વર્ષ-૨૦૨૨ સુધીમાં દેશમાં ૧ લાખથી વધુ ફાટકો દૂર કરવામાં આવશે. જેનાથી કરોડો રૂપિયાનું ઈંધણ અને હજારો માનવ કલાકોની બચત થશે. આ બ્રિજના...
ભારતીય ટીમના ઝડપી બોલર મહંમદ સિરાજે એવો ઘટસ્ફોટ કર્યો હતો કે સિડની ટેસ્ટ દરમિયાન જ્યારે પ્રેક્ષકો દ્વારા રંગભેદી ટીપ્પણીઓ કરવામાં આવી રહી...
ભારતીય ટીમે બ્રિસ્બેનના ગાબામાં રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટ જીતીને માત્ર ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ જ નહોતી જીતી પણ તેની સાથે જ વર્લ્ડ...
કોરોનાવાયરસના લૉકડાઉનની તકલીફો વચ્ચે યુકે પર ક્રિસ્ટોફર નામનું એક વાવાઝોડું ત્રાટક્યું છે જેને કારણે ભારે વરસાદ પડતા વિવિધ નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાતા...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત ભાજપના (Gujarat BJP) સંગઠનમાં ધરમૂળથી ફેરફારો કર્યા બાદ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના નવા માળખાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં લગભગ...
સુરત: (Surat) ઉત્રાણ હળપતિવાસ પાસે તાપી નદીમાં (River) બોટ પલટી જતા બે લોકોનાં મોત નીપજ્યા હતા. બોટમાં પાંચ લોકો સવાર હતાં. ત્રણને...
ભરૂચ: (Bharuch) ઝઘડિયાના જાંબોલી ગામે છેલ્લા કેટલા દિવસથી દીપડાનો આતંક યથાવત હતો. ગ્રામજનોએ ઝઘડિયા વન વિભાગને દિપડાને (Panther) ઝડપી લેવા રજૂઆત કરી...
ગાંધીનગર (Gandhinagar): કોરોના આવ્યા પછી એવો સમય આવ્યો કે જેમાં અચાનક બધી જ વસ્તુ ઓનલાઇન થઇ ગઇ. ફૂડ ડિલીવરી ઓનલાઇન, કરિયાણુ ઓનલાઇન,...
દરેકને વૃદ્ધ થવાનું પસંદ નથી. કોઈને વહેલું મરવાનું પસંદ નથી. લોકો હંમેશાં યુવાન રહેવા માંગે છે અને લાંબું જીવન પણ ઈચ્છે છે....
NEW DELHI : કોંગ્રેસમાં પ્રમુખ પદ રાહુલ ગાંધી (RAHUL GANDHI) ના રાજીનામા બાદથી ખાલી છે. તેમની માતા સોનિયા ગાંધી (SONIA GANDHI) હાલમાં...
ઇરાક (iraq) ની રાજધાની બગદાદ (bagdad) માં ભીષણ આત્મઘાતી હુમલાઓ થયા છે. આ હુમલાઓમાં ઓછામાં ઓછા 13 લોકોનાં મોત નીપજ્યાં છે. એવું...
વ્હાઇટ હાઉસ (WHITE HOUSE) છોડ્યા બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (DONALD TRUMP) ક્યાં રહેશે તે અંગે ઘણી ચર્ચા થઈ હતી. ટ્રમ્પ...
દેશમાં કોરોના (CORONA) ની લડાઇ જીતવા માટે 16 મી જાન્યુઆરીથી રસીકરણ (VACCINETION) અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કોરોના રસીકરણના પ્રથમ તબક્કાના આજે...
નવી દિલ્હી (New Delhi): કોરોના સમય પછી હવે ભારતીય રેલ્વેમાં જો તમે ટ્રેનથી (Indian Railways) મુસાફરી કરો છો, તો તમને ડિસ્કાઉન્ટ મળી...
બિહારમાં ચૂંટણી જીતવા લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને RJDના વડા તેજસ્વી યાદવને (Tejaswi Yadav) પાર્ટી મેનિફેસટોમાં 18 લાખ રોજગારીની તકો ઊભી કરવા...
