ડેસર તાલુકાના જેસીંગપુરાથી સાવલી તાલુકાના અમરાપુરા ગામે બાળ વાળ પ્રસંગમાં હાજરી આપી પરત ફરતી વેળાએ વાલાવાવ નજીક અકસ્માત સર્જાયો હતો.

ડેસર તાલુકાના જાંબુગોરલ ગ્રામ પંચાયતના પેટાપુરા જેસીંગપુરા ખાતે રહેતા નરવતસિંહ સોમસિંહ પરમાર ની દીકરી દક્ષાબેન ના કુટુંબમાં સાવલી તાલુકાના અમરાપુરા ગામે બાળ વાળ પ્રસંગ હોવાથી પ્રસંગમાં હાજરી આપી રીક્ષા ટેમ્પો મારફતે પરત વળતી વેળાએ સાંજે 5:00 વાગ્યાના અરસામાં ડેસર થી વાલાવાવ માર્ગ ઉપર પાછળથી પૂરપાટ ગતિએ માતેલા સાઢની જેમ આવતા ડમ્પરે ટેમ્પોને જબરજસ્ત ટક્કર મારતા ટેમ્પો સહિત અંદર બેઠેલા ઘર પરિવારના 10 ઉપરાંત સભ્યો માર્ગની આજુબાજુ અને ખેતરોમાં ફંગોડાયા હતા અને ગંભીર રૂપથી ઘાયલ થયા હતા.
આજુબાજુના લોકો અકસ્માત સ્થળે ઉંમટી પડ્યા હતા અને ઘાયલોને તાત્કાલિક 108 મારફતે ડેસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા એસએસજીમાં રીફર કરાયા હતા. જ્યારે ડમ્પર સહિત ચાલકને ડેસર પોલીસ મથકે પહોંચતો કરાયો હતો. ડેસર પોલીસ મથકે અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી ને વધુ તપાસ હાથ ધરી હતી.

ઇજાગ્રસ્તોની યાદી

ગંભીર ઇજાગ્રસ્ત મંગુબેન ચંદુભાઈ પરમાર તેમજ નરવતસિંહ સોમસિંહ પરમાર , કોકીલાબેન નરવતભાઈ પરમાર તેઓને હાથેપગે ઈજા થતા વડોદરા રીફર કરાયા હતા અને મણીબેન ઉમેદ સિંહ પરમાર ,કાશીબેન વખતસિંહ પરમાર ,વિણાબેન ભલસિહ પરમાર, અમૃત બેન મહેન્દ્રભાઈ પરમાર ,મંજુલાબેન અમરસિંહ પરમાર ,સુભાષભાઈ ઉમેદભાઈ પરમાર અને નીરૂબેન રાકેશસિંહ પરમાર તેઓને પણ ઈજા થતા સારવાર માટે ડેસર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

To Top