પશ્ચિમ બંગાળમાં મત ગણતરીના બે દિવસ બાદ પણ કેટલીક જગ્યાએ હિંસાની રાજકીય ઘટનાઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. તાજેતરનો મામલો...
વડોદરા શહેરના કોયલી વિસ્તારમાં એક ડમ્પર વૃદ્ધ પર ફરી વળતાં વૃદ્ધનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું.વડોદરાના કોયલી વિસ્તારમાં સોસાયટીનું નિર્માણ કોહલી રહ્યું...
સુરત: અકળાવનારી ગરમીમાં રાહત મેળવવા માટે લોકો નજીકના તળાવ, નહેર કે પછી દરિયામાં ન્હાવા પડતાં હોય છે, પરંતુ હવે લોકો આવું નહીં...
વડોદરા શહેર માં પાલિકા નો ચમત્કાર ક્યાંક પાણી ના ફુવારા તો ક્યાંક પાણી માટે વલખાં મારતા નગરજનો વડોદરા શહેર ના મકરંદ દેસાઈ...
ચૂંટણી પરિણામો બાદ PM મોદીના નેતૃત્વમાં NDA ગઠબંધન કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહ્યું છે. ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) અને નીતિશ...
મુંબઇ: મુંબઈમાં (Mumbai) પોલીસ અને BMC અધિકારીઓ (BMC officials) પર ગુરુવારે 6 જૂનના રોજ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસકર્મીઓ ઘાયલ...
સોશિયલ મીડિયાના માધ્યમથી યુવકે વડોદરામાં રહેતી યુવતી સાથે મિત્રતા કેળવી હતી.ત્યારબાદ ઠગે વિવિધ બહાના હેઠળ યુવતી પાસેથી ઓનલાઇન દ્વારા રુ. 2.62 લાખ...
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એલોન મસ્કે એડલ્ટ અથવા પોર્ન કન્ટેન્ટ પોસ્ટ કરવાની મંજૂરી આપી છે. કંપનીએ આ સામગ્રી કોણ...
નવી દિલ્હી: બોલીવૂડના સુપરસ્ટાર ધર્મેન્દ્ર દેઓલ (Dharmendra Deol) 88 વર્ષની વયે પણ સોશિયલ મીડિયા (Social media) ફ્રેન્ડલી છે. તેઓ સોશિયલ મીડિયા ઉપર...
વડોદરાનું મધ્યમાં આવેલા સુરસાગરમાં થોડા દિવસ પહેલા અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં મળી આવી હતી. ત્યારપછી ફરી એક વાર ત્યાં માછલીઓ મૃત્યુ પામી...
વારસાઈ નોંધ કરાવવા માટે અરજદાર પાસે લાંચ ની માંગણી કરી, વડોદરા એસીબીએ ટ્રેપ ગોઠવી શબ્બીર દિવાનને દબોચ્યો પ્રતિનિધિ વડોદરા તા. 6કરજણ તાલુકા...
પાલિકાની ભૂલની સજા પ્રજા કેટલી ભોગવે? વડોદરા સમાં વિસ્તાર ના કોર્પોરેશન પાણીનો વાલ્વ લીકેજ થતાં પચીસ ફૂટ ઉપર ફુવારો થતાં ત્રીજા માળના...
નવી દિલ્હી: ‘જય-જય શિવ શંકર કાંટા લગે ના કંકર…’ આ ગીત આજે પણ લોકપ્રીય છે. આ ગીતમાં રાજેશ ખન્ના (Rajesh Khanna) અને...
વડોદરા: રાજકોટ અગ્નિકાંડ બાદ ગુજરાત રાજ્ય સરકાર અને કોર્પોરેશન હરકત માં આવી છે . ત્યારે લોકસભા ઈલેકશન પૂર્ણ થતાં જિલ્લા પોલીસ અને...
નવી દિલ્હી: જળ સંકટથી (Water crisis) પીડાતા દિલ્હીના (Delhi) લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા હતા. વાસ્તવમાં, ગુરુવારે સુપ્રીમ કોર્ટે (Supreme Court)...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પરિણામો બાદ એનડીએ સરકારના શપથ ગ્રહણની પ્રક્રિયા તેજ થઈ ગઈ છે. શપથગ્રહણની તારીખને લઈને એક નવું અપડેટ આવ્યું...
