યુપીના ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના નિયોનેટલ વોર્ડમાં રાત્રે લગભગ 10 વાગ્યે આગ લાગી હતી. આગ લાગી ત્યારે વોર્ડમાં 54 જેટલા બાળકો...
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બને ત્યારે રિપબ્લિકન સભ્યો રૂબીઓ સેક્રેટરી ઑફ સ્ટેટ એટલે કે વિદેશમંત્રી અને વૉલ્શ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બને તો ‘શે૨ના...
નવેમ્બર 1904માં, મોહનદાસ કરમચંદ ગાંધીએ દક્ષિણ આફ્રિકાના ડરબન બંદરથી ચૌદ માઈલ દૂર એક વિશાળ ફાર્મ ખરીદ્યું. આ ખરીદી પહેલાં, ગાંધીએ તેમનું આખું...
માલદીવ્સમાં એક મહિલાને પૂછ્યુ કે કયા દેશના છો ? જવાબ મળ્યો પાકિસ્તાન. ભાષા, ઉચ્ચાર અને રંગ જોઈ પૂછયુ, પંજાબ ? જવાબ ‘હા’...
નાના બાળકો સૌને પ્રિય હોય. એમની નિર્દોષતા સહુને આનંદિત કરતી રહે છે. ખાસ કરીને માતા પિતા તથા દાદા દાદીને અત્યંત પ્રિય હોય...
શહેરના પૂર્વ કાઉન્સિલર રમેશ પરમાર (રાજા)ના પૂત્ર પર મહેતાપોળના નાકે માથાભારે બાબર પઠાણ દ્વારા ઘાતકી હૂમલો કરી હત્યા કરી દેવાતા ચકચાર મચી...
તાજેતરમાં જ યોગેશભાઇ જોષીએ લખ્યુ કે લોકોએ સારા નેતાઓને ચૂંટવા જોઇએ. એમની વાત સાચી અને વિચારવા જેવી છે પરંતુ આજકાલના રાજકારણમાં લોકોએ...
આયુષ્યમાન યોજના અંતર્ગત કરોડો રૂપિયાનો લાભ લેવા દર્દીઓને ખોટા ઓપરેશન કરવાના મામલે ખ્યાતિ હોસ્પિટલનું કૌભાંડ બહાર આવ્યું. જો કે, એવું કહેવાય છે...
પોલીસ કાયદા IPC મુજબ ટુ વ્હીલર પર માત્ર બેજ વ્યક્તિ બેસી શકે પણ મોટા શહેરોમાં બેથી વધુ વ્યક્તિ બેસે છે, વળી મેટ્રો...
હજુ સુધી માનવીમાં રહેલી ગરીબી, જ્ઞાતિભેદ, કોમવાદ, બાબતે માનવીમાં રહેલી માનસિકતા નાબુદ થઈ નથી ત્યા તો નવી માનસિકતાનો ઉમેરો થતો જ જાય...
સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના સિનિયર ડોક્ટરોએ જુનિયર ડોક્ટરોને લોબીમાં સતત દોડતા રહેવાની સજા ફટકારી હતી. સિનિયર અને જુનિયર ડોક્ટર્સ વચ્ચે ઘણી વખત...
કોર્પોરેશનના કર્મચારી પત્ની સાથે નોકરી પર જતા ત્યારે અકસ્માત, પત્નીનું સારવાર દરમિયાન મોત પ્રતિનિધિ વડોદરા તા.17 શહેરના પ્રતાપનગર બ્રિજ પાસેથી કોર્પોરેશના કર્મચારી...
કન્ઝ્યુમર એક્ટિવિસ્ટે આપઘાત કર્યો હતો ત્યારથી કોમલના સંપર્કમાં હોવાની ચર્ચા, આંકલાવ સુધી કોમલ તેમને મુકવા માટે પણ પ્રેમી ગયો હોય તેવી આશંકા...
, આગની ઘટના બને તો રાજકોટવાળી ઘટના થવાની ભીતિ અવાજ ઉઠાવતા સંચાલકોની થાય તે કરી લો એવી મુલાકાતીને ધમકી : ફેશન મંત્રા...
