ડિપ્રેશનમાં આવેલ યુવતી હાઇવે પર આત્મહત્યાના વિચાર સાથે ફરતી જોવા મળતાં એક અજાણી વ્યક્તિએ અભયમને જાણ કરી..

અભયમ ટીમે યુવતીનું અસરકારક કાઉન્સેલિંગ કરી સુરક્ષિત હોસ્ટેલમાં પહોંચાડી..

પ્રેમીની હકીકતની જાણ થતાં ડિપ્રેશનમાં આવેલી વિદેશી વિદ્યાર્થિનીનું અસરકારક કાઉન્સિલગ કરતી અભયમ ટીમ વડોદરા. દરેક માતા પિતા ખૂબ ખર્ચ કરી,દેવું કરીને પોતાના બાળકોના સારા ભવિષ્ય, સારી કારકિર્દી બને તે માટે અભ્યાસ કરવા અન્ય શહેરોમાં રાજ્ય તથા દેશની બહાર મોકલે છે તો આ સમય ભણવાનો હોય છે તેમા મન લગાવી ભણવું જોઈએ. પરંતુ આજે ઇન્ટરનેટ,મોબાઇલ, ટીવી, ફિલ્મોમાં જોઇ આજના બાળકો દિશા ભટકી જતાં હોય છે જેનું પરિણામ ખૂબ ગંભીર આવે છે સાથે સાથે માતાપિતા ની આશાઓ પણ રોળાઇ જતી હોય છે.આવા જ એક કિસ્સામાંગત રોજ એક ત્રાહિત વ્યક્તિએ 181 મહિલા હેલ્પ લાઇન અભયમને કોલ કરીને જણાવ્યું હતું કે, એક વિદ્યાર્થીની શહેરના બાયપાસ હાઇવે પર એકલા ફરી રહી છે અને તે યુવતી ખૂબ ચિંતિત દેખાય છે જેથી અભયમ રેસ્કયુ ટીમ સયાજીગંજ સ્થળ પર પહોચી હતી અને વિદ્યાર્થિની સાથે વાતચીત કરતા જાણાયું હતું કે,યુવતીને કોઈ યુવક સાથે મિત્રતા હતી સમયાંતરે મિત્રતા પ્રેમમાં પરિણમી હતી પરંતુ બાદમાં તે યુવક પરણિત નીકળતા તે યુવતીને લાગી આવ્યું હતુ અને ડિપ્રેશનમાં આવી ગઇ હતી ડિપ્રેશન હેઠળ તે યુવતી આત્મહત્યાનો વિચાર કરતી હતી. અભયમ ટીમ દ્વારા તેને સાંત્વના આપી તે રહેતી હતી તે હોસ્ટેલમાં સુરક્ષિત પહોંચાડી હતી.
પ્રાપ્ત હકીકત અનુસાર વડોદરા શહેરની નામાંકીત યુનિવર્સીટીમાં નેપાળ દેશની વિદ્યાર્થિની અભ્યાસ માટે છેલ્લા બે વર્ષ થી આવેલી છે તેને એક યુવક સાથે પરિચય થતાં મિત્રતા થઇ હતી જે આગળ જતા પ્રેમમા પરિણમી હતી પરંતુ થોડા દિવસ પહેલા યુવતીને જાણવા મળ્યું હતું કે, તે યુવક પહેલેથી પરણિત છે અને યુવતીને અંધારામાં રાખી તેની સાથે પ્રેમ કરી રહ્યો હતો જેથી યુવતીની લાગણી ઘવાઇ હતી અનેયુવતી ડિપ્રેશનમાં રહેતી હતી.
અભયમ દ્વારા યુવતીને યોગ્ય સમજ આપવામા આવી હતી કે, એકબીજા સાથે આકર્ષણ થવું યોગ્ય છે મિત્રતા સુઘી બરોબર છે પરંતુ વધું આગળ વધતા પહેલા સાવધાની રાખવી જોઈએ આ કેસમાં સારી વાત એ છે કે, થોડાક જ સમયમાં યુવતીને યુવક વિશે જાણ થઇ હતી કે તે જેની સાથે પ્રેમ કરે છે તે યુવક તો પરણિત છે જેથી હવે સીમિત સબંધ રાખી શકાય બહુ લાગણીમાં આવી જવાની જરુર નથી કાલ્પનિક કરતા વાસ્તવિક દુનિયા અલગ જ હોય છે.
વિદ્યાર્થીનીને સાંત્વના આપી તેને ફરીથી અભ્યાસમાં મન લગાવવાની સલાહ આપી હતી તથા યુવતીની ઈચ્છાથી તેને હોસ્ટેલમાં મૂકવામાં આવી હતી.

To Top