*70 થી 80 પરિવારો ચોમાસામાં ફૂટપાથ પર રહેવા મજબૂર, સમયસર ભાડું પણ ચૂકવવામાં આવતું નથી અને જ્યારે ભાડા માટે આંદોલન કરે ત્યારે...
નવી દિલ્હી: પડકાર જનક સ્થિતિમાં હેરાન થઇ રહેલા પેલેસ્