પ્રાચીન ભવ્ય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો ધરાવતા આપણાં દેશમાં આધ્યાત્મિક સાધુ-સંતોની સંખ્યા સારા એવા પ્રમાણમાં છે. આધ્યાત્મિક સાધુ-સંતોની વ્યાખ્યામાં એવી વ્યક્તિ આવે...
દસ વર્ષ સુધી ભાજપ અને નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં બહુમતિ સાથે સરકાર ચલાવી. નરેન્દ્ર મોદીએ જે નિર્ણયો લેવા હતા તે તમામ નિર્ણયો આ...
હદ પાણીગેટ પોલીસ સ્ટેશન નઈ પણ પી સી આર વાન કપુરાઈ પોલીસ સ્ટેશન લઈ ગઇપાણીગેટ વિસ્તારમાં રહેતા 28 વર્ષના વિનોદ દુહારી રાત્રે...
વડોદરા શહેર ના સલાટવાડા વિસ્તાર માં રાવળ પરિવાર નોએક નો એક પુત્ર દેવ રાવળ ભારતીય સેનાનીઅગ્નીવિર યોજનામાં પસંદગી. ભારતીય સેનાની અગ્નીવિર યોજના...
મા શકિત સર્વિસ સ્ટેશનમાં એએચટીયુની ટીમે દરોડો પાડ્યો બાળકને મુક્ત કરાવીને તેના પરિવારને સોંપાયો (પ્રતિનિધિ) વડોદરા તા.5 દશરથ બ્રિજ પાસે સર્વિસ સ્ટેશનમાં...
લેબર કોન્ટ્રાક્ટરે સેન્ટિંગ માટે પ્લેટો મંગાવી હતી તેમાંથી 36 પ્લેટો ચોરી ગયા હતા પ્લેટોના વેચાણની ફિરાકમાં ફરતા ક્રાઇમ બ્રાન્ચે અકોટા વિસ્તારમાંથી દબોચ્યાં...
1.64 કરોડના ખર્ચે 6 મહિના પૂર્વે બનેલો રોડ ખોદી નાખતા વિવાદ : આ શું કોઈ પેઢી ચાલે છે કે ભાઈ પૈસા કમાવા...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ આજે વડાપ્રધાન પદેથી નરેન્દ્ર મોદીએ રાજીનામું આપી દીધું હતું. આ સાથે જ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ...
શિનોરના માંજરોલ ગામે બાઈકની ટાંકી નીચે બ્લેક કોબ્રા સાપ ઘૂસી જતાં ભારે ફફડાટ ફેલાયો શિનોર તાલુકાના માંજરોલ ગામે રહેતા પ્રદીપસિંહ પ્રાકડાની પાર્ક...
નસવાડી: નસવાડી તાલુકાના નાનીઝડૂલી ગામની દીકરી સોયનીબેન ના પ્રેમ લગ્ન આઠ વર્ષ પહેલા ગામ મોટી ઝડુલી તા.કવાંટના ઇન્ડિયા ભાઈ રીમજીભાઈ સાથે થયેલા...
ઉમરગામ: જમવા જેવી સામાન્ય બાબતે મિત્રો વચ્ચે થયેલી બોલાચાલી લોહીયાળ બની હતી. એક મિત્રએ બીજા મિત્રને બેરહેમીથી હત્યા કરી દીધી હતી. ઉમરગામમાં...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના વિપરિત પરિણામને પગલે ગઈકાલે તા. 4 જૂનને મંગળવારે શેરબજારમાં એક તબક્કે 6000 પોઈન્ટનો ધરખમ ઘટાડો થયો હતો. રોકાણકારોએ...
નવી દિલ્હી: રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલની વચગાળાના જામીનની અરજી ફગાવી, મેડિકલ ટેસ્ટ કરાવવા આદેશ આપ્યોદિલ્હી લિકર પોલિસી અને તેનાથી સંબંધિત મની લોન્ડરિંગ...
ગાંધીનગર: આજે સવારે દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં પ્રી મોન્સુનની એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી ઝાપટું પડ્યું હતું. આ સાથે જ કેરળની જેમ ગુજરાતમાં પણ...
મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતા દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની ઓફર કરી છે. તેમણે એક નિવેદનમાં કહ્યું, મહારાષ્ટ્રમાં...
સુરત: ટેક્નોલોજીના યુગમાં હવે ચોરી, લૂંટફાંટ પણ ઓનલાઈન થવા માંડી છે તે તો બધા જાણે છે. હેકર્સ ભોળા લોકોને પોતાની વાતોમાં ભોળવી...
શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું : લાલબાગબ્રિજથી વિશ્વામિત્રી ઓવર બ્રિજ થઇ,મુજમહુડા સર્કલ તરફ અવર જવર કરી શકશે નહીં : (...