સુરત: આજે ગુરુવારે તા. 6 જૂનની સવારે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોનું એક જૂથ વિરોધ પ્રદર્શન કરવા આવી પહોંચ્યું હતું. જાન...
નવી દિલ્હી: ઈઝરાયેલ (Israel) અને પેલેસ્ટાઈન (Palestine) વચ્ચેનું યુદ્ધ વિરામ થાઇ તેવી કોઇ સંભાવના દેખાતી નથી. કારણ કે ફરી એકવાર ઇઝરાયેલએ ગાઝામાં...
અયોધ્યા: લોકસભા ચૂંટણીના પરિણામો બાદ જીત-હારની ચર્ચા શરૂ થઈ ગઈ છે. સ્થાનિક લોકો હવે ચાની દુકાનો અને પાનની દુકાનો પર ચર્ચા કરી...
ખોડિયારનગરના યુવકને કલર કામ અપાવવા બહાને કારમાં બેસાડી લઇ ગયાં પ્રતિનિધિ વડોદરા તા.6 વડોદરા શહેરના ખોડિયારનગર ચાર રસ્તા પાસે રહેતા શ્રમિક કામ...
વિવાદોમાં રહેલ ડાયરી અડધું વર્ષ પૂરું થવા આવ્યું ત્યારે હવે નગર સેવકોને ત્યાં રવાના કરાઈ : નવા વર્ષની ડાયરી મહાનુભાવોના ફોટો સિલેક્શનને...
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે સરકાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. NDAએ સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે પસંદ કર્યા...
નવી દિલ્હી: ચૂંટણીના પરિણામોના દિવસે મંગળવારે આવેલી સુનામીના બીજા દિવસે બુધવારે શેરબજારમાં તોફાની ઉછાળો જોવા મળ્યો હતો. પરિણામના દિવસે સેન્સેક્સ અને નિફ્ટી...
અમદાવાદ: ગયા મહિને તા. 25મી મેના રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલા આગ કાંડમાં 28 નિર્દોષોના મોત થયા છે. આ દુર્ઘટનામાં ગુજરાત...
અગાઉ વિવિધ મિલ્કતો સીલ કર્યા બાદ આજે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી : વોર્ડ નંબર 14 ની ટીમે અને દબાણ શાખાએ પોલીસ...
નવી દિલ્હી: સતત ત્રીજી વખત સામાન્ય ચૂંટણીમાં જીત મેળવવા બદલ PM નરેન્દ્ર મોદીને બુધવારે 50 થી વધુ દેશોના નેતાઓએ અભિનંદન (Congratulated) સંદેશ...
હરણી વારસિયા રીંગરોડ પર રહેતું દંપતી બાઇક પર પોતાના ગામ જઈ રહ્યું હતું પૂરઝડપે બાઈક દોડાવી ભાગવા જતાં ચોર ડિવાઇડર સાથે ભટકાયો,...
એક માણસ ચાલતો ચાલતો એક ઝેન ગુરુના આશ્રમમાં પહોંચી ગયો.તેણે ઝેન ગુરુને કહ્યું, ‘આપને જીવનનું ગૂઢ જ્ઞાન છે તો મારે તમારી એક...
આત્યંતિક હવામાનના વધુ એક પરચારૂપે રણપ્રદેશ એવા દુબઈમાં ગયે મહિને, એટલે કે એપ્રિલ, 2024માં એક જ દિવસમાં વરસી પડેલો 154 મિ.મી. જેટલો...
પ્રાચીન ભવ્ય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો ધરાવતા આપણાં દેશમાં આધ્યાત્મિક સાધુ-સંતોની સંખ્યા સારા એવા પ્રમાણમાં છે. આધ્યાત્મિક સાધુ-સંતોની વ્યાખ્યામાં એવી વ્યક્તિ આવે...
