ભાજપના પૂર્વ કાઉન્સિલર રમેશ રાજાના પુત્ર તપનની પોલીસની હાજરીમાં હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં શહેરના વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કેટલા તત્વો દ્વારા કરવામાં આવી...
સ્થાનિક ઉડ્ડયન ક્ષેત્રે રવિવારે નવો રેકોર્ડ નોંધાવ્યો છે. આ દિવસે, 5 લાખથી વધુ સ્થાનિક મુસાફરોએ ભારતીય એરલાઇન્સ દ્વારા મુસાફરી કરી હતી. આ...
શહેરના ચાર દરવાજા વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી ટ્રાફિકની સમસયા વિકટ બની હતી પાલિકાના દબાણ શાખા દ્વારા દુકાનો બહાર તથા ફૂટપાથ પરના દબાણો...
વલસાડ : સમગ્ર રાજ્યમાં સ્કૂલો શરૂ થઇ ગઇ છે. ત્યારે ગતવર્ષની સૂચનાને ભૂલી સ્કૂલ સંચાલકો દ્વારા વાલીઓને ચોક્કસ કલરનું સ્વેટર પહેરીને જ...
રોષે ભરાયેલા VHP ના વિષ્ણુ પ્રજાપતિ એ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ને પણ આપી સલાહ ગઈકાલે રાત્રે બંને કોમના લોકો વચ્ચે માથાકૂટ થઈ...
માત્ર એસ.ટી.એસ.સી નહીં તમામ વર્ગ અને સમાજનું કેવાયસી કરવામાં આવે.. વડોદરા કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્વયમ સૈનિક દળ દ્વારા વિવિધ પ્રશ્નોના નિરાકરણ...
પીડિતાને વિકટીમ કોમ્પનશેસન સ્કીમ હેઠળ 4 લાખની સહાય ચૂકવવાનો હુકમ(પ્રતિનિધિ) સાવલી તા.18સાવલી ની પૉક્સો કોર્ટ દ્વારા 2022 ની સાલમાં સગીરાને ભગાડી લઈ...
પત્નીની અનિચ્છા વિરુદ્ધ પતિ મોરબી ટાઇલ્સ ફેક્ટરીમાં કામ અર્થે લઇ જતો હતો ટ્રેન વડોદરા રેલવે સ્ટેશને ઉભી રહેતાં પરપ્રાંતીય મહિલા ટ્રેનમાંથી ઉતરીને...
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ હવે પોલીસ કસ્ટડીમાં છે. અમેરિકાની કેલિફોર્નિયા પોલીસે તેને પોતાની કસ્ટડીમાં લીધો છે. અમેરિકાના કેલિફોર્નિયામાં અનમોલ બિશ્નોઈ...
આજે સંકષ્ટ ચતુર્થી નિમિત્તે શહેરના રાવપુરા,ભાઉકાળેની ગલીમાં આવેલ શ્રી રિધ્ધિ સિધ્ધિ ગણેશજી મંદિર ખાતે ભક્તોએ દર્શન પૂજન કર્યા આજે વિક્રમ સવંત 2081ને...
વડોદરાની નવી જિલ્લા કલેકટર ખાતે કરચિયા ગ્રામજનોએ તેમના વર્ષો જુના પડતર પ્રશ્નો નિરાકરણ માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વડોદરાની...
વધતા પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં લાગુ GRAP નિયમો હેઠળ દિલ્હી સરકારે સરકારી કચેરીઓના સંચાલન માટે અલગ અલગ સમયની જાહેરાત કરી છે....
વડોદરા જિલ્લાના બીલ ગામ તેમજ મઢી વિસ્તારના રહીશોએ ઉભરાતી ગટર લાઈન મુદ્દે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું વડોદરા જિલ્લાના રામજી મંદિર પાછળ મઢી...
સિક્યુરિટી અને વિજિલન્સ ઓફિસરનો પણ એન્ટીરેગિંગ સમિતિમાં સમાવેશ કરાયો : ( પ્રતિનિધિ )વડોદરા,તા.18 વડોદરા : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ માટે સલામત અને...
TRAI એ ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવાનો રસ્તો સાફ કરી દીધો છે. તાજેતરમાં, ટેલિકોમ રેગ્યુલેટરે ઉદ્યોગના હિતધારકોને સ્પેક્ટ્રમ ફાળવણી, કિંમત વગેરેની...
