અમેરિકામાં આજે ‘ટ્રમ્પ ઘેર આનંદ ભયો’નો માહોલ છે. અમેરિકામાં ચૂંટણી પહેલાં જેટલા પણ પોલ્સ થયા એમાં દર 10 પોલ્સમાંથી 7 પોલ્સમાં એવી...
આજકાલ તો રસ્તા ઉપર તમને બાબા ગાડી જોવાની તો ઘણી મળે છે કારણ છોકરાઓને હાથમાં તેડે છે જ કોણ? પરંતુ રસ્તા પર...
આ વખતની અમેરિકન ચૂંટણી કોઈ રોમાંચક અમેરિકન ફિલ્મથી ઓછી નહોતી. 13 જુલાઈ, 2024ના રોજ ટ્રમ્પ પર ગોળીબાર, 21 જુલાઈના રોજ બાયડેનનું રેસમાંથી...
આપણા ગુજરાત રાજ્યમાં તથા અન્ય રાજ્યોમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી ડમી સ્કૂલોનો નવો ટ્રેન્ડ જોવા મળે છે. એટલું જ નહીં ડમી શાળાઓનું...
અન્ય દેશોની સરખામણીએ દેશમાં સરકાર તરફથી કે અન્ય સંસ્થાઓ તરફથી ઉપરાંત સામાન્ય નાગરિકો તરફથી કોઈ ખાસ પ્રોત્સાહિત પ્રવૃતિ કે આયોજન રૂપે કોઈ...
દિવાળીના દિવસોમાં સુરત અને ઉઘના રેલ્વે સ્ટેશનો પર મુસાફરોના ઘસારાના વર્તમાન પેપરોમાં છપાયેલ ફોટા જોતા એવુ લાગતુ હતું કે સુરત શહેર જાણે...
એક દિવસ રસ્તામાં શાક લેતાં રોશની અને સલોની અચાનક મળ્યાં. જુનાં પડોશી હતાં, કેમ છો? કેમ નહીં? ની વાતો કરી.બધાના ખબરઅંતર પૂછ્યા.સલોની...
સાક્ષરવર્ય ડૉ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીત્રિવેદી સાહેબ એટલે પ્રજ્ઞાપુરુષ, ઋષિતુલ્ય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ હરોળનું નામ. દસમી નવેમ્બરે એમની વિદાયને તેત્રીસ વર્ષો પુરા થશે. એમની...
રોઇટરના અહેવાલ મુજબ આવનાર કેટલાંક વર્ષોમાં ચીન દેવું કરીને પણ ઘી પીવાની ચાર્વાક ઋષિની નીતિને અનુસરવા જઈ રહ્યું છે. ચીન આવનાર કેટલાંક...
અમેરિકામાં નવેમ્બરમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન પોતાના દેશમાં ચાલી રહેલા યુદ્ધને ભૂલી ન જવાય તે સુનિશ્ચિત કરવા યુક્રેનના નિવૃત્ત સૈનિકોનું એક જૂથ...
ખોટા સર્ટિફિકેટ મેળવી સરકારી નોકરી મેળવનાર સામે કાર્યવાહી કરવા માગ.. 12 વર્ષથી લાખો રૂપિયાનો પગાર લઈ સરકાર સાથે છેતરપિંડી કરી..(પ્રતિનિધિ) વડોદરા તા.10ખોટા...
મુંબઈના બાબા સિદ્દીકી હત્યા કેસના મુખ્ય આરોપી અને લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટર શિવ કુમાર ઉર્ફે શિવાની UP STF અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે...
રેખા ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડનો એપ્રુવલ લેટર બતાવ્યો : 3.85 લાખ મેળવી 1 લાખ પરત આપ્યા,આજ દિન સુધી લોન કરાવી નહીં આપી વિશ્વાસઘાત...
વડોદરા :12 નવેમ્બરે દેવ ઉઠી અગિયારસે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો ઐતિહાસિક 215મો વરઘોડો નીકળશે,પૂર્વ તૈયારીઓ શરૂ વડોદરામાં તારીખ 12 નવેમ્બરના રોજ દેવ ઉઠી...
ગુજરાતની 8 મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી માટેનુ રોસ્ટર શિડ્યુલ જાહેર, ગુજરાતના 8 મહાનગરો જેવા કે વડોદરા, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, અને સુરત...
વડોદરા શહેર બાજવા ગામમાં સૌરાષ્ટ્ર સોસાયટી, ડો .બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુના આજુબાજુના વિસ્તાર એટલે કે આંગણવાડીનો વિસ્તાર . અહીંયા ડ્રેનેજ લાઈન ખુલ્લી...
સુરત: મુસાફરોની સુવિધા માટે અને તહેવારોની સિઝનમાં મુસાફરોના વધારાના ધસારાને પહોંચી વળવા પશ્ચિમ રેલ્વેએ મુંબઈ સેન્ટ્રલ અને નવી દિલ્હી સ્ટેશનો વચ્ચે વિશેષ...
આજરોજ શિખોના ગુરુ શ્રી ગુરુનાનક દેવજીના 556મા પ્રકાશ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શહેરમાં આવેલ વિવિધ ગુરુદ્વારા ખાતે વિશેષ પૂજા...
બાઈક પર આગળ બેગ હાથમાં મોબાઈલ,બેલેન્સ બગડ્યું : બાજુમાંથી પસાર થઈ રહેલા જાગૃત નાગરિકે વિડીયો ઉતારી વાયરલ કર્યો : વડોદરામાં છેલ્લા કેટલાક...
વડોદરામાં ખાડા કે ખાડામાં વડોદરા…? વડોદરા શહેરના પાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો વડોદરા શહેરને સ્માર્ટ કહીને ઉલ્લુ બનાવી રહ્યા છે .વડોદરામાં રોડ રસ્તા...
બીલીમોરા : બીલીમોરાના દેવસરમાં લાગેલી ભીષણ આગમાં નવો ખુલાસો થયો છે. ચીખલીના પિતા પુત્રએ જ્વલનશીલ જીપી થીનર ભરેલા કેમિકલના ડ્રમ ટ્રાન્સપોર્ટ કંપનીના...
ઘરમાં રહેતી વૃદ્ધ મહિલાના મજૂરોએ કચરો બાળયો હતો જેના કારણે ધુમાડા થી વિસ્તારમાં અફરા તફરી મચી હતી.. વડોદરા શહેરના સલાટ વાળા વિસ્તારમાં...
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 2 પેરા સ્પેશિયલ ફોર્સના JCO રાકેશ કુમાર શહીદ થયા છે જ્યારે 3 જવાનો ઘાયલ થયા છે. કિશ્તવાડના...
ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાની ધરપકડના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે હરદીપ નિજ્જરના નજીકના અર્શ ડલ્લા (અર્શદીપ સિંહ)ની કેનેડિયન પોલીસે ધરપકડ...
રાજ્યમાં અકસ્માતોનું પ્રમાણ દિવસે અને દિવસે વધી રહ્યું છે અને આ અકસ્માતોને લઈને મૃત્યુ પામનાર લોકોની સંખ્યા પણ વધી રહી છે. તો...
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીથી પાંચ વખત કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા મતિન અહેમદ રવિવારે 10 નવેમ્બર રોજ...
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો ઘંટ વાગી ગયો છે. દરમિયાન મહાવિકાસ અઘાડીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને તેનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. આ દરમિયાન...
ચાલુ વર્ષે લગ્નસરાની સિઝનમાં લોકો પોતાના પ્રસંગો ઉજવી શકશે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નિઝામપુરા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની...
પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર શનિવારે સવારે થયેલા વિસ્ફોટમાં 27 લોકોના મોત થયા છે. વિસ્ફોટમાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાની...
દાદા ભગવાનની 117મી જન્મજયંતી નિમિત્તે વડોદરાના નવલખી મેદાન ખાતે મુખ્યમંત્રીના આગમનને પગલે શહેર પોલીસ દ્વારા રિહર્સલ રાજ્યના મુખ્યમંત્રી રવિવારે અને સોમવારે વડોદરાની...
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા-જમુના-સરસ્વતીના સંગમ પર 13 જાન્યુઆરી 2025થી શરૂ થઈ રહેલાં મહાકુંભ આડે થોડા દિવસો બાકી છે. યુનેસ્કોએ કુંભ મેળાને માનવતાનો અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કર્યો છે. આ વખતના કુંભ મેળામાં દુનિયાભરના શ્રદ્ધાળુઓ આવશે એવી શક્યતા છે. 75 દિવસ ચાલનારા મહાકુંભમાં 75 દેશના 25 કરોડથી વધારે તીર્થયાત્રી આવશે એવી શક્યતા છે. પ્રયાગરાજમાં 21મી સદીના આ ત્રીજા મહાકુંભમાં આધુનિક ઉપકરણોનો ઉપયોગ થશે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસા રજૂ થશે. મહાકુંભમાં પહેલી વાર મહારાજા હર્ષવર્ધન વિશે જાણકારી અપાશે. તેઓ આ મહા આયોજન માટે મોટાપાયે દાન આપતા હતા. ચીની યાત્રી હ્યુઅન ત્યાંગે પોતાના વૃત્તાંતમાં આ અંગે નોંધ લખી હતી. 12 વર્ષ પછી યોજાનાર કુંભ મેળાની તૈયારી માટે ઉત્તર પ્રદેશ સરકાર 2500 કરોડથી વધારે ખર્ચ કરી રહી છે. નોંધનીય છે કે, દેશમાં ત્રણ સ્થળોએ કુંભ મેળાનું આયોજન થાય છે.
એટલું જ નહીં, આ વખતે શાહી સ્નાન માટે દેશભરમાંથી 2500 ટ્રેન, 10 હજાર બસ દોડશે, સરકાર 2500 કરોડ ખર્ચશે. ડ્રોન, CCTV કેમેરા સાથે AIનો ઉપયોગ પણ થશે. મેળા વિસ્તારમાં અને પ્રયાગરાજ શહેર CCTVથી સજ્જ થશે. ઉપકરણો પાછળ 400 કરોડ રૂપિયા ખર્ચાશે. 5 એકરમાં ફેલાયેલા સાંસ્કૃતિક ગ્રામમાં AR અને VR હબ બનાવવામાં આવશે. જેમાં મહાકુંભનું પૌરાણિક, ઐતિહાસિક, આધ્યાત્મિક મહત્ત્વ દર્શાવવામાં આવશે. કાળખંડમાં મહાકુંભની યાત્રા રજૂ કરાશે. મૌની અમાસ પર શાહી સ્નાનમાં 6 કરોડ લોકો આવશે એવી શક્યતા છે. 2013નો મહાકુંભ 3200 હેક્ટરમાં હતો. આ વખતે 4 હજાર હેક્ટર વિસ્તારમાં હશે. આ બધું તો સમજ્યા પણ હવે જેની વાત કરવા જઈ રહ્યા છીએ, જો એટલું કરવામાં આવે તો મહાકુંભમાં મળનારું પુણ્ય ઘરેબેઠાં મળી શકે તેમ છે!
મહાકુંભને આપણે દેશનો સૌથી મોટો ધાર્મિક મેળો માનીએ છીએ. કુંભમાં સ્નાન કરવાનો અનેરો મહિમા છે. અલબત્ત, દરેક શ્રદ્ધાળુએ મહાકુંભનો ભાગ બનતા પહેલાં કેટલીક મૂળભૂત બાબતોને યાદ કરવાની જરૂર છે. એવી બાબતો જેને આપણે ઘણી વાર અવગણીએ છીએ. મહાકુંભમાં સ્નાન કરવાથી આપણાં પાપ તો ધોવાશે પણ આ બાબતોને નહીં અવગણીએ તો પુણ્ય મળશે, એ નક્કી છે.
સૌથી પહેલાં – જીવન આપતી નદીઓ અને સ્નાન :
કુંભ હોય કે મહાકુંભ, સંગમ કે અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે પરંતુ નદીઓમાં સ્નાન કરવાની ભાગદોડ વચ્ચે લોકો ઘણી વાર કેટલાક શાશ્વત નિયમોની અવગણના કરે છે. આપણા પૂર્વજોએ નદીઓમાં સ્નાન કરવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. આજે પણ આ નિયમોની ઉપયોગિતા એટલી જ નથી પણ વધી છે.
સૌ પ્રથમ તો દેશવાસીઓની જવાબદારી છે કે જે નદીઓ આપણને જીવન આપે છે, જેને આપણે ‘મૈયા’કહીએ છીએ, જેમાં સ્નાન કરીને આપણે પવિત્રતા અનુભવીએ છીએ, તેને દરેક રીતે પ્રદૂષિત થવાથી બચાવીએ. પરંપરા અને આધુનિકતાનો સમન્વય કરીને આ કરવું ખૂબ જ સરળ છે.
આપણાં શાસ્ત્રો કહે છે કે સૌ પ્રથમ નદીના કિનારે પાણીથી સ્નાન કરવું જોઈએ અને પછી નદીમાં ડૂબકી મારવી જોઈએ (मलं प्रक्षालयेत्तीरे तत: स्नानं समाचरेत् – मेधातिथि). આજે પણ સોસાયટીઓના સ્વિમિંગ પુલમાં સીધા નહાવા પર પ્રતિબંધ છે. લોકો બહાર સ્નાન કરે છે અને પછી પૂલની અંદર કૂદે છે. કલ્પના કરો કે નદીઓમાં સ્નાન કરતી વખતે જો આવી જ શિસ્ત જાળવવામાં આવે તો તે કેવો ચમત્કાર હશે! એ પણ વિચારવા જેવું છે કે આપણે કેવો વારસો આવનારી પેઢીઓ માટે છોડવાના પક્ષમાં છીએ?
બીજી વાત છે
ઘાટની સફાઈ :
નદીઓના કિનારે પૂજા કરવી એ કુદરતી બાબત છે. જ્યારે લોકો પૂજાની બાકીની સામગ્રીને ઘાટ પર છોડી દે છે ત્યારે સમસ્યા શરૂ થાય છે. દરેક મોટા ઉત્સવ દરમિયાન ઘાટ પર ફૂલોના હાર, દીવા, અગરબત્તી જેવી વસ્તુઓના અવશેષો મોટા પાયે જોવા મળે છે. ગણેશોત્સવમાં વિસર્જનના એ દિવસો યાદ કરો. તેમના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. વ્યક્તિગત સ્તરે અને વહીવટી સ્તરે બંને.
એક ઉપાય એ છે કે આ વસ્તુઓના અવશેષોને જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં રેતી અથવા માટીમાં યોગ્ય રીતે દાટી દો અને તેને સમતળ કરો. આ પરંપરાગત પદ્ધતિ છે. જ્યાં આવું કરવું શક્ય ન હોય ત્યાં આ વસ્તુઓને વહીવટીતંત્ર દ્વારા નિયુક્ત સ્થળોએ અથવા માત્ર કૃત્રિમ તળાવોમાં જ ફેંકવી જોઈએ. ઉપરાંત, પૂજા માટે બાયોડિગ્રેડેબલ વસ્તુઓ પસંદ કરવી વધુ સારું રહેશે. પવિત્ર સ્થાનો અને નદીની આસપાસ સ્વચ્છતાની સંપૂર્ણ કાળજી લેવામાં આવશે તો દુનિયા સામે આપણા સાંસ્કૃતિક વારસા અને મહાકુંભનું અદ્દભુત ચિત્ર રજૂ કરી શકાશે.
ત્રીજી વાત
પર્યાવરણ માટે કાળજી :
પર્યાવરણ સંરક્ષણ આજે સમગ્ર વિશ્વ માટે એક મોટો મુદ્દો બની ગયો છે. આવી સ્થિતિમાં જો મહાકુંભ દરમિયાન આપણે દેશ અને દુનિયાને પર્યાવરણની રક્ષાનો પાઠ ભણાવી શકીએ તો બહુ મોટી વાત કહેવાય. પાણી અને જમીનના સંરક્ષણ પર વધુ ધ્યાન આપવું એ સમયની જરૂરિયાત છે.
જ્યાં પ્રવેશતા પહેલાં એક વાર બહારથી સ્નાન કરવાનો જૂનો નિયમ છે એવી પવિત્ર નદીઓને દૂષિત કરવી કેટલું યોગ્ય ગણાશે? તે વિચારવા જેવું છે. તેથી, સલાહ આપવામાં આવે છે કે નદીઓમાં કોઈ ઝેરી અથવા હાનિકારક વસ્તુઓ ફેંકવામાં ન આવે. માણસે માત્ર પોતાના વિશે જ નહીં, માછલીઓ અને અસંખ્ય જળચર પ્રાણીઓ વિશે પણ વિચારવું જોઈએ. નદીઓ તેમનાં ઘર છે. આપણાં ઘરમાં કોઈ કચરો ફેંકે તો આપણે ચલાવી લઈએ?
એ જ રીતે, પૃથ્વીને સ્વચ્છ અને સુંદર રાખવા માટે આપણે ‘माता भूमिः पुत्रोऽहं पृथिव्याः’ સૂત્રના રૂપમાં યાદ રાખવું પડશે. આ વેદનું કથન છે, જે કહે છે કે, “ભૂમિ આપણી માતા છે, હું પૃથ્વીનો પુત્ર છું…” અહીં માત્ર અંદર સ્વચ્છતા અને પવિત્રતા જાળવવાને બદલે સમગ્ર પૃથ્વીને પોતાની તરીકે સ્વીકારવાનો સંદેશ છે. મહાકુંભના કાર્યક્ષેત્રમાં આવતી જમીન પર સિઝનને અનુરૂપ વૃક્ષારોપણની યોજના પણ તૈયાર કરવી જોઈએ.
મહાકુંભ જેવા મોટા ઉત્સવો કે ભીડભાડવાળા સ્થળોએ આપણી ધીરજની ઘણી વાર ખરી કસોટી થાય છે. આ કસોટી પાસ કરવા માટે અગાઉથી તૈયારી કરવાની રહેશે. એકબીજાને પાછળ છોડવાની સ્પર્ધા ક્યારેક જીવલેણ સાબિત થાય છે. તેથી મોટા ઉત્સવો દરમિયાન નાસભાગ જેવી ઘટનાઓ ટાળવા માટે લોકોએ જરૂરી સાવચેતી રાખવી જોઈએ. યોગ્ય આયોજનથી કોઈ પણ અપ્રિય પરિસ્થિતિને સરળતાથી ટાળી શકાય છે.
મોબાઈલ ફોન, આઈ-કાર્ડ અને આવશ્યક દવાઓ તમારી સાથે રાખવી જોઈએ. નાસભાગ કે અન્ય કોઈ ઈમરજન્સીના કિસ્સામાં અફવાઓથી દૂર રહેવું જોઈએ. હેલ્પ સેન્ટરના હેલ્પલાઈન નંબરો અગાઉથી સેવ કરવા જોઈએ. મુશ્કેલીના સમયમાં આ નાની-નાની વસ્તુઓ ખૂબ કામની સાબિત થાય છે.
એ સ્વીકાર્ય હકીકત છે કે કરોડો ભક્તો કુંભ અથવા મહાકુંભમાં મોટી શ્રદ્ધા ધરાવે છે. સદીઓથી થતો આ મહામેળો આપણી ધાર્મિક માન્યતાઓ,
આ વારસાને યોગ્ય રીતે સાચવવા અને તેની ચમક જાળવવા માટે સામૂહિક પ્રયાસની જરૂર પડશે. આ જવાબદારી એક જવાબદાર નાગરિક તરીકે કુંભમાં જતાં દરેક શ્રધ્ધાળુએ નિભાવવી જોઈએ. આજના સમયમાં વિશ્વના નેતા તરીકે ભારતની છબી સમગ્ર વિશ્વમાં મજબૂત થઈ રહી છે.
રમતગમતનું ક્ષેત્ર હોય કે મુત્સદ્દીગીરીનું ક્ષેત્ર હોય, આર્થિક હોય કે વ્યૂહાત્મક મોરચે, વિશ્વ આપણા દેશ તરફ ઘણી અપેક્ષાઓ સાથે જોઈ રહ્યું છે. પ્રાચીન પરંપરાઓ સાથે જોડાયેલા રહેવાથી અને દરેક દિશામાં વિકાસના ઝંડા લહેરાવીને આ શક્ય બન્યું છે. આવી સ્થિતિમાં ભારતે પણ સમગ્ર વિશ્વને ‘વૈજ્ઞાનિક અધ્યાત્મવાદ’નો અર્થ અને મહત્ત્વ સમજાવવાની જવાબદારી નિભાવવી જોઈએ.
છેલ્લી વાત એ છે કે મહાકુંભ એક વિશાળ ઉત્સવ જેવો છે, જેનું આયોજન દર 12 વર્ષે એક વાર થાય છે. પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન દેશ અને દુનિયાની નજર આ તરફ રહેશે.
જેમાં મોટી સંખ્યામાં વિદેશી ભક્તો અને પ્રવાસીઓ પણ ઉપસ્થિત રહેશે. આ એક મોટી તક હશે જ્યારે આપણે આપણી ભવ્ય પરંપરા અને સાંસ્કૃતિક વારસાની અદભુત ઝલક સૌની સામે રજૂ કરી શકીશું. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજીને નિભાવવી જોઈએ. –
દિપક આસર