નવી દિલ્હીઃ માર્ગ અકસ્માતો માટે માત્ર લાઇટ મોટર વ્હીકલ લાઇસન્સ ધારકોને દોષી ઠેરવી શકાય નહીં. અકસ્માતનું બીજું કારણ પણ છે. આ ટિપ્પણી...
પટનાઃ બિહારની પ્રખ્યાત લોકગાયિકા અને “બિહાર કોકિલા” તરીકે પ્રખ્યાત શારદા સિંહાનું 5 નવેમ્બરે રાત્રે 9.20 વાગ્યે નિધન થયું. છઠના તહેવારના પહેલા દિવસે...
ડાયરેક્ટરને કોર્ટમા રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા દાહોદ તા. 05 દાહોદમાં બહુચર્ચિત નકલી NA પ્રકરણમાં આજરોજ દાહોદ પોલીસે APMC ના ડાયરેક્ટરની...
વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતોની ગણતરી ચાલુ છે. આ દરમિયાન અમેરિકન મીડિયા આઉટલેટ ફોક્સ ન્યૂઝે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની જીત જાહેર કરી...
અનાવલ: મહુવાના સાંબા ગામે અંબિકા નદીમાં નાહવા ગયેલા બે યુવાન પાણીમાં ડૂબી જતાં મોતને ભેટતાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. બે મિત્રો...
વડોદરા તારીખ 5વડોદરા શહેરના ગાય સર્કલ પાસે ટર્નિંગ પર આગળ ચાલતી બસમા પોલીસની વાનને અકસ્માત સર્જાયો હતો. પોલીસ વાનના ચાલક દ્વારા બ્રેક...
ગાંધીનગર: અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં ખાલસા કંથારિયા ગામે સિંહણે સાત વર્ષની બાળકીને ઉપાડી જઈ ફાડી ખાધી હતી. વન વિભાગે આખી રાત કામગીરી...
અપહરણના ગુનામાં સંડોવાયેલ ભાગતો ફરતો આરોપી તથા ભોગ બનનાર સગીરાને શોધી કાઢી તેના માતા પિતાને સોપતી હરણી પોલીસ ટીમ.. ટેકનિકલ તથા હ્યુમન...
શું સરકાર બંધારણની કલમ 39(B) હેઠળ જાહેર ભલાઈ માટે ખાનગી મિલકતો પર કબજો કરી શકે છે? આ મામલે મંગળવારે સુપ્રીમ કોર્ટના 9...
વડોદરામાં સુભાનપુરા વિસ્તારમાં પૂર ઝડપે જઈ રહેલી કાર પલ્ટી ખાઈ ગઈ હતી. બાદમાં ઘટનાસ્થળે લોકોનું મોટુ ટોળુ એકઠું થઊ ગયું હતું ....
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કોર્ટે મંગળવારે 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં ભાજપ નેતા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે....
શામિયાણા બાંધવા સહિત તળાવની સાફ-સફાઈ ની કામગીરી શરૂ કરવામાં તંત્રનો પણ સહયોગ હરણી તળાવ ખાતે 15000 થી 18000 લોકો છઠપૂજા કરવા આવવાની...
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. આણંદના વાસદ પાસે બ્રિજની કામગીરી દરમિયાન ગડરનો ભાગ ધરાશાયી થતાં ચાર શ્રમિકો...
સિંચાઇ વિભાગે 640 કરોડનું મૂળ બિલ ન ભરરતાં વડોદરા પાલિકાને વ્યાજ અને દંડ સાથે 4568 કરોડ રૂપિયાનું ફટકાર્યું બિલ વડોદરા કોર્પોરેશનને સિંચાઈ...
દબાણ ના તોડવા ડેપ્યુટી મેયરનું દબાણ ભાજપ હંમેશા હિન્દુઓનો પક્ષ લે છે. હિન્દુ મંદિરોને મદદ કરે છે એ વાત સાચી પણ ઘણી...
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીની લાઈનમાં લીકેજ રીપેરીંગની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવે છે .જેના કારણે એક સ્થળે લીકેજ થયા બાદ ફરી ત્યાં...
શિનોર તાલુકામાં એક ઈસમ લગ્નની લાલચ આપી સગીર વયની કિશોરીને ભગાડી ગયો હતો. લગ્નની લાલચ આપી 15 વર્ષની સગીરાનું અપહરણ કર્યું હતું....