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએ (NDA) ગઠબંધને લોકસભા ચૂંટણી 2024 જીતી લીધી છે. ભાજપ 240 સીટ જીત્યું છે, તે 272ના...
નવાયાર્ડ રમણીકલાલની ચાલના બુટલેગરનો આતંક વડોદરા શહેર નવાયાર્ડ વિસ્તારના રહિશો અને બુટલેગર રફીક સાથે હાથાપાઈ થતાં પતી પત્ની ને ઇજા થતા સારવાર...
નવી દિલ્હી: ચૂંટણી પરિણામોના (Election results) દિવસે મંગળવારે શેરબજારમાં ત્સુનામી જોવા મળી હતી. ચૂંટણી પરિણામો દરમિયાન શેરબજારના (Stock market) રોકાણકારોએ લાખો કરોડો...
સરદાર ભુવનના ખાચાંના દુકાનદારો અને પાલિકા વિવાદનો અંત ક્યારે? વડોદરા મહાનગર પાલિકા અને ફાયર વિભાગ દ્વારા 5 દિવસ પહેલા સરદારભુવનના ખાચામાં ફાયર...
સુરત: ચોમાસાના આગમનની આતુરતાથી રાહ જોઈ રહેલાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકોને આજે સવારે થોડી રાહત મળી હતી. સવારે વાતાવરણમાં અચાનક પલટો...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના (LokSabha Elections) અંતિમ પરિણામો જાહેર થઈ ગયા છે. જેમાં ભાજપને 240 બેઠક ઉપર જીત મળી હતી. આ સાથે...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે મંગળવારે શેરબજારમાં જાણે તોફાન આવ્યું હતું. સેન્સેક્સ દિવસ દરમિયાન 6000 પોઈન્ટથી વધુનો ઘટ્યું હતું. નિફ્ટી પણ...
પોસ્ટમાં કહ્યું, વડોદરા વાસીઓ ધ્યાનમાં રહે ટીએમસીના એક ખેલાડી આપણા જ શહેરના તાંદલજાથી છે : બંગાળમાં મમતાની TMCને મુસ્લિમ ઘુસણખોરોની હમદર્દ પાર્ટી...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના (Lok Sabha Election 2024) પરિણામો (Results) ગઇ કાલે 4 જૂનના રોજ જાહેર થઈ ગયા હતા. ત્યારે ભાજપના...
જાંબુઘોડા તાલુકાના પડીડેરી ગામમાં આજે સવારે 3:30 વાગ્યાના સુમારે અચાનક પાંચ મકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં અંદાજિત 50 લાખનું નુકસાન...
કહેવાય છે તો પ્રજાનો પ્રેમ, પરંતુ ચૂંટણીના મેદાનમાં ઉતરનાર પ્રત્યેક ઉમેદવાર વેઠી જાણે છે કે મત મેળવવા રૂપિયાનું રોકાણ તો કરવું પડે...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના (LokSabha Elections) પરિણામ (Result) આવતા જ દેશવાસીઓને નજર એનડીએના (NDA) બે મુખ્ય સહયોગી પક્ષો જનતા દળ યુનાઈટેડ (JDU)...
જેની ઘણી પ્રતિક્ષા હતી તે લોકસભા ચૂંટણીના પરિણામોનો દિવસ આવી ગયો. આ લખાઇ રહ્યુ઼ં છે ત્યારે ચિત્ર લગભગ સ્પષ્ટ થઇ ગયું છે...
વીતેલા વર્ષો દરમિયાન આ સ્પોટ પર અનેકવાર પ્રાણઘાતક અકસ્માતોની હારમાળા સર્જાઈ છે
પોર અને જાંબુઆ બ્રિજ સત્વરે પહોળા કરવા કેન્દ્રીય મંત્રીની હાઇવે ઓથોરિટીના અધિકારીઓને તાકિદ
સાંસદ ડો. હેમાંગ જોષીની રજૂઆતને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો હકારાત્મક પ્રતિસાદ.
વડોદરા શહેરને નેશનલ હાઇવે સાથે જોડતા પોર અને જાંબુઆ પાસેના બ્રિજ પહોળા કરવા શહેરના સાંસદ ડો. હેમાંગ જોષીએ આજે કેન્દ્રીય માર્ગ અને વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીને મળી રજૂઆત કરી હતી. સાંસદની રજૂઆતને પગલે કેન્દ્રીય મંત્રીએ હાઈવે ઓથોરિટીના રાજ્યસ્તરના અધિકારીઓને બોલાવી તાકીદે કામગીરીની શરૂઆત કરવા આદેશ કર્યો હતો. કેન્દ્રીય મંત્રીના હકારાત્મક પ્રતિસાદને પગલે હવે આ બંને સાંકડા બ્રિજ સત્વરે પહોળા થવાનો આશાવાદ જન્મ્યો છે.
