ઉત્તર કોરિયાની‘વર્કર્સ પાર્ટી ઑફ કોરિયા (WPK)’ની સ્થાપના ૮૦ વર્ષ પહેલા થઈ હતી. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ એમની પાર્ટીની સ્થાપનાના ૮૦ વર્ષની...
દિલ્હીમાં ફરી એક વાર એસિડ એટેકની ઘટનાએ ચોંકાવી દીધું છે. ઉત્તરપશ્ચિમ દિલ્હીના અશોક વિહાર વિસ્તારમાં આવેલી લક્ષ્મીબાઈ કોલેજ નજીક દિલ્હી યુનિવર્સિટીની સેકન્ડ...
ભારત પછી અફઘાનિસ્તાન હવે પાકિસ્તાનમાં વહેતા પાણીને રોકવા માટે ડેમ બનાવવાની તૈયારી કરી રહ્યું છે, એમ અફઘાનિસ્તાનના માહિતી મંત્રાલયે ગુરુવારે X પર...
ભારતમાં આઝાદી સંપન્નતાને આઠ દાયકા થવા જઈ રહ્યા છે, પણ હજી આઝાદી અપૂર્ણ છે, રજવાડી પદો ચાલતા રહ્યાં છે. ભારતમાં તેનાં રાજ્યો...
સનાતન હિન્દુ ધર્મના આચાર્યશ્રીઓએ હવે જૂનવાણી વિચારધારા અને જડતા છોડી ધર્મને બચાવવા તંદુરસ્ત વિચારધારા અપનાવવી જોઈએ.(1) મૂળ ભગવાનનાં મંદિરો બનાવવાના બદલે ભક્તોના...
સુરતના વેડ વિસ્તારમાં ફૂલવાડી પાસે આવેલા પુરાણા ભરીમાતાના મંદિરની મહિમા અપરંપાર છે. અસલ સુરતીલાલા આ માટે આ મંદિર આસ્થાનુ અંક તીર્થસ્થાન સમાનબની...
સુપ્રીમ કોર્ટે શિક્ષકોની વર્તમાન સ્થિતિ અંગે ગંભીર ટિપ્પણી કરતા જણાવ્યું કે જો સમાજમાં શિક્ષકોને સન્માનજનક પગાર મળી રહ્યો નહીં હોય તો ગુરુ...
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કેરેબિયન ક્ષેત્રમાં યુએસએસ જેરાલ્ડ ફોર્ડ એરક્રાફ્ટ કેરિયર ગ્રુપને લેટિન અમેરિકા મોકલવાનો આદેશ આપ્યો છે. આ પગલું અત્યાર સુધીના...
સુરતમાં શનિવારે રાત્રે વરસાદ ઝીંકાયા બાદ રવિવારે સાંજે 5 થી 7 વાગ્યાના સમયગાળામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બે કલાકમાં 2 ઇંચ જેટલો...
બિહાર વિધાનસભા ચૂંટણી માટે મહાગઠબંધનના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર તેજસ્વી યાદવે રવિવારે વકફ (સુધારા) કાયદા પર આકરી ટિપ્પણી કરતા કહ્યું કે જો...
લાખોના ખર્ચની નવી સિસ્ટમનું ‘સુરસુરિયું’! દરબાર ચોકડી પાસેના નવનિર્મિત બ્રિજ નીચે ડ્રેનેજ પાસે ભુવો પડતા અકોટા જેવી ગંભીર દુર્ઘટનાનો ભય, વાહનચાલકો જોખમમાં...
ચૂંટણી પંચ સોમવારે SIR અંગે મોટી જાહેરાત કરે તેવી અપેક્ષા છે. આમાં મતદાર યાદીમાં સુધારા, નવા મતદારોનો સમાવેશ અને યાદીમાં ભૂલો સુધારવાનો...
વર્ષા સોસાયટીથી વૃંદાવન ચાર રસ્તા સુધીના મુખ્ય માર્ગનું લેવલ નીચું હોવાથી ચોમાસામાં પાણી ભરાય છે. ટ્રાફિક ભારણના લીધે રાત્રે કામ કરવું પડશે...
