એક જ પરિવારની ત્રણ બાળકી પર હોજનો કાટમાળ પડ્યો. ખેડા જિલ્લામાં ગળતેશ્વરના બનાવ બાદ ખેડાના વડાલા ગામે ત્રણના મોતની કરૂણાંતિકા સર્જાઇ હતી....
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણ-દીવની લોકસભાની બેઠક પર 3 ટર્મ પછી ભાજપાના ઉમેદવારને (BJP Candidate) પછાળી એક અપક્ષ ઉમેદવારે જીત હાંસલ કરવામાં સફળતા...
નવસારી: (Navsari) નવસારી લોકસભાની મતગણતરી આકરા તાપમાં પણ ભાજપ (BJP) માટે આનંદ આપનારી બની રહી છે. નવસારી લોકસભા બેઠક પર ભાજપના સીઆર...
લોકસભા સીટોના પરિણામો આવ્યા બાદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે દિલ્હી હેડક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અહીં રાહુલે કહ્યું...
નવી દિલ્હી: વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં નવસારીના ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલે 6 લાખથી વધુ મતોની લીડથી જીત મેળવી રેકોર્ડ બનાવ્યો હતો. આ...
ઉત્તર પ્રદેશની રાયબરેલીમાં જંગી જીત તરફ આગળ વધી રહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાલમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ જીતના માર્જિન ધરાવે છે....
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024માં સૌથી મોટો મુદ્દો રામ મંદિર નિર્માણનો હતો, પરંતુ પ્રભુ શ્રી રામ પણ નરેન્દ્ર મોદીની નૈયા પાર લગાવી...
સુરત: દક્ષિણ ગુજરાતની ભરૂચ અને વલસાડ લોકસભા બેઠક પર કાંટેની ટક્કર હોવાની હવા ચૂંટણી દરમિયાન ઉઠી હતી. પરંતુ પરિણામ સાવ વિપરિત આવ્યા...
લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજે 4 જૂન 2024ના રોજ મતોની ગણતરી થઈ છે. ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધન માટે મત ગણતરીના તાજેતરના...
ગાંધીનગર: લોકસભાની ચૂંટણીના (Lok Sabha elections) ત્રીજા તબક્કામાં 7 મે, 2024ને મંગળવારના રોજ ગુજરાતમાં 25 સીટ પર મતદાન યોજાયું હતું. જેનું કુલ...
નાસિક: મહારાષ્ટ્રના નાસિકમાં ભયંકર દુર્ઘટના બની છે. અહીં ઈન્ડિયન એરફોર્સનું સુખોઈ SU-30MKI ફાઈટર જેટ પ્લેન ક્રેશ થયું છે. અકસ્માત પહેલાં બંને પાયલોટ...
લોકસભા ચૂંટણીના (Loksabha Election) ટ્રેન્ડ મુજબ ભાજપ (BJP) એકલા હાથે સરકાર બનાવતી દેખાઈ રહી નથી. જોકે એનડીએ બહુમતનો આંકડો પાર કરી ગયું...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 400 પાર બેઠકો સાથે જીતનું સપનું સાકાર થતું દેખાઈ રહ્યું નથી. લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી...
નવી દિલ્હી: લોકસભા 2024 ચૂંટણીના પરિણામ ચોંકાવનારા આવ્યા છે. મોદી સરકારને બેઠકોમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈ 2019ની ચૂંટણીમાં એનડીએ...
ઈન્દોરઃ દેશભરમાં લોકસભા ચૂંટણીના (LokSabha Elections) સાત તબક્કા પૂરા થયા બાદ આજે મતગણતરી (Vote Counting) ચાલી રહી છે. આ દરમિયાન તમામની નજર...
નેતાઓ ધ્યાનમાં બેસે ત્યારે પ્રજાએ પોતાનું ધ્યાન જાતે જ રાખવું. નેતાઓનું ધ્યાન રાખવા અનેક સિક્યોરીટી હોય છે. પણ, પ્રજાનું ધ્યાન રાખવા કોઈ...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના પરિણામોએ દેશને ચોંકાવી દીધો છે. 400 પારના સૂત્ર સાથે એનડીએ આ વખતે ચૂંટણી જંગ લડ્યું હતું પરંતુ...
આ વખતે દેશમાં કાળઝાળ ઉનાળો તપી રહ્યો છે અને દેશના અનેક ભાગોમાંથી તાપમાનના ૪૫ ડીગ્રી કરતા પણ વધુ એવા બિહામણા આંકડા આવી...
કોંગ્રેસના ઉમેદવાર 49753મત પર, ભાજપના ઉમેદવારને 189900મત પર વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર 13259માં તો થી આગળ જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 5799...
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યાં છે. ત્યારે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશની 80 લોકસભા બેઠકના પરિણામ પર સૌ...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના (Lok Sabha Election 2024) પરિણામોની (Results) ગણતરી ગઇકાલે 4 જૂને સવારે 8 વાગ્યે સવારે થરૂ થઇ હતી....
સુરત : એક બાજુ કાળઝાળ ગરમીથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠયાં છે. ત્યારે એક યા બીજા કારણોસર અલગ અલગ વિસ્તારમાં પાણીકાપ મૂકવો પડી...
ગળામાં ભયંકર તૃષા જાગી હોય, ખાબોચિયાં સુક્કાં ભઠ્ઠ થઇ ગયાં હોય ને દૂર દૂર પાણીનાં કોઈ વાવડ નહિ હોય, ત્યારે ઝાંઝવાનાં પાણી...
ગાંધીનગર: દેશમાં 80 દિવસની લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) બાદ હવે પરિણામની (Result) ઘડી આવી ગઇ છે. ત્યારે આજે એટલે કે 4...
