વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમા ભારે વરસાદ તથા અતિવ્રુષ્ટિ અને પુરના પ્રસંગે જાહેર જીવનમા અસુવિધા ઉભી ન થાય અને જાહેર / ખાનગી...
અમદાવાદ મોડેલ થકી RRR પ્રોજેક્ટને વડોદરા પાલિકા દ્વારા અપનવયો,ભંગાર વાન રિપેર કરી તેને પણ રિયુઝ કરવામાં આવશે, સોસાયટીઓ- એપોર્ટમેન્ટ માંથી ઘન કચરો...
છેલ્લા ઘણા સમયથી મેઘરાજા હાથતાળી આપી જતાં રહેતા શહેરમાં ઉકળાટભર્યા વાતાવરણથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા.. ચોમાસાની ત્રૃતુ શરૂ થઇ ચૂકી છે...
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) દલાઈ લામા વિરુદ્ધ સાત વર્ષના છોકરાની છેડતીના આરોપની પીઆઇએલ ઉપર આજે 9 જુલાઇના રોજ સુનાવણી...
એસ.એસ.જી.હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગના એમ. એલ.ઓ.ની દાદાગીરી સામે આવી:કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતાં વિધવા મહિલાને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી… છેલ્લા પંદર દિવસથી...
શહેરમાં છેલ્લા અનેક દિવસોથી કોલેરાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેવા સમયે કોર્પોરેશનમાં વિપક્ષના નેતા અમી રાવતે શહેરમાં કોલેરાના સત્તાવાર આંકડા જાહેર...
વડોદરામાં મધ્ય ગુજરાતની મોટી હોસ્પિટલ સર સયજી જનરલ હોસ્પિટલમા વડોદરા શહેર-જિલ્લા, રાજ્યના અન્ય સ્થળો ઉપરાંત અન્ય રાજ્યોમાંથી દરરોજના હજારો દર્દીઓ સારવાર અર્થે...
પ.બંગાળ: પશ્ચિમ બંગાળમાં (West Bengal) માનવતાને શર્મસાર કરનારો બનાવ બન્યો હતો. અહીં કેટલાક લોકો દ્વારા એક યુવતીને માર મારવામાં આવ્યો હતો. ત્યારે...
મોસ્કોઃ (Moscow) વડાપ્રધાન મોદી (PM Modi) રશિયાના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાની મુલાકાતના બીજા દિવસે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે શિખર મંત્રણામાં...
મુંબઇ: ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીત્યો છે. ત્યારે આ ઐતિહાસિક જીત બાદ ભારતીય ટીમમાં...
મુંબઈઃ (Mumbai) મુંબઈ પોલીસે વર્લી હિટ એન્ડ રન કેસના મુખ્ય આરોપી મિહિર શાહની (Mihir shah) ધરપકડ કરી છે. ઘટના બાદ મિહિર શાહ...
નવી દિલ્હી: ભારતીય શેરબજારમાં (Indian stock market) આજે મંગળવારે તેજી જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન BSE સેન્સેક્સ (Sensex) 391 પોઈન્ટના નવા...
હાથરસ નાસભાગ કેસની તપાસની માંગ કરતી PIL પર સુપ્રીમ કોર્ટે સુનાવણીની તારીખ આપી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે તેમણે સોમવારે...
દિવાળીપુરા અને સમા વિસ્તારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યાં રોજ ચોરીના ઘટનાને અંજામ આપી નાઇટ પેટ્રોલિંગ સરેઆમ લીરેલીરા ઉડાવતા તસ્કરો વડોદરા તા.9 દિવાળીપુરા...
હવામાન વિભાગે આજે એટલે કે 9મી જુલાઈએ મુંબઈ (Mumbai) અને પુણેમાં હાઈ ટાઈડ અને ભારે વરસાદ (Rain) માટે રેડ એલર્ટ જાહેર કર્યું...
ઓલ ગુજરાત GMERS હોસ્પિટલના ઇન્ટર્ન અને રેસિડન્સ ડોક્ટર પોતાના સ્ટાઇપેન્ડ વધારાના મુદ્દે આજે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કર્યો હતો. કાળી પટ્ટી...