અમેરિકન વિદેશ સચિવ માર્કો રુબિયોએ શનિવારે કહ્યું હતું કે અમેરિકા પાકિસ્તાન સાથેના સંબંધોને મજબૂત બનાવવા માંગે છે પરંતુ ભારતના ભોગે નહીં. મીડિયા...
પાંચ દિવસના વિરામ બાદ શહેરના માર્ગો પર ચહલપહલ વધી, ફૂલ બજારમાં પણ ભારે ધસારો વડોદરા દીપાવલી પર્વની રંગેચંગે ઉજવણી બાદ આજે લાભપાંચમના...
ઝારખંડના ચૈબાસામાં આવેલી સદર હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની બેદરકારીનો મામલો સામે આવ્યો છે. થેલેસેમિયાથી પીડિત પાંચ બાળકો દૂષિત લોહી ચઢાવ્યા બાદ HIV પોઝિટિવ...
બિહાર વિધાનસભા ચૂંટણી માટે ખૂબ જ ઓછો સમય બાકી છે પરંતુ JDU એ બળવાખોર નેતાઓ સામે કાર્યવાહી કરવાનું ચાલુ રાખ્યું છે. આજે...
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા ODI શ્રેણીના સમાપન પછી રોહિત શર્માએ સિડનીને વિદાય આપી. રોહિતે સિડનીમાં અણનમ 121 રનની ઇનિંગ રમીને ભારતની 9 વિકેટની...
છોટાઉદેપુર: છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં હાલ ભાજપનું શાસન છે. જ્યારે સક્રિય બોડીમાં કારોબારી અધ્યક્ષ તરીકે સત્તારૂઢ રાજેશભાઈ રાઠવાએ એકાએક આજરોજ સોશિયલ મીડિયા ઉપર...
શિનોર: શિનોર સાધલી જતા માર્ગ પર સુરાસામળ ટર્નિંગ પર એક એકટીવા અને બાઈક સામસામે અથડાયા હતા. મીઢોળ ગામના રહેવાસી દશરથભાઈ વસાવા અને...
પ્રતિનિધિ ગોધરા તા.26 શહેરા રેન્જ વન અધિકારી આર.વી. પટેલના માર્ગદર્શન હેઠળ શહેરા વન વિભાગની ટીમે ગેરકાયદેસર રીતે પાસ-પરમિટ વગર લીલા તાજાં પંચરાઉ...
પીએમ મોદીએ મલેશિયામાં આયોજિત આસિયાન-ભારત સમિટમાં વર્ચ્યુઅલી ભાગ લીધો. તેમણે કહ્યું, “મને ફરી એકવાર મારા આસિયાન પરિવારને મળવાની તક મળી છે. હું...
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે દાવો કર્યો હતો કે તેઓ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને “ખૂબ જ ઝડપથી” સમાપ્ત કરી...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજ રોજ રવિવારે તા.26 ઓક્ટોબર ઓલ ઈન્ડિયા રેડિયો પર “મન કી બાત” કાર્યક્રમના 127મા એપિસોડમાં દેશ-વિદેશના લોકો સાથે વિવિધતા...
મદ્રાસ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જેમાં ક્રિપ્ટોકરન્સીને ભારતીય કાયદા હેઠળ મિલકત તરીકે માન્યતા આપવામાં આવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે...
કાલોલ ::પંચમહાલના કાલોલ તાલુકાના અલાલી ગામથી વાંટા તરફ જવા માટે બંને ગામના લોકોને ગોમા નદી પાર કરવા માટે પ્લાસ્ટિકના બેરલથી બનાવેલી અનોખી...
માતર તાલુકાના પરિયેજ તળાવ પાસે આવતા વોક વે પર આજે એક અચરજ પુર્ણ ઘટના બની હતી. પરિયેજ તળાવમાંથી બહાર નીકળેલા એક વિશાળકાય...
