સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાના પૂર્વ કોર્પોરેટર (Corporator) અને સુરત શહેર કોંગ્રેસમાં વિવિધ પદ પર કામ કરી ચુકેલા દિનેશ કાછડિયાએ (Dinesh Kachadiya)...
બળાત્કારના કેસમાં ધરપકડથી બચાવની માગ કરતા સરકારી કર્મચારી દ્વારા કરવામાં આવેલી અપીલની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે મુકેલી શરત ઉપર ચર્ચા શરૂ...
ગુજરાત ( gujarat) ના નર્મદા જિલ્લામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ( statue of unity) ને જોવા માટે દેશ-વિદેશથી પર્યટકો આવે છે, પરંતુ...
દેશમાં સોમવારથી કોરોના રસીનો બીજો તબક્કો પ્રારંભ થયો છે. આ ક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) આજે સવારે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ...
આગ્રાનો તાજમહેલ (TAJ MAHAL) આર્કિટેક્ચરનો અદભૂત નમૂનો ગણવામાં આવે છે. કારણ કે પત્ની મુમતાઝની યાદમાં શાહજહાંની ઉપહાર ઇતિહાસકારો, કવિઓ, દિગ્દર્શકો, પ્રેમીઓ, પ્રવાસીઓ અને...
હિમાચલ પ્રદેશ : એક ગરીબ પરિવાર (FAMILY) છ ફૂટ પહોળી અને આઠ ફૂટ લાંબી તૂટેલી પાણીની ટાંકી (WATER TANK)માં રહે છે. આ...
સુરતઃ (Surat) ભારતના જુદા જુદા રાજ્યોમાં જઈને સાઈબર ક્રાઈમ (Cyber Crime) આચરતી ઝારખંડની ગેંગ પંદર દિવસ પહેલા સુરતમાં આવી હતી. સુરતમાં ઓફિસ...
પંજાબ ( PUNJAB ) વિધાનસભાનું બજેટ સત્ર ( BUDGET SESSION) શરૂ થઈ ગયું છે. ગૃહમાં ગવર્નરના ( GOVERNOR) સંબોધન દરમિયાન ભારે હોબાળો...
સુરત: (Surat) સગરામપુરા વિસ્તારમાં રમીઝ એપાર્ટમેન્ટની ગલીમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં આગ (Fire) લાગતા અફરાતફરી મચી ગઈ હતી. એપાર્ટમેન્ટની મીટરપેટીમાં આગ લાગ્યા બાદ...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાના પૂર્વ કોર્પોરેટર (Corporator) અને સુરત શહેર કોંગ્રેસમાં વિવિધ પદ પર કામ કરી ચુકેલા દિનેશ કાછડિયાએ (Dinesh Kachadiya)...
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનોત ( KANGANA RANAUT) અને તેના ચાહકો માટે ખરાબ સમાચાર આવ્યા છે. મુંબઈની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે અભિનેત્રી વિરુદ્ધ વોરંટ...
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સિબિલ સ્કોરના આધારે હોમ લોનમાં 70 બેસિસ પોઇન્ટ અથવા લગભગ 0.7 ટકા સુધીની છૂટ આપવાની જાહેરાત કરી છે....
સુરત: (Surat) સુરત એસઓજી પોલીસે (SOG Police) શનિવારે રાત્રે 3 વાગ્યે સુરત રેલવે સ્ટેશનની બહાર મુંબઈ બ્રાંદ્રાથી ડ્રગ્સ લઈને આવેલી યુવતીને 19.79...
ભારત સહિત ઘણા દેશોમાં હજી પણ કોરોનાનો ખતરો યથાવત છે. દેશભરમાં કોરોના ( CORONA) ના નવા કેસ સામે આવી રહ્યા છે. દરમિયાન,...
દાહોદ: દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકાના ઘોડીયા પ્રાથમીક શાળા કેન્દ્ર ખાતે આવેલ મતદાન મથક પર સવારથી મતદાન શાંતિ પુર્ણ રીતે ચાલી રહ્યું હતું...
1લી માર્ચથી રાજયમાં 60વર્ષથી ઉપરના ગુજરાતના (GUJARAT) 60 લાખ જેટલા વરિષ્ઠ વડીલોને આ રસીકરણ અભિયાનનો લાભ આપવામાં આવનાર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી...
હાલોલ: હાલોલ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી સંપન્ન થયા બાદ તાલુકા પંચાયતની ૨૩ બેઠકો માટે ૬૫.૧૦ ટકા જ્યારે જિલ્લા પંચાયતની...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ( NARENDRA MODI ) સોમવારે કૃષિ ક્ષેત્રે બજેટ ( AGRICULTURE BUDGET) ના અમલીકરણ અંગેના વેબિનાર ( WEBINAR) ને...