નવી દિલ્હીઃ લોરેન્સ બિશ્નોઈ ગેંગે ઉત્તરાખંડના હલ્દવાનીના રહેવાસી યુટ્યુબર સૌરભ જોશીને પત્ર મોકલીને 2 કરોડ રૂપિયાની રોકડની માંગણી કરી છે. પાંચ દિવસમાં...
સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ અંગે કેન્દ્ર સરકારનો જવાબ મંગાવ્યો છે. જસ્ટિસ અભય એસ ઓકા અને ઑગસ્ટિન જ્યોર્જ મસિહની બેન્ચે સોમવારે કેન્દ્ર...
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ અને શ્રીલંકા સામેની વનડે સીરીઝ હાર્યા...
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી વચ્ચે શિવસેના પ્રમુખ અને મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે હું મહારાષ્ટ્રના સીએમ પદની...
નજફગઢના ધારાસભ્ય કૈલાશ ગેહલોત સોમવારે ભાજપમાં જોડાયા છે. કૈલાશ ગેહલોતને કેન્દ્રીય મંત્રી મનોહર લાલ દ્વારા બીજેપી હેડક્વાર્ટરમાં સભ્યપદ આપવામાં આવ્યું છે. આ...
આગામી ફેબ્રુઆરીથી માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા લેવાશે,4 મે ના રોજ ધો.1 થી લઇ ધો.11નું બીજું સત્ર પૂરું થશે : ( પ્રતિનિધિ )વડોદરા,તા.18...
બોડેલી ખાતે આરોગ્ય વિભાગના સર્વ રોગ નિદાન કેમ્પમાં પાંખી હાજરી.. તાલુકા કક્ષાના ની:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પમાં પાંખી હાજરીની નોંધ કેમ્પમાં હાજર...
સુરતઃ ડિગ્રી વિનાના નકલી ડોક્ટરો ક્લિનીક શરૂ કરતા હોવાનું તો સાંભળવા જોવા મળ્યું છે પરંતુ સુરતમાં તો નકલી ડોક્ટરોએ એક કદમ આગળ...
સુરત : ગઇ તારીખ 16મીના બપોરના પાલ ગૌરવ પથ સર્કલ પર સિગ્નલ ચાલુ થતા સાઇકલ પર સવાર વિદ્યાર્થીને પુરપાટ ઝડપે દોડતા ડમ્પરના...
નવી દિલ્હીઃ લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે, જેમાં ઘણા લોકો વોટ્સએપ પર લગ્નના ઈન્વિટેશન કાર્ડ મોકલે છે. શું તમે જાણો છો...
પિતાનો જ્યાં સુધી આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી PM અને મૃતદેહ નહીં સ્વિકારવા કર્યો ઈન્કાર જુગારધામ ચલાવનાર નરેશ રાણા પર કોના હાથ...
માણસને બબ્બે વાર ઇન્પીંચ કરવામાં આવ્યો હોય, જે માણસ અદાલતમાં ગુનેગાર સાબિત થઈ ચુક્યો હોય (અમેરિકન અદાલત 17મી સપ્ટેમ્બરે સજા સંભળાવવાની હતી,...
મણિપુરઃ મણિપુરના જીરીબામ જિલ્લામાં રવિવારે એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. મૃતકની ઓળખ કે અથોબા નામના 20...
એર ઇન્ડિયા અને વિસ્તારાનું મર્જર થયાને અઠવાડિયું થયું છે. તાતા સન્સે એર ઇન્ડિયા કેરિયરને ખરીદ્યાના ત્રણ વર્ષ જાન્યુઆરીમાં થશે અને તેની પહેલાં...
સુરતથી ભાવનગર મુસાફરો ભરેલી બસ જઈ રહી હતી : ડમ્પર નો ઓવરટેક કરી ઇકો કારના ચાલકે લક્ઝરી બસ ઉપર ગાડી નાખતા અકસ્માત...
રાજ્યમાં આગામી તા.26, 27 અને 28 ડિસેમ્બરે વરસાદની આગાહી
ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે
(પ્રતિનિધિ) વડોદરા તા. 23
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે હજી પણ આગામી 48 કલાક બાદ લઘુત્તમ તથા મહત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ હવામાન વિભાગની વ્યક્ત કરી છે. આગામી 48 કલાક બાદ રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 2થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે.