સેશન્સ કોર્ટ નર્મદા રાજપીપળાએ મંજુલાબેન તડવીને આજીવન સજા ફરમાવી હતી વડોદરાની મધ્યસ્થ જેલમાં નર્મદા જિલ્લાના એક પાકા કામની કેદી મહિલા 302ના ગુનામાં...
ક્રાઇમ બ્રાન્ચે ભદ્ર કચેરી પાસેથી આરોપીને દબોચી જે પી રોડ પોલીસને સોંપ્યો.. બેન્ક ફાઇનાન્સના એજન્ટ હોવાની ખોટી ઓળખ આપ્યા બાદ બાઇકના હપ્તા...
હરીયાણાથી ગુજરાતમાં દારૂ ઘુસાડાના નેટવર્કનો પર્દાફાશ, દારૂ-બિયરનો જથ્થો, ટ્રક અને ટ્રાન્સફોર્મર મળી રૂ.43.19 લાખનો મુદ્દામાલ કબજે પ્રતિનિધિ વડોદરા તા.9 હરિયાણાથી ઇલેક્ટ્રીક સામાનની...
200 વિદ્યાર્થીઓના ટોળા સામે FIR કરનાર વીસી અને વિજિલન્સ ઓફિસરના રાજીનામાની કરી માંગ : વિદ્યાર્થીઓ ઉપર કરવામાં આવેલ રાયોટિંગનો કેસ પરત ખેંચવામાં...
હાથરસ (Hathras) અકસ્માતમાં બે સભ્યોની તપાસ સમિતિએ પોતાનો રિપોર્ટ (Report) સોંપ્યો છે. એસઆઈટીએ આ કેસમાં ષડયંત્ર હોવાની વાતને નકારી કાઢી નથી અને...
બેંગ્લુરુ: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક ભારતમાં તેની ઈલેક્ટ્રીક કાર ટેસ્લાનું ઉત્પાદન શરૂ કરવા હવાતિયાં મારી રહ્યો છે ત્યારે બીજી તરફ...
નવી દિલ્હી: સોશિયલ મીડિયા બે ધારી તલવાર સમાન છે. સોશિયલ મીડિયામાં લોકો મનફાવે તેવી કોમેન્ટ કરતા હોય છે. કોમેન્ટ કરતી વખતે તેઓ...
અગાઉ થયેલા ઝઘડા-બહેન સાથે પ્રેમ સંબંધ રાખવાની અદાવત રાખીને પાછથી ઘા કર્યો ઇજાગ્રસ્તને એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો, બાપોદ પોલીસ દ્વારા હુમલાખોરની...
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં સપાટો બોલાવવાનું શરૂ કર્યું, દારૂનો જથ્થો, 10મોબાઇલ, 7 મોબાઇલ સહિતના રૂ 5.80 લાખનો મુદ્દામાલ કબજે...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના બે દિવસના પ્રવાસે છે. તેઓ સોમવારે મોસ્કો પહોંચ્યા હતા જ્યાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમનું ભવ્ય...
સુરત: ગયા અઠવાડિયે સચીનના પાલી ગામમાં 5 માળની બિલ્ડિંગ તુટી પડવાની ઘટનામાં 7 લોકોના મોત બાદ સુરતનું તંત્ર સફાળું જાગ્યું છે. શહેરના...
ફાયરબ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો : વડોદરાના કલાલી ગુલાબી વુડાના મકાનોમાં બહાર પાર્ક કરેલી એક કારમાં સવારે આકસ્મિક આગ લાગવાની ઘટના...
બેંગ્લુરુ: કર્ણાટકની બેંગલુરુ પોલીસે મોડી રાત સુધી પબ ખોલવા સામે કાર્યવાહી કરી છે. ઘણા પબના મેનેજમેન્ટ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. જેમાં...
મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા સીટો માટે ટ્રેન્ડ આવી ગયો છે. મહાયુતિ ગઠબંધન 200થી વધુ સીટો પર આગળ છે. રાજ્યમાં ભાજપના ગઠબંધનની સરકાર બનશે તે નિશ્ચિત છે. કોંગ્રેસની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી (MVA) 50થી વધુ બેઠકો પર આગળ છે. દરમિયાન હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ તે અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ફડનવીસ અને શિંદે બંને ટ્રેન્ડ કરી રહ્યા છે. જોકે મળતી માહિતી મુજબ ત્રણેય પક્ષો સાથે મળીને સીએમના નામનો નિર્ણય કરશે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મત ગણતરીએ ખાસ કરીને મહાવિકાસ અઘાડી ‘MVA’ને આશ્ચર્યચકિત કરી દીધું છે. MVAની સંખ્યા 50 થી 60 બેઠકો વચ્ચે બદલાઈ રહી છે જ્યારે NDA ગઠબંધન ‘મહાયુતિ’ 288માંથી 220 બેઠકો પર આગળ છે. જોકે ચૂંટણી પંચના અંતિમ પરિણામોની રાહ જોવાઈ રહી છે. ભાજપ એકલા હાથે 126 સીટોને પાર કરતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ હશે તેને લઈને નવો અવાજ સંભળાવા લાગ્યો છે. બીજેપી નેતા પ્રવીણ દરેકરે નિવેદન આપ્યું છે કે મુખ્યમંત્રી પણ તે પાર્ટીનો હોવો જોઈએ જેની પાસે વધુ ધારાસભ્યો હોય, એટલે કે જે સૌથી મોટી પાર્ટી હોય. બીજી તરફ શિવસેનાના નેતાઓને વિશ્વાસ છે કે માત્ર એકનાથ શિંદે જ મુખ્યમંત્રી પદ સંભાળશે. કારણ, ભાજપ શિંદે પાસેથી વફાદારીનો પુરસ્કાર નહીં છીનવે. શિંદેએ શિવસેના સાથે ભાગલા પાડીને રાજ્યમાં બીજેપી માટે મજબૂત મંચ ઊભો કર્યો હતો.
બીજી તરફ મુખ્યમંત્રી શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ત્રણેય પક્ષો સાથે મળીને નક્કી કરશે કે રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે. આ પહેલા ફડણવીસે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે એક હૈ તો સેફ હૈ. મહાયુતિમાં ભાજપ, શિવસેના (એકનાથ શિંદે) અને NCP (અજિત પવાર)નો સમાવેશ થાય છે, જ્યારે મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને NCP (શરદ પવાર)નો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન થયું હતું. 2019ની સરખામણીએ આ વખતે 4% વધુ મતદાન થયું છે. 2019માં 61.4% વોટ પડ્યા હતા. આ વખતે 65.11% મતદાન થયું છે.
ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રની જનતાએ અમને અભૂતપૂર્વ વિજય અપાવ્યો છે. આ દર્શાવે છે કે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છે. ‘સાથે છીએ તો સલામત છીએ’ના સૂત્રને અનુરૂપ તમામ વર્ગો અને સમુદાયોના લોકોએ એક થઈને અમને મત આપ્યો. આ મહાયુતિ, સીએમ એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ અજિત પવાર અને રામદાસ આઠવલેની જીત છે, આ એકતાની જીત છે. ધર્મના નામે ભાગલા પાડવાનો પ્રયાસ નિષ્ફળ ગયો.
‘મારો પુત્ર બનશે મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી’
મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બનવાની સાથે જ નાયબ મુખ્યમંત્રી અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસની માતા સરિતા ફડણવીસનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે દેવેન્દ્ર ફડણવીસને અભિનંદન આપ્યા છે અને આશીર્વાદ પણ આપ્યા છે. દેવેન્દ્ર ફડણવીસની માતા સરિતા ફડણવીસે કહ્યું કે આ એક મોટો દિવસ છે કારણ કે મારો પુત્ર રાજ્યમાં મોટો નેતા બન્યો છે. તે 24 કલાક સખત મહેનત કરતો હતો. તે જ મુખ્યમંત્રી બનશે. લાડલી બહેનોનો આશીર્વાદ પણ તેની સાથે છે.