બિહારમાં ચૂંટણી પ્રચારે જોર પકડ્યું છે. રેલીઓ અને જાહેર સભાઓ વચ્ચે જનતાને આકર્ષવા માટે વચનોનો દોર શરૂ થયો છે. મુઝફ્ફરપુરમાં મહાગઠબંધનની સંયુક્ત...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. દક્ષિણ કોરિયામાં આપેલા નિવેદનમાં તેમણે કહ્યું કે અમેરિકા...
છેલ્લાં કેટલાંક દિવસોથી રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે જેના લીધે ખેતરોમાં પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોને રાતા પાણીએ રડવાનો...
વડોદરા: કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરા દુકાને સામાન લેવા માટે ગઈ હતી અને સામાન લઈને પરત આવતી હતી...
દિવાળીના વેકેશનમાં શિરડી સાંઈબાબાના દર્શન કરી પરત ફરતા સુરતના યુવાનોની ફોર્ચ્યુનર કારને અકસ્માત નડ્યો છે. આ ગોઝારા અકસ્માતમાં 3 યુવકોના મોત નિપજ્યા...
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ૧૫૬૬૬ બાળ બાલિકાઓ એ સત્સંગ દીક્ષા ગ્રંથના ૩૧૫ સંસ્કૃત લોકોનો મુખપાઠ કરી સર્જ્યો અનોખો ઇતિહાસ આજના આધુનિક યુગમાં વિજાણું...
ખાલિસ્તાની સમર્થક આતંકવાદી સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) એ 1 નવેમ્બરે ઓસ્ટ્રેલિયામાં પંજાબી ગાયક દિલજીત દોસાંઝના કોન્સર્ટને રોકવાની ધમકી આપી છે. અકાલ...
લોકશાહીના પાયાને મજબૂત કરવા જિલ્લા ચૂંટણી તંત્રની કવાયત, દક્ષિણ પ્રાંત કચેરીમાં મેગા મંથન અધિકારીઓની બેઠકમાં હાઉસ-ટુ-હાઉસ ચકાસણીની રણનીતિ પર ભારવડોદરા : આગામી...
દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે હાથ ધરાયેલા ક્લાઉડ સીડિંગ પ્રયોગથી વરસાદ પડ્યો નહીં. IIT કાનપુરની ટીમે આ પ્રયોગ કર્યો હતો પરંતુ વાદળોમાં...
બોલીવુડના દિગ્ગજ અભિનેતા સતીશ શાહના મૃત્યુનું સાચું કારણ હવે બહાર આવ્યું છે. આ અભિનેતાનું મૃત્યુ કિડની ફેલ્યોરથી થયું ન હતું. “સારાભાઈ વર્સિસ...
ચક્રવાત મોન્થાએ મંગળવારે રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવી દીધી. એક ગંભીર ચક્રવાતી વાવાઝોડા તરીકે જમીન પર ત્રાટક્યા બાદ તેણે દક્ષિણ ભારતના...
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજ રોજ તા.29 ઓક્ટોબરના રોજ બુધવારે હરિયાણાના અંબાલા એરફોર્સ સ્ટેશનથી રાફેલ ફાઇટર જેટમાં ઉડાન ભરી હતી. ખાસ વાત...
બ્રાઝિલના રિયો ડી જાનેરો શહેરમાં પોલીસ અને ડ્રગ માફિયાઓ વચ્ચે ભારે અથડામણ થઈ રહી છે. શહેર હાલ યુદ્ધ જેવી સ્થિતિમાં છે. પોલીસ...
ઉત્તર ભારતમાં છઠના તહેવાર દરમિયાન દિલ્હીમાં યમુના નદીના પ્રદૂષણનો મુદ્દો ફરી એક વાર ચર્ચાનો વિષય બન્યો છે. દિલ્હીની શાસક ભારતીય જનતા પાર્ટીએ...
અખબારી અહેવાલ પ્રમાણે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના 370 હોદ્દેદારો ટોચના હોદ્દેદારો પોતાના દેશની આગામી પંચવર્ષીય યોજના માટે રાજધાની બેઇજિંગમાં ઘરખર્ચ, વૃદ્ધ નાગરિકોની સંભાળ...
