક જન જીવનનું...
આજકાલ લોકો ખરીદી કરતી વેળા ભાવ-તાલ બાબતે રકઝક કરતા હોય છે. પરંતુ ખાણી-પીણીમાં બેફામ પૈસા ઉડાવે છે. ત્યાં મોંઘવારી નથી નડતી. હાલમાં...
હોંગકોંગમાં આજ રોજ તા. 20 ઓક્ટોબર સોમવારે વહેલી સવારે એક ભયાનક વિમાન અકસ્માત થયો. દુબઈથી ઉડાન ભરેલું એક કાર્ગો વિમાન લેન્ડિંગ દરમિયાન...
તારીખ 17 ઓક્ટોબર 2025 ના ગુજરાત મિત્ર ન અહેવાલ પ્રમાણે સરથાણામાં જાહેરમાં વેચાતા ફટાકડામાં આગ લાગવાથી નાશ ભાગ ચાલુ થઈ. અહીં મુખ્ય...
આજે એપ્રિલથી માર્ચ સુધી હિસાબનીશ વર્ષ ગણાય છે. પહેલા ગુજરાતમાં દિવાળી થી દિવાળી વિક્રમ સંવત વરસના કારતક થી આસો હિસાબનીશ વર્ષ ગણાતું...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારતને ચેતવણી આપી છે કે જો ભારત રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ રાખશે તો તેને “ભારે...
દિવાળી પહેલા દિલ્હીની હવાની ગુણવત્તા નોંધપાત્ર રીતે બગડી ગઈ છે. વધતા પ્રદૂષણ સ્તરના પ્રતિભાવમાં GRAP-2 લાગુ કરવામાં આવ્યો છે, જેમાં અનેક પ્રતિબંધો...
( પ્રતિનિધી )વડોદરા,તા.19 બરોડાની ટીમે કર્નલ.સીકે નાયડુ ટ્રોફીમાં મેઘાલયને એક ઇનિંગ્સ અને 80 રનથી હરાવ્યું હતું. બરોડાના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું....
કોતર તલાવડી પાસેના દર્શન નગરમાં ગટર, ડ્રેનેજ અને રોડની જર્જરિત હાલત: ઘર દીઠ નાણાં આપવા છતાં ડ્રેનેજનું કામ અધૂરું, કોર્પોરેશન અને કોર્પોરેટર...
ચોમાસામાં જળબંબાકાર, દિવાળીએ જળસંકટ: વાઘોડિયા રોડ પર પ્રભુનગરના લોકો રોષે ભરાયા, પાલિકાના સત્તાધીશો ‘આંખ આડા કાન’ કરીને પર્વની મોજમાં વડોદરા: એક તરફ...
VHP માંજલપુર પ્રખંડની ટીમે સ્ટોલ પર જઈ ફટાકડા પાણી ભરેલી ડોલમાં નાખી ‘વિસર્જન’ કર્યું, વેપારીને કડક સૂચના અપાઈવડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ફટાકડાના...
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં શનિવારે બીજો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો. નેતન્યાહૂ સરકારે ગાઝા અને ઇજિપ્તને જોડતો એકમાત્ર ખુલ્લો...
બુટલેગર સહિતના આરોપીઓને સાથે રાખીને પોલીસ દ્વારા મકાનોમાં સર્ચ કરાયું ગેરકાયદે ધંધામાંથી કેટકેટલી મિલકત ઉભી કરી તેની પણ તપાસ કરાશેપ્રતિનિધિ વડોદરા તા.19રતનપુર...
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર અયોધ્યા રોશનીથી પ્રકાશિત થઈ ગયું હતું. દીપોત્સવ દરમિયાન અયોધ્યામાં બે વિશ્વ રેકોર્ડ નોંધાયા. પહેલા...
પ્રતિ વર્ષ દીપોત્સવી પર્વ દરમિયાન બી એ પી એસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે મંદિર પરિસર માં પરિક્રમા ઉપર સુશોભિત દીપમાળ માં...
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છે. રવિવારનો દિવસ ઓસ્ટ્રેલિયાને નામ રહ્યો. ભારતીય ટીમ ODI શ્રેણીની પહેલી મેચ 7 વિકેટથી હારી ગઈ. વરસાદથી...
પેરિસનું પ્રખ્યાત લૂવર મ્યુઝિયમ અચાનક બંધ કરી દેવામાં આવ્યું છે. ફ્રાન્સના સંસ્કૃતિ મંત્રી રચિદા દાતીએ જણાવ્યું હતું કે શનિવારે સવારે મ્યુઝિયમ ખુલતાની...
બે સાબરસિંગ,બે જીવતા કાચબા પાણીના, હાથા જોડી,એક દિપડાનો નખ મળી આવ્યા : ભુવાને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ : ( પ્રતિનિધી...
ગૌરક્ષા સમિતિના કાર્યકરોએ પોલીસને સાથે રાખી કતલખાના પર દરોડો પાડ્યો વડોદરા તારીખ 19 કરોડીયા વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગરમાં ગેરકાયદે ધમધમતા કતલખાના પર જવાહર...
ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા “ઓપરેશન સિંદૂર” બાદ રાજદ્વારી તણાવના પરિણામો હવે આંતરરાષ્ટ્રીય પ્રવાસન ક્ષેત્રે પણ દેખાઈ રહ્યા છે. ઓપરેશન સિંદૂર દરમિયાન...
