Latest News

More Posts

*શહેરના આજવારોડ એકતાનગર ખાતે આવેલા મરાઠી મહોલ્લામાં ડ્રેનેજના ચેમ્બર બનાવવાની કામગીરીમાં સ્વસ્તિક (સાથિયા) ના ચિહ્ન વાળી ઇંટો વાપરવામાં આવતાં હિન્દુ ધર્મની લાગણી દૂભાઇ છે જેના કારણે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે*


*ઇંટોના કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિકોને વિરોધ કરવા બદલ ધમકીઓ અપાતી હોવાના સ્થાનિકોના આક્ષેપો*

*હિન્દુ દેવી દેવતાઓ કે હિન્દુઓના શુભ પ્રતિક ચિહ્નોનુ અપમાન કેટલું યોગ્ય?*



(પ્રતિનિધિ) વડોદરા તા. 23


શહેરના કેટલાક વિસ્તારોમાં ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે. તેમાંના એક શહેરના આજવારોડ સ્થિત એકતાનગર ખાતે મરાઠી મહોલ્લામાં હાલ ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે જ્યાં ડ્રેનેજની ચેમ્બરો બનાવવા માટેના ચણતરમાં હિન્દુ ધર્મના શુભ પ્રતિક એટલે સ્વસ્તિક (સાથિયા) કે જેને હિન્દુ ધર્મના દરેક શુભ કાર્યમાં ઉપયોગમાં લેવાય છે તે સ્વસ્તિક (સાથિયો) ના ચિહ્ન ( છાપ ) વાળી ઇંટો વાપરવામાં આવતાં સ્થાનિક હિન્દુઓના ધ્યાનમાં આવતા આ બાબતે તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કામગીરી અટકાવી ઇંટો બદલવાની વાત કરતાં ઇંટોના વેપારી/કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિકોને ધમકીઓ આપવામાં આવી રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચે તે રીતે સ્વસ્તિક (સાથિયા) ના સિમ્બોલ (ચિહ્ન) સાથેની ઇંટોનો ઉપયોગ અહીં ડ્રેનેજની ચેમ્બરો તથા ડ્રેનેજની કામગીરી માટે કરવામાં આવતા સ્થાનિક હિન્દુ લોકો દ્વારા આ અંગે વિરોધ કરવામાં આવી રહ્યો છે સાથે જ પાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરો ની કામગીરી પર યોગ્ય રીતે મોનિટરિંગ ન કરવામાં આવતું હોવાના કારણે કોન્ટ્રાક્ટરો દ્વારા આવી ઇંટો કે જેના થકી ધાર્મિક લાગણીઓ દૂભાય તેવી રીતે કામગીરી કરવામાં આવી રહી છે. સ્થાનિક હિન્દુઓ દ્વારા તાત્કાલિક આવી ઇંટો બદલવાની તથા જે તે જગ્યાએ બનાવવામાં આવતી આવી ઈંટો પર તપાસ કરી યોગ્ય નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરાઇ છે.


અત્રે ઉલ્લેખનીય છે કે,હિન્દુ રાષ્ટ્રમાં વારંવાર હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રોને, ચિહ્નોનુ અપમાન કરવામાં આવી રહ્યું છે. કેટલીક વાર ફિલ્મોના માધ્યમથી,સોશિયલ મિડિયા તો ઘણીવાર કેટલાક માનસિક વિકૃતિ ધરાવતા લોકો પોતાના ભાષણોમાં
હિન્દુઓ ની લાગણીઓને ઠેસ પહોંચે તે રીતે કૃત્ય કરી દેશની શાંતિ ડહોળવાનો આપસમાં વૈમનસ્ય ફેલાવવાનું ષડયંત્ર ચલાવી રહ્યાં છે અને હવે હિન્દુ ધર્મના શુભ પ્રતિક ચિહ્ન સાથિયા નો ઉપયોગ ઇંટો પર કરી આવી ઇંટોને અશુધ્ધ જગ્યા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે આવા કોન્ટ્રાક્ટરો વિરુદ્ધમાં સખતમા સખત કાર્યવાહી કરવામાં આવે તેવી હિન્દુ સમાજની માંગ ઉઠી છે.

To Top