ઉપરાંત આગામી એક સપ્તાહ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં ઘણા બદલાવ આવી શકે છે. આગામી 26, 27 અને 28 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ,ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તથા સમગ્ર સપ્તાહ દરમિયાન રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની પણ સંભાવના છે. ત્યારે રવિવારે તથા સોમવારે શહેર જિલ્લામાં સવારે તથા સાંજથી રાત સુધી ગાઢ ધુમ્મસ છવાતા હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો.
દેશભરમાં ગુજરાતને અન્ય રાજ્યની સરખામણીમાં સૌથી લાંબો દરિયાકાંઠો મળ્યોછે. ગુજરાતની પશ્ચિમ બાજુ અરબસાગર આવેલો છે, જ્યાંથી મોટા પ્રમાણમાં ભેજ ગુજરાત તરફ આવી રહ્યા છે જેને કારણે વાતાવરણના ઉપરીસ્તરમાં વાદળો બંધાયા છે, જેથી રાજ્યમાં રવિવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે તથા હજી આ વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. આ ઉપરાંત હાલમાં ગુજરાત ઉપર પૂર્વ તથા દક્ષિણ પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે, જેથી એક તરફ અરબસાગરથી આવતો ભેજ અને બીજી તરફ પૂર્વક તથા દક્ષિણ પૂર્વ દિશા તરફથી આવતા પવનોને કારણે રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. આ વિવિધ સિસ્ટમ સક્રિય બનવાને કારણે ભરશિયાળે રાજ્યમાં વરસાદ વરસી શકે છે. હાલમાં વાતાવરણ જે પ્રકારે પલટાયુ છે, તેનાથી અરબસાગરના ભેજ ગુજરાતમાં આવી રહ્યા છે, જેને કારણે તાપમાનમાં વધારો થયો છે. હાલ ગુજરાતવાસીઓને ઠંડીમાંથી રાહત મળી છે અને હજુ પણ આગામી એક સપ્તાહ દરમિયાન વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતાઓ છે. એટલે કે, ડિસેમ્બર મહિનામાં હાડ થીજાવતી ઠંડી બાદ હવે વરસાદનું અનુભવ ગુજરાતવાસીઓ કરશે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર, ગુજરાત પર હાલમાં વિવિધ સિસ્ટમ અસર કરવાની છે, જેને કારણે તેના વાતાવરણમાં પલટો આવ્યો છે. અરબ સાગરમાં ટ્રફની રચના થઈ છે. આ ઉપરાંત દક્ષિણ રાજસ્થાન ઉપર એક ઇન્ક્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે જે ગુજરાતની આસપાસ અસર કરનાર છે તે તમામ સિસ્ટમને કારણે ગુજરાતમાં વાદળછાય વાતાવરણની સાથે વરસાદની સંભાવના છે. ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે.અરબસાગર પરથી આવતા ભેજને કારણે ગુજરાતના તાપમાનમાં વધારો નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં આવેલા વડોદરા જિલ્લામાં ફક્ત 24જ કલાકમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન વડોદરા શહેરનુ
લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત અન્ય ત્રણ મહાનગરમાં પણ લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે જ્યારે સોમવારે શહેર નું લઘુત્તમ તાપમાન 19.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આ ઉપરાંત હજુ પણ આગામી 48 કલાક દરમિયાન ધીમે ધીમે લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાશે. ત્યારબાદના પાંચ દિવસ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધાશે. એટલે કે, ઠંડીમાંથી રાહત મળશે. સોમવારે વહેલી સવારથી જ શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.રસ્તા ઉપર ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઓછી જોવા મળી હતી.વાહનચાલકોએ પણ ધુમ્મસના કારણે થોડી મુશ્કેલી અનુભવી હતી. વહેલી સવારથી લઈને આખા દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. સાથેસાથે તાપમાનનો પારો પણ સતત ગગડયો હતો. સતત ઠંડી હોવાને કારણે લોકો સ્વેટર પહેરીને જ ઘરની બહાર નીકળવાનું મુનાશીબ માન્યું હતું.