નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝે ત્રીજી વનડે મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને શ્રેણી પર કબજો કરી લીધો છે. વેસ્ટ ઈન્ડિઝે 3 મેચની વનડે શ્રેણી જીતીને...
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની નાગપુર રેલીને લઈને રાજકીય વર્તુળોમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. આ રેલી પર ભાજપના દિગ્ગજ નેતાઓ પ્રહારો...
નવી દિલ્હીઃ ઇક્વેટોરિયલ ગિની (Equatorial Guinea sex scandal) નામના દેશના ઉચ્ચ હોદ્દા પરના અધિકારી બલતાસર એબાંગ એન્ગોંગાએ (Ebang Ngonga) કંઈક એવું કર્યું...
સલમાન ખાન બાદ હવે શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મોબાઈલ પર ધમકી મળ્યા બાદ શાહરૂખની ટીમે ફરિયાદ નોંધાવી છે....
સુરતઃ ચોમાસું પુરું થયું પરંતુ હજુ શિયાળો બેઠો નથી. શહેરમાં ભારે ગરમી પડી રહી છે. તાપમાનનો પારો 35 ડિગ્રીની ઉપર જ રહે...
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ગુરુવારે જોરદાર હંગામો થયો હતો. ધારા 370ને પુનઃસ્થાપિત કરવાની માંગને લઈને પાર્ટીના ધારાસભ્યો અને વિપક્ષ વચ્ચે વિધાનસભામાં હંગામો થયો હતો....
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીની હવા સતત ખરાબ થઈ રહી છે. હવામાં થોડો સુધારો થયો હોવા છતાં દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર હજુ પણ ‘ખૂબ...
સુરત: પોતાની જાતને સમગ્ર વિસ્તારના ભાઇલોગ સમજતા લઘુ કદના રાજકારણીની મુશ્કેલીઓ પક્ષમાં પણ વધી શકે તેમ છે. કારણ કે તેઓ જે પક્ષમાં...
અભિનય ક્ષમતા હોવી એક વાત છે. અભિનેત્રી તરીકે સૌંદર્યવાન હોવું તે બીજી વાત છે પણ પ્રેક્ષકોની નજરે ચડી જવું તે તો આ...
સુરત: સુરત મનપાના અધિકારીઓ દ્વારા કોઇ જાતની નોટિસ આપ્યા વગર રહેણાંક તોડી પાડ્યાની રીટ હાઇકોર્ટમાં સાધનાબેન બડગુજરે નામના અરજદારે કરી હતી. આ...
મનોજકુમારની ફિલ્મોમાં એકથી વધુ પાત્રો હોય અને બધાં જ જાનદાર હોય. ‘રોટી કપડાં ઔર મકાન’°બનાવી ત્યારે તો મોટા સફળ નિર્માતા-દિગ્દર્શક બની ચૂકયા...
સુરત: રાજ્યમાં સતત આગની હોનારતો થતી હોવા છતાં પણ સરકારી તંત્રની બેદરકારીને કારણે આવી ઘટનાઓ બંધ થઈ નથી. સુરતમાં લાભપાંચમના દિવસે જ...
બિમલરોય જેવા ફિલ્મસર્જકને યાદ કરો તો થાય કે તેઓ ન હોત, મહેબુબખાન, રાજકપૂર, ગુરુદત્ત, બી. આર.ચોપરા કે આસિફ, ઋષિકેશ મુખરજી વગેરે ન...
જેકલીન ફર્નાન્ડિસનો બોયકોટ થવો જોઈતો હતો પણ નથી થયો. ફિલ્મ સર્કલમાં અનેક સ્ટાર્સ મારવા અપરાધી લોરેન્સ બિશ્નોઇના માણસો ફરે છે અને સલમાને...
પૂજા હેગડેનાં નામમાં ‘પૂજા’ છે પણ લાગે છે કે અધૂરી છે બાકી તે એક સોરી અભિનેત્રી છે યંગ છે બ્યુટીફુલ છે તો...
ઘણા માનતા હતા કે સૈફ અલી ખાનની કારકિર્દી તો પૂરી થઇ ગઇ પણ જેમ અમિતાભ બચ્ચનની કારકિર્દી પૂરી થઇ ગઇ એવી કલ્પના...