શનિવારે અમેરિકામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ સૌથી મોટું પ્રદર્શન થયું. દેશના વિવિધ શહેરોમાં 2,600 થી વધુ રેલીઓ યોજાઈ હતી. આ રેલીઓમાં લગભગ 70...
અમેરિકાએ ચીન પર મોટો હુમલો કર્યો છે. આ હુમલાથી ચીનના નેશનલ ટાઇમ સેન્ટરને નોંધપાત્ર નુકસાન થયું. ચીને રવિવારે આ હુમલા માટે યુએસ...
દિવાળી અને બિહાર ચૂંટણીની મોસમ વચ્ચે મુંબઈથી બિહાર જતી ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આ દરમિયાન નાસિક નજીક એક દુર્ભાગ્યપૂર્ણ...
બિહારમાં ચૂંટણીની ગરમાવો વચ્ચે રાજકીય નાટક ચરમસીમાએ છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના એક નેતાએ ટિકિટ ન મળતાં પોતાનો કુર્તો ફાડી નાખ્યો અને...
દિવાળીના તહેવારને હવે થોડા જ દિવસો બાકી છે. ત્યારે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વતન જતાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી...
માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પર ચાલકે અડફેટે લેતા 18 વર્ષીય યુવકનું મોત અન્ય ઘાયલ દિવાળીના તહેવારને લઈ શહેરમાં કરાયેલી લાઇટિંગનો શો જોવા...
દિવાળી પહેલાં જ દિલ્હીની હવા ઝેરી બની ગઈ છે. અક્ષરધામ નજીક AQI 426 સુધી પહોંચતા પ્રદૂષણનું સ્તર ગંભીર સ્તરે પહોંચી ગયું છે....
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આજે તા. 19 ઓક્ટોબરના રોજ ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રામનગરી 29 લાખ દીવડાની રોશનીથી ઝગમગશે. આ...
કતારની મધ્યસ્થીમાં દોહામાં યોજાયેલી મહત્વપૂર્ણ વાટાઘાટો દરમિયાન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. બંને દેશોએ યુદ્ધવિરામને કાયમી અને અસરકારક...
ભારતની સ્ટાર મહિલા ક્રિકેટર અને ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાનાએ આખરે પોતાના અંગત જીવન અંગે ચાલી રહેલી અફવાઓ પર મૌન તોડ્યું છે. મંધાનાએ પોતાના સોશિયલ મીડિયામાં સત્તાવાર જાહેરાત કરી છે કે સંગીતકાર અને બિઝનેસમેન પલાશ મુછલ સાથેનો તેમનો સંબંધ અને આવનારા લગ્ન હવે સમાપ્ત થઈ ચૂક્યા છે. આ જાહેરાત બાદ ચાહકો અને ક્રિકેટ જગતમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.
મંધાનાનું સત્તાવાર નિવેદન
સ્મૃતિ મંધાનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં તેમના ખાનગી જીવન અંગે અનેક વાતો ફેલાઈ હતી. તેમણે જણાવ્યું કે “હું ખૂબ ખાનગી વ્યક્તિ છું પરંતુ હવે જાહેર કરવાનું જરૂરી છે કે અમારા લગ્ન રદ કરવામાં આવ્યા છે. હું ઇચ્છું છું કે આ મુદ્દો અહીં જ સમાપ્ત થાય. બંને પરિવારોની ગોપનીયતાનો સન્માન કરવા વિનંતી છે.”

મંધાનાએ સાથે જ સ્પષ્ટ કર્યું કે તેમનું સંપૂર્ણ ધ્યાન હવે માત્ર ક્રિકેટ કરિયર પર જ રહેશે. “મારા માટે હંમેશા ભારત માટે રમવું અને દેશને ટ્રોફી અપાવવી સૌથી મોટી પ્રાથમિકતા રહી છે.”
પલાશ મુછલે શું કહ્યું ?
પલાશ મુછલે પણ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે તેમણે પોતાના અંગત સંબંધોથી દૂર થતાં જીવનમાં આગળ વધવાનો નિર્ણય લીધો છે.

તેમણે કહ્યું કે અફવાઓ અને સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી માહિતીએ તેમને ખૂબ અસર કરી છે. “આ મારા જીવનનો સૌથી કઠિન સમય છે પરંતુ હું મજબૂત રહીને આગળ વધીશ.” સાથે જ તેમણે ચેતવણી આપી કે ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કાનૂની કાર્યવાહી થશે.
લગ્ન તૂટવાનું કારણ શું?
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલાના લગ્ન ગત તા. 23 નવેમ્બર 2025ના રોજ થવાના હતા પરંતુ લગ્ન પહેલાં સ્મૃતિના પિતા અચાનક બિમાર પડતા બંને પરિવારો દ્વારા સમારોહ મુલતવી રાખવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન સોશિયલ મીડિયા પર બનાવટી ચેટ્સ અને અફવાઓ વાયરલ થઈ હતી. જેમાં પલાશ પર છેતરપિંડીના આરોપ લગાવવામાં આવ્યા હતા જોકે તેની હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
હવે સ્મૃતિ અને પલાશ બન્નેએ જાહેર રીતે સ્પષ્ટ કરી દીધું છે કે તેમનો સંબંધ અને લગ્નનો નિર્ણય સત્તાવાર રીતે સમાપ્ત થયો છે.