સુરત,ભરૂચ,વલસાડ, નવસારી: આજે લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યાં છે. સવારે 7 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે, ત્યારે ચાલો જાણીએ દક્ષિણ...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 પૂર્ણ થયા બાદ આજે તા. 4 જૂનની સવારે 7 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે અને પરિણામ...
નવી દિલ્હી: આજે તમામની નજર લોકસભા ચૂંટણીના પરિણામો પર છે. ચૂંટણી પંચ સંસદના 543 સભ્યોના નામની જાહેરાત કરશે. 19 એપ્રિલથી 1 જૂન...
મુખ્ય ચૂંટણી એજન્ટને રૂમમાં પ્રવેશવા નહિ દેતા વિવાદ : પોલીસ અને માહિતી વિભાગના અધિકારીઓ કાયદાના પાઠ ભણાવ્યા : ( પ્રતિનિધિ ) વડોદરા...
લોકસભા ચૂંટણી 2024 (લોકસભા ચૂંટણી પરિણામો) તેના અંત સુધી પહોંચવા જઈ રહી છે. મંગળવારે મતગણતરી પૂર્વે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 80...
બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરતી વખતે પ્રમાણપત્ર સબમિટ કરવું ફરજિયાત : માર્ચ મહિનામાં અમુક વિદ્યાર્થીને રિલેક્શન આપવામાં આવ્યું હતું : ( પ્રતિનિધિ )...
મુંબઈઃ મહારાષ્ટ્રનો આગલા મુખ્યમંત્રી કોણ હશે? ત્રણ દિવસથી પૂછાઈ રહેલાં આ સવાલ વચ્ચે આજે એકનાથ શિંદેએ પત્રકારો સામે આવી મોટું નિવેદન આપ્યું છે. શિંદેએ કહ્યું કે, મેં પોતાને ક્યારેય મુખ્યમંત્રી માન્યો નથી. મેં હંમેશા કોમન મેન બનીને કામ કર્યું છે. મેં રાજ્યના વિકાસ માટે કામ કર્યું છે. હું મહારાષ્ટ્રની લાડકી બહેનોનો લાડકો ભાઈ છું.
એકનાથ શિંદેએ કહ્યું કે મેં મારી જાતને ક્યારેય મુખ્યમંત્રી ગણાવી નથી. હું હંમેશા સામાન્ય માણસ તરીકે જનતાની સેવા કરતો આવ્યો છું. આ દરમિયાન શિંદેએ કહ્યું કે અમિત શાહ અને પીએમ મોદીએ હંમેશા મને સપોર્ટ કર્યો છે. મને સીએમ બનાવ્યો. હું તેમનો પણ આભાર માનું છું.
આ દરમિયાન શિંદેએ કહ્યું કે મેં પીએમ મોદીને ફોન કરીને કહ્યું હતું કે અમારી વચ્ચે કોઈ સમસ્યા નથી. તમે જે પણ નિર્ણય લેશો તે અમે સ્વીકારીશું. અમારી વચ્ચે કોઈ અવરોધ નથી. અમે બધા NDAનો ભાગ છીએ. પીએમ મોદી જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું.
એકનાથ શિંદેના નિવેદનના પગલે હવે દેવેન્દ્ર ફડણવીસનું મુખ્યમંત્રી બનવું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. હવે ભાજપ મોવડી મંડળ તરફથી જાહેરાત થાય તેની રાહ જોવાઈ રહી છે.
વાસ્તવમાં, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારથી નવા મુખ્યમંત્રીને લઈને ઝઘડો ચાલી રહ્યો છે. એકનાથ શિંદે હોય, દેવેન્દ્ર ફડણવીસ હોય કે અજિત પવાર હોય. ત્રણેયના સમર્થકો તેમના નેતાને મુખ્યમંત્રી બનતા જોવા માંગે છે. ચૂંટણી પરિણામના દિવસથી જ ત્રણેય નેતાઓના સમર્થકોએ ખુલ્લેઆમ તેમના નેતાને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરવાનું શરૂ કર્યું હતું. તમને જણાવી દઈએ કે એકનાથ શિંદે હાલમાં કાર્યકારી મુખ્યમંત્રી છે.
સીએમ પદને લઈને કોઈ મૂંઝવણ નથી: મ્હેસ્કે
થોડા સમય પહેલા સીએમ પદને લઈને એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાના નેતા નરેશ મ્સ્કેનું નિવેદન આવ્યું હતું. તેમણે કહ્યું કે સીએમ પદને લઈને કોઈ મૂંઝવણ નથી. સરકાર બે દિવસમાં બનતી નથી. પ્રક્રિયા ચાલી રહી છે. સીએમના નામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. મહાયુતિના નેતાઓ નિર્ણય લેશે. જો કે અમે મુખ્યમંત્રી પદની માંગણી કરી છે. જેમ બિહારમાં એક નાની પાર્ટીને સીએમ પદ આપવામાં આવ્યું છે, તેવી જ રીતે અમે પણ સીએમ પદ માંગ્યું છે.
નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું
શિવસેના, એનસીપી અને ભાજપના અગ્રણી નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. બીજેપી હાઈકમાન્ડે આવતીકાલે પ્રફુલ પટેલ, અજિત પવાર, દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે સાથે મહત્વની બેઠક નક્કી કરી છે. માનવામાં આવે છે કે આ બેઠકમાં મહારાષ્ટ્રની રાજનીતિને લઈને મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. આ બેઠકમાં રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિ અને ભવિષ્યની રણનીતિ પર ચર્ચા થવાની શક્યતા છે. આ સાથે ભાજપ-શિવસેના (શિંદે જૂથ) અને NCP (અજિત પવાર જૂથ)ના ગઠબંધનને લગતા કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ ઉભા થઈ શકે છે.