Latest News

More Posts

ગતરોજ ગણપતિ વિસર્જન ની રાત્રે 42 મેડિકલ કેશો દાખલ કરવામાં આવ્યા છે જેમાંથી 31થી જેટલા કેસો મારામારીના કારણે ઈજા પામનાર લોકોના છે જે શહેરની સયાજી હોસ્પિટલ ખાતે નોંધાયા

એક બાજુ શહેરમાં રંગે ચંગે શ્રીજીની વિસર્જન યાત્રા આયોજન કરવામાં આવ્યું હતું. એ લોકો ઉત્સાહભેર વાતાવરણમાં ઉજવણી કરતા હતા ત્યારે બીજી બાજુ ઘણી જગ્યા ઉપર એક જ કોમના લોકો વચ્ચે મારામારીના પણ બનાવ બનવા પામ્યા હતા. લોકોને ઈજા થતાની સાથે જ સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘણા લોકોને સામાન્ય ઇજા હોવાથી તાત્કાલિક રજા પણ આપવામાં આવી હતી જ્યારે અન્ય લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ તમામ કહેશો વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે નોંધાવવામાં આવ્યા છે નોંધણીય છે કે તહેવારો હોય ત્યારે આ સામાજિક તત્વો દ્વારા આવી રીતના બનાવ બનવા પામતા હોય છે ત્યારે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે 30થી વધુ મારામારીના કેસો નોંધાવામાં આવ્યા છે જે તંત્ર દ્વારા વિચાર કરવા જેવું છે.

ગણેશ વિસર્જન દરમિયાન મારામારી ના શહેર અને રૂરલ વિસ્તારના 42કેસો

ગણેશ વિસર્જન દરમિયાન અલગ અલગ વિસ્તારોમાંથી કુલ 42 કેસો આવ્યા હતા જેમાં 31 મારામારીના તથા અન્ય કેસો શહેરના વિવિધ વિસ્તારોમાંથી તથા રૂરલ વિસ્તારોમાંથી રિફર થઇને આવ્યા હતા જેમાંથી કેટલાક લોકોને રજા પણ આપી દેવાઇ છે.
-ડો.હિતેન્દ્રચૌહાણ-આર.એમ.ઓ.,એસ.એસ.જી હોસ્પિટલ, વડોદરા

To Top