નડિયાદ : ખેડા જિલ્લામાં રવિવારના રોજ પાંચ પાલિકા અને આઠ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઇ હતી. વહેલી સવારથી જ મતદારોએ ભીડ લગાવી...
સંતરામપુર: મહીસાગર જીલ્લાના સંતરામપુરના ગોઠીબ જીલ્લા પંચાયતનો ચુંટણી જંગ લોહિયાળ બન્યો ગોઠીબ જીલ્લા ભા.જ.પ.નાં ઉમેદવાર અને તેવોના પુત્ર સહીતના લોકોએ નાના અંબેલા...
વડોદરા: આજે રવિવારનો વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ ડભોઈ, સાવલી અને પાદરા નગર પાલિકાની ચૂંટણીનું તમદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું....
પાકિસ્તાને ( PAKISTAN) રાષ્ટ્રીય સ્તરે 3 ફેબ્રુઆરીએ કોરોના રસીકરણ ( VACCINATION) અભિયાન શરૂ કર્યું હતું. બીજા દિવસે, એટલે કે 2 ફેબ્રુઆરીએ, તેમને...
વડોદરા: બજાજ ફાઇનાન્સ કંપનીના કર્મચારીની ઓળખાણ આપીને મોબાઇલ ખરીદીના 15 ટકા નાણાં પરત આપવા ગઠિયાએ યુવાનમાં એટીએમનો નંબર લઇને ગણતરીની જ મિનિટમાં...
વડોદરા: હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા બાદ પોત પ્રકાશતા મુસ્લિમ યુવાને મારઝુડ કરીને બળજબરી પૂર્વક મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા શારીરિક માનસિહક...
દિલ્હીમાં એલપીજીની કિંમત 819 રૂપિયા અને કોલકાતામાં 845.50 રૂપિયા છે. 1 માર્ચથી, એલપીજીના ભાવમાં 25 રૂપિયા વધુ વધારો થયો છે અને તે...
સુરત: 1 એપ્રિલ 2020થી સરકારે બીએસ-6 વાહનો (bs-6 engine)નું જ રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યુ છે. મોંઘીકાર ખરીદ્યા પછી પેટ્રોલ (petrol), ડીઝલ(diesel)ના ભાવો આસમાને...
પાદરા: પાદરા નગરપાલિકા તેમજ તાલુકા જિલ્લા પંચાયતની આજે યોજાયેલી ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન થયું હતું આચાર સંહિતાનો ભંગ જેવી એકાદ બે ચીલા ચાલુ...
ગુજરાતીમાં કહેવત છે કે જેવડી પછેડી હોય તેવડી જ સોડ તાણવી. અમેરિકા જેવા સમૃદ્ધ દેશો આ કહેવત મુજબ જીવવામાં માનતા નથી. અમેરિકામાં...
GANDHINAGAR : રાજ્યભરમાં આજે 231 તાલુકા પંચાયત 31 જિલ્લા પંચાયતો અને 81 નગરપાલિકાઓની ચૂંટણી માટે એકદંરે શાંતિપૂર્ણ મતદાન યોજાયું હતું. આ મતદાનમાં...
અભિનય, ગીત સંગીત ગાયન, રમત ગમત, સાહિત્ય લેખન, વીર કૃત્ય, સમાજ કે દેશની સેવાનાં યશોગાન, જ્ઞાન વિદ્વાનની સિધ્ધિ, અનેક પ્રકારની કલાઓમાં પ્રભાવ...
અંકલેશ્વર, ભરૂચ: અંકલેશ્વરના જીતાલી વિસ્તારમાં છઠ પૂજાના દિવસથી ગુમ થયેલા આઠ વર્ષના બાળકનો વિક્ષત હાલતમાં મૃતદેહ પાડોશીના મકાનમાં લોખંડની પેટીમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આરોપી સીઆરપીએફમાં કોન્સ્ટેબલ હોવાનું તેમજ ઓનલાઈન સટ્ટામાં હારી જતાં પૈસા માટે બાળકનું અપહરણ કર્યાનું કબૂલ્યું છે.
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં ગ્રીન સિટી ટાઉનશિપમાં રહેતા ભીષમ રાજભરનો આઠ વર્ષીય બાળક શુભ ગત 6ઠ્ઠી નવેમ્બરના રોજ બપોરના સમયે ઘરની બહાર રમતો હતો, ત્યારબાદથી ગુમ થયો હતો. બાળકના પિતા સહિત પરિવારજનોએ વ્યાપક શોધખોળ કરી, છતાં તેનો પત્તો નહીં લાગતાં અંતે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.