સુરત: (Surat) સુરત માટે મહત્ત્વનો એવો ડ્રીમ સિટી પ્રોજેક્ટ ઝડપભેર આગળ વધી રહ્યો છે. ત્યારે ડ્રીમ સિટીની (Dream City) જમીનોનું ઓક્સન કરીને...
સુરત: રિંગ રોડ (Surat Ring Road) કાપડ માર્કેટ વિસ્તારમાં અવારનવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાઓની ફરિયાદ પર કાર્યવાહી કરતાં પોલીસ કમિશનરે કાપડ માર્કેટ (Textile...
સુરત: (Surat) શહેરમાં હાલમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. દિવસે ને દિવસે શહેરમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. જેથી...
સુરત: (Surat) સુરત એરપોર્ટના (Airport) આગામી વિકાસને ધ્યાને રાખી સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા ખજોદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સમક્ષ જમીનની માંગ કરવામાં આવી...
કીમ ( KIM) ચાર રસ્તા ખાતે પાલોદમાં ગોઝારા અકસ્માતમાં ડમ્પરચાલકે સાગમટે 15 માનવીને મોતની ચાદરમાં લપેટી દીધા બાદ જવાબદાર તંત્ર ઊંઘમાંથી ચાદર...
પૂણે : દેશ માટે ખરાબ સમાચાર આવ્યા છે. પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની (Serum Institute of India -SII) બિલ્ડીંગમાં આગ લાગી...
AHEMDABAD : અમદાવાદ શહેરના શાહીબાગ (SHAHIBAUG) વિસ્તારમાં આવેલા રેલવે ઓવરબ્રિજ પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક શખ્સની એસીબી (ACB) ની ટીમે પાંચ...
વડોદરા : કેન્દ્ર સરકાર દ્વારા સતત એક્સાઈઝમાં વધારો ઝીંકીને દેશની ૧૩૦ કરોડ અને ગુજરાતની છ કરોડ જનતા મંદી-મોંઘવારી-મહામારીના મારથી હેરાન પરેશાન...
દાહોદ: દેવગઢબારિયા નગરપાલિકાના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી ગરમાવો જોવા મળી રહ્યો છે જેમાં પાલિકા પ્રમુખને હટાવવા અને કાવાદાવા થઈ રહ્યા હતા જેમાં...
વડોદરા: ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાનાં રાજેશ ભાવસાર ને છેલ્લા બે મહિનાથી માહિતી મળી હતી કે પંચમહાલ ના રાજગઢ માં તાંત્રિક વિધિનું...
AHEMDABAD : કેન્દ્ર સરકાર દ્વારા સતત પેટ્રોલ (PETROL) અને ડિઝલ (DIASEL) ના ભાવમાં વધારો કરીને ગુજરાત સહિત દેશની જનતાના ખિસ્સામાંથી કરોડો રૂપિયાનું...
સુશાંત સિંહ રાજપૂત (shushant singh rajput) ના જન્મદિવસને તેના ચાહકો ‘sushant day’ તરીકે ઉજવી રહ્યા છે. અંકિતા લોખંડેએ આ પ્રસંગે એક વીડિયો...
વડોદરા: મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં વર્ગ-3 અને 4ના કોન્ટ્રાક્ટના કર્મચારીઓના પગાર નિયમિત અને પૂરતો મળે તે અંગેની માંગ સાથે કર્મચારીઓએ...
વડોદરા: શહેરના પંડ્યા બ્રિજની આજુબાજુમાં આવેલી વસાહતોના 200 મકાન અને દુકાનોની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સંપાદન કરવાની કાર્યવાહીમાં વહીવટીતંત્રએ જે રકમ નક્કી...
(Beijing): અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની (Donald Trump) હાર પછી ચીનને (China એવી આશા હતી કે નવા રાષ્ટ્રપતિ જો બિડેનનો (American President Joe Biden)...
મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા સીટો માટે ટ્રેન્ડ આવી ગયો છે. મહાયુતિ ગઠબંધન 200થી વધુ સીટો પર આગળ છે. રાજ્યમાં ભાજપના ગઠબંધનની સરકાર બનશે તે નિશ્ચિત છે. કોંગ્રેસની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી (MVA) 50થી વધુ બેઠકો પર આગળ છે. દરમિયાન હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ તે અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ફડનવીસ અને શિંદે બંને ટ્રેન્ડ કરી રહ્યા છે. જોકે મળતી માહિતી મુજબ ત્રણેય પક્ષો સાથે મળીને સીએમના નામનો નિર્ણય કરશે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મત ગણતરીએ ખાસ કરીને મહાવિકાસ અઘાડી ‘MVA’ને આશ્ચર્યચકિત કરી દીધું છે. MVAની સંખ્યા 50 થી 60 બેઠકો વચ્ચે બદલાઈ રહી છે જ્યારે NDA ગઠબંધન ‘મહાયુતિ’ 288માંથી 220 બેઠકો પર આગળ છે. જોકે ચૂંટણી પંચના અંતિમ પરિણામોની રાહ જોવાઈ રહી છે. ભાજપ એકલા હાથે 126 સીટોને પાર કરતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ હશે તેને લઈને નવો અવાજ સંભળાવા લાગ્યો છે. બીજેપી નેતા પ્રવીણ દરેકરે નિવેદન આપ્યું છે કે મુખ્યમંત્રી પણ તે પાર્ટીનો હોવો જોઈએ જેની પાસે વધુ ધારાસભ્યો હોય, એટલે કે જે સૌથી મોટી પાર્ટી હોય. બીજી તરફ શિવસેનાના નેતાઓને વિશ્વાસ છે કે માત્ર એકનાથ શિંદે જ મુખ્યમંત્રી પદ સંભાળશે. કારણ, ભાજપ શિંદે પાસેથી વફાદારીનો પુરસ્કાર નહીં છીનવે. શિંદેએ શિવસેના સાથે ભાગલા પાડીને રાજ્યમાં બીજેપી માટે મજબૂત મંચ ઊભો કર્યો હતો.
બીજી તરફ મુખ્યમંત્રી શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ત્રણેય પક્ષો સાથે મળીને નક્કી કરશે કે રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે. આ પહેલા ફડણવીસે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે એક હૈ તો સેફ હૈ. મહાયુતિમાં ભાજપ, શિવસેના (એકનાથ શિંદે) અને NCP (અજિત પવાર)નો સમાવેશ થાય છે, જ્યારે મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને NCP (શરદ પવાર)નો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન થયું હતું. 2019ની સરખામણીએ આ વખતે 4% વધુ મતદાન થયું છે. 2019માં 61.4% વોટ પડ્યા હતા. આ વખતે 65.11% મતદાન થયું છે.
ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રની જનતાએ અમને અભૂતપૂર્વ વિજય અપાવ્યો છે. આ દર્શાવે છે કે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છે. ‘સાથે છીએ તો સલામત છીએ’ના સૂત્રને અનુરૂપ તમામ વર્ગો અને સમુદાયોના લોકોએ એક થઈને અમને મત આપ્યો. આ મહાયુતિ, સીએમ એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ અજિત પવાર અને રામદાસ આઠવલેની જીત છે, આ એકતાની જીત છે. ધર્મના નામે ભાગલા પાડવાનો પ્રયાસ નિષ્ફળ ગયો.
‘મારો પુત્ર બનશે મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી’
મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બનવાની સાથે જ નાયબ મુખ્યમંત્રી અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસની માતા સરિતા ફડણવીસનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે દેવેન્દ્ર ફડણવીસને અભિનંદન આપ્યા છે અને આશીર્વાદ પણ આપ્યા છે. દેવેન્દ્ર ફડણવીસની માતા સરિતા ફડણવીસે કહ્યું કે આ એક મોટો દિવસ છે કારણ કે મારો પુત્ર રાજ્યમાં મોટો નેતા બન્યો છે. તે 24 કલાક સખત મહેનત કરતો હતો. તે જ મુખ્યમંત્રી બનશે. લાડલી બહેનોનો આશીર્વાદ પણ તેની સાથે છે.