ગૌપાલકના બે જૂથ વચ્ચે પણ હાથાપાઈ થઈ, પોલીસે મામલો સંભાળ્યો વડોદરા શહેરના ભાંડવાડા વિસ્તારમાં ગાયો પકડવા ગયેલી પાલિકાની ટીમ સાથે ગૌ પાલકની...
ગાંધીનગર: અંબાજીમાં 15 વર્ષીય સગીરા પર અંબાજી ગબ્બર નજીકની ઝાડીમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે, જેના પગલે અંબાજીમાં ભારે રોષની લાગણી ફેલાવવા...
સુરતઃ ભટારમાં ઝઘડાની અદાવતમાં એક ગ્રાહકે તેના મિત્રો સાથે મળી મીઠાઈની દુકાન જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવી દેતાં ભયનો માહોલ ફેલાયો હતો. વેપારીએ...
મહિલાને દેશી દારૂની કૂટેવ હોવાનું પરિજનોએ જણાવ્યું… દિકરી તથા ભાણીયો દિવાળી કરવા આવ્યા હતા તેઓના ગયા બાદ માતા ઉદાસ થઇ ગઈ હતી…...
વડોદરા શહેરના નગરજનોને – ધંધાધારીઓને આ વખતના ચોમાસામાં ત્રણ વખત આવેલા પુરમા લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડોદરા...
બીસીએ અને એમએસયુ વચ્ચે ડીએન હોલ ગ્રાઉન્ડ મામલે ફરી એમઓયુ થવાની શકયતા : યુનિવર્સિટીના ડીએન હોલ ગ્રાઉન્ડની જાળવણી અગાઉ બીસીએ દ્વારા કરવામાં...
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં ગાર્ડન પાસેના રોડ પર બે મસમોટા ભુવા પડતાં પસાર થતા વાહકચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે....
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં નાખવામાં આવેલી ફાજલપુરથી આવતી પાણીની મુખ્ય લાઈનમાં છેલ્લા એક મહિનાથી ભંગાણ હોવાથી શહેરના દાંડિયા બજાર,...
જંબુસરના આધેડનું રોડ ક્રોસ કરતી વખતે બાઇક ટક્કરે ઇજા થતાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું જરોદ નજીક બાઇક પર જતી મહિલાને પાછળથી...
શહેરના માંજલપુર ખાતે આવેલા જલારામ બાપાના મંદિરે ભક્તો દર્શનાર્થે ઉમટ્યા જલારામ જયંતી નિમિત્તે શોભાયાત્રા યોજાઇ હતી જેમાં નાના બાળકો વેશભૂષામાં સજ્જ થઇ...
સુરતઃ સોશ્યલ મીડિયા પર એક કાર ચાલકે બે વર્ષની બાળકીને ખોળામાં ઊભી રાખી કારનું સ્ટિયરીંગ તેને આપી વીડિયો બનાવી વાયરલ કર્યો હતો....
વિડીયો વાયરલ થયાં બાદ પોલીસે જાહેરનામા ભંગ બદલ ચારની ધરપકડ કરી (પ્રતિનિધિ) આણંદ તા.8 શિક્ષણનગરી વિદ્યાનગરમાં છેલ્લા કેટલાક સમયથી પીધેલા કેટલાક યુવકો...
વડોદરામાંથી ભાડે ફેરવવા માટે લીધેલી કાર માલિકની જાણ બહાર બારોબાર મધ્યપ્રદેશમાં વેચાણ રૂ. 3.50 લાખ મેળવી ઠગાઇ આચરી હતી. ત્યારે આ ગુનામાં...
ટ્રાફિકની સમસ્યાથી લોકોને મુસીબતનો સામનો કરવો પડે છે વડોદરામાં જે સમસ્યાઓ લોકો માટે હવે ત્રાસ અને મુશિબત બની છે, તેમાથી એક છે...
રાજ્યમાં રાજકોટમાં આગની ઘટના બાદ બંધ કરાયેલા ગેમ ઝોન ફરી શરૂ, સરકારે ખાસ પોલિસી તૈયાર કરી રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ...
રશિયા-યુક્રેન યુદ્ધને લઈને મોટા સમાચાર આવ્યા છે. ક્રેમલિને શુક્રવારે કહ્યું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન યુદ્ધ પર અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ...
