Latest News

More Posts

વડોદરા તા.23
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા યુવકની પત્નીના કોઈ અન્ય યુવક સાથે મારા સંબંધ હતા. દરમિયાન પત્નીએ પોતાનો પતિ અડખોલી રૂપ બનતો હોય તેને રસ્તામાંથી હટાવવાનો પ્લાન ઘડ્યો હતો. દરમિયાન પત્નીએ રાત્રિના સમયે ઘેનની ગોળી આપ્યા બાદ મોદી રાત્રિના સમયે મુંબઈથી બે શખ્સોને બોલાવ્યા હતા. તેઓએ માહોલના પતિનું ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ પત્નીએ તેમના પતિનું મોત છાતીમાં દુખાવાના કારણે થયું હોવાની વાર્તા બનાવી હતી. જેથી પરિવારે મૃતદેહની દફનવિધિ કરી નાખી હતી. પરંતુ મૃતકની પત્નીના મોઢા પર કોઈ શોક નહીં દેખાતા તથા અને કોઈ સાથે સતત ફોન પર વાતો કરતી હતી. જેથી મૃતકના ભાઈને શંકા ગઈ હતી, તેથી મૃતકના ભાઈએ તેણીને ચાલાકી પૂર્વક કહ્યું કે તારા સાથીદારો પકડાઈ ગયા છે તને પણ પોલીસે પકડી લેશે તેવું જણાવતા તેણી ગભરાઈ ગઈ હતી અને વટાણા વેરી નાંખ્યા હતા, જેથી તેણીએ ગભરાઈને કહ્યું કે મેં પહેલા ઘેનની ગોળી મારા પતિને આપી હતી ત્યારબાદ મુંબઈના બે શખ્સોએ તેમનું ગળું દબાવીને હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. લાશને પીએમ માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ચોક પાસે રહેતા ઈર્શાદ અબ્દુલ કરીમ બંજારાનું કુટુંબ 18 નવેમ્બરના રોજ રાત્રિના સમયે મોત થતા સમગ્ર પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો હતો. 30 વર્ષીય યુવકના મોતના પગલે હસતા-રમતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારજનોને શરૂઆતમાં ઈર્શાદ બનજારાનું મૃત્યુ ખરેખર કુદરતી મોત થયું હોવાનું લાગ્યું હતું. જેનો પતિ મોતને ભેટ્યો હોય તેની પત્ની ઘણી દુઃખમાં હોવી જોઈએ પરંતુ મૃતક ઈર્શાદ બનઝારાની પત્નીના ચહેરા પર કોઈ પ્રકારની દુઃખની લાગણી કે શોક જોવા ન મળતા
મૃતકના ભાઈ સહિતના પરિવારજનોના ભાઈ સાથે કોઈ અજુગતું થયું હોવા સાથે પત્ની દ્વારા જ કોઈ કાંડ કર્યો હોવાનું આશંકા ગઈ હતી. જેથી મૃતક યુવકના પરિવારના સભ્યોએ જેપી પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા અને તેમના ભાઈ સાથે અણબનાવ બન્યો હોવાઈની શંકા વ્યક્ત કરી હતી તેમજ મૃતદેહ બહાર કાઢવાની મંજૂરી માગી હતી. જેથી પોલીસ અધિકારીએ તેમની માંગણીને ધ્યાનમાં લઈ મૃતદેહને કબરમાંથી બહાર કાઢવાનો નિર્ણય કર્યો હતો. પોલીસ. એફએસએલ અને પરિવારના સભ્યોની હાજરીમાં મૃતદેહને કબરમાંથી કાઢવામાં આવ્યો હતો. જેમાં એફએસએલની ટીમ દ્વારા કેટલા સેમ્પલ પણ ચકાસણી અર્થે કબ્જે કરાયા છે. જેપી રોડ પોલીસ દ્વારા મૃતદેહને બહાર કાઢીને ગોત્રી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

મૃતકના ઈર્શાદ બનજારાના ભાઈ ઈમ્તિયાઝ અબ્દુલ કરી બનજારાએ જણાવ્યું હતું કે, મૃતકની પત્નીના જણાવ્યા મુજબ 18 નવેમ્બરના રોજ રાત્રે મારા નાના ભાઈને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ તેઓએ પાણી પીધું હતું અને ચક્કર આવતા તેઓ પડી ગયો હતો. ત્યારબાદ તેની પત્નીએ તેને બેડ ઉપર સુવડાવી દીધા હતા. ત્યારબાદ વહેલી સવારે ત્રણ વાગે તેની પત્નીએ તેના પતિ ઈર્શાદ નું મૃત્યુ થયું હોવાની જાણ કરી હતી. જેથી સગા સંબંધીઓને બોલાવિને કુદરતી મોત થયું હોવાની ગણી તેની દફનવિધિ કરી નાખી હતી.પરંતુ મારા ભાઈના મૃત્યુ બાદ તેની પત્નીના ચહેરા પર કોઈ પણ પ્રકારનો દુઃખ કે શોકનો ભાવ દેખાતો નહોતો. તેને કોઈ ફરક જ પડ્યો નહોતો. ઉપરાંત સતત કોઈ યુવક સાથે ફોન પર વાત કર્યા કરતી હતી. જેથી અમને શંકા ગઈ હતી. જેથી અમે મારી ભાઈની પત્નીના મા-બાપને બોલાવ્યા હતા અને તેમની હાજરીમાં જ તેમની પૂછપરછ કરી હતી. જેમાં મૃતકની પત્નીએ તેના પતિની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. અમે તેના મોબાઇલ લઈને ડિટેલ પણ ચેક કરી હતી. ત્યારે તેણે મુંબઈના યુવક સાથે સતત વાત કરતી હતી અને તેને જ મુંબઈથી બે લોકોને બોલાવ્યા હતા. એ લોકો આવે તે પહેલા મેં મારા પતિને ઊંઘની ગોળી આપી દીધી હતી. ત્યારબાદ બંને જણાએ ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.
મૃતક યુવક ના ભાઈ સહિતના તેમના પરિવારજનો તેમજ સમાજના અગ્રણીઓ દ્વારા ભાઈની પત્ની અને બે લોકોએ મળીને મારા ભાઈની હત્યા કરી છે. અમને ન્યાય મળવો જોઈએ ,અને વિરોધી પત્ની સહિતના આરોપીઓને સજા એ મોત થવી જોઈએ તેવી માંગણી કરાઇ છે.

To Top