Latest News

More Posts

દરિયામાં વ્યવસ્થિત રીતે વિસર્જન કરવા માંગ ઉઠી :

આવતા જતા લોકોને મૂર્તિ દેખાઈ રહી છે અને તેમની આસ્થાને પણ ઠેસ પહોંચી રહી છે : કાઉન્સિલર

( પ્રતિનિધિ )વડોદરા,તા.17

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવાયેલા કુત્રિમ તળાવમાં ભાવિ ભક્તો દ્વારા દશા માતાજી અને ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જોકે તેને આજે ઘણા મહિનાઓ વીતી ગયા છતાં પણ કુત્રિમ તળાવમાંથી પ્રતિમાઓનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવતા કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.

કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરના શાસકો માત્ર ફોટો પડાવવામાં જ રસ દાખવતા હોય તેવું છાસવારે સપાટી પર આવવા પામ્યું છે. અગાઉ પણ ઘણી વખત સ્વચ્છતા અભિયાન કરી જાડું પકડી માત્ર ફોટો પડાયો હતો. જો કે ખરેખર તો સાફ-સફાઈ થતી નથી. હિન્દુ ધર્મના પવિત્ર તહેવારો સાથે લોકોની આસ્થા અને શ્રદ્ધા અતૂટ હોય છે આવી જ આસ્થા અને શ્રદ્ધા સાથેે દશા માતાજીના વ્રતની ઉજવણી અને ગણેશ ઉત્સવ ભક્તો મનાવતા હોય છે અને પ્રતિમાઓનું વિસર્જન કરતા હોય છે. ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર દ્વારા શહેરના કુદરતી તળાવમાં પ્રતિમા કોના વિસર્જન પર પ્રતિબંધ લાદી ભાવિ ભક્તો માટે શહેરના જુદા જુદા વિસ્તારોમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. જોકે તેની માવજત કરવામાં તંત્ર તદ્દન નિષ્ફળ નીકળ્યું છે. આ વર્ષે દશા માતાજીના વ્રતની ઉજવણી કર્યા બાદ ભક્તો દ્વારા માતાજીની પ્રતિમાઓનું કુત્રિમ તળાવમાં વિસર્જન કર્યું, તેવી જ રીતે ગણેશજીની પ્રતિમાઓનું પણ ભક્તો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું. જે બાદ કોર્પોરેશન દ્વારા જે પ્રકારે આ કુત્રિમ તળાવની સાફ-સફાઈ કરવી જોઈએ તે પ્રકારે થઈ નથી. જેના કારણે આજે પણ નવલખી કુત્રિમ તળાવ ખાતે પ્રતિમાઓ જે છે, તે હાલતમાં જોવા મળી છે. જેના કારણે વિસ્તારના કાઉન્સિલરે કોર્પોરેશનના તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.

સ્થાનિક કાઉન્સિલરે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સુરસાગર, સિધ્ધનાથ તળાવ સહિતના શહેરમાં આવેલા કુદરતી તળાવમાં અગાઉ જે રીતે ભક્તો વિસર્જન કરતા હતા એ બંધ થઈ ગયા પછી વડોદરા શહેરમાં ગણેશજીનો મોટામાં મોટો તહેવાર હોય દશા માતાજીનો તહેવાર હોય એ તમામનું વિસર્જન કરવા માટે જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. એ કુત્રિમ તળાવની અંદર ગણેશજીનું વિસર્જન થયા પછી અઢી મહિના ઉપરાંતનો સમય થઈ ગયો છતાં પણ વિસર્જન થયા પછી જે કુત્રિમ તળાવ નવલખી હોય કે પછી અન્ય બીજા જે તળાવ છે. આ પ્રતિમાઓને વિસર્જન કર્યા પછી આ મૂર્તિઓ એવી જ હાલતમાં પડી રહી છે. જેને જોતા દુઃખ થઈ રહ્યું છે. આ જવાબદારી કોર્પોરેશનની છે. વિસર્જન બાદ 10-15 દિવસ પછી ડમ્પર લાવીને આ તમામ પ્રતિમાઓ એકત્ર કરીને દરિયામાં એને વિસર્જન કરવાની હોય પણ આ વર્ષે કોઈ કોર્પોરેશનના કોઈપણ અધિકારીઓ દ્વારા એવું કામ નથી કર્યું. જેથી કરીને આજે આ નવલખી કુત્રિમ તળાવમાં પ્રતિમાઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે. એટલે આ કેટલી ગંભીર બાબત કહેવાય. આપણે ભગવાનના નામ પર ચૂંટણી જીતી જતા હોય પછી ભગવાન માટે આવું કામ ન કરો એ દુઃખની બાબત છે. અમારું એટલું જ કહેવું છે કે, વિસર્જન થયા પછી જે અઢી અઢી ત્રણ ત્રણ મહિનાથી આ પ્રતિમાઓ નો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. એ પ્રતિમાઓને દરિયામાં જઈને સારી રીતે વિસર્જન કરવું જોઈએ. અહીં આવતા જતા લોકોને આમ મૂર્તિ દેખાઈ રહી છે અને તેમની આસ્થાને પણ ઠેસ પહોંચી રહી છે.

To Top