પોલીસે તપાસ શરૂ કરતાં જાણવા મળ્યું કે બાળકના પિતાના જણાવ્યા પ્રમાણે કોઈ અજ્ઞાત મોબાઈલ ઉપરથી વોટ્સ એેપ ઉપર તેમના બાળકનું અપહરણ કરાયું છે અને છોડાવવા માટે રૂ.પાંચ લાખની ખંડણીની માંગ કરવામાં આવી હતી. અપહરણની આશંકા સામે આવતા અંકલેશ્વર રૂરલ પોલીસ તેમજ ભરૂચ એલ.સી.બી.પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી હતી. દરમ્યાન જે મોબાઈલ ઉપરથી ખંડણીનો મેસેજ આવ્યો હતો તેને ટ્રેસ કરાતા તેનું લોકેશન ઘરની આસપાસ જ આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
દરમિયાન પડોશમાં રહેતાં શૈલેન્દ્ર રાજપૂત કે જે સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે, તેના રૂમમાંથી તીવ્ર ગંધ આવતા પોલીસે પલંગ નીચે મુકેલી લોખંડની પેટીને ખોલતા તેમાંથી હાથ પગ બાંધેલી તેમજ મોં ઉપર સિલ્વર ટેપ બાંધેલી હાલતમાં શુભનો મૃતદેહ અંત્યંત વિક્ષત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે લોખંડની પેટીમાંથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ તેમજ વધુ તપાસ અર્થે સુરત ફોરેન્સિક વિભાગ ખાતે મોકલ્યો હતો. પોલીસે લાશ મળ્યા બાદ તુરંત હત્યારા પાડોશી શૈલેન્દ્ર રાજપુતની અટકાયત કરી હતી અને કડક પુછપરછ કરતા આ નિર્મમ હત્યાનો ચોંકાવનારો ભેદ ઉકેલાયો હતો.
સટ્ટાની હાર ભરપાઈ કરવા બેન્કમાંથી લોન લીધી ને તેના હપ્તા ભરવા અપહરણ કર્યું
પોલીસની પુછપરછ દરમ્યાન હત્યારા પાડોશીએ કબુલ્યું હતું કે તે શેરબજાર સહિત ઓનલાઇન સટ્ટામાં હારી જતા આર્થિક નુકશાન થયું હતું અને તેને ભરપાઈ કરવા તેણે બૅંકમાંથી લોન લીધી હતી. લોનના હપ્તા ભરવા રૂપિયાની જરૂર પડતા બાળકનું અપહરણ કરી રૂ. પાંચ લાખની માંગણી કરી હતી.
હાથ-પગ બાંધી પેટીમાં પૂર્યો, મોં પર સેલો ટેપ મારી જેથી બાળક ગુંગળાઈને મોતને ભેટ્યું
બાળકને અપહરણ કરી હાથ પગ બાંધી બુમ ના પાડે તે માટે તેનું મોં સેલ્વર ટેપથી બાંધી દીધું હતું અને લોખંડની પેટીમાં મુકી દીધો હતો. પરંતુ ગુંગળામણને કારણે બાળકનું બીજા દિવસે એટલે કે છઠ પુજાના દિવસે જ મોત નીપજ્યું હતું. બાળક ગુમ થયા બાદ વિવિધ પોલીસ ટુકડી સતત ઘટના સ્થળે તપાસમાં હતી, જેને કારણે હત્યારો લાશને સગેવગે કરી શક્યો નહોતો.
CRPF જવાન દિવાળીની રજા ગાળવા અંકલેશ્વર આવ્યો હતો
હત્યારો શૈલેન્દ્ર રાજપુત સી.આર.પી.એફ.માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. હાલ તેની પોસ્ટિંગ મધ્ય પ્રદેશના ગ્વાલિયર ખાતે છે. દિવાળીની રજા હોવાથી તે અંકલેશ્વર આવ્યો હતો.
હત્યારો મૃતકના પિતા સાથે રહી બાળકને શોધવાના ડોળ કરતો સાથે રહ્યો હતો
મઘ્ય પ્રદેશના ગવાલીયર ખાતે સી.આર.પી.એફ.માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો આરોપી શૈલેન્દ્ર રાજપુત પોતે તે દિવસે મૃતકના પિતા સાથે રહી બાળકને શોધવાના ડોળ કરતો સાથે રહ્યો હતો, ગુમ થયાની પોલીસ ફરિયાદ આપવા પોલીસ મથકે પણ સાથે ગયો હતો. જોકે બાદમાં ખંડણીમાટે કરેલા વોટ્સઅપ મેસેજને કારણે મોબાઈલ લોકેશનના આધારે તે ઝડપાઈ ગયો હતો.