હાલોલ: હાલોલ ગોધરા બાયપાસ રોડ ઉપર આજે રવિવારે સવારે એક કાર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર સ્વામિનારાયણ નિષ્ઠા વિધા...
સ્ટંટ કરનાર યુવકોને ઘટનાસ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરાવાયું. હાલોલ: દિવાળીના તહેવાર દરમિયાન હાલોલના કણજરી રોડ પર બે યુવકોએ મોટરસાયકલ પર ખતરનાક સ્ટંટ કરી...
ગુજરાત મિત્ર…પાવીજેતપુર છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે રેલ્વે સ્ટેશન આગળ એક સ્કૂટરમાં સાપ ભરાઈ ગયો હતો. જેની વાત વાયુવેગે પ્રસરતા લોક ટોળા ભેગા...
SIR-૨૦૨૫ ઝુંબેશની કામગીરીમાં વડોદરાની નબળી સ્થિતિ; અમદાવાદ-સુરત ટોપ-10માં, વડોદરા જિલ્લાની કામગીરી ટોપ-10માં સ્થાન મેળવવામાં નિષ્ફળ
વડોદરા:; ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી ‘સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન’ 2025 ઝુંબેશની ડિજિટાઇઝેશન કામગીરીના આંકડાઓ જાહેર થયા છે. આ આંકડાઓ અનુસાર, ડાંગ જિલ્લો 92.39% કામગીરી સાથે રાજ્યમાં મોખરે છે. જોકે, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી ડિજિટાઇઝેશનના ટોપ-10 જિલ્લાઓની યાદીમાં મહાનગરપાલિકા ધરાવતા વડોદરા જિલ્લાનું નામ ગાયબ છે, જે આ જિલ્લાની કામગીરી પર સવાલો ઉભા કરે છે.
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલી ડિજિટાઇઝેશન કામગીરીની યાદીમાં ટોપ-10 જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ યાદીમાં વડોદરાનો સમાવેશ ન થતા, વડોદરા જિલ્લાની ચૂંટણી તંત્ર દ્વારા ચાલી રહેલી SIR ફોર્મ્સની ડિજિટાઇઝેશન કામગીરીની ઝડપ અને અસરકારકતા પર પ્રશ્નાર્થ મુકાયો છે.
ચૂંટણી પંચના ડિજિટાઇઝેશનના ટોપ-10 જિલ્લાઓની યાદીમાં ડાંગ 92.39% સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ગીર સોમનાથ 92.24% સાથે બીજા અને મોરબી 99.09% સાથે ત્રીજા સ્થાને છે. અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરી જિલ્લાઓ ટોપ-10માં સ્થાન ધરાવે છે, પરંતુ વડોદરાની ગેરહાજરી નોંધનીય છે.
આ SIR ઝુંબેશ હેઠળ મતદાર યાદીમાં ક્ષતિઓ દૂર કરવાની અને નવા મતદારો ઉમેરવાની કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં 9મી ડિસેમ્બર સુધી સુધારા-વધારાના અરજીપત્રો સ્વીકારવામાં આવશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 92% કામગીરી પૂરી થઈ ગઈ છે. વડોદરા જિલ્લા ચૂંટણી કચેરીએ આ સમયમર્યાદામાં ઝડપી કામગીરી કરીને મતદાર યાદીને ભૂલરહિત બનાવવી પડશે, જેથી ડિજિટાઇઝેશન કામગીરીમાં તેનો ક્રમાંક સુધરી શકે.
– ડિજિટાઇઝેશનના ટોપ-10 જિલ્લાઓની યાદી:
1 ડાંગ 92.39
2 ગીર સોમનાથ 92.24
3 મોરબી 99.09
4 સાબરકાંઠા 98.86
5 પંચમહાલ 98.86
6 અમરેલી 98.79
7 ખેડા-મહેમદાવાદ 98.61
8 અમદાવાદ 98.88
9 વલસાડ 98.60
10 સુરત 98.58