અમેરિકામાં 47મી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટી તરફથી ભારતીય મૂળના કમલા...
સુરતઃ કોસ્મોપોલિટીન સિટી સુરત શહેરમાં ખૂબ મોટી સંખ્યામાં પરપ્રાંતિયો વસવાટ કરે છે. ખાસ કરીને યુપીના લોકો અહીં રોજગાર અર્થે દાયકાઓથી વસેલા છે....
સાઉદી અરેબિયામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાઉદી અરેબિયાના ભાગો, સામાન્ય રીતે તેના રણ માટે જાણીતા છે પણ ઇતિહાસમાં પ્રથમ વખત...
નવી દિલ્હીઃ ઓલિમ્પિક્સ 2024 પેરિસમાં રમાઈ હતી. હવે આગામી ઓલિમ્પિક્સ એટલે કે 2028 યુનાઇટેડ સ્ટેટ્સના લોસ એન્જલસમાં રમાશે. ત્યાર બાદ 2032ની યજમાની...
બે રેવન્યુ તલાટી અને એક કારકૂનને સરકારી સેવામાંથી બરતરફ કરવાનો નિર્ણય*સરકારી ફરજમાં બેદરકારી દાખવનારા મહેસુલી કર્મચારીઓ સામે હજુ તોળાતા પગલાં* વડોદરા જિલ્લા...
એનસીપી સપાના વડા શરદ પવારે સંકેત આપ્યા છે કે તેઓ હવે કોઈ ચૂંટણી નહીં લડે. શરદ પવારે કહ્યું કે તેમને ક્યાંક તો...
નવી દિલ્હીઃ સેબીએ સોમવારે શેરબજારના રોકાણકારોને ચેતવણી આપી છે. સેબીએ રોકાણકારોને ઓનલાઈન ટ્રેડિંગ અથવા ‘ગેમિંગ’ પ્લેટફોર્મ દ્વારા વ્યવહાર કરવા સામે ચેતવણી આપી...
ઉત્તર પ્રદેશના મદરેસાઓમાં ભણતા લાખો વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના એ નિર્ણયને રદ્દ કરી દીધો છે,...
નવી દિલ્હીઃ સરકાર જાહેર હિતમાં ખાનગી મિલકત હસ્તગત કરી શકે છે કે નહીં તે મુદ્દે આજે તા. 5 નવેમ્બર 2024ના રોજ સુપ્રીમ...
મુંબઈઃ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ધમકી બાદ સતત સમાચારમાં છે. થોડા સમય પહેલા એક યુવકે સલમાનને ગેંગસ્ટર લોરેન્સ...
સુરેન્દ્રનગરઃ ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, પરંતુ તેમ છતાં રાજ્યમાં દારૂ વેચાય છે અને પીવાય છે. લગભગ દર બીજા દિવસે રાજ્યની...
થોડાક દિવસ પહેલાં નવસારી બજારમાં તાળું લેવા ગયો, વેપારી એક મુસ્લીમ ઉંમરલાયક 60-70ના હતા. તેમણે ભઆવ કહ્યો 220/ નેં મજાક ખાતરઓછું કરવા...
ગુજરાત મિત્રમાં આવેલા બે ચર્ચાપત્ર વાંચ્યા ત્યારે મને પણ મારો ૧૯૫૭થી ૧૯૬૩ એમ.ટી.બી.કોલેજનો સમય તેમજ તેની જૂની નવી હોસ્ટેલમાં વિતાવેલો સમય યાદ...
