નવી દિલ્હીઃ વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ અટકવાનું નામ લઈ રહી નથી. આજે ફરી એકવાર ધમકી મળી છે. આ વખતે 85 વિમાનોને...
બંગાળની ખાડીમાંથી ઉદભવેલા ચક્રવાતી તોફાન ‘દાના’ને લઈને તંત્ર એલર્ટ છે તેમજ અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં...
સુરતઃ વાલીઓ વિદ્યાના ધામ એવી શાળાઓમાં બાળકોને શિક્ષીત થવા મોકલે છે પરંતુ શાળા સંચાલકો તો જાણે વેપાર કરવા જ બેઠાં છે. તેઓને...
સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) એ સર્વોચ્ચ અદાલતના પ્રતીક ‘ન્યાયની દેવી’ની પ્રતિમામાં ધરમૂળથી ફેરફાર કરવા સામે વાંધો ઉઠાવ્યો છે. સુપ્રીમ કોર્ટ બાર...
નવી દિલ્હીઃ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. હવે મામલો...
ગાંધીનગરઃ વડોદરામાં હરણી ખાતે બોટ દુર્ઘટના બાદ ગુજરાત સરકારે રાજ્યની સ્કૂલ પિકનીક માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. હવે કોઈ પણ સ્કૂલે...
સેલવાસઃ દાદરા નગર હવેલીમાં બુધવારે રાત્રે ભયાનક અકસ્માત થયો હતો. અહીં એક ટેન્કર સાથેની ટક્કરથી બચવા બીજું ટેન્કર ઝાડ સાથે અથડાયું હતું....
નવી દિલ્હીઃ તુર્કીયેની રાજધાની અંકારામાં બુધવારે થયેલા ભયાનક આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ તુર્કીયે સેનાએ 24 કલાકમાં આપ્યો છે. તુર્કીયેએ બે પાડોશી ઈસ્લામિક...
જયપુરઃ રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આજે ગુરુવારે સવારે એક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. સિરોહી પાસે હાઇવે પરથી...
ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ બાબતમાં કાંઈક રંધાઈ ગયું છે, રંધાઈ રહ્યું છે, જેની માહિતી સરકાર દ્વારા આપણને આપવામાં આવતી નથી....
પ્રથમ હેલમેટની વાત કરીએ તો હાલના રસ્તાઓથી દ્વિચક્રીય વાહનચાલકોનાં કેડના મણકા તૂટી રહ્યા છે. તેમાં હેલમેટના વજનથી ગરદનના મણકા પણ બરબાદ થતાં...
એક વખત બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લાના પાઉસી ગામના 27 વર્ષના યુવાન બલરામ કરણે રસ્તામાં જતાં જતાં કચરાપેટીમાં 2-3 વર્ષના બાળકને કચરાના ઢગલામાં...
તાજેતરમાં સાહિત્યનું 2024નું નોબેલ પારિતોષિક 2007માં લખાયેલી ને 2024માં જેને ન્યુયોર્ક ટાઈમ્સે 21મી સદીના શ્રેષ્ઠ 100 પુસ્તકમાં કર્યો છે એવાં શ્રીમતી હા...
સવારે રાઘવ અને રીના જલ્દી તૈયાર થઈને ઓફિસે જવા નીકળ્યાં. રસ્તામાં તેમની કાર એ ટ્રાફિક સિગ્નલ પાસે ઊભી રહી. ક્યાં આગળ એક...
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં આ વખતે છથી વધુ પાર્ટી ચૂંટણી લડી રહી છે. ભૂતકાળમાં ક્યારેય આ...
આપણી પૃથ્વી પર ત્રણ ભાગમાં પાણી અને એક ભાગમાં જમીન છે એ હકીકત સૌ કોઈ જાણે છે. સાથે એ પણ ખબર છે...
ન્યાય આપવામાં જો શીર્ષાસન કર્યું હોય તો એ વિષે ઓછું બોલવું જોઈએ અથવા ન જ બોલવું જોઈએ. મુખ્ય ન્યાયમૂર્તિએ પોતાના વતનના ગામમાં...
(પ્રતિનિધિ) વડોદરા તા. 23 શહેરના તરસાલી બ્રિજ નજીક બાઇકને ઓવરટેક કરવા જતાં ઓટોરિક્ષા પલટી ખાઇ જતાં રિક્ષા ચાલક ડ્રાઇવરને ઇજા થતાં તેને...
વડતાલધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહામહોત્સવની તૈયારીને આખરી ઓપ અપાયો વડતાલમાં 7મી નવેમ્બરથી 15મી નવેમ્બર દરમિયાન દેશ – વિદેશથી 25...
આણંદ જિલ્લામાં દિવાળીના તહેવારમાં તસ્કરો સક્રિય બન્યાં પરિવાર આગળના રૂમમાં સુતુ હતુ તે સમયે તસ્કરોએ બહારથી બંધ કરી બારી વાટે રૂમમાં ઘુસ્યાં...
