અમેરિકામાં આ વર્ષના અંતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. રિપબ્લિકન અને ડેમોક્રેટ કેમ્પના નેતાઓ ચૂંટણી પ્રચારમાં તેમની સંપૂર્ણ તાકાત લગાવી રહ્યા છે. આ...
અમેરિકાના (America) પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ (Firing) થયું છે. તેઓના જમણા કાન પર ગોળી વાગી છે પરંતુ તે સુરક્ષિત છે....
અષાઢ સુદ અષ્ટમી એટલે ગુપ્ત નવરાત્રીના દુર્ગાષ્ટમી નું અહીં વિશેષ મહત્વ છે.. માતાજીને પૂરણપોળી, દહીં-ભાત, તાંદલજાની ભાજી તથા ઇંડા ભોગ પ્રસાદીનું વિશેષ...
વડોદરા શહેરના મેયર, ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર અને મેલેરિયા મુક્ત ભારતની ચર્ચા કરનારા શું કિશનવાડી ગધેડા માર્કેટ રેસીડન્ટ વિસ્તારમાં લેન્ડફિલ સાઈડથી અજાણ છે...
(પ્રતિનિધિ) વડોદરા તા. 14 ‘સેવા પરમો ધર્મ’ એ ઉક્તિને સાર્થક કરતા શ્રી સિધ્ધેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી સાવલી દશા દિશાવળ વણિક સમાજ, વડોદરા,...
હંગેરીના વડા પ્રધાન વિક્ટર ઑર્બને તાજેતરમાં રશિયાની મુલાકાત લીધી જ્યાં તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા. તેના કારણે વરિષ્ઠ યુરોપિયન નેતાઓએ...
સુરત: ગ્વાલિયરથી મિત્ર પાસે તમંચો લઈ સુરત પ્રેમી સાથે રહેતી પત્નીનું અપહરણ કરવા આવેલા પતિ સહિત 4 લોકોને અપહરણ કરે તે પેહલા...
મુંબઈ: (Mumbai) વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અનંત અને રાધિકાના આશીર્વાદ સમારોહમાં હાજરી આપવા મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટર પહોંચ્યા હતા જ્યાં...
વડોદરા, તા. ૧૩, વડોદરા શહેર ના ત્રણ સ્થળોએ ખાનગી કંપની દ્વારા મુકેલ જનરક્ષક મશીનો હવે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. થોડા...
IPL 2024માં દિલ્હી કેપિટલ્સના ખરાબ પ્રદર્શન બાદ મુખ્ય કોચ રિકી પોન્ટિંગની ટીકા થઈ રહી છે. શનિવારે તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા...
ગાંધીનગર: દક્ષિણ ગુજરાત પરથી સરકીને પસાર થઈ રહેલી એક સાયકલોનિક સરકયૂલેશનની સિસ્ટમની અસર હેઠળ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આજે...
સાપુતારા: રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં શુક્રવારથી ફરી ચોમાસુ સક્રિય થયુ છે. છેલ્લા બે દિવસથી ફરી વરસાદી માહોલ જામતા સર્વત્ર પાણી પાણીની...
વલસાડ: (Valsad) વલસાડમાં શુક્રવારે સાંજથી વરસાદે (Rain) પહેલીવાર અવિરત પણે ધૂંઆધાર બેટીંગ શરૂ કરતા આખો જિલ્લો પાણીથી તરબોળ થઇ ગયો હતો. જેમાં...
ભરૂચ: (Bharuch) દહેજ પંથકમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી પરપ્રાંતિય યુવકે દુષ્કર્મ (Abused) આચરતા ગર્ભ રહ્યો હતો. હાલમાં જ બંને વચ્ચે તકરાર થતા યુવકે...
વાંકલ: (Vankal) માંગરોળના વાંકલ ગામે શ્વાને (Dog) આતંક મચાવ્યો હતો, જેમાં પહેલાં શાળાએ જતી બે વિદ્યાર્થિનીને બચકાં ભરી લીધાં હતાં. આથી એકને...
વિશ્વના 10મા સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ (Mukesh Ambani) 12 જુલાઈની રાત્રે મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં તેમના પુત્રના લગ્ન (Marriage) કરાવ્યા. આ...
નવી દિલ્હીઃ (New Delhi) દેશના સાત રાજ્યોની 13 બેઠકો પર યોજાયેલી વિધાનસભા પેટાચૂંટણીના (Assembly by-election) અંતિમ પરિણામો શનિવારે મતગણતરી બાદ જાહેર કરવામાં...
જાંબુઘોડા બોડેલી રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે આવતા ભક્તો દ્વારા દાન પેટી માં દાન નાખવામાં આવે છે ત્યારે કોઈ જલારામ ભક્ત...
અંકલેશ્વર: અંકલેશ્વર સહીત ઘણા ઠેકાણે સરસ્વતી સાધના યોજના હેઠળ શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને અપાતી સાઈકલો અધિકારીઓના પાપે વર્ષોથી ધૂળ ખાઈ રહી છે. સરકારની...
ઇઝરાયેલ (Israel) અને હમાસ (Hamas) વચ્ચે છેલ્લા નવ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલે હમાસને ખતમ કરવાની મક્કમ પ્રતિજ્ઞા લીધી છે. આ...