ભાડુઆત નહિ આવતા અન્ય લોકોના જીવનું જોખમ ટાળવા સિટી પોલીસે નિર્ણય લેવો પડ્યો : ( પ્રતિનિધિ )વડોદરા,તા.6 વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી...
લાભ પાંચમ સાથે વેપારીઓએ વેપાર ધંધાની શરૂઆત કરી-વિદ્યા પ્રાપ્તિનું શ્રેષ્ઠ મુહૂર્ત જાળવ્યું લોકોએ પણ બજારોમાં વિવિધ ચીજવસ્તુઓ ની ખરીદી કરી (પ્રતિનિધિ) વડોદરા...
ઉત્તર ગુજરાત-અમદાવાદ-સૌરાષ્ટ્ર રૂટ પર બસ દોડશે : ગેરકાયદેસર ફેરા મારતા ખાનગી વાહનો પર તવાઈ, દિવસ દરમિયાન 700 થી વધુ બસો દોડશે :...
વડોદરાના કરજણ તાલુકા સેવા સદન ખાતે ચોંકાવનારી ઘટના બની હતી. સેવા સદનમાં અચાનક મધમાખી ઉડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક મધપૂડામાંથી એકાએક...
નગરજનો પાલિકાના અતિથિ ગૃહનો ઉપયોગ નહિ કરી શકે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નિઝામપુરા વિસ્તારમાં 2.48 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ કે જે...
દૂષિત પાણીની સમસ્યાઓ અંત ક્યારે? વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા તાંદલજા છેલ્લા કેટલાય સમયથી વારંવાર ગંદા પાણીની સમસ્યાથી પીડિત રહીશોએ વોર્ડ ઓફીસે...
મોબાઈલ ટોર્ચનો સહારો લેવો પડ્યો, નિરાશ થવાનો વારો આવ્યો : કોર્પોરેશનની ઘોર બેદરકારી સપાટી પર આવવા પામી : ( પ્રતિનિધિ )વડોદરા,તા.6 વડોદરા...
વડોદરા તારીખ 6 વડોદરા શહેરમાં ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેર્યા વિના બિન્દાસ્ત રીતે વાહન દોડાવતા હોય છે. જેના કારણે ક્યારેક અકસ્માતમાં માથામાં...
નવી દિલ્હીઃ ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં પ્રચંડ જીત તરફ આગળ વધ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે અને...
સુરતઃ બે ગુજરાતી હીરા વેપારીઓની વિયેતનામમાં ધરપકડ થઈ છે. વિયેતનામના હો ચી મિન્હ સિટીના તાન સોન નહાટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અબજો રૂપિયાના...
નવી દિલ્હીઃ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં 24 અને 25 નવેમ્બરે યોજાનારી IPL 2025 મેગા ઓક્શન માટે નોંધાયેલા 1574 ખેલાડીઓની યાદીમાંથી બેન સ્ટોક્સનું નામ...
નવી દિલ્હીઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પની તાજપોશી થઈ ગઈ છે. ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ પાછળ...
નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસ પર જીત મેળવી છે. રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ...
જમ્મુઃ જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં આજે તા. 6 નવેમ્બરે જ્યારે નાયબ મુખ્ય પ્રધાન સુંદર ચૌધરીએ રાજ્યનો વિશેષ દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે કેન્દ્ર...
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા-જમુના-સરસ્વતીના સંગમ પર 13 જાન્યુઆરી 2025થી શરૂ થઈ રહેલાં મહાકુંભ આડે થોડા દિવસો બાકી છે. યુનેસ્કોએ કુંભ મેળાને માનવતાનો અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કર્યો છે. આ વખતના કુંભ મેળામાં દુનિયાભરના શ્રદ્ધાળુઓ આવશે એવી શક્યતા છે. 75 દિવસ ચાલનારા મહાકુંભમાં 75 દેશના 25 કરોડથી વધારે તીર્થયાત્રી આવશે એવી શક્યતા છે. પ્રયાગરાજમાં 21મી સદીના આ ત્રીજા મહાકુંભમાં આધુનિક ઉપકરણોનો ઉપયોગ થશે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસા રજૂ થશે. મહાકુંભમાં પહેલી વાર મહારાજા હર્ષવર્ધન વિશે જાણકારી અપાશે. તેઓ આ મહા આયોજન માટે મોટાપાયે દાન આપતા હતા. ચીની યાત્રી હ્યુઅન ત્યાંગે પોતાના વૃત્તાંતમાં આ અંગે નોંધ લખી હતી. 12 વર્ષ પછી યોજાનાર કુંભ મેળાની તૈયારી માટે ઉત્તર પ્રદેશ સરકાર 2500 કરોડથી વધારે ખર્ચ કરી રહી છે. નોંધનીય છે કે, દેશમાં ત્રણ સ્થળોએ કુંભ મેળાનું આયોજન થાય છે.