ભરૂચ: ગણેશ સુગરના માજી ડીરેક્ટરની અલ્ટો કારે, ભરૂચથી પસાર થતાં સુપર એક્સપ્રેસ હાઈવેનાં દર્શન સુદ્ધાં કર્યા નથી, કાર ઘર આંગણામાં પાર્ક હતી,...
દંપતી પશ્ચિમ બંગાળથી ટ્રેનમાં બેસી જલંધર દીકરીને મળવા માટે જતું હતું પ્રતિનિધિ વડોદરા તા.17 પશ્ચિમ બંગાળથી જલંધર ખાતે રહેતા પુત્રને મળવા માટે...
ગાંધીનગર : પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના જેસડા ગામના વિદ્યાર્થીનું મોત થતા ચકચાર મચી જવા પામી...
વુડાના ગુલાબી મકાનોમાં ગુંડાઓ નો લાલ પાણીનો અડ્ડો શહેરના અટલાદરા વિસ્તાર ખિસકોલી સર્કલ પાસે કલાલીમાં વુડાના 2200 જેટલાં મકાનો સાત વર્ષ પેહલા...
વડોદરા શહેરના કલાલી રોડ પર સિમેન્ટ કોંક્રિટ મિક્સ મટીરીયલ રોડ પર ફેંકતા સ્થાનિક રહીશોએ ભારે હોબાળો મચાવ્યો હતો. વડોદરા શહેરના તમામ રોડ...
સમા વિસ્તારમાં રહેતા પતિ વિરુદ્ધ પત્નીએ જ બળાત્કારની ફરિયાદ નોંધાવી .. પ્રતિનિધિ વડોદરા તા.17 વડોદરાના સમા વિસ્તારમાં યુવતીને પ્રેમ લગ્ન કરવો ભારે...
મણિપુરમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં હિંસાને જોતા NPPએ ભાજપની આગેવાની હેઠળની સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધું છે. પરંતુ રાજ્યમાં હજુ...
આપણી વિધાનસભામાં સભ્યો કેમ ઓછા થયા તેની તપાસ થવી જોઈએ, યોગેશ પટેલને ડૉ. વિજય શાહનો ટોણો વડોદરા ભાજપમાં સદસ્યતા મામલે માંજલપુરના ધારાસભ્ય...
વડાપ્રધાન મોદી તેમની ત્રણ દેશોની મુલાકાતના પ્રથમ તબક્કાના ભાગરૂપે રવિવારે નાઈજીરિયા પહોંચ્યા હતા. 17 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારતના વડાપ્રધાન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2002ની ગોધરા ઘટના પર બનેલી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ના વખાણ કર્યા છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં...
– વ્રજધામ સંકુલ માંજલપુર ખાતે મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાવિકજનોએ પૂજ્ય વ્રજરાજકુમારજીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી– પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની પરંપરા અનુસાર માર્કંડેય પૂજન...
દાહોદ: દાહોદ શહેર તેમજ આસપાસના ગામોમાં નકલી એનએ હુકમથી જમીન બિનખેતી કરવાના પ્રકરણમાં બાકી બચેલા સર્વે નંબરોની તપાસ ચાલી રહી હોવાથી તોફાન...
નાણાં ન ચૂકવતાં આર્થિક રીતે ત્રસ્ત લેબર કોન્ટ્રાકટર દ્વારા બિલ નું ચુકવણી ના કરે તો ટૂંક સમયમાં પોલીસ મથકે આત્મવિલોપન કરશે તેવી...
આણંદ નગરપાલિકાના ભાજપના નગરસેવકની કાળી કરતૂત છતી થઇ.. પરિણીતાનો પતિ આવી જતાં તેને રૂમમાં પુરી દેતાં કાઉન્સીલરે તેના મિત્રોને બોલાવી મારામારી કરી.....
દાહોદ: દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બનેલા બે બનાવોમાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજતાં પરિવારજનોમાં...
દાહોદ: દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં કાપડી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં પોલીસે બાતમીના આધારે ઓચિંતી તપાસ હાથ ધરતાં રહેણાંક મકાનમાંથી પોલીસે ગૌમાંસનો...
રાજ્યમાં આગામી તા.26, 27 અને 28 ડિસેમ્બરે વરસાદની આગાહી
ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે
(પ્રતિનિધિ) વડોદરા તા. 23
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે હજી પણ આગામી 48 કલાક બાદ લઘુત્તમ તથા મહત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ હવામાન વિભાગની વ્યક્ત કરી છે. આગામી 48 કલાક બાદ રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 2થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે.
