મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા સોમવારે પાલઘરમાં ભારે હંગામો થયો હતો. બહુજન વિકાસ આઘાડીએ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર...
પાલિકાની દબાણ શાખાએ નાગરવાડા- મચ્છીપીઠના રસ્તા પરના દબાણોનો સફાયો કર્યો, તાંદલજામાં પણ કાર્યવાહી. વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાએ છેલ્લા ઘણા દિવસથી દબાણો...
બંધ ઘરમાંથી મહિલાની ડિકંમ્પોઝ હાલતમાં લાશ મળી હતી FSLઅને પોસ્મોર્ટમ રિપોર્ટ બાકી વાઘોડિયા આસોજ ગામમાં એક વર્ષથી ભાડાના મકાનમાંથી પાંચ દિવસ પૂર્વે...
દેશમાં ઠંડી અને ધુમ્મસની અસર સતત વધી રહી છે. હવામાન વિભાગે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, દિલ્હી, હરિયાણા અને બિહારમાં એક-બે...
મણીપુરમાં ચાલી રહેલ હિંસા ને પગલે વડોદરા યુથ કોંગ્રેસ અને મણિપુરી વિદ્યાર્થીઓ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો ભારતના ઉત્તરપૂર્વીય રાજ્ય...
ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તથા વકીલ હર્ષદ પરમારનો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પત્ર લખી માથાભારે તત્વો સામે વકીલ ન રોકવા રજૂઆત...
ભરૂચ: જંબુસર-આમોદ રોડ પર સોમવારે મધરાત્રે ઈકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 6 જણાનાં ઘટનાસ્થળે અને વધુ 1 મહિલાનું સારવાર...
તપન પરમારના ચકચારી હત્યા કેસમાં આજે પોલીસે આરોપીઓનાં રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.. કોર્ટ સંકુલમાં સખત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓને...
મણિપુરમાં તાજેતરની હિંસા બાદ સ્થિતિ ઝડપથી બગડી રહી છે. માત્ર વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ જ નહીં પરંતુ ત્યાંના અનેક નાગરિક સંગઠનોએ પણ...
( પ્રતિનિધિ )વડોદરા,તા.19 વડોદરા શહેરના પાંચ પોલીસમાં સ્ટેશનોમાં પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા કરોડો રૂપિયાના વિદેશી શરાબના જથ્થાનો મંગળવારે વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં...
સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમા ઓન્કોલોજી સારવારને આયુષ્યમાન કાર્ડથી ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરાઈ, ડોક્યુમેન્ટ ક્ષતિના કારણે કાર્યવાહી કરવામાં આવી : ( પ્રતિનિધિ )વડોદરા,તા.19...
બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોમાં સોમવારે G20 સમિટના પ્રથમ દિવસે PM નરેન્દ્ર મોદીએ વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. મોદીએ ફ્રાન્સના...
સોમવારે મોડી રાત્રે પ્રયાગરાજ રેલવે સ્ટેશન, અલ્હાબાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ...
મધ્યપ્રદેશ સરકારે મોટો નિર્ણય લેતા ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ને ટેક્સ ફ્રી કરી દીધી છે. મંગળવારે સીએમ ડૉ. મોહન યાદવે AUAP દ્વારા આયોજિત...
વડોદરા તા. 19ડભોઇ રોડ પર રહેતા ડિઝાઇનર એન્જિનિયરિંગ પોતાની કાર ઓનલાઇન મૂકી હતી. દરમિયાન એક શખ્સ બોગસ આધારકાર્ડ લાઇસન્સ મૂકીને કાર સેલ્ફ...
મુંબઈઃ ટીવીના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવા અહેવાલો છે કે સિરિયલમાં મુખ્ય...
વડોદરા શહેરના સામા લિંક રોડ પર પંચામૃત રેસીડેન્સી રહીશો અને બિલ્ડર વચ્ચે મેન્ટેનન્સને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદ હવે...
