શહેરમાં સાત જેટલાં મોટા ગુરુદ્વારા આવેલા છે જેમાં ન્યૂ વીઆઇપી રોડ હરણી ખાતે 1974માબનેલા ગુરુદ્વારા ખાતે ગુરુદ્વારા સાહેબ ની નવી ઇમારતનું નિર્માણ...
શિનોરથી સેગવા થઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં આવી જતા સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો...
શહેરના સરદાર એસ્ટેટ નજીક આવેલા શ્રી ડભોઇ દશાલાડ ભવન હોલ સામે મારુતિ લાઇનિગ એન્ડ ફર્નિચર ની દુકાનમાં ચાર વાગ્યાના અરસામાં આગ લાગતાં...
મણિપુરમાં 3 મહિલાઓ અને 3 બાળકોના મૃતદેહ મળ્યા બાદ હિંસક વિરોધ પ્રદર્શન ચાલુ છે. તેને જોતા ગૃહમંત્રી અમિત શાહ નાગપુરમાં ચાર રેલીઓ...
વડોદરા જિલ્લાના કાયાવરોહણ ખાતે આવેલા લકુલેશ ધામ ખાતે 108પંચકુડીય મહાયજ્ઞ અંતર્ગત પ્રથમ પંચ કુંડીય મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતથી શરૂઆત...
રિફાઈનરી પાસેથી ટેન્કો તેમજ કેમિકલ ને લગતી ટેકનીકલ માહિતી મેળવી : ( પ્રતિનિધિ )વડોદરા,તા.17 વડોદરા નજીક કોયલી ગામ પાસે આવેલી ગુજરાત રિફાઈનરીમાં...
દિલ્હીમાં આજે બે મોટી રાજકીય ઘટનાઓ જોવા મળી હતી. એક તરફ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા કૈલાશ ગેહલોતે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું...
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રવિવારે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા કૈલાશ ગેહલોતે પાર્ટીમાંથી...
દરિયામાં વ્યવસ્થિત રીતે વિસર્જન કરવા માંગ ઉઠી : આવતા જતા લોકોને મૂર્તિ દેખાઈ રહી છે અને તેમની આસ્થાને પણ ઠેસ પહોંચી રહી...
સુપર એક્સપ્રેસ વે નાં હજુ જે કારે દર્શન કર્યા નથી ત્યાં એ જ રોડ પર દહેગામ ટોલટેકસ ફાસ્ટેગથી રૂ.85/- કપાતા ભારે અચરજ...
ભરૂચ: શુકલતીર્થ રેતીખનન બાદ હાલમાં ચાર ઈસમનું મોત થતાં એક વકીલે જવાબદારો સામે કાયદાની 106ની કલમ હેઠળ ગુનો દાખલ કરવા રાજ્યના CM...
ગાંધીનગર : પોરબંદર નજીક અરબ સાગરના મધદરિયેથી એનસીબી, ગુજરાત એટીએસ તથા ભારતીય નેવી દ્વારા સંયુકત્ત ઓપરેશનમાં જપ્ત કરાયેલું 700 કિલો ડ્રગ્સ પોરબંદર...
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શબ્દયુદ્ધ ચાલી રહ્યું છે. બંને પક્ષના વરિષ્ઠ નેતાઓ તરફથી એકબીજા પર...
ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ટ્રોફી ટૂર જાહેર કરી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના વાંધાઓ બાદ ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નહીં...
ઉત્તર પ્રદેશના ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. નવજાત શિશુઓની ચીસોથી મેડિકલ કોલેજ ગૂંજી ઉઠી હતી....
ભારતીય કેપ્ટન રોહિત શર્મા બીજી વખત પિતા બન્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રોહિતની પત્ની રિતિકાએ એક પુત્રને જન્મ આપ્યો છે. છેલ્લાં ઘણાં...
શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. પાર્ટીની વર્કિંગ કમિટીને તેમણે રાજીનામું આપી દીધું છે....
વડોદરાથી કવાંટ તરફ જતી વખતે યુવકને કાળ ભરખી ગયો : ( પ્રતિનિધિ )વડોદરા,તા.16 ડભોઇ વડોદરા રોડ ઉપર પૂરપાટ દોડતા એલ.પી ટ્રકના ચાલકે...
બ્લોકચેઇન શિક્ષણ, સંશોધન અને નવીનતામાં મહત્વપૂર્ણ યોગદાન માટે એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતની એકમાત્ર ચારુસેટ યુનીવર્સીટી ચાંગાસ્થિત વિશ્વવિખ્યાત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ...
નવી દિલ્હીઃ રણજી ટ્રોફીમાં નવો ઈતિહાસ રચાયો છે. હરિયાણાના ઉભરતા નવયુવાન ફાસ્ટ બોલરે પાછલા 39 વર્ષના રણજીના ઈતિહાસમાં પહેલીવાર એક ઈનિંગમાં 10...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આતંકવાદ પર મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે એક સમય એવો હતો જ્યારે પાડોશી દેશના આતંકવાદીઓની...
પીએમ નરેન્દ્ર મોદી ત્રણ દેશોની પાંચ દિવસીય મુલાકાતે રવાના થયા છે. 16 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી પીએમ મોદી ત્રણ દેશોની મુલાકાતે જશે....
યુપીના અયોધ્યામાં રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ અહીં સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. આ અંગે રામનગરીની સુરક્ષા સઘન કરવામાં...
નવી દિલ્હીઃ શુક્રવારે મણિપુર-આસામ બોર્ડર (Manipur Aasam Border) પાસે ત્રણ મહિલાઓના મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. થોડા દિવસ પહેલા જ...
સામૂહિક હડતાલ પર ઉતરી કાયમી કરવા,બોનસ તેમજ દિવાળી વેકેશનનો પગાર આપવા માંગ : આગામી દિવસોમાં નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની...