એટલું જ નહીં, આ વખતે શાહી સ્નાન માટે દેશભરમાંથી 2500 ટ્રેન, 10 હજાર બસ દોડશે, સરકાર 2500 કરોડ ખર્ચશે. ડ્રોન, CCTV કેમેરા સાથે AIનો ઉપયોગ પણ થશે. મેળા વિસ્તારમાં અને પ્રયાગરાજ શહેર CCTVથી સજ્જ થશે. ઉપકરણો પાછળ 400 કરોડ રૂપિયા ખર્ચાશે. 5 એકરમાં ફેલાયેલા સાંસ્કૃતિક ગ્રામમાં AR અને VR હબ બનાવવામાં આવશે. જેમાં મહાકુંભનું પૌરાણિક, ઐતિહાસિક, આધ્યાત્મિક મહત્ત્વ દર્શાવવામાં આવશે. કાળખંડમાં મહાકુંભની યાત્રા રજૂ કરાશે. મૌની અમાસ પર શાહી સ્નાનમાં 6 કરોડ લોકો આવશે એવી શક્યતા છે. 2013નો મહાકુંભ 3200 હેક્ટરમાં હતો. આ વખતે 4 હજાર હેક્ટર વિસ્તારમાં હશે. આ બધું તો સમજ્યા પણ હવે જેની વાત કરવા જઈ રહ્યા છીએ, જો એટલું કરવામાં આવે તો મહાકુંભમાં મળનારું પુણ્ય ઘરેબેઠાં મળી શકે તેમ છે!
મહાકુંભને આપણે દેશનો સૌથી મોટો ધાર્મિક મેળો માનીએ છીએ. કુંભમાં સ્નાન કરવાનો અનેરો મહિમા છે. અલબત્ત, દરેક શ્રદ્ધાળુએ મહાકુંભનો ભાગ બનતા પહેલાં કેટલીક મૂળભૂત બાબતોને યાદ કરવાની જરૂર છે. એવી બાબતો જેને આપણે ઘણી વાર અવગણીએ છીએ. મહાકુંભમાં સ્નાન કરવાથી આપણાં પાપ તો ધોવાશે પણ આ બાબતોને નહીં અવગણીએ તો પુણ્ય મળશે, એ નક્કી છે.
સૌથી પહેલાં – જીવન આપતી નદીઓ અને સ્નાન :
કુંભ હોય કે મહાકુંભ, સંગમ કે અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે પરંતુ નદીઓમાં સ્નાન કરવાની ભાગદોડ વચ્ચે લોકો ઘણી વાર કેટલાક શાશ્વત નિયમોની અવગણના કરે છે. આપણા પૂર્વજોએ નદીઓમાં સ્નાન કરવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. આજે પણ આ નિયમોની ઉપયોગિતા એટલી જ નથી પણ વધી છે.
સૌ પ્રથમ તો દેશવાસીઓની જવાબદારી છે કે જે નદીઓ આપણને જીવન આપે છે, જેને આપણે ‘મૈયા’કહીએ છીએ, જેમાં સ્નાન કરીને આપણે પવિત્રતા અનુભવીએ છીએ, તેને દરેક રીતે પ્રદૂષિત થવાથી બચાવીએ. પરંપરા અને આધુનિકતાનો સમન્વય કરીને આ કરવું ખૂબ જ સરળ છે.
આપણાં શાસ્ત્રો કહે છે કે સૌ પ્રથમ નદીના કિનારે પાણીથી સ્નાન કરવું જોઈએ અને પછી નદીમાં ડૂબકી મારવી જોઈએ (मलं प्रक्षालयेत्तीरे तत: स्नानं समाचरेत् – मेधातिथि). આજે પણ સોસાયટીઓના સ્વિમિંગ પુલમાં સીધા નહાવા પર પ્રતિબંધ છે. લોકો બહાર સ્નાન કરે છે અને પછી પૂલની અંદર કૂદે છે. કલ્પના કરો કે નદીઓમાં સ્નાન કરતી વખતે જો આવી જ શિસ્ત જાળવવામાં આવે તો તે કેવો ચમત્કાર હશે! એ પણ વિચારવા જેવું છે કે આપણે કેવો વારસો આવનારી પેઢીઓ માટે છોડવાના પક્ષમાં છીએ?
બીજી વાત છે
ઘાટની સફાઈ :
નદીઓના કિનારે પૂજા કરવી એ કુદરતી બાબત છે. જ્યારે લોકો પૂજાની બાકીની સામગ્રીને ઘાટ પર છોડી દે છે ત્યારે સમસ્યા શરૂ થાય છે. દરેક મોટા ઉત્સવ દરમિયાન ઘાટ પર ફૂલોના હાર, દીવા, અગરબત્તી જેવી વસ્તુઓના અવશેષો મોટા પાયે જોવા મળે છે. ગણેશોત્સવમાં વિસર્જનના એ દિવસો યાદ કરો. તેમના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. વ્યક્તિગત સ્તરે અને વહીવટી સ્તરે બંને.
એક ઉપાય એ છે કે આ વસ્તુઓના અવશેષોને જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં રેતી અથવા માટીમાં યોગ્ય રીતે દાટી દો અને તેને સમતળ કરો. આ પરંપરાગત પદ્ધતિ છે. જ્યાં આવું કરવું શક્ય ન હોય ત્યાં આ વસ્તુઓને વહીવટીતંત્ર દ્વારા નિયુક્ત સ્થળોએ અથવા માત્ર કૃત્રિમ તળાવોમાં જ ફેંકવી જોઈએ. ઉપરાંત, પૂજા માટે બાયોડિગ્રેડેબલ વસ્તુઓ પસંદ કરવી વધુ સારું રહેશે. પવિત્ર સ્થાનો અને નદીની આસપાસ સ્વચ્છતાની સંપૂર્ણ કાળજી લેવામાં આવશે તો દુનિયા સામે આપણા સાંસ્કૃતિક વારસા અને મહાકુંભનું અદ્દભુત ચિત્ર રજૂ કરી શકાશે.
ત્રીજી વાત
પર્યાવરણ માટે કાળજી :
પર્યાવરણ સંરક્ષણ આજે સમગ્ર વિશ્વ માટે એક મોટો મુદ્દો બની ગયો છે. આવી સ્થિતિમાં જો મહાકુંભ દરમિયાન આપણે દેશ અને દુનિયાને પર્યાવરણની રક્ષાનો પાઠ ભણાવી શકીએ તો બહુ મોટી વાત કહેવાય. પાણી અને જમીનના સંરક્ષણ પર વધુ ધ્યાન આપવું એ સમયની જરૂરિયાત છે.
જ્યાં પ્રવેશતા પહેલાં એક વાર બહારથી સ્નાન કરવાનો જૂનો નિયમ છે એવી પવિત્ર નદીઓને દૂષિત કરવી કેટલું યોગ્ય ગણાશે? તે વિચારવા જેવું છે. તેથી, સલાહ આપવામાં આવે છે કે નદીઓમાં કોઈ ઝેરી અથવા હાનિકારક વસ્તુઓ ફેંકવામાં ન આવે. માણસે માત્ર પોતાના વિશે જ નહીં, માછલીઓ અને અસંખ્ય જળચર પ્રાણીઓ વિશે પણ વિચારવું જોઈએ. નદીઓ તેમનાં ઘર છે. આપણાં ઘરમાં કોઈ કચરો ફેંકે તો આપણે ચલાવી લઈએ?
એ જ રીતે, પૃથ્વીને સ્વચ્છ અને સુંદર રાખવા માટે આપણે ‘माता भूमिः पुत्रोऽहं पृथिव्याः’ સૂત્રના રૂપમાં યાદ રાખવું પડશે. આ વેદનું કથન છે, જે કહે છે કે, “ભૂમિ આપણી માતા છે, હું પૃથ્વીનો પુત્ર છું…” અહીં માત્ર અંદર સ્વચ્છતા અને પવિત્રતા જાળવવાને બદલે સમગ્ર પૃથ્વીને પોતાની તરીકે સ્વીકારવાનો સંદેશ છે. મહાકુંભના કાર્યક્ષેત્રમાં આવતી જમીન પર સિઝનને અનુરૂપ વૃક્ષારોપણની યોજના પણ તૈયાર કરવી જોઈએ.
મહાકુંભ જેવા મોટા ઉત્સવો કે ભીડભાડવાળા સ્થળોએ આપણી ધીરજની ઘણી વાર ખરી કસોટી થાય છે. આ કસોટી પાસ કરવા માટે અગાઉથી તૈયારી કરવાની રહેશે. એકબીજાને પાછળ છોડવાની સ્પર્ધા ક્યારેક જીવલેણ સાબિત થાય છે. તેથી મોટા ઉત્સવો દરમિયાન નાસભાગ જેવી ઘટનાઓ ટાળવા માટે લોકોએ જરૂરી સાવચેતી રાખવી જોઈએ. યોગ્ય આયોજનથી કોઈ પણ અપ્રિય પરિસ્થિતિને સરળતાથી ટાળી શકાય છે.
મોબાઈલ ફોન, આઈ-કાર્ડ અને આવશ્યક દવાઓ તમારી સાથે રાખવી જોઈએ. નાસભાગ કે અન્ય કોઈ ઈમરજન્સીના કિસ્સામાં અફવાઓથી દૂર રહેવું જોઈએ. હેલ્પ સેન્ટરના હેલ્પલાઈન નંબરો અગાઉથી સેવ કરવા જોઈએ. મુશ્કેલીના સમયમાં આ નાની-નાની વસ્તુઓ ખૂબ કામની સાબિત થાય છે.
એ સ્વીકાર્ય હકીકત છે કે કરોડો ભક્તો કુંભ અથવા મહાકુંભમાં મોટી શ્રદ્ધા ધરાવે છે. સદીઓથી થતો આ મહામેળો આપણી ધાર્મિક માન્યતાઓ,
આ વારસાને યોગ્ય રીતે સાચવવા અને તેની ચમક જાળવવા માટે સામૂહિક પ્રયાસની જરૂર પડશે. આ જવાબદારી એક જવાબદાર નાગરિક તરીકે કુંભમાં જતાં દરેક શ્રધ્ધાળુએ નિભાવવી જોઈએ. આજના સમયમાં વિશ્વના નેતા તરીકે ભારતની છબી સમગ્ર વિશ્વમાં મજબૂત થઈ રહી છે.
રમતગમતનું ક્ષેત્ર હોય કે મુત્સદ્દીગીરીનું ક્ષેત્ર હોય, આર્થિક હોય કે વ્યૂહાત્મક મોરચે, વિશ્વ આપણા દેશ તરફ ઘણી અપેક્ષાઓ સાથે જોઈ રહ્યું છે. પ્રાચીન પરંપરાઓ સાથે જોડાયેલા રહેવાથી અને દરેક દિશામાં વિકાસના ઝંડા લહેરાવીને આ શક્ય બન્યું છે. આવી સ્થિતિમાં ભારતે પણ સમગ્ર વિશ્વને ‘વૈજ્ઞાનિક અધ્યાત્મવાદ’નો અર્થ અને મહત્ત્વ સમજાવવાની જવાબદારી નિભાવવી જોઈએ.
છેલ્લી વાત એ છે કે મહાકુંભ એક વિશાળ ઉત્સવ જેવો છે, જેનું આયોજન દર 12 વર્ષે એક વાર થાય છે. પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન દેશ અને દુનિયાની નજર આ તરફ રહેશે.
જેમાં મોટી સંખ્યામાં વિદેશી ભક્તો અને પ્રવાસીઓ પણ ઉપસ્થિત રહેશે. આ એક મોટી તક હશે જ્યારે આપણે આપણી ભવ્ય પરંપરા અને સાંસ્કૃતિક વારસાની અદભુત ઝલક સૌની સામે રજૂ કરી શકીશું. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજીને નિભાવવી જોઈએ. –
દિપક આસર