મુંબઈઃ મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર નાણાં (કેશ ફોર વોટ)ની વહેંચણીના ગંભીર...
બીલ ગામ પાસે આવેલ વિરાટ હાર્મોનીમાંથી વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા અજગરનું રેસ્ક્યુ કરાયું અજગરને વનવિભાગને સુપરત કરવામાં આવ્યો : ( પ્રતિનિધિ...
અન્સારી મહોલ્લામાં 1200 લોકો વચ્ચે 1 જ ટેન્કર અપાય છે, પાણીની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા માગ શહેરમાં ગંદા અને ઓછા પ્રેશરથી...
વડોદરા મહાનગરપાલિકાનો કરોડોના કામોનો ગજબ વિકાસ તાંદલજા નાગરવાડા વોર્ડ નંબર 13માં પાણી સમસ્યા યથાવત તો બીજી તરફ બરોડા ડેરી સર્કલ પાસે પાણીના...
વલસાડઃ સતત ત્રીજા દિવસે આજે મંગળવારે ગુજરાતની ધરા ભૂકંપથી ધ્રુજી છે. પાટણ, કચ્છ બાદ આજે દક્ષિણ ગુજરાતના વલસાડમાં ધરતીકંપના આચંકા અનુભવાયા છે....
વડોદરા 19કારેલીબાગ નાગરવાડામાં હત્યાની કોશીશ તથા એસએસજી હોસ્પીટલ ખાતે પૂર્વ કોર્પોરેટર ના પુત્રની હત્યાના ગુનામાં વધુ વોન્ટેડ પૈકી બે આરોપીઓનેએસઓજી પોલીસની ટીમે...
વડોદરા તારીખ 19 માથાભારે બાબર ખાન પઠાણ દ્વારા એસએસજી હોસ્પિટલમાં પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્રને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. ત્યારે પોલીસની હાજરીમાં...
અત્યાધુનિક તાલીમ, સંશોધન અને સગવડો પુરી પાડવામાં યુ.એસ ની યુનિવર્સિટીઓ અવ્વલ છે અને યુનાઇટેડ સ્ટેટ્સમાં અભ્યાસ કારકિર્દીની સફળતાનું સ્પ્રિંગબોર્ડ બની શકે છે....
અમદાવાદઃ મેડિકલ કેમ્પમાં ચેકઅપ માટે આવેલા દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરી દઈ મોતને ઘાટ ઉતારનાર અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ચકચારી કાંડ બાદ રાજ્યનું આરોગ્ય વિભાગ...
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાના ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર ગાઢ ધુમ્મસને કારણે મંગળવારે સવારે એક માર્ગ અકસ્માત થયો હતો. આ...
નવી દિલ્હીઃ બ્રિટન ટૂંક સમયમાં વિજય માલ્યા અને નીરવ મોદી જેવા ભાગેડુઓ સામે કાર્યવાહી કરી શકે છે. કારણ કે પીએમ મોદીએ બ્રિટિશ...
વડોદરા તા. 19 એસએસજી હોસ્પિટલમાં તાજેતરમાં જ પોલીસની બેદરકારીના કારણે એક યુવકનું મર્ડર થયું હતું. જેમાં બેદરકાર બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા...
બરોડા ડેરી સામે આવેલા એક કોમ્પ્લેક્સની બહાર માર્ગ પર પાણીની લાઈન લીકેજ થઈ : હજારો લીટર પાણીનો થયો વેડફાટ : ( પ્રતિનિધિ...
રાજ્યમાં આગામી તા.26, 27 અને 28 ડિસેમ્બરે વરસાદની આગાહી
ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે
(પ્રતિનિધિ) વડોદરા તા. 23
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે હજી પણ આગામી 48 કલાક બાદ લઘુત્તમ તથા મહત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ હવામાન વિભાગની વ્યક્ત કરી છે. આગામી 48 કલાક બાદ રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 2થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે.