સુરત: આગામી 20 નવેમ્બરને બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે મતદાન જાગૃતિ માટે સુરતનાં વેપારીની અનોખી ઓફર સાથે પોતાનો...
સુરત : રવિવારે અડાજણ એલપી સવાણી રોડ ખાતે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલના હસ્તે નિર્મલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ હોસ્પિટલ...
નવી દિલ્હીઃ અમેરિકાના દિગ્ગજ બોક્સર માઈક ટાયસન લગભગ 20 વર્ષ બાદ પ્રોફેશનલ બોક્સિંગમાં પરત ફર્યા છે. જો કે, ટાયસનની વાપસી યાદગાર રહી...
ઝાંસીઃ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં મેડિકલ કોલેજના ચાઈલ્ડ વોર્ડમાં શુક્રવારે મોડી રાત્રે લાગેલી આગમાં 10 બાળકોના કરુણ મોત થયા હતા. આ દરમિયાન 16...
મુંબઈઃ બિગ બોસ 18ના આગામી એપિસોડમાં સલમાન ખાન અશ્નીર ગ્રોવરની એન્ટ્રી થઈ છે. શોનો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં સલમાન ખાન...
રાજ્યમાં આગામી તા.26, 27 અને 28 ડિસેમ્બરે વરસાદની આગાહી
ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે
(પ્રતિનિધિ) વડોદરા તા. 23
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે હજી પણ આગામી 48 કલાક બાદ લઘુત્તમ તથા મહત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ હવામાન વિભાગની વ્યક્ત કરી છે. આગામી 48 કલાક બાદ રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 2થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે.
ઉપરાંત આગામી એક સપ્તાહ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં ઘણા બદલાવ આવી શકે છે. આગામી 26, 27 અને 28 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ,ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તથા સમગ્ર સપ્તાહ દરમિયાન રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની પણ સંભાવના છે. ત્યારે રવિવારે તથા સોમવારે શહેર જિલ્લામાં સવારે તથા સાંજથી રાત સુધી ગાઢ ધુમ્મસ છવાતા હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો.
દેશભરમાં ગુજરાતને અન્ય રાજ્યની સરખામણીમાં સૌથી લાંબો દરિયાકાંઠો મળ્યોછે. ગુજરાતની પશ્ચિમ બાજુ અરબસાગર આવેલો છે, જ્યાંથી મોટા પ્રમાણમાં ભેજ ગુજરાત તરફ આવી રહ્યા છે જેને કારણે વાતાવરણના ઉપરીસ્તરમાં વાદળો બંધાયા છે, જેથી રાજ્યમાં રવિવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે તથા હજી આ વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. આ ઉપરાંત હાલમાં ગુજરાત ઉપર પૂર્વ તથા દક્ષિણ પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે, જેથી એક તરફ અરબસાગરથી આવતો ભેજ અને બીજી તરફ પૂર્વક તથા દક્ષિણ પૂર્વ દિશા તરફથી આવતા પવનોને કારણે રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. આ વિવિધ સિસ્ટમ સક્રિય બનવાને કારણે ભરશિયાળે રાજ્યમાં વરસાદ વરસી શકે છે. હાલમાં વાતાવરણ જે પ્રકારે પલટાયુ છે, તેનાથી અરબસાગરના ભેજ ગુજરાતમાં આવી રહ્યા છે, જેને કારણે તાપમાનમાં વધારો થયો છે. હાલ ગુજરાતવાસીઓને ઠંડીમાંથી રાહત મળી છે અને હજુ પણ આગામી એક સપ્તાહ દરમિયાન વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતાઓ છે. એટલે કે, ડિસેમ્બર મહિનામાં હાડ થીજાવતી ઠંડી બાદ હવે વરસાદનું અનુભવ ગુજરાતવાસીઓ કરશે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર, ગુજરાત પર હાલમાં વિવિધ સિસ્ટમ અસર કરવાની છે, જેને કારણે તેના વાતાવરણમાં પલટો આવ્યો છે. અરબ સાગરમાં ટ્રફની રચના થઈ છે. આ ઉપરાંત દક્ષિણ રાજસ્થાન ઉપર એક ઇન્ક્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે જે ગુજરાતની આસપાસ અસર કરનાર છે તે તમામ સિસ્ટમને કારણે ગુજરાતમાં વાદળછાય વાતાવરણની સાથે વરસાદની સંભાવના છે. ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે.અરબસાગર પરથી આવતા ભેજને કારણે ગુજરાતના તાપમાનમાં વધારો નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં આવેલા વડોદરા જિલ્લામાં ફક્ત 24જ કલાકમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન વડોદરા શહેરનુ
લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત અન્ય ત્રણ મહાનગરમાં પણ લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે જ્યારે સોમવારે શહેર નું લઘુત્તમ તાપમાન 19.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આ ઉપરાંત હજુ પણ આગામી 48 કલાક દરમિયાન ધીમે ધીમે લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાશે. ત્યારબાદના પાંચ દિવસ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધાશે. એટલે કે, ઠંડીમાંથી રાહત મળશે. સોમવારે વહેલી સવારથી જ શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.રસ્તા ઉપર ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઓછી જોવા મળી હતી.વાહનચાલકોએ પણ ધુમ્મસના કારણે થોડી મુશ્કેલી અનુભવી હતી. વહેલી સવારથી લઈને આખા દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. સાથેસાથે તાપમાનનો પારો પણ સતત ગગડયો હતો. સતત ઠંડી હોવાને કારણે લોકો સ્વેટર પહેરીને જ ઘરની બહાર નીકળવાનું મુનાશીબ માન્યું હતું.