પોતાના ઘરે બેડરૂમમાં સાડી વડે ફાંસો ખાઇ મોત નિપજયું.. શહેરના સુભાનપુરા વિસ્તારના 20 વર્ષીય યુવકે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર સાડી વડે...
વડોદરાની મહિલા અને સુરતના બે શખ્સોએ વિઝાનું કામ થઇ જશે તેમ કહી નાણા ખંખેર્યાં (પ્રતિનિધિ) બોરસદ તા.23 બોરસદના વાસણા ગામમાં રહેતા અને...
ચૂંટાયેલા જનપ્રતિનિધી, સંગઠનના લોકો પણ આરતીમાં ઉત્સાહભેર ભાગ લેશે રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ નર્મદા ઘાટ ખાતે સાંધ્ય નર્મદા મૈયા આરતીમાં દોઢ...
દાહોદ : દાહોદ જિલ્લા પંચાયતના તાબા હેઠળની કચેરીઓ ખાતે મનરેગા યોજના અંતર્ગત ફરજ બજાવતાં જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં તેમજ અલગ અલગ હોદ્દાઓ...
વડોદરા મહાનગરપાલિકા ની દબાણ શાખાની ટીમ ખિસકોલી સર્કલ ખાતે પહોંચી હતી. જ્યાં દબાણના કારણે ટ્રાફિકજામ સર્જાતો હોય સ્થાનિકોએ અનેકવાર ઓનલાઇન ફરિયાદો કરી...
બોડેલી : બોડેલી નસવાડી હાઇવે પર ગત રાત્રિના રોજ એક સફેદ કલરના ટેમ્પો માં લાકડાની ચોરી થઈ રહી છે તેવી માહિતી મળી...
દાહોદના બહુચર્ચિત ફેક એન.એ. કૌભાંડમાં ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ઉત્કર્ષ દવેનું મોટું નિવેદન ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાત રેવન્યુ સેક્રેટરી અને દાહોદ કલેકટર સહિત એસ.ડી.એમ....
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી તા. ૨૭ અને ૨૮ ઓકટોબરના રોજ વડોદરા ખાતે યોજાનાર કાર્યક્રમ સંદર્ભે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, ગૃહ મંત્રી...
દિવાળી ટાણે રોજગારી છીનવાતા, રોજગારી માટે જગ્યાની માંગ કરતા વેપારીઓભુખ હડતાલ પર ઊતરવાની કોંગ્રેસે ચિમકી ઊચ્ચારી વાઘોડિયાવાઘોડિયા નગરપાલિકાના વહીવટદાર ઘણા સમયથી વેપારીઓ...
ગેરકાયદેસર દબાણો હટાવાયા. છેલ્લા ઘણા સમયથી અહીં દબાણોને કારણે ઇમરજન્સી વાહનો આવી શકે તેમ ન હતા તથા સ્થાનિકોને પણ હાલાકી હતી. સ્થાનિક...
શાકભાજીના વધતા ભાવોએ લોકોના ઘરનું બજેટ ખોરવ્યુ,હવે હોટલમાં જમવાનું પણ મોંઘુ થયું
લગ્નપ્રસંગે પણ શાકભાજી માટેના બજેટમાં વધારાનો ખર્ચ કરવો પડી રહ્યો છે
શહેરમાં શિયાળાની ઋતુ શરૂ થઇ ગઇ છે શિયાળો જામવા લાગ્યો છે છતાં બીજી તરફ શાકભાજીના ભાવો ઘટવાનું નામ નથી લઈ રહ્યાં. સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં શાકભાજી સસ્તા થઇ જતાં હોય છે પરંતુ આ વર્ષે નવેમ્બર માસના અંત સુધીમાં પણ શાકભાજીના ભાવો ઘટવાને બદલે વધ્યાં છે જેના કારણે લોકોના ઘરના બજેટ ખોરવાયા છે.ખાસ કરીને ઘરમાં જ્યાં એક વ્યક્તિ કમાનારી હોય અને ચાર કે પાંચ સભ્યો હોય તેવા સામાન્ય પરિવારને ઘરનું બજેટ મેઇન્ટેઇન કરવું ખૂબ મુશ્કેલ બન્યું છે. એક તરફ લોકોની મર્યાદિત આવક છે તદ્પરાંત ગત ઓગસ્ટ મહિનામાં આવેલા પૂરને કારણે શહેરના લોકોએ લાખોનું નુકસાન વેઠવું પડયું હતું જેમાંથી બહાર આવતા હજી ઘણા લોકોને સમય લાગશે ત્યારે બીજી તરફ મોંઘવારી એ હવે માઝા મૂકી છે.