ઉપરાંત આગામી એક સપ્તાહ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં ઘણા બદલાવ આવી શકે છે. આગામી 26, 27 અને 28 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ,ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તથા સમગ્ર સપ્તાહ દરમિયાન રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની પણ સંભાવના છે. ત્યારે રવિવારે તથા સોમવારે શહેર જિલ્લામાં સવારે તથા સાંજથી રાત સુધી ગાઢ ધુમ્મસ છવાતા હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો.
દેશભરમાં ગુજરાતને અન્ય રાજ્યની સરખામણીમાં સૌથી લાંબો દરિયાકાંઠો મળ્યોછે. ગુજરાતની પશ્ચિમ બાજુ અરબસાગર આવેલો છે, જ્યાંથી મોટા પ્રમાણમાં ભેજ ગુજરાત તરફ આવી રહ્યા છે જેને કારણે વાતાવરણના ઉપરીસ્તરમાં વાદળો બંધાયા છે, જેથી રાજ્યમાં રવિવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે તથા હજી આ વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. આ ઉપરાંત હાલમાં ગુજરાત ઉપર પૂર્વ તથા દક્ષિણ પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે, જેથી એક તરફ અરબસાગરથી આવતો ભેજ અને બીજી તરફ પૂર્વક તથા દક્ષિણ પૂર્વ દિશા તરફથી આવતા પવનોને કારણે રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. આ વિવિધ સિસ્ટમ સક્રિય બનવાને કારણે ભરશિયાળે રાજ્યમાં વરસાદ વરસી શકે છે. હાલમાં વાતાવરણ જે પ્રકારે પલટાયુ છે, તેનાથી અરબસાગરના ભેજ ગુજરાતમાં આવી રહ્યા છે, જેને કારણે તાપમાનમાં વધારો થયો છે. હાલ ગુજરાતવાસીઓને ઠંડીમાંથી રાહત મળી છે અને હજુ પણ આગામી એક સપ્તાહ દરમિયાન વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતાઓ છે. એટલે કે, ડિસેમ્બર મહિનામાં હાડ થીજાવતી ઠંડી બાદ હવે વરસાદનું અનુભવ ગુજરાતવાસીઓ કરશે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર, ગુજરાત પર હાલમાં વિવિધ સિસ્ટમ અસર કરવાની છે, જેને કારણે તેના વાતાવરણમાં પલટો આવ્યો છે. અરબ સાગરમાં ટ્રફની રચના થઈ છે. આ ઉપરાંત દક્ષિણ રાજસ્થાન ઉપર એક ઇન્ક્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે જે ગુજરાતની આસપાસ અસર કરનાર છે તે તમામ સિસ્ટમને કારણે ગુજરાતમાં વાદળછાય વાતાવરણની સાથે વરસાદની સંભાવના છે. ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે.અરબસાગર પરથી આવતા ભેજને કારણે ગુજરાતના તાપમાનમાં વધારો નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં આવેલા વડોદરા જિલ્લામાં ફક્ત 24જ કલાકમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન વડોદરા શહેરનુ
લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત અન્ય ત્રણ મહાનગરમાં પણ લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે જ્યારે સોમવારે શહેર નું લઘુત્તમ તાપમાન 19.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આ ઉપરાંત હજુ પણ આગામી 48 કલાક દરમિયાન ધીમે ધીમે લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાશે. ત્યારબાદના પાંચ દિવસ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધાશે. એટલે કે, ઠંડીમાંથી રાહત મળશે. સોમવારે વહેલી સવારથી જ શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.રસ્તા ઉપર ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઓછી જોવા મળી હતી.વાહનચાલકોએ પણ ધુમ્મસના કારણે થોડી મુશ્કેલી અનુભવી હતી. વહેલી સવારથી લઈને આખા દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. સાથેસાથે તાપમાનનો પારો પણ સતત ગગડયો હતો. સતત ઠંડી હોવાને કારણે લોકો સ્વેટર પહેરીને જ ઘરની બહાર નીકળવાનું મુનાશીબ માન્યું હતું.