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા-જમુના-સરસ્વતીના સંગમ પર 13 જાન્યુઆરી 2025થી શરૂ થઈ રહેલાં મહાકુંભ આડે થોડા દિવસો બાકી છે. યુનેસ્કોએ કુંભ મેળાને માનવતાનો અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કર્યો છે. આ વખતના કુંભ મેળામાં દુનિયાભરના શ્રદ્ધાળુઓ આવશે એવી શક્યતા છે. 75 દિવસ ચાલનારા મહાકુંભમાં 75 દેશના 25 કરોડથી વધારે તીર્થયાત્રી આવશે એવી શક્યતા છે. પ્રયાગરાજમાં 21મી સદીના આ ત્રીજા મહાકુંભમાં આધુનિક ઉપકરણોનો ઉપયોગ થશે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસા રજૂ થશે. મહાકુંભમાં પહેલી વાર મહારાજા હર્ષવર્ધન વિશે જાણકારી અપાશે. તેઓ આ મહા આયોજન માટે મોટાપાયે દાન આપતા હતા. ચીની યાત્રી હ્યુઅન ત્યાંગે પોતાના વૃત્તાંતમાં આ અંગે નોંધ લખી હતી. 12 વર્ષ પછી યોજાનાર કુંભ મેળાની તૈયારી માટે ઉત્તર પ્રદેશ સરકાર 2500 કરોડથી વધારે ખર્ચ કરી રહી છે. નોંધનીય છે કે, દેશમાં ત્રણ સ્થળોએ કુંભ મેળાનું આયોજન થાય છે.
એટલું જ નહીં, આ વખતે શાહી સ્નાન માટે દેશભરમાંથી 2500 ટ્રેન, 10 હજાર બસ દોડશે, સરકાર 2500 કરોડ ખર્ચશે. ડ્રોન, CCTV કેમેરા સાથે AIનો ઉપયોગ પણ થશે. મેળા વિસ્તારમાં અને પ્રયાગરાજ શહેર CCTVથી સજ્જ થશે. ઉપકરણો પાછળ 400 કરોડ રૂપિયા ખર્ચાશે. 5 એકરમાં ફેલાયેલા સાંસ્કૃતિક ગ્રામમાં AR અને VR હબ બનાવવામાં આવશે. જેમાં મહાકુંભનું પૌરાણિક, ઐતિહાસિક, આધ્યાત્મિક મહત્ત્વ દર્શાવવામાં આવશે. કાળખંડમાં મહાકુંભની યાત્રા રજૂ કરાશે. મૌની અમાસ પર શાહી સ્નાનમાં 6 કરોડ લોકો આવશે એવી શક્યતા છે. 2013નો મહાકુંભ 3200 હેક્ટરમાં હતો. આ વખતે 4 હજાર હેક્ટર વિસ્તારમાં હશે. આ બધું તો સમજ્યા પણ હવે જેની વાત કરવા જઈ રહ્યા છીએ, જો એટલું કરવામાં આવે તો મહાકુંભમાં મળનારું પુણ્ય ઘરેબેઠાં મળી શકે તેમ છે!
મહાકુંભને આપણે દેશનો સૌથી મોટો ધાર્મિક મેળો માનીએ છીએ. કુંભમાં સ્નાન કરવાનો અનેરો મહિમા છે. અલબત્ત, દરેક શ્રદ્ધાળુએ મહાકુંભનો ભાગ બનતા પહેલાં કેટલીક મૂળભૂત બાબતોને યાદ કરવાની જરૂર છે. એવી બાબતો જેને આપણે ઘણી વાર અવગણીએ છીએ. મહાકુંભમાં સ્નાન કરવાથી આપણાં પાપ તો ધોવાશે પણ આ બાબતોને નહીં અવગણીએ તો પુણ્ય મળશે, એ નક્કી છે.
સૌથી પહેલાં – જીવન આપતી નદીઓ અને સ્નાન :
કુંભ હોય કે મહાકુંભ, સંગમ કે અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે પરંતુ નદીઓમાં સ્નાન કરવાની ભાગદોડ વચ્ચે લોકો ઘણી વાર કેટલાક શાશ્વત નિયમોની અવગણના કરે છે. આપણા પૂર્વજોએ નદીઓમાં સ્નાન કરવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. આજે પણ આ નિયમોની ઉપયોગિતા એટલી જ નથી પણ વધી છે.
સૌ પ્રથમ તો દેશવાસીઓની જવાબદારી છે કે જે નદીઓ આપણને જીવન આપે છે, જેને આપણે ‘મૈયા’કહીએ છીએ, જેમાં સ્નાન કરીને આપણે પવિત્રતા અનુભવીએ છીએ, તેને દરેક રીતે પ્રદૂષિત થવાથી બચાવીએ. પરંપરા અને આધુનિકતાનો સમન્વય કરીને આ કરવું ખૂબ જ સરળ છે.
