Latest News

More Posts

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ગુવાહાટીમાં ચાલી રહેલી બીજી ટેસ્ટમાં ત્રીજા દિવસના અંતે દક્ષિણ આફ્રિકાએ મજબૂત પકડ બનાવી લીધી છે. ભારતીય ટીમ પોતાની પ્રથમ ઇનિંગમાં ફક્ત 201 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જ્યારે ત્રીજા દિવસના અંતે આફ્રિકન ટીમ કુલ 314 રનની લીડ મેળવી ચૂકી છે.

ત્રીજા દિવસની શરૂઆતમાં ભારતને મોટી આશા હતી કે ટીમ પ્રથમ ઇનિંગમાં મોટો સ્કોર બનાવશે પરંતુ દક્ષિણ આફ્રિકાના બોલરો સામે ભારતીય બેટ્સમેનો ટકી શક્યા નહોતા. શરૂઆતથી જ વિકેટો પડી હતી. બેટ્સમેનો કોઈ મોટી ભાગીદારી કરી શક્યા નહીં. ટીમ માટે યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 58 રન બનાવ્યા પરંતુ અન્ય બેટ્સમેન ખાસ પ્રદર્શન કરી શક્યા નહીં. ભારતીય ટીમની પહેલી ઈનિંગ 201 રન પર સમેટાઈ ગઈ.

દક્ષિણ આફ્રિકાએ પોતાની પ્રથમ ઇનિંગમાં 489 રનનો મોટો સ્કોર કર્યો હતો. જેમાં સેનુરન મુથુસામીની 109 રનની શાનદાર સદી સામેલ હતી. ભારત માટે કુલદીપ યાદવે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.

ભારત ઓલઆઉટ થયા પછી દક્ષિણ આફ્રિકાએ પોતાની બીજી ઇનિંગની શરૂઆત મજબૂત રીતે કરી. ત્રીજા દિવસના અંત સુધી આફ્રિકાએ બીજી ઇનિંગમાં 26 રન વિના નુકસાન બનાવ્યા હતા. આ સાથે તેમની કુલ લીડ 314 રન થઈ ગઈ છે. જે ભારત માટે ચોથી ઇનિંગમાં મોટો પડકાર બની શકે છે.

મેચની હાલની સ્થિતિ મુજબ દક્ષિણ આફ્રિકા મજબૂત સ્થિતિમાં છે. જ્યારે ભારતને હવે પાછા આવવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે. ચોથી ઇનિંગમાં ભારતીય ટીમની બેટિંગનું પ્રદર્શન મેચનું પરિણામ નક્કી કરશે.

To Top