શહેર પાસેના નેશનલ હાઇવે પરના પોર અને જાંબુઆ ખાતેના બે બ્રિજ હાલ ખૂબ જ સાંકડા છે. બંને બ્રિજ સાંકડા હોવાને કારણે નેશનલ હાઇવે પર સતત દોડતા નાના-મોટા વાહનોના ચાલકોને ભારે હાલાકી વેઠવાની નોબત વર્ષોથી થતી આવી છે. એટલું જ નહીં રાઉન્ડ ધ ક્લોક વાહનોની અવરજવરને પગલે આ સ્થળ પર સતત ટ્રાફિક જામ થઈ જવાની કાયમી સમસ્યા છે. ઉપરાંત પુરપાટ દોડતા વાહનોના ચાલકો બંને બ્રિજ સાંકડા હોવાને કારણે ગફલતમાં આવી જતા સંખ્યાબંધ વાર આ સ્થળે જાનલેવા અકસ્માતોના બનાવો નોંધયા છે. જેના પગલે આ બંને બ્રિજ સત્વરે પહોળા કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી.
શહેરના લોકપ્રિય યુવા સાંસદ ડો. હેમાંગ જોષીએ આજે કેન્દ્રીય માર્ગ વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીને પ્રત્યક્ષ મળી આ સમસ્યા સત્વરે નિવારવા ગંભીરતાપૂર્વક રજૂઆત કરી હતી. સાંસદની રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ આપતા કેન્દ્રીય મંત્રીએ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ગુજરાત રાજ્યના તમામ અધિકારીઓને તાકીદે તેડાવી તેમને આ બંને બ્રિજ પહોળા કરવાની કામગીરી વહેલામાં વહેલી તકે શરૂ કરવા આદેશ કર્યો હતો. આ તબક્કે કેન્દ્રીય મંત્રીએ એકવાર પોતે પ્રત્યક્ષ ઉપસ્થિત રહી આ કામગીરીનું નિરીક્ષણ કરશે તેમ ઉમેર્યું હતું. મંત્રીના હકારાત્મક પ્રતિસાદને પગલે સાંસદે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
પોર અને જાંબુઆ આસપાસના ઉદ્યોગોએ પણ સાંસદને રજૂઆત કરી હતી
તાજેતરમાં પોર તથા જાંબુઆની આસપાસના નાના-મોટા ઉદ્યોગ ગૃહોના સંચાલકો તેમજ ઉદ્યોગ મંડળોએ શહેરના સાંસદ ડો. હેમાંગ જોષીને આ બંને બ્રિજ પહોળા કરવાની તાતી જરૂરિયાત હોવાને મુદ્દે રજૂઆત કરી હતી. ઉદ્યોગોના પ્રતિનિધિઓએ બ્રિજ સાંકડા હોવાને કારણે તેમને પડતી હાલાકી બાબતે પણ સાંસદને વાકેફ કર્યા હતા. આજે અંતે આ કામગીરી આગળ ધપાવવાનો આશાવાદ જન્મતા તેમણે રાહત અને આનંદની લાગણી અનુભવી હતી.
બે વર્ષ પહેલા તત્કાલીન સાંસદે પણ કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના વિકાસ સાથે સંકળાયેલા આ બ્રિજના મુદ્દે તત્કાલીન સાંસદે પણ કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી હતી. તે વેળા કેન્દ્રીય મંત્રીએ આ સંદર્ભે સત્વરે ઘટતું કરવા અંગે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. આખરે આજે સાંસદ ડો. હેમાંગ જોષીએ પણ રજૂઆત કરતા હવે આ બંને બ્રિજ પહોળા કરવાની કામગીરી સત્વરે આગળ ધપાવાશે.
આ જગ્યા બ્લેક સ્પોટ તરીકે પ્રચલિત બની હતી
મુંબઈ દિલ્હીને જોડતા તથા મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવે પર નાના મોટા વ્યાપારિક વાહનો તેમજ અન્ય ખાનગી વાહનો, કાર વગેરેનો રાઉન્ડ ધ ક્લોક સતત ધમધમાટ વર્તાય છે. વળી આ જગ્યા પાસેનો માર્ગ સાંકડો હોવા ઉપરાંત અત્યંત જોખમી વળાંકવાળો હોવાને કારણે વિતેલા વર્ષો દરમિયાન સંખ્યાબંધ વાર પ્રાણઘાતક અકસ્માતોના બનાવો નોંધાયા છે. જેના કારણે વાહન ચાલકોમાં આ સ્થળ બ્લેક સ્પોટ તરીકે પ્રચલિત બન્યું હતું. જો કે હવે બ્રિજ પહોળા થઈ જતા આ સમસ્યાનો નિરાકરણ આવશે.