મુસ્લિમ બિરાદરો માટે મહોરમ પર્વ એ પવિત્ર માનવામાં આવે છે કરબલાના શહિદોની યાદમાં મહોરમ માસમાં કુરાન ખવાનીના પઠન અને નિયાઝ નું આયોજન...
ગાંધીનગર: ગુજરાતમાં એક વિચિત્ર ઘટના બની છે. રાજ્યની રાજધાની નજીક આવેલું એક આખે આખું ગામ બારોબાર વેચાઈ ગયું છે. ગામ વેચાયું હોવાની...
પૂર્વ દિગ્ગજ ખેલાડી કપિલ દેવ (Kapil Dev) જેમણે પોતાની કેપ્ટનશીપમાં (Captainship) ભારતને વિશ્વ ખિતાબ જીતાડ્યો તેમણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને ખાસ...
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું (Nitin Gadkari) નિવેદન ફરી એકવાર ચર્ચામાં છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે, શિપિંગ, જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા...
સુરત : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર કેદીઓ માટે જેલમાં સ્માર્ટ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં આજે તા. 13 જુલાઈના...
નવી દિલ્હી: કર્ણાટક (Karnataka) પોલીસે આજે શનિવારે એક ચોંકાવનારી માહિતી શેર કરી હતી. જે મુજબ એક મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી...
નવી દિલ્હી: (New Delhi) કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka) વાડ્રાએ શનિવારે કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન સાધતા કહ્યું...
નવી દિલ્હી: AAP સાંસદ (AAP MP) સંજય સિંહે અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્યને લઈને આજે શનિવારે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેમજ સંજયે સિંહે...
નવી દિલ્હી: ભારતીય સ્માર્ટફોન (SmartPhone) માર્કેટમાં ટૂંક સમયમાં એક નવી બ્રાન્ડ (Brand) જોવા મળશે. જો કે આ બ્રાન્ડના ફોન પહેલા પણ ઉપલબ્ધ...
નવી દિલ્હી: આસામમાં (Assam) પૂરની સ્થિતિ ગંભીર બની રહી છે. ત્યારે લાખો લોકોના સ્થાનાંતર સાથે રાજ્યમાં પૂરના (Flood) કારણે મૃત્યુઆંક પણ વધી...
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિની જીત થઈ છે. ભાજપ, શિવસેના (એકનાથ શિંદે) અને અજીત પવારના ગઠબંધને મહારાષ્ટ્રમાં બહુમતી મેળવી છે. જોકે, આ મહાયુતિના વિજય બાદથી જ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ તે અંગે ચર્ચા ઉઠી છે. ભાજપને બહુમતી મળી હોઈ શું ભાજપના મુખ્યમંત્રી હશે કે પછી એકનાથ શિંદેને મુખ્યમંત્રી તરીકે જાળવી રાખવામાં આવશે તે મામલે છેલ્લાં કેટલાંક દિવસોથી જોરશોરમાં ચર્ચા ચાલી રહી છે. દરમિયાન આજે એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની હાજરીમાં રાજ્યપાલને રાજીનામું પત્ર સોંપ્યું છે.
મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિએ વિધાનસભા ચૂંટણીમાં જંગી જીત મેળવી છે. રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ હશે? આ અંગે મંથન હજુ પણ ચાલુ છે. દરમિયાન આજે તા. 26 નવેમ્બર 2024ના રોજ સવારે રાજભવન પહોંચીને એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર હતા. શિંદેએ પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું હતું.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોના ત્રણ દિવસ સુધી સીએમ પદ પર સસ્પેન્સ યથાવત છે. માનવામાં આવે છે કે મહાયુતિની સૌથી મોટી પાર્ટી હોવાના કારણે ભાજપ પોતાનો મુખ્યમંત્રી ઈચ્છે છે. પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસનું નામ આગળ ચાલી રહ્યું છે. અજિત પવાર પણ ફડણવીસના નામ પર સહમત થયા છે.
જોકે, શિવસેના એકનાથ શિંદેને ફરીથી સીએમ બનાવવા માંગે છે. શિવસેનાની દલીલ છે કે શિંદે સરકારની નીતિઓને કારણે જ મહાયુતિ ચૂંટણીમાં આવું પ્રદર્શન કરી શકી છે. શિવસેનાના પ્રવક્તા નરેશ મ્સ્કે મહારાષ્ટ્રમાં બિહાર મોડલ લાગુ કરવાની વાત કરી છે. મ્હસ્કેએ કહ્યું કે અમે માનીએ છીએ કે શિંદે મુખ્ય પ્રધાન હોવા જોઈએ, જેમ બિહારમાં ભાજપે સંખ્યાઓ પર ધ્યાન ન આપ્યું અને તેમ છતાં જેડીયુના નેતા નીતિશ કુમારને મુખ્ય પ્રધાન બનાવ્યા.
તમને જણાવી દઈએ કે એમવીએમાં કોંગ્રેસ, શરદ પવારની એનસીપી, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) સામેલ છે. વિધાનસભાની ચૂંટણીમાં આ કેમ્પને મોટો ફટકો પડ્યો છે. 288 સભ્યોની વિધાનસભામાં ગઠબંધન માત્ર 46 બેઠકો જ જીતી શક્યું. તેની સામે ભાજપના નેતૃત્વમાં મહાયુતિ ગઠબંધન 230 બેઠકો જીતવામાં સફળ રહ્યું છે. મહાગઠબંધનમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી સામેલ છે.