શિનોર તાલુકાના માલસર – અસા નર્મદા બ્રિજ પર આજરોજ સવારે એક બિનવારસી મોટર સાઇકલ,મોબાઈલ ફોન અને ચંપલ મળી આવ્યા હતાં.આ ઉપરાંત મોટર...
ગુરુવર્ય દાદા મહારાજ મોરે માઉલી, ગુરુવર્ય રામદાદા ઘાડગે અને વડિલોના આશીર્વાદ થી દર વર્ષની જેમ આ વર્ષે પણ વિઠ્ઠલ રખુમાઇ ચેરિટેબલ ટ્રસ્ટ...
સાપુતારા : ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓના ફોટા પાડનાર ફોટોગ્રાફરો વચ્ચે ઝઘડો થતા પાંચ વ્યક્તિએ ફોટોગ્રાફરોને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા...
સગીર ધોરણ -12મા અભ્યાસ કરતો હતો, માતા પિતા ખેતરે ગયા અને સગીરે પગલું ભર્યું મોત પાછળનું કારણ અકબંધ રહ્યું છે પોલીસે તપાસ...
ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડને રવિવારે પદ પરથી મુક્ત કરવામાં આવશે. પરંતુ 9 અને 10મીએ શનિવાર અને રવિવારે કોર્ટમાં રજા રહેશે....
સંસ્કાર અને શિક્ષણની નગરીની યશકલગીમાં વધુ એક મોરપીંછનો ઉમેરો સમગ્ર રાષ્ટ્ર અને દેશવાસીઓની સેવા કરવામાં વધુ સરળ અને સુગમ બની રહેશે :...
વૃદ્ધોને આરોગ્યલક્ષી શ્રેષ્ઠ સારવાર વિનામૂલ્યે મળી રહે તે માટે દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા 70 વર્ષથી વધુની...
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને મહત્વની માહિતી સામે આવી છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો આપ્યો છે. એક રિપોર્ટ અનુસાર ભારતીય...
હરિદ્વારઃ રામલલ્લાના દર્શન માટે અયોધ્યા જતા ગુજરાતીઓની બસને અકસ્માત નડ્યો છે. હરિદ્વારથી બસ જઈ રહી હતી ત્યારે આગ્રા લખનઉ એક્સપ્રેસ હાઈવે પર...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર ભારતના વખાણ કર્યા છે અને કહ્યું છે કે ભારત અને રશિયા વચ્ચે સહયોગ સતત વધી રહ્યો...
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. રાજકીય ક્ષેત્રે હલચલ વધી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના ધુલેમાં ચૂંટણી રેલીને...
ગાંધીનગરઃ ભ્રષ્ટ્રાચારને પોતાનો અધિકાર માની ચૂકેલા રાજ્યના સરકારી કર્મચારી-અધિકારીઓ સામે દાદા ભૂપેન્દ્ર પટેલની સરકારે લાલ આંખ કરી છે. સરકારે ગઈ કાલે એક...
મુંબઈઃ જાણીતા ટીવી એક્ટર નીતિન ચૌહાણનું આજે તા. 8 નવેમ્બર 2024ના રોજ મોત થયું છે. રિયાલિટી શો દાદાગીરી-2 ના વિજેતા પ્રખ્યાત ટીવી...
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા આયોગે મહિલાઓને “ખરાબ સ્પર્શ”થી બચાવવા અને પુરુષોના ખરાબ ઈરાદાઓને રોકવા માટે એક પ્રસ્તાવ આપ્યો છે. આ...
