ભગવાન નરસિંહજીનો વરઘોડો રાબેતા મુજબ પૂનમના દિવસે 15 નવેમ્બરના રોજ સાંજે 05:00 વાગ્યે નિજ મંદિરેથી નીકળશે રાતના 11:00 વાગે વરઘોડો તુલસીવાડી પહોંચશે.ત્યાં...
વધતા પ્રદૂષણને કારણે દિલ્હી-NCRની હવા ગેસ ચેમ્બર જેવી બની ગઈ છે. આવી સ્થિતિમાં લોકોને શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે. આને નિયંત્રિત...
રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યારેય બંધારણ વાંચ્યું નથી, તેથી તેમને લાગે છે કે બંધારણની રેડ બુક ખાલી છે....
વડોદરા શહેરમાં દિવસને દિવસે બનતા આગના બનાવથી લોકો માં ભય.. વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં એક જર્જરિત મકાનમાં બુધવારની રાત્રે અચાનક આગ લાગી...
શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રેયા સ્કૂલ સામે કુબેર સાગર તળાવ પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગતા સ્થાનિકોમાં દોડધામ મચી હતી. માંજલપુર...
મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા હુમલા અને વળતા હુમલાનું રાજકારણ ચરમસીમા પર છે. જ્યારે MVA મહાયુતિ પર હુમલો કરી રહી છે ત્યારે મહાયુતિએ તેના...
શહેરના માંજલપુર ખાતે નારાયણ આચાર્ય સેવા મંડળ સાર્વજનિક ધર્માદા ટ્રસ્ટ સંચાલિત શ્રી લક્ષ્મીનારાયણ મંદિર આવેલું છે આ મંદિરમાં છેલ્લા 34વર્ષથી તુલસીવિવાહનાં કાર્યક્રમનું...
દિવાળીમાં વડોદરાને સુશોભિત કરવા પાછળ તંત્રે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો અને શહેરને અકસ્માતને નોતરું આપતા હોય તેવા હાલ પર છોડી દેવાયું વાહન...
મણિપુરમાં છેલ્લા ઘણા મહિનાઓથી હિંસા ચાલી રહી છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્યને લઈને મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મણિપુરના...
નવી દિલ્હીઃ પ્રયાગરાજમાં UPPSCના આંદોલનકારી વિદ્યાર્થીઓની મોટી જીત થઈ છે. યુપીપીએસસીએ તેમની માંગણીઓ સ્વીકારી લીધી છે. PCS અને RO/AROની પરીક્ષા મોકૂફ રાખવાનો...
નવી દિલ્હી: એક વર્ષ બાદ મેદાનમાં પરત ફરેલા મોહમ્મદ શમીએ (Mohammed Shami) તેના ચાહકોને ખુશ કરી દીધા છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં (Domestic Cricket)...
પ્રદૂષણ અને ધુમ્મસના કારણે રાજધાની દિલ્હીની હાલત દિનપ્રતિદિન ખરાબ થઈ રહી છે. અહીંની હવા દરરોજ ઝેરી બની રહી છે અને ઘણા વિસ્તારોમાં...
સુરતઃ શહેર અને જિલ્લાના કાંઠા વિસ્તારમાં આવેલા ગામોના દરિયાઈ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી મોટે પાયે ગેર કાયદેસર રીતે ઝીંગાના...
સુરતઃ અમદાવાદ, મુંબઈ સહિત સુરતમાં આજે તા. 14 નવેમ્બરની સવારથી ઈડીના દરોડા પડ્યા છે. અંદાજે 23 ઠેકાણે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે....
ડોમિનિકાની સરકારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. ડોમિનિકાની સરકારે એક અખબારી યાદી બહાર પાડીને...
સુરતઃ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ પશુને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હોય?, સુરતમાં આવી ઘટના બની છે. અહીં એક...
સોલાપુરઃ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસુદ્દીન ઔવેસી ચર્ચામાં રહે છે. એક...
વડોદરા તા.14 અમેરિકા તથા કેનેડા ખાતે યુનિવર્સિટીની ફી ભરવાનું કહીને બે શખ્સોએ રૂ. 22.50 લાખ પડાવી લીધા હતા. બંને જણાએ યુનિવર્સિટીની ફી...
ટોંકઃ રાજસ્થાનના ટોંકમાં SDMને થપ્પડ મારનાર નરેશ મીણાની પોલીસે ધરપકડ કરી છે. ટોંક એસપીએ ભારે પોલીસ બંદોબસ્ત સાથે નરેશ મીણાની ધરપકડ કરવા...
સુરત: શહેરના સિટી લાઈટ વિસ્તારમાં જીમ અગ્નિકાંડમાં જીમ-સ્પા સંચાલકોની ઉમરા પોલીસ દ્વારા ધરપકડ બાદ આ ઘટના માટે જવાબદાર પ્રોપર્ટી ઓનર, ફાયર અધિકારીઓ...
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન (UPPSC) ના બે દિવસમાં PCS પ્રી અને RO-ARO પરીક્ષાઓ યોજવાના નિર્ણય સામે પ્રયાગરાજમાં વિદ્યાર્થીઓનું આંદોલન...
વડોદરા શહેરના વાસણા ભાયલી રોડ ઉપર રહેતી અને રણોલી ખાતે કંપનીમાં એચઆર તરીકે નોકરી કરતી મહિલાના નામની કોઈએ બોગસ સોશિયલ મીડિયા આઈડી...