ઉપરાંત આગામી એક સપ્તાહ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં ઘણા બદલાવ આવી શકે છે. આગામી 26, 27 અને 28 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ,ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તથા સમગ્ર સપ્તાહ દરમિયાન રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની પણ સંભાવના છે. ત્યારે રવિવારે તથા સોમવારે શહેર જિલ્લામાં સવારે તથા સાંજથી રાત સુધી ગાઢ ધુમ્મસ છવાતા હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો.
દેશભરમાં ગુજરાતને અન્ય રાજ્યની સરખામણીમાં સૌથી લાંબો દરિયાકાંઠો મળ્યોછે. ગુજરાતની પશ્ચિમ બાજુ અરબસાગર આવેલો છે, જ્યાંથી મોટા પ્રમાણમાં ભેજ ગુજરાત તરફ આવી રહ્યા છે જેને કારણે વાતાવરણના ઉપરીસ્તરમાં વાદળો બંધાયા છે, જેથી રાજ્યમાં રવિવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે તથા હજી આ વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. આ ઉપરાંત હાલમાં ગુજરાત ઉપર પૂર્વ તથા દક્ષિણ પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે, જેથી એક તરફ અરબસાગરથી આવતો ભેજ અને બીજી તરફ પૂર્વક તથા દક્ષિણ પૂર્વ દિશા તરફથી આવતા પવનોને કારણે રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. આ વિવિધ સિસ્ટમ સક્રિય બનવાને કારણે ભરશિયાળે રાજ્યમાં વરસાદ વરસી શકે છે. હાલમાં વાતાવરણ જે પ્રકારે પલટાયુ છે, તેનાથી અરબસાગરના ભેજ ગુજરાતમાં આવી રહ્યા છે, જેને કારણે તાપમાનમાં વધારો થયો છે. હાલ ગુજરાતવાસીઓને ઠંડીમાંથી રાહત મળી છે અને હજુ પણ આગામી એક સપ્તાહ દરમિયાન વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતાઓ છે. એટલે કે, ડિસેમ્બર મહિનામાં હાડ થીજાવતી ઠંડી બાદ હવે વરસાદનું અનુભવ ગુજરાતવાસીઓ કરશે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર, ગુજરાત પર હાલમાં વિવિધ સિસ્ટમ અસર કરવાની છે, જેને કારણે તેના વાતાવરણમાં પલટો આવ્યો છે. અરબ સાગરમાં ટ્રફની રચના થઈ છે. આ ઉપરાંત દક્ષિણ રાજસ્થાન ઉપર એક ઇન્ક્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે જે ગુજરાતની આસપાસ અસર કરનાર છે તે તમામ સિસ્ટમને કારણે ગુજરાતમાં વાદળછાય વાતાવરણની સાથે વરસાદની સંભાવના છે. ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે.અરબસાગર પરથી આવતા ભેજને કારણે ગુજરાતના તાપમાનમાં વધારો નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં આવેલા વડોદરા જિલ્લામાં ફક્ત 24જ કલાકમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન વડોદરા શહેરનુ
લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત અન્ય ત્રણ મહાનગરમાં પણ લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે જ્યારે સોમવારે શહેર નું લઘુત્તમ તાપમાન 19.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આ ઉપરાંત હજુ પણ આગામી 48 કલાક દરમિયાન ધીમે ધીમે લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાશે. ત્યારબાદના પાંચ દિવસ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધાશે. એટલે કે, ઠંડીમાંથી રાહત મળશે. સોમવારે વહેલી સવારથી જ શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.રસ્તા ઉપર ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઓછી જોવા મળી હતી.વાહનચાલકોએ પણ ધુમ્મસના કારણે થોડી મુશ્કેલી અનુભવી હતી. વહેલી સવારથી લઈને આખા દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. સાથેસાથે તાપમાનનો પારો પણ સતત ગગડયો હતો. સતત ઠંડી હોવાને કારણે લોકો સ્વેટર પહેરીને જ ઘરની બહાર નીકળવાનું મુનાશીબ માન્યું હતું.