Latest News

More Posts

આગામી ફેબ્રુઆરીથી માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા લેવાશે,4 મે ના રોજ ધો.1 થી લઇ ધો.11નું બીજું સત્ર પૂરું થશે :

( પ્રતિનિધિ )વડોદરા,તા.18

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 28 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી 21 દિવસના દિવાળી વેકેશનની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે તારીખ 18 નવેમ્બર સોમવારથી દિવાળી વેકેશન પૂર્ણ થતા સ્કૂલો ફરી ધમધમી ઉઠી છે વિવિધ શાળાઓમાં પ્રથમ માસ સરસ્વતીની પ્રાર્થના બાદ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરાયો હતો.

સમગ્ર રાજ્ય સહિત વડોદરામાં સરકારી, ગ્રાન્ટેડ બિન ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં આજથી દિવાળી વેકેશન પૂરું થયું છે. રજાની મજા માણ્યા બાદ વિદ્યાર્થીઓ ફરીથી સ્કૂલબેગ અને પુસ્તકો વચ્ચે વ્યસ્ત થયા છે. આ વર્ષે અમુક ખાનગી શાળાઓમાં દિવાળી વેકેશન એક અઠવાડિયા અગાઉ ટૂંકાવી દેવામાં આવ્યું હતું. ત્યારે વિદ્યાર્થી સંસ્થાઓ દ્વારા જેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આવી વાત વચ્ચે પણ ઘણી શાળાઓ ચાલુ રહી હતી.દિવાળી વેકેશન પૂરું થતાં બીજું શૈક્ષણિક સત્ર આજથી શરૂ થયું છે. આગામી ડિસેમ્બર મહિનામાં શાળાઓમાં રમતોત્સવ અને મિશનરી શાળાઓમાં વાર્ષિક ઉત્સવની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ જશે. આ ઉપરાંત શાળાઓમાં પ્રવાસ માટેની શિક્ષણ વિભાગ દ્વારા છૂટ આપવામાં આવતા મોટાભાગની શાળાઓ દ્વારા નવેમ્બર ડિસેમ્બરમાં પ્રવાસના આયોજનો થતા હોય છે. જેની તૈયારીઓ થઈ રહી છે. શિક્ષણ વિભાગે 27 ઓક્ટોબર થી 17 નવેમ્બર સુધી તમામ શાળાઓમાં વેકેશન જાહેર કર્યું હતું. હવે આ વેકેશન પૂરું થતાં બીજા સત્રનો પ્રારંભ થયો છે. જે 135 દિવસનો રહેશે. આ દરમિયાન ફેબ્રુઆરી થી માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા લેવાશે. ત્યારબાદ 4 મે ના રોજ ધોરણ 1 થી લઇ ધો.11 નું બીજું સત્ર પૂરું થશે. જ્યારે ઉનાળુ વેકેશન તારીખ 5 મેથી આઠ જૂન દરમિયાન પડશે.

To Top