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા-જમુના-સરસ્વતીના સંગમ પર 13 જાન્યુઆરી 2025થી શરૂ થઈ રહેલાં મહાકુંભ આડે થોડા દિવસો બાકી છે. યુનેસ્કોએ કુંભ મેળાને માનવતાનો અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કર્યો છે. આ વખતના કુંભ મેળામાં દુનિયાભરના શ્રદ્ધાળુઓ આવશે એવી શક્યતા છે. 75 દિવસ ચાલનારા મહાકુંભમાં 75 દેશના 25 કરોડથી વધારે તીર્થયાત્રી આવશે એવી શક્યતા છે. પ્રયાગરાજમાં 21મી સદીના આ ત્રીજા મહાકુંભમાં આધુનિક ઉપકરણોનો ઉપયોગ થશે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસા રજૂ થશે. મહાકુંભમાં પહેલી વાર મહારાજા હર્ષવર્ધન વિશે જાણકારી અપાશે. તેઓ આ મહા આયોજન માટે મોટાપાયે દાન આપતા હતા. ચીની યાત્રી હ્યુઅન ત્યાંગે પોતાના વૃત્તાંતમાં આ અંગે નોંધ લખી હતી. 12 વર્ષ પછી યોજાનાર કુંભ મેળાની તૈયારી માટે ઉત્તર પ્રદેશ સરકાર 2500 કરોડથી વધારે ખર્ચ કરી રહી છે. નોંધનીય છે કે, દેશમાં ત્રણ સ્થળોએ કુંભ મેળાનું આયોજન થાય છે.
એટલું જ નહીં, આ વખતે શાહી સ્નાન માટે દેશભરમાંથી 2500 ટ્રેન, 10 હજાર બસ દોડશે, સરકાર 2500 કરોડ ખર્ચશે. ડ્રોન, CCTV કેમેરા સાથે AIનો ઉપયોગ પણ થશે. મેળા વિસ્તારમાં અને પ્રયાગરાજ શહેર CCTVથી સજ્જ થશે. ઉપકરણો પાછળ 400 કરોડ રૂપિયા ખર્ચાશે. 5 એકરમાં ફેલાયેલા સાંસ્કૃતિક ગ્રામમાં AR અને VR હબ બનાવવામાં આવશે. જેમાં મહાકુંભનું પૌરાણિક, ઐતિહાસિક, આધ્યાત્મિક મહત્ત્વ દર્શાવવામાં આવશે. કાળખંડમાં મહાકુંભની યાત્રા રજૂ કરાશે. મૌની અમાસ પર શાહી સ્નાનમાં 6 કરોડ લોકો આવશે એવી શક્યતા છે. 2013નો મહાકુંભ 3200 હેક્ટરમાં હતો. આ વખતે 4 હજાર હેક્ટર વિસ્તારમાં હશે. આ બધું તો સમજ્યા પણ હવે જેની વાત કરવા જઈ રહ્યા છીએ, જો એટલું કરવામાં આવે તો મહાકુંભમાં મળનારું પુણ્ય ઘરેબેઠાં મળી શકે તેમ છે!
મહાકુંભને આપણે દેશનો સૌથી મોટો ધાર્મિક મેળો માનીએ છીએ. કુંભમાં સ્નાન કરવાનો અનેરો મહિમા છે. અલબત્ત, દરેક શ્રદ્ધાળુએ મહાકુંભનો ભાગ બનતા પહેલાં કેટલીક મૂળભૂત બાબતોને યાદ કરવાની જરૂર છે. એવી બાબતો જેને આપણે ઘણી વાર અવગણીએ છીએ. મહાકુંભમાં સ્નાન કરવાથી આપણાં પાપ તો ધોવાશે પણ આ બાબતોને નહીં અવગણીએ તો પુણ્ય મળશે, એ નક્કી છે.
સૌથી પહેલાં – જીવન આપતી નદીઓ અને સ્નાન :
કુંભ હોય કે મહાકુંભ, સંગમ કે અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે પરંતુ નદીઓમાં સ્નાન કરવાની ભાગદોડ વચ્ચે લોકો ઘણી વાર કેટલાક શાશ્વત નિયમોની અવગણના કરે છે. આપણા પૂર્વજોએ નદીઓમાં સ્નાન કરવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. આજે પણ આ નિયમોની ઉપયોગિતા એટલી જ નથી પણ વધી છે.
સૌ પ્રથમ તો દેશવાસીઓની જવાબદારી છે કે જે નદીઓ આપણને જીવન આપે છે, જેને આપણે ‘મૈયા’કહીએ છીએ, જેમાં સ્નાન કરીને આપણે પવિત્રતા અનુભવીએ છીએ, તેને દરેક રીતે પ્રદૂષિત થવાથી બચાવીએ. પરંપરા અને આધુનિકતાનો સમન્વય કરીને આ કરવું ખૂબ જ સરળ છે.