મુંબઈઃ મહારાષ્ટ્રનો આગલા મુખ્યમંત્રી કોણ હશે? ત્રણ દિવસથી પૂછાઈ રહેલાં આ સવાલ વચ્ચે આજે એકનાથ શિંદેએ પત્રકારો સામે આવી મોટું નિવેદન આપ્યું છે. શિંદેએ કહ્યું કે, મેં પોતાને ક્યારેય મુખ્યમંત્રી માન્યો નથી. મેં હંમેશા કોમન મેન બનીને કામ કર્યું છે. મેં રાજ્યના વિકાસ માટે કામ કર્યું છે. હું મહારાષ્ટ્રની લાડકી બહેનોનો લાડકો ભાઈ છું.
એકનાથ શિંદેએ કહ્યું કે મેં મારી જાતને ક્યારેય મુખ્યમંત્રી ગણાવી નથી. હું હંમેશા સામાન્ય માણસ તરીકે જનતાની સેવા કરતો આવ્યો છું. આ દરમિયાન શિંદેએ કહ્યું કે અમિત શાહ અને પીએમ મોદીએ હંમેશા મને સપોર્ટ કર્યો છે. મને સીએમ બનાવ્યો. હું તેમનો પણ આભાર માનું છું.
આ દરમિયાન શિંદેએ કહ્યું કે મેં પીએમ મોદીને ફોન કરીને કહ્યું હતું કે અમારી વચ્ચે કોઈ સમસ્યા નથી. તમે જે પણ નિર્ણય લેશો તે અમે સ્વીકારીશું. અમારી વચ્ચે કોઈ અવરોધ નથી. અમે બધા NDAનો ભાગ છીએ. પીએમ મોદી જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું.
એકનાથ શિંદેના નિવેદનના પગલે હવે દેવેન્દ્ર ફડણવીસનું મુખ્યમંત્રી બનવું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. હવે ભાજપ મોવડી મંડળ તરફથી જાહેરાત થાય તેની રાહ જોવાઈ રહી છે.
વાસ્તવમાં, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારથી નવા મુખ્યમંત્રીને લઈને ઝઘડો ચાલી રહ્યો છે. એકનાથ શિંદે હોય, દેવેન્દ્ર ફડણવીસ હોય કે અજિત પવાર હોય. ત્રણેયના સમર્થકો તેમના નેતાને મુખ્યમંત્રી બનતા જોવા માંગે છે. ચૂંટણી પરિણામના દિવસથી જ ત્રણેય નેતાઓના સમર્થકોએ ખુલ્લેઆમ તેમના નેતાને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરવાનું શરૂ કર્યું હતું. તમને જણાવી દઈએ કે એકનાથ શિંદે હાલમાં કાર્યકારી મુખ્યમંત્રી છે.
સીએમ પદને લઈને કોઈ મૂંઝવણ નથી: મ્હેસ્કે
થોડા સમય પહેલા સીએમ પદને લઈને એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાના નેતા નરેશ મ્સ્કેનું નિવેદન આવ્યું હતું. તેમણે કહ્યું કે સીએમ પદને લઈને કોઈ મૂંઝવણ નથી. સરકાર બે દિવસમાં બનતી નથી. પ્રક્રિયા ચાલી રહી છે. સીએમના નામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. મહાયુતિના નેતાઓ નિર્ણય લેશે. જો કે અમે મુખ્યમંત્રી પદની માંગણી કરી છે. જેમ બિહારમાં એક નાની પાર્ટીને સીએમ પદ આપવામાં આવ્યું છે, તેવી જ રીતે અમે પણ સીએમ પદ માંગ્યું છે.
નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું
શિવસેના, એનસીપી અને ભાજપના અગ્રણી નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. બીજેપી હાઈકમાન્ડે આવતીકાલે પ્રફુલ પટેલ, અજિત પવાર, દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે સાથે મહત્વની બેઠક નક્કી કરી છે. માનવામાં આવે છે કે આ બેઠકમાં મહારાષ્ટ્રની રાજનીતિને લઈને મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. આ બેઠકમાં રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિ અને ભવિષ્યની રણનીતિ પર ચર્ચા થવાની શક્યતા છે. આ સાથે ભાજપ-શિવસેના (શિંદે જૂથ) અને NCP (અજિત પવાર જૂથ)ના ગઠબંધનને લગતા કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ ઉભા થઈ શકે છે.