શિયાળાની ઋતુમાં લોકો લીલા શાકભાજી, લીલું તથા સૂકા લસણ,આદુ, લીલી હળદર, આંબા મોર હળદર, લીલા મરચાં નો ઉપયોગ વધુ કરે છે જેથી શિયાળામાં શરીરને ઠંડી સામે રક્ષણ માટે શરીરમાં ઇમ્યુનિટી વધે શરદી સામે રક્ષણ મળે તથા શરીરને પોષણ મળી રહે પરંતુ હાલમાં તમામ શાકભાજીના ભાવો આસમાને જોવા મળી રહ્યા છે તેવામાં લોકો શું પોતાના શરીર માટે શાકભાજી ખોરાકમાં લે તેની વિમાસણમાં પડી ગયા છે.જે લોકો બહાર ખાણીપીણી માટે મહિનામાં ચાર વાર જતાં હતાં તેઓને પોતાના શિડ્યુલને ઘટાડવાની નોબત આવી છે તેની પાછળનું કારણ હોટલ, રેસ્ટોરન્ટ માં હવે શાકભાજીના ભાવોમાં પણ વધારો કરી દેવામાં આવ્યા છે.મેનુકાર્ડમા અલગ અલગ શાકભાજી માટે નવા ભાવો ગ્રાહકને ચૂકવવા પડે છે.
શિયાળાની ઋતુમાં લોકો ઉંબાડિયું અથવા તો માટલા ઉંધીયું તથા લીલા પોંક નો સ્વાદ માણતા હતા પરંતુ હાલમાં જે રીતે શાકભાજી મોઘી બની છે તેને જોતાં હવે ઉંબાડિયું, માટલા ઉંધીયું પણ લોકો માટે દુર્લભ બની રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારો પ્રમાણે શાકભાજીના વેપારીઓ દ્વારા ગ્રાહકો પાસેથી શાકભાજીના ભાવો લેવામાં આવે છે. શહેરમાં સૌથી મોટા શાકમાર્કેટ એટલે એપીએમસી, ખંડેરાવ માર્કેટ, ગધેડા માર્કેટ ચારરસ્તા,કડક બજાર,ઈલોરાપાર્ક, તરસાલી શાક માર્કેટ, ગોરવા શાકમાર્કેટ, માંજલપુર ભાયલી -વાસણા રોડ, ખાતે મોટા શાકભાજીના સ્ટોલ જોવા મળે છે તદ્પરાંત શહેરમાં નાના શાકભાજીના સ્ટોલ્સ તથા ફેરિયાઓ અને પથારાવાળા શાકભાજીના અલગ અલગ ભાવો ગ્રાહકો પાસેથી લેતા હોય છે.
હાલમાં લગ્નસરાની સિઝન પણ શરૂ થઇ ગઇ છે ત્યારે કેટરિગવાળા કેટરર્સ પણ પોતાના બજેટમાં વધારો કર્યો છે.લગ્નમા મેનુની ડિમાન્ડ મુજબ શાકભાજીના અલાયદા ખર્ચ વધી ગયા છે જેના કારણે લગ્નપ્રસંગે બજેટમાં વધારો થયો છે.
હાલમાં શાકભાજીના ભાવો પ્રતિ કિલોગ્રામ નીચે પ્રમાણે જોવા મળી રહ્યાં છે.
ડુંગળી રૂ.40 થી 50
બટાટા રૂ.45 થી 50
ફૂલેવાર રૂ.50 થી 60
કોબીજ રૂ.40 થી 50
ગાજર રૂ.60 થી 80
રીંગણા રૂ.30 થી 40
ટામેટાં રૂ.400થી 50
દૂધી રૂ.25 થી 30
ગલકા રૂ.30 થી 40
મેથીભાજી રૂ. 60 થી 80
પાલકની ભાજી રૂ.30 થી 40
લીલા ધાણા રૂ.60 થી 80
લીલાં મરચાં રૂ.40 થી 50
આદું રૂ.60 થી 70
સુકું લસણ રૂ.500
લીલું લસણ રૂ.400
લીલી હળદર રૂ.50 થી 60
આંબા મોર રૂ.80થી100
ચોરી રૂ.50 થી 60
ભીંડા રૂ.60 થી 70
બીટ રૂટ.60 થી 70
તુવેર રૂ.100 થી 120
લીલાં વટાણા રૂ.160 થી 180
શક્કરિયા રૂ.50 થી 60
ગિલોળા રૂ.30 થી 40
બીજીવાર આવેલી અતિવૃષ્ટિના કારણે શાકભાજીના બિયારણ નષ્ટ થતાં આવક ઘટી.
હાલમાં શિયાળામાં પણ શાકભાજીના ભાવો આસમાને રહેવા પાછળનું કારણ ગત ઓગસ્ટમાં આવેલા પૂર બાદ બીજી વાર પણ અતિવૃષ્ટિ થી શાકભાજીના બિયારણ નાખ્યા હતા તે ખેતરોમાં પાણી ભરાઇ જતાં શાકભાજી ની ઓછી પેદાશ ને કારણે શાકભાજી ની આવક ઘટી છે જેના કારણે ભાવ ઉંચા છે પરંતુ ડિસેમ્બર મધ્ય થી ભાવોમાં ઘટાડો થવાની શક્યતા છે.
દેવીસહાય અગ્રવાલ -શાકભાજીના વેપારી