સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વધુ આઠ શંકાસ્પદ કેસ મળી આવતા તેમને શહેરની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ...
રજનીબેન લીલાની, 61 વર્ષીય કોરોના ચેપગ્રસ્ત વૃદ્ધ મહિલાનું શનિવારે રાત્રે સુરત શહેરમાં નિધન થયું હતું. રજનીબેન લીલાની શનિવારે કોરોના પોઝિટિવ જોવા મળી...
સ્પેનમાં શનિવારે 809 મૃત્યુ નોંધાવાની સાથે કોરોનાવાયરસ સંબંધિત મૃત્યુમાં સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. સ્પેનમાં કોરોનાને લીધે મૃત્યુની કુલ સંખ્યા 11,744...
કોરોના વાયરસના સંક્રમણની શક્યતાને જોતાં સૌરાષ્ટ્ર, પોરબંદર, વેરાવળમાંથી અંદાજે ૫૦૦થી વધુ માછીમારો સાથે પરત ઉમરગામ આવી રહી હતી. ત્યારે પાંચ-સાત જેટલી બોટોને...
કોરોનાની મહામારીને પગલે સુરત શહેર અને જિલ્લામાં રહેતા અમેરિકા, જર્મન અને ફ્રાંસના નાગરિકો પોતાના વતન રવાના થયા છે. જિલ્લા કલેક્ટર કચેરીના અંતરંગ...
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે રાજ્યમાં એપ્રિલ 14 લૉકડાઉન ઉપાડવું કે નહીં તેનો નિર્ણય લોકો સરકારના નિર્દેશોનું પાલન કરશે...
મહામરીની વાતો ચાલી રહી હતી અને વાતાવરણમાં તણાવ ફેલાયો હતો ત્યારે એક શખ્સની નોકરી કદાચ જતી રહી હતી સાથે જ તેના માથા...
ભારતમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે શનિવારે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી જેમાં કોવિડ-19ને ફેલાવતા અટકાવા લોકોને ‘ઘરમાં...
કોરોના સામેની લડતમાં દેશવાસીઓ પોતાને એકલા ન અનુભવે અને એક્તના દર્શન થાય એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવતી કાલે રવિવારે રાત્રે...
એસોચેમ દ્વારા કોરોનાવાયરસથી થતાં નુકસાનથી તમામ સેક્ટરની રિકવરી માટે 100-120 અબજ ડૉલર (રૂ. 7.50 લાખ કરોડ -9 લાખ કરોડ)ના પેકેજની માગ કરવામાં...
કોરોના વાયરસથી ચેપગ્રસ્ત એક મહિલાએ અહીં એક બાળકને જન્મ આપ્યો હતો અને બાળક સ્વસ્થ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.ડૉ. નીરજા ભાટલા એઈમ્સના...
લૉકડાઉન સમાપ્ત થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને બજેટ કેરિયર એર એશિયા ઇન્ડિયાએ 15 એપ્રિલથી પ્રવાસ માટે એર ટિકિટ બુક કરવાનું શરૂ કર્યું છે....
બોલીવુડના ઘણા સ્ટાર્સ પણ કોરોના વાયરસથી પીડિત લોકોની મદદ માટે આગળ આવ્યા છે. હજી સુધી, ઘણા સિતારાઓએ લોકોને આર્થિક મદદ કરવાની જાહેરાત...
શહેરમાં શનિવારે સાંજે આરોગ્ય વિભાગ પાસેથી મળેલા અપડેટ મુજબ સુરત શહેરમાં વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે. પાલ વિસ્તારની 61 વર્ષીય મહિલાનો...
શહેરમાં છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ડી-માર્ટના કોરોના પોઝિટીવ કર્મચારીના પરિવારના ચાર...
હોકી ઈન્ડિયાએ શનિવારે પીએમ-કેર્સ ફંડમાં વધારાના 75 લાખનું દાન આપવાનો નિર્ણય કર્યા બાદ રોગચાળાને પહોંચી વળવા માટે તેના કુલ ફાળો 1 કરોડ...
શનિવારે, જમ્મુ-કાશ્મીરના કુલગામના માંજગામ ખાતે સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓના છુપાયેલા...
યુ.એસ. માં અત્યાર સુધીમાં 2,77,000 લોકોને કોરોના રોગનો ચેપ લાગ્યો છે, જ્યારે 7 હજાર 392 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ બધાની વચ્ચે...
દેશમાં આજે કોરનાવાયરસ ચેપના નવા 78 કેસ નોંધાયા છે. તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 47 દર્દીઓ છે. આ પછી રાજસ્થાનમાં 19, ગુજરાતમાં 10,...
વલસાડ જિલ્લા માટે એક સારા સમાચાર પ્રાપ્ત થયા છે. જિલ્લામાં કુલ ૧૦પ૯ વ્યક્તિઓને ૧૪ દિવસના હોમ કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હતા. જે...