આપણાં શાસ્ત્રો કહે છે કે સૌ પ્રથમ નદીના કિનારે પાણીથી સ્નાન કરવું જોઈએ અને પછી નદીમાં ડૂબકી મારવી જોઈએ (मलं प्रक्षालयेत्तीरे तत: स्नानं समाचरेत् – मेधातिथि). આજે પણ સોસાયટીઓના સ્વિમિંગ પુલમાં સીધા નહાવા પર પ્રતિબંધ છે. લોકો બહાર સ્નાન કરે છે અને પછી પૂલની અંદર કૂદે છે. કલ્પના કરો કે નદીઓમાં સ્નાન કરતી વખતે જો આવી જ શિસ્ત જાળવવામાં આવે તો તે કેવો ચમત્કાર હશે! એ પણ વિચારવા જેવું છે કે આપણે કેવો વારસો આવનારી પેઢીઓ માટે છોડવાના પક્ષમાં છીએ?
બીજી વાત છે
ઘાટની સફાઈ :
નદીઓના કિનારે પૂજા કરવી એ કુદરતી બાબત છે. જ્યારે લોકો પૂજાની બાકીની સામગ્રીને ઘાટ પર છોડી દે છે ત્યારે સમસ્યા શરૂ થાય છે. દરેક મોટા ઉત્સવ દરમિયાન ઘાટ પર ફૂલોના હાર, દીવા, અગરબત્તી જેવી વસ્તુઓના અવશેષો મોટા પાયે જોવા મળે છે. ગણેશોત્સવમાં વિસર્જનના એ દિવસો યાદ કરો. તેમના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. વ્યક્તિગત સ્તરે અને વહીવટી સ્તરે બંને.
એક ઉપાય એ છે કે આ વસ્તુઓના અવશેષોને જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં રેતી અથવા માટીમાં યોગ્ય રીતે દાટી દો અને તેને સમતળ કરો. આ પરંપરાગત પદ્ધતિ છે. જ્યાં આવું કરવું શક્ય ન હોય ત્યાં આ વસ્તુઓને વહીવટીતંત્ર દ્વારા નિયુક્ત સ્થળોએ અથવા માત્ર કૃત્રિમ તળાવોમાં જ ફેંકવી જોઈએ. ઉપરાંત, પૂજા માટે બાયોડિગ્રેડેબલ વસ્તુઓ પસંદ કરવી વધુ સારું રહેશે. પવિત્ર સ્થાનો અને નદીની આસપાસ સ્વચ્છતાની સંપૂર્ણ કાળજી લેવામાં આવશે તો દુનિયા સામે આપણા સાંસ્કૃતિક વારસા અને મહાકુંભનું અદ્દભુત ચિત્ર રજૂ કરી શકાશે.
ત્રીજી વાત
પર્યાવરણ માટે કાળજી :
પર્યાવરણ સંરક્ષણ આજે સમગ્ર વિશ્વ માટે એક મોટો મુદ્દો બની ગયો છે. આવી સ્થિતિમાં જો મહાકુંભ દરમિયાન આપણે દેશ અને દુનિયાને પર્યાવરણની રક્ષાનો પાઠ ભણાવી શકીએ તો બહુ મોટી વાત કહેવાય. પાણી અને જમીનના સંરક્ષણ પર વધુ ધ્યાન આપવું એ સમયની જરૂરિયાત છે.
જ્યાં પ્રવેશતા પહેલાં એક વાર બહારથી સ્નાન કરવાનો જૂનો નિયમ છે એવી પવિત્ર નદીઓને દૂષિત કરવી કેટલું યોગ્ય ગણાશે? તે વિચારવા જેવું છે. તેથી, સલાહ આપવામાં આવે છે કે નદીઓમાં કોઈ ઝેરી અથવા હાનિકારક વસ્તુઓ ફેંકવામાં ન આવે. માણસે માત્ર પોતાના વિશે જ નહીં, માછલીઓ અને અસંખ્ય જળચર પ્રાણીઓ વિશે પણ વિચારવું જોઈએ. નદીઓ તેમનાં ઘર છે. આપણાં ઘરમાં કોઈ કચરો ફેંકે તો આપણે ચલાવી લઈએ?