આપણાં શાસ્ત્રો કહે છે કે સૌ પ્રથમ નદીના કિનારે પાણીથી સ્નાન કરવું જોઈએ અને પછી નદીમાં ડૂબકી મારવી જોઈએ (मलं प्रक्षालयेत्तीरे तत: स्नानं समाचरेत् – मेधातिथि). આજે પણ સોસાયટીઓના સ્વિમિંગ પુલમાં સીધા નહાવા પર પ્રતિબંધ છે. લોકો બહાર સ્નાન કરે છે અને પછી પૂલની અંદર કૂદે છે. કલ્પના કરો કે નદીઓમાં સ્નાન કરતી વખતે જો આવી જ શિસ્ત જાળવવામાં આવે તો તે કેવો ચમત્કાર હશે! એ પણ વિચારવા જેવું છે કે આપણે કેવો વારસો આવનારી પેઢીઓ માટે છોડવાના પક્ષમાં છીએ?
બીજી વાત છે
ઘાટની સફાઈ :
નદીઓના કિનારે પૂજા કરવી એ કુદરતી બાબત છે. જ્યારે લોકો પૂજાની બાકીની સામગ્રીને ઘાટ પર છોડી દે છે ત્યારે સમસ્યા શરૂ થાય છે. દરેક મોટા ઉત્સવ દરમિયાન ઘાટ પર ફૂલોના હાર, દીવા, અગરબત્તી જેવી વસ્તુઓના અવશેષો મોટા પાયે જોવા મળે છે. ગણેશોત્સવમાં વિસર્જનના એ દિવસો યાદ કરો. તેમના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. વ્યક્તિગત સ્તરે અને વહીવટી સ્તરે બંને.
એક ઉપાય એ છે કે આ વસ્તુઓના અવશેષોને જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં રેતી અથવા માટીમાં યોગ્ય રીતે દાટી દો અને તેને સમતળ કરો. આ પરંપરાગત પદ્ધતિ છે. જ્યાં આવું કરવું શક્ય ન હોય ત્યાં આ વસ્તુઓને વહીવટીતંત્ર દ્વારા નિયુક્ત સ્થળોએ અથવા માત્ર કૃત્રિમ તળાવોમાં જ ફેંકવી જોઈએ. ઉપરાંત, પૂજા માટે બાયોડિગ્રેડેબલ વસ્તુઓ પસંદ કરવી વધુ સારું રહેશે. પવિત્ર સ્થાનો અને નદીની આસપાસ સ્વચ્છતાની સંપૂર્ણ કાળજી લેવામાં આવશે તો દુનિયા સામે આપણા સાંસ્કૃતિક વારસા અને મહાકુંભનું અદ્દભુત ચિત્ર રજૂ કરી શકાશે.
ત્રીજી વાત
પર્યાવરણ માટે કાળજી :
પર્યાવરણ સંરક્ષણ આજે સમગ્ર વિશ્વ માટે એક મોટો મુદ્દો બની ગયો છે. આવી સ્થિતિમાં જો મહાકુંભ દરમિયાન આપણે દેશ અને દુનિયાને પર્યાવરણની રક્ષાનો પાઠ ભણાવી શકીએ તો બહુ મોટી વાત કહેવાય. પાણી અને જમીનના સંરક્ષણ પર વધુ ધ્યાન આપવું એ સમયની જરૂરિયાત છે.
જ્યાં પ્રવેશતા પહેલાં એક વાર બહારથી સ્નાન કરવાનો જૂનો નિયમ છે એવી પવિત્ર નદીઓને દૂષિત કરવી કેટલું યોગ્ય ગણાશે? તે વિચારવા જેવું છે. તેથી, સલાહ આપવામાં આવે છે કે નદીઓમાં કોઈ ઝેરી અથવા હાનિકારક વસ્તુઓ ફેંકવામાં ન આવે. માણસે માત્ર પોતાના વિશે જ નહીં, માછલીઓ અને અસંખ્ય જળચર પ્રાણીઓ વિશે પણ વિચારવું જોઈએ. નદીઓ તેમનાં ઘર છે. આપણાં ઘરમાં કોઈ કચરો ફેંકે તો આપણે ચલાવી લઈએ?
એ જ રીતે, પૃથ્વીને સ્વચ્છ અને સુંદર રાખવા માટે આપણે ‘माता भूमिः पुत्रोऽहं पृथिव्याः’ સૂત્રના રૂપમાં યાદ રાખવું પડશે. આ વેદનું કથન છે, જે કહે છે કે, “ભૂમિ આપણી માતા છે, હું પૃથ્વીનો પુત્ર છું…” અહીં માત્ર અંદર સ્વચ્છતા અને પવિત્રતા જાળવવાને બદલે સમગ્ર પૃથ્વીને પોતાની તરીકે સ્વીકારવાનો સંદેશ છે. મહાકુંભના કાર્યક્ષેત્રમાં આવતી જમીન પર સિઝનને અનુરૂપ વૃક્ષારોપણની યોજના પણ તૈયાર કરવી જોઈએ.
મહાકુંભ જેવા મોટા ઉત્સવો કે ભીડભાડવાળા સ્થળોએ આપણી ધીરજની ઘણી વાર ખરી કસોટી થાય છે. આ કસોટી પાસ કરવા માટે અગાઉથી તૈયારી કરવાની રહેશે. એકબીજાને પાછળ છોડવાની સ્પર્ધા ક્યારેક જીવલેણ સાબિત થાય છે. તેથી મોટા ઉત્સવો દરમિયાન નાસભાગ જેવી ઘટનાઓ ટાળવા માટે લોકોએ જરૂરી સાવચેતી રાખવી જોઈએ. યોગ્ય આયોજનથી કોઈ પણ અપ્રિય પરિસ્થિતિને સરળતાથી ટાળી શકાય છે.
મોબાઈલ ફોન, આઈ-કાર્ડ અને આવશ્યક દવાઓ તમારી સાથે રાખવી જોઈએ. નાસભાગ કે અન્ય કોઈ ઈમરજન્સીના કિસ્સામાં અફવાઓથી દૂર રહેવું જોઈએ. હેલ્પ સેન્ટરના હેલ્પલાઈન નંબરો અગાઉથી સેવ કરવા જોઈએ. મુશ્કેલીના સમયમાં આ નાની-નાની વસ્તુઓ ખૂબ કામની સાબિત થાય છે.
એ સ્વીકાર્ય હકીકત છે કે કરોડો ભક્તો કુંભ અથવા મહાકુંભમાં મોટી શ્રદ્ધા ધરાવે છે. સદીઓથી થતો આ મહામેળો આપણી ધાર્મિક માન્યતાઓ,
આ વારસાને યોગ્ય રીતે સાચવવા અને તેની ચમક જાળવવા માટે સામૂહિક પ્રયાસની જરૂર પડશે. આ જવાબદારી એક જવાબદાર નાગરિક તરીકે કુંભમાં જતાં દરેક શ્રધ્ધાળુએ નિભાવવી જોઈએ. આજના સમયમાં વિશ્વના નેતા તરીકે ભારતની છબી સમગ્ર વિશ્વમાં મજબૂત થઈ રહી છે.
રમતગમતનું ક્ષેત્ર હોય કે મુત્સદ્દીગીરીનું ક્ષેત્ર હોય, આર્થિક હોય કે વ્યૂહાત્મક મોરચે, વિશ્વ આપણા દેશ તરફ ઘણી અપેક્ષાઓ સાથે જોઈ રહ્યું છે. પ્રાચીન પરંપરાઓ સાથે જોડાયેલા રહેવાથી અને દરેક દિશામાં વિકાસના ઝંડા લહેરાવીને આ શક્ય બન્યું છે. આવી સ્થિતિમાં ભારતે પણ સમગ્ર વિશ્વને ‘વૈજ્ઞાનિક અધ્યાત્મવાદ’નો અર્થ અને મહત્ત્વ સમજાવવાની જવાબદારી નિભાવવી જોઈએ.
છેલ્લી વાત એ છે કે મહાકુંભ એક વિશાળ ઉત્સવ જેવો છે, જેનું આયોજન દર 12 વર્ષે એક વાર થાય છે. પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન દેશ અને દુનિયાની નજર આ તરફ રહેશે.
જેમાં મોટી સંખ્યામાં વિદેશી ભક્તો અને પ્રવાસીઓ પણ ઉપસ્થિત રહેશે. આ એક મોટી તક હશે જ્યારે આપણે આપણી ભવ્ય પરંપરા અને સાંસ્કૃતિક વારસાની અદભુત ઝલક સૌની સામે રજૂ કરી શકીશું. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજીને નિભાવવી જોઈએ. –
દિપક આસર