જીવનમાં ખુશી રહેવું, આનંદીત રહેવુ અને સુખી રહેવું સૌ કોઇને ગમતું હોય છે. મારી દૃષ્ટિએ સુખ, વૈભવી ધનિકતા એટલે બંગલો, ગાડી, નોકર-ચાકરની...
ગુજરાતમિત્ર દૈનિકની દસમી નવેમ્બરની રવિવારીય પૂર્તિમાં ઈશિતાનું અલકમલક કોલમમાં ઈશિતાની એલચી તરીકે નોંધવામા આવ્યું છે કે; “હવે, તો શાંતિથી બેસવાનું રાખો, જિંદગી...
પ્રજાસત્તાક રાષ્ટ્રમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિ સત્તાસ્થાને બિરાજે છે. પોતાની સમયાવધિમાં પોતાના દફતરની તમામ બાબતોમાં તેના પ્રધાનની નૈતિક જવાબદારી બની જાય છે. જો તેમાં...
એક મનોવૈજ્ઞાનિક પ્રયોગ માટે એક માણસને મનોવિજ્ઞાનીએ કહ્યું ,’મહિને તેને દસ હજાર રૂપિયા મળશે તારે હું કહું એમ કરવાનું.” માણસે કહ્યું, ‘ભલે...
હું ચિન્નાસ્વામી સ્ટેડિયમથી નજીક રહું છું અને સામાન્ય સંજોગોમાં ત્યાં ટેસ્ટ મેચની શરૂઆત જોવાનું ક્યારેય ચૂકી ન હોત. જો કે, 16મી ઑક્ટોબરના...
સ્પેનના બાર્સેલોના શહેરના રહેવાસીઓએ પ્રવાસીઓ વિરુદ્ધ દેખાવો કર્યા તેમજ એ જ દેશના મયોકા ટાપુના રહેવાસીઓએ પણ પ્રવાસીઓનો વિરોધ કર્યો હોવાની વિગતે વાત...
જેની સામે ગુનો દાખલ થાય તેના ઘરને બુલડોઝર દ્વારા તોડી પાડવાની નવી રીતરસમ હાલમાં દેશમાં શરૂ થઈ છે. જો કોઈનું બાંધકામ ગેરકાયદે...
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સરકાર માટે નવી ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં ઘણા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું...
ગાંધીનગર : રાજય સરકારે ફયુઅલ ચાર્જીસમાં 40 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. ખાસ કરીને ડિસેમ્બર સુધી 2.85 પૈસા ટેરિફ લાગતુ હતું. જે હવે જાન્યુ.થી 2.45 પૈસા લાગુ પડશે. યુનિટ દીઠ ફયુઅલ ચાર્જીસમાં 40 પૈસાનો ઘટાડો થશે, જેના કારણે વીઝળીનું બિલ ઓછુ આવશે. રાજયના વીજ ગ્રાહકોને 1120 કરોડનો લાભ થશે.
ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આજે કહ્યું હતું કે ઓકટોબર ૨૦૨૪થી ડિસેમ્બર ૨૦૨૪માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે. ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે ૧.૭૫ કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂ.૧,૧૨૦ કરોડનો લાભ થશે.
ઊર્જા મંત્રીએ વધુમાં કહ્યું હતું કે ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા મંજૂર કરાયેલ ફ્યુઅલ સરચાર્જની ફોર્મ્યુલા મુજબ એપ્રિલ-૨૦૨૪થી સપ્ટેમ્બર ૨૦૨૪ના સંબંધિત ત્રિમાસિક સમયગાળા દરમિયાન વીજ બળતણના ભાવોમાં થયેલ ફેરફાર મુજબ રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. ૨.૮૫ પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવતી હતી.
ઓકટોબર -૨૦૨૪ થી ડિસેમ્બર ૨૦૨૪ના પ્રવર્તમાન ત્રિમાસિક સમયગાળા દરમિયાન પણ રૂ. ૨.૮૫ પ્રતિ યુનિટ ના દરે ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવે છે. રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન અસરકારક રીતે ફયુલ સરચાર્જનો દર જાળવી રાખ્યો છે. વધુમાં,ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદના સંચાલન અને સ્થિર વીજ ખરીદના દરને ધ્યાને લઇ, રાજ્ય સરકાર દ્વારા ગ્રાહકોના વિશાળ હિતમાં ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ ૪૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે મુજબ તા. ૦૧.૧૦.૨૦૨૪થી પ્રવર્તમાન ત્રિમાસિક સમય ગાળા દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર ગ્રાહકોને પ્રતિ યુનિટ ૪૦ પૈસાનો લાભ થશે.
ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪ના ગાળામાં આ ફ્યુઅલ સરચાર્જનો દર રૂ. ૨.૮૫થી ઘટાડીને રૂ. ૨.૪૫ પ્રતિ યુનિટના દરની વસૂલાત કરવામાં આવશે.આ ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે ૧.૭૫ કરોડ ગ્રાહકોને ઓકટોબર થી ડીસેમ્બર ૨૦૨૪ દરમ્યાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂ ૧૧૨૦ કરોડનો લાભ થશે. વધુમાં જે રહેણાંકીય ગ્રાહકો દ્વારા માસિક ૧૦૦ યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે છે, તેવા કિસ્સામાં ઉપરોક્ત ફ્યુઅલ સરચાર્જના ઘટાડાને પરિણામે અંદાજે રૂ ૫૦ થી ૬૦/-ની માસિક બચત થશે.