લોકડાઉન દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજ-કરિયાણાની અછત નહીં પડે તે માટે સરકારે 1 લી એપ્રિલથી 3 જી એપ્રિલ સુધી સસ્તા અનાજની...
ઘણા લોકો એવુ માને છે કે, ખાસી, શરદી, તાવ, માથા અને હાથ-પગનો અતિશય દુખાવો હોય તેવા દર્દીઓના લક્ષણો કોરોના વાયરસના માનવામાં આવે...
સુરતમાં આજે નવા 19 શંકાસ્પદ દર્દીઓને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં પાલની 47 વર્ષીય સ્ત્રી છે જેને સ્મીમેરમાં દાખલ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામેની લડતમાં 21 દિવસના લોકડાઉનના આપેલા આદેશ પછી આજે આગામી રવિવારે રાત્રે 9:00 કલાકે ઘરની તમામ લાઇટો...
ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે ગણતરીના દિવસોમાં સમગ્ર વિશ્વને તેની લપેટમાં લઇ લીધું છે. ચીનમાં તો તે કાબૂમાં આવી ગયો છે...
સુરતમાં કોરોનાના કુલ 179 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે જેમાં કુલ 12 પોઝિટિવ કેસ છે જે પૈકી બે સુરત જિલ્લાના છે. નેગેટિવ કેસ...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 105 પર પહોંચી ગયો છે. પાટણમાં કોરોનાનો પ્રથમકેસ પોઝિટિવ કેસ...
ગુજરાતમાં કોરોનાવાયરસ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે ગુજરાતમાં નવા 10 પોઝિટિવ કેસો નોંધાયા બાદ તંત્રની ચિંતામાં વધારો જોવા મળી...
કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે. અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં...
કુછ કુછ હોતા હૈ, હર દિલ જો પ્યાર કરેગા અને બાદલ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર સના સઇદ હાલ શોકમાં...
દૈનિક ૩૨ જેસીબી, ૫૯ નાના મોટા ડંપર, ૬૦ જેટલા ટ્રેકટરની મદદથી ૩૪૦ જેટલા લોકોની ટીમે કરી કામગીરી
ભયાનક પૂરની અસરથી વડોદરાને મુક્ત કરવાના પ્રયાસો આયોજનબદ્ધ રીતે,વિવિધ ક્ષેત્રોમાં એકસાથે થયાં. જેમાં રસ્તાઓના સમારકામ અને વિવિધ ટેકનીકસ પ્રયોજીને ખાડા પૂરવાના કામોનો સમાવેશ થાય છે. પૂર બાદ શહેરમાં માર્ગો ઉપર પડેલા ૧૫૩૨૬ ખાડાઓને પેચવર્ક કરી દુરસ્ત કરવામાં આવ્યા છે.
મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું કે, શહેરમાં મહાપાલિકા હસ્તક કુલ ૧૮૩૭ કિલોમીટરના માર્ગો છે. જેમાં ૧૮ મીટર કે તેનાથી વધુ પહોળાઈ ધરાવતા ૭૪૨ માર્ગો, તેનાથી ઓછી પહોળાઈ ધરાવતા ૧૦૯૫ રસ્તાઓ છે. ભારે વરસાદ અને તે બાદ આવેલા પૂરથી માર્ગોને નુકસાન થયું હતું.
*રસ્તાઓને પૂર્વવત કરવા દિવસ અને રાત કરવામાં આવ્યું કામ*
રસ્તાઓનું જરૂરી સમારકામ ઝડપથી કરવા દિવસ અને રાતની બે જુદી જુદી શિફ્ટમાં યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી અને રસ્તાઓ પૂર્વવત કરવામાં આવ્યા. પૂરના પાણી ઓસરી ગયા તે પછી તા.૩૦ ઓગસ્ટથી શરૂ કરવામાં આવેલી રસ્તાની દુરસ્તીની કામગીરી સતત ચાલુ રાખવા દરરોજ ૩૨ જેસીબી, ૪૦ ડંપર, ૧૯ નાના ડંપર (એફસી), ૬૦ જેટલા ટ્રેકટર અને ૩૪૦ જેટલા શ્રમિકોને કામે લગાડીને રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું હતું.
પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓના સંકલનથી ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી અને શહેરના પૂર્વ વિસ્તારમાં આજવા રોડ, બાપોદ, સવાદ,વારસિયા રિંગ રોડ, ફતેપુરા, હરણી સહિતના વિસ્તારો,પશ્ચિમમાં ભાયલી, ગોરવા, ગોત્રી, વાસણા, તાંદલજા, બિલ, સેવાસી, ઉંડેરા સહિતના વિસ્તારો, ઉત્તરમાં દેણા, સમા, વેમાલી, નિઝામપુરા, પ્રતાપગંજ, છાણી અને દક્ષિણમાં માંજલપુર, મકરપુરા, તરસાલી, ધનિયાવી, વડદલા, વડસર અને કપુરાઇ સહિત લગભગ તમામ અસર પામેલા વિસ્તારોમાં રસ્તાઓને સુધારીને વાહન વ્યવહારને યોગ્ય એટલે કે મોટરેબલ કરવામાં આવ્યા છે.જેમાં પેવર બ્લોક, વેટ મિક્ષ અને હોટ મિક્ષ મટીરીયલ પાથરવા સહિત જરૂરી કામો કરવામાં આવ્યા છે.
*રસ્તાઓના સમારકામની કામગીરીની એક ઝલક*
આ રસ્તાઓને પૂર્વવત બનાવવા ૧૫૩૨૬ ખાડાઓને ૧૮૨૪૯ મેટ્રિક ટન સામગ્રીનો ઉપયોગ કરીને પૂરવામાં આવ્યા છે અને જરૂરિયાત મુજબ હોટ મિક્ષ, કોલ્ડ મિક્સ અને વેટ મિક્ષ એમ ત્રણેય પ્રકારના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પૈકી ૧૧૫૧૮ ખાડાઓ પૂરવા ૧૫૦૯૨ મેટ્રિક ટન હોટ મિક્ષ સામગ્રી અને ૩૭૬૪ ખાડાઓ પૂરવા ૩૧૩૦ મેટ્રિક ટન વેટ મિક્ષ સામગ્રી અને ૪૪ ખાડાઓને ૨૭ મેટ્રિક ટન કોલ્ડ મિક્ષ સામગ્રીનો ઉપયોગ કરીને પૂરવામાં આવ્યા છે.
બહુધા ચોમાસા દરમિયાન ખાડા પૂરવા માટે વેટ મિક્ષ સામગ્રી વાપરવામાં આવે છે. જો કે મજબૂતીની ખાતરી માટે વરસાદ અટકે ત્યારે હોટમિક્ષ સામગ્રીનો ઉપયોગ કરીને એ ખાડાઓ પર પેચ વર્ક કરીને રસ્તાઓને વાહન વ્યવહાર યોગ્ય બનાવવામાં આવ્યા અને વડોદરા મહાનગર પાલિકાના હોટ મિક્ષ પ્લાન્ટમાં થી જરૂરી સામગ્રી મેળવવામાં આવી છે.
*૬૦ કિલોમીટર ના ૪૭ રસ્તા રહ્યા અકબંધ*
વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં બનાવવામાં આવેલા ૬૦ કિલોમીટર લંબાઈના ૪૭ રસ્તા પૂરની પરિસ્થિતિમાં પણ લગભગ અકબંધ રહ્યા હતા. જ્યારે અન્ય રસ્તાઓ પર પડેલા ખાડાઓ પુરાવા મોટા પ્રમાણમાં હોટ મિક્ષ સામગ્રીની જરૂર પડી. જે કોર્પોરેશનના પોતાના પ્લાન્ટમાં બનાવવાની સાથે જરૂર પ્રમાણે ઇજરદારોના પ્લાન્ટમાંથી આ સામગ્રીનો જથ્થો મેળવીને કામ ચાલુ રાખવામાં આવ્યું હતું.
રસ્તા પરના ખાડા ફક્ત વેટ મિક્ષ મટીરીયલથી પૂરવાથી કામ પૂરું થઈ જતું નથી. વરસાદ ફરી પડે ત્યારે આ મટીરીયલ હટી જાય છે. એટલે તાત્કાલિક ઉપાય તરીકે વેટ મિક્ષથી પૂરીને પછી હોટ મિક્ષ કામગીરીથી મોટા ખાડાઓની જગ્યાઓને ફિક્સ એટલે કે મજબૂત કરવામાં આવે છે. આ રીતે રસ્તા ખાડામુક્ત કરવામાં આવ્યા છે. મુખ્ય રસ્તાઓના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે ત્રણ દિવસમાં પૂરી કરવામાં આવી અને તેની સાથે નવરાત્રી સમીપ હોવાથી ગરબા મેદાનોની આસપાસના રસ્તાઓને દુરસ્તીની આ કામગીરી હેઠળ આવરી લેવામાં આવ્યા. ઉપમાર્ગો એટલે કે બાય રોડના ખાડાઓનું સમારકામ એક અઠવાડિયામાં પૂરું કરવામાં આવ્યું હતું. મહાનગર પાલિકાએ રસ્તાઓના સમારકામ અને વાહન વ્યવહાર યોગ્ય કરવાની કામગીરીને અગ્રીમતા આપીને તમામ સાધન સામગ્રી અને માનવ બળનો વિનિયોગ કરીને શક્ય તેટલી ઝડપે કરી છે.