એ જ રીતે, પૃથ્વીને સ્વચ્છ અને સુંદર રાખવા માટે આપણે ‘माता भूमिः पुत्रोऽहं पृथिव्याः’ સૂત્રના રૂપમાં યાદ રાખવું પડશે. આ વેદનું કથન છે, જે કહે છે કે, “ભૂમિ આપણી માતા છે, હું પૃથ્વીનો પુત્ર છું…” અહીં માત્ર અંદર સ્વચ્છતા અને પવિત્રતા જાળવવાને બદલે સમગ્ર પૃથ્વીને પોતાની તરીકે સ્વીકારવાનો સંદેશ છે. મહાકુંભના કાર્યક્ષેત્રમાં આવતી જમીન પર સિઝનને અનુરૂપ વૃક્ષારોપણની યોજના પણ તૈયાર કરવી જોઈએ.
મહાકુંભ જેવા મોટા ઉત્સવો કે ભીડભાડવાળા સ્થળોએ આપણી ધીરજની ઘણી વાર ખરી કસોટી થાય છે. આ કસોટી પાસ કરવા માટે અગાઉથી તૈયારી કરવાની રહેશે. એકબીજાને પાછળ છોડવાની સ્પર્ધા ક્યારેક જીવલેણ સાબિત થાય છે. તેથી મોટા ઉત્સવો દરમિયાન નાસભાગ જેવી ઘટનાઓ ટાળવા માટે લોકોએ જરૂરી સાવચેતી રાખવી જોઈએ. યોગ્ય આયોજનથી કોઈ પણ અપ્રિય પરિસ્થિતિને સરળતાથી ટાળી શકાય છે.
મોબાઈલ ફોન, આઈ-કાર્ડ અને આવશ્યક દવાઓ તમારી સાથે રાખવી જોઈએ. નાસભાગ કે અન્ય કોઈ ઈમરજન્સીના કિસ્સામાં અફવાઓથી દૂર રહેવું જોઈએ. હેલ્પ સેન્ટરના હેલ્પલાઈન નંબરો અગાઉથી સેવ કરવા જોઈએ. મુશ્કેલીના સમયમાં આ નાની-નાની વસ્તુઓ ખૂબ કામની સાબિત થાય છે.
એ સ્વીકાર્ય હકીકત છે કે કરોડો ભક્તો કુંભ અથવા મહાકુંભમાં મોટી શ્રદ્ધા ધરાવે છે. સદીઓથી થતો આ મહામેળો આપણી ધાર્મિક માન્યતાઓ,
આ વારસાને યોગ્ય રીતે સાચવવા અને તેની ચમક જાળવવા માટે સામૂહિક પ્રયાસની જરૂર પડશે. આ જવાબદારી એક જવાબદાર નાગરિક તરીકે કુંભમાં જતાં દરેક શ્રધ્ધાળુએ નિભાવવી જોઈએ. આજના સમયમાં વિશ્વના નેતા તરીકે ભારતની છબી સમગ્ર વિશ્વમાં મજબૂત થઈ રહી છે.
રમતગમતનું ક્ષેત્ર હોય કે મુત્સદ્દીગીરીનું ક્ષેત્ર હોય, આર્થિક હોય કે વ્યૂહાત્મક મોરચે, વિશ્વ આપણા દેશ તરફ ઘણી અપેક્ષાઓ સાથે જોઈ રહ્યું છે. પ્રાચીન પરંપરાઓ સાથે જોડાયેલા રહેવાથી અને દરેક દિશામાં વિકાસના ઝંડા લહેરાવીને આ શક્ય બન્યું છે. આવી સ્થિતિમાં ભારતે પણ સમગ્ર વિશ્વને ‘વૈજ્ઞાનિક અધ્યાત્મવાદ’નો અર્થ અને મહત્ત્વ સમજાવવાની જવાબદારી નિભાવવી જોઈએ.
છેલ્લી વાત એ છે કે મહાકુંભ એક વિશાળ ઉત્સવ જેવો છે, જેનું આયોજન દર 12 વર્ષે એક વાર થાય છે. પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન દેશ અને દુનિયાની નજર આ તરફ રહેશે.
જેમાં મોટી સંખ્યામાં વિદેશી ભક્તો અને પ્રવાસીઓ પણ ઉપસ્થિત રહેશે. આ એક મોટી તક હશે જ્યારે આપણે આપણી ભવ્ય પરંપરા અને સાંસ્કૃતિક વારસાની અદભુત ઝલક સૌની સામે રજૂ કરી શકીશું. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજીને નિભાવવી જોઈએ. –
દિપક આસર