શિક્ષકો જ્યારે ભણાવે છે ત્યારે તેમનો કોર્ષ નકકી હોય છે અને તે સિલેબસ પ્રમાણે તેમણે વર્ષ દરમિયાન ભણાવવાનું હોય છે. એટલે કોઈ...
પહેલાનાં જમાનામાં ઘરમાં કોઈ ઉત્સવ હોય લગ્ન પ્રસંગ હોય ત્યારે વડીલો એક સાથે ખાટલામાં બેસી હુક્કા, ચલમ, બીડી, સોપારીનું સેવન કરતા. કોણ...
કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગે ફરી આતંક ફેલાવ્યો છે. ગેંગે કેનેડાના જાણીતા ઉદ્યોગપતિ દર્શન સિંહ સહસીની હત્યા કરી દીધી અને પછી પંજાબી ગાયક...
તાજેતરમાં પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ વાટલિયા પ્રજાપતિ સમાજ આયોજીત કાર્યક્રમમાં ૧૦ વર્ષ કે તેથી વધુ સમયથી સંયુક્ત પરિવારમાં રહેતી પુત્રવધૂઓને ‘પુત્રવધૂ રત્ન...
આ દેશમાં ધાર્મિક પ્રસંગો, ટ્રેન પકડવા દોડાદોડી, સંતબાબાના દર્શન માટે પડાપડી, તહેવારોમાં મંદિરોમાં વધતી અતિ ભીડ કે રાજકીય રેલીઓમાં ધક્કામુકકી, પડી જવાથી...
ગુરુ પાસેથી જ્ઞાન મેળવ્યા બાદ, ગુરુદક્ષિણા આપવાનો વખત આવ્યો. શિષ્ય ગુરુજીને કૈંક એકદમ કિંમતી આપવા માંગતો હતો પરંતુ ગુરુજીએ કહ્યું, ‘જે વસ્તુ...
પ્રકૃતિએ માનવને સ્વસ્થ રહેવા શરીરરૂપી સાધન સાથે પાંચ ઈન્દ્રિયની વ્યવસ્થા જોડી આપી છે. મનુષ્ય ધારે તો પ્રાણ (ઓકસીજન)ના અતિ સંચયથી મસ્તિષ્કમાં રહેલ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જાહેરમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે. એટલે કે, જ્યાં સુધી ભારત અને...
વેનેઝુએલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના નવા નામ આપવામાં આવેલા યુદ્ધ વિભાગના નિશાના પર છે. તેલ સમૃદ્ધ દક્ષિણ અમેરિકન રાષ્ટ્ર 2015...
વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી માટે અનામત યાદી જાહેર કરાઈ મહિલાઓ માટે 38 બેઠકો અનામત, 19 વોર્ડમાં ફેરબદલ પદ્ધતિથી કેટેગરી નક્કી થઈ વડોદરા મહાનગરપાલિકાની...
વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત અભિયાનને પ્રોત્સાહન આપવા માટે ખંડેરાવ માર્કેટ ખાતે મૂકવામાં આવેલા ક્લોથ બેગ વેન્ડિંગ મશીનમાં નાગરિકોના સિક્કા ફસાવાની ઘટના...
Appleનું બજાર મૂલ્ય પહેલી વાર $4 ટ્રિલિયન અથવા ₹353 લાખ કરોડને વટાવી ગયું છે. આ આંકડો ભારતના GDP જેટલો છે. IMF અનુસાર...
કોલેજીયન યુવતિનો જન્મ દિવસ હોય ગ્રૂપના સભ્યો દ્વારા દારૂની મહેફિલ યોજાઇ પોલીસે એન્ટ્રી કરતા પાર્ટી કરતા લોકોનો નશો પણ ઉતરી ગયોપ્રતિનિધિ વડોદરા...
સામાન્ય સભામાં યુનિપોલ ઇજારા મામલે સ્થાયીના સભ્યો ગોથે ચડ્યા હાઇકોર્ટમાં પાલિકાના અધિકારીએ એફિડેવિટ પણ કરી દીધું અને સ્થાયી સમિતિ જ અજાણ !...
વડોદરા મહાનગરપાલિકાની દિવાળી બાદની પહેલી સામાન્ય સભા આજે મળી હતી. શરૂઆતમાં શોક દર્શક ઠરાવ બાદ સભા રાબેતા મુજબ શરૂ કરવામાં આવી. જોકે...
બીલીમોરા: ગણદેવીનાં ચાંગા ધનોરીનાં યુવકે આદિવાસી યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી દીધી હોવાનાં પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. આરોપી યુવાને પોલીસમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે યુવતીએ જેને જન્મ આપ્યો છે તે બાળક મારૂં નથી. હું DNA ટેસ્ટ માટે તૈયાર છું. તે સાથે યુવતી જે ગામની છે તે ગામના તેના વાડી માલિક, બે પુત્ર અને ડ્રાઈવરનાં DNA કરાવવાની માંગ પણ યુવકે કરતા ખળભળાટ મચ્યો છે.
ગણદેવી પંથકનાં એક ગામની આદિવાસી યુવતી રેખા (૨૩) (નામ બદલ્યું છે)એ ચારેક દિવસ અગાઉ પોલીસમાં અરજી કરી દાવો કર્યો હતો કે ગણદેવીનાં ચાંગા ધનોરી ગામે મંદિર ફળીયામાં રહેતા દિવ્યેશ પરેશભાઈ આહીર (૩૦)એ લગ્નની લાલચ આપી તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા અને ગર્ભવતી બનાવી તરછોડી દીધી હતી, એટલું જ નહીં, જાતિ વિષયક અપમાનિત કરતી ગાળો આપી હતી. યુવતીએ પુત્રને જન્મ આપ્યો હતો ત્યારે તેણે અન્ય સાથે લગ્ન કરવા રૂ.2 લાખ આપવાની વાતો કરી હતી.
આ સમગ્ર પ્રકરણમાં આરોપી દિવ્યેશ આહીરે પોલીસમાં સામી અરજી કરતા જણાવ્યું છે કે અમારી વાડીમાં મજૂરી કામે આવેલી યુવતી સાથે હું સંપર્કમાં આવ્યો હતો અને તેની સંમતિથી પ્રોટેક્શન રાખી બે વખત શરીર સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ થોડા દિવસ બાદ યુવતીનાં ગામનાં એક શખ્સે જેની વાડીમાં યુવતી કાયમી ધોરણે રહીને કામ કરે છે તેણે દિવ્યેશને ફોન કરીને ગણદેવીની એક હોસ્પિટલમાં બોલાવી યુવતીને મદદ કરવાનું કહી કાગળ ઉપર સહી કરાવી લીધી હતી. યુવતીનું બાળક દિવ્યેશ તારું છે, જો તું બધું પતાવવા માંગતો હોય તો મને 2 લાખ રૂપિયા આપ. આથી દિવ્યેશે તેને કહ્યું કે મેં પ્રોટેક્શન રાખી ગત મે-૨૦૨૫માં શરીર સંબંધ બાંધ્યા હતા. આ બાળક મારું નથી. યુવતી તમારે ત્યાં જ આખો દિવસ રહે છે. તો મારે શું કામ ખર્ચ ભોગવવાનો? આથી પેલા શખ્સે ગુસ્સે ભરાઈને દિવ્યેશને પોલીસ કેસની ધમકી આપી હતી અને એટ્રોસીટી કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
DNA ટેસ્ટ કરાવો, દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે
વધુમાં દિવ્યેશે અરજીમાં દાવો કર્યો છે કે યુવતી તેના ગામના વાડી માલિકનાં ઘરે જ રહે છે. આથી વાડી માલિક, તેના બે પુત્ર અને ડ્રાઇવરનાં પણ મારી સાથે સાથે DNA ટેસ્ટ કરાવવાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. જો મારો DNA બાળક સાથે મેચ થશે તો હું બાળક ને સ્વીકારી, તેની માતા સાથે લગ્ન કરી લઈશ. ભાજપનાં એક કાર્યકરે પણ ધમકી આપી હોવાનો આરોપી યુવકે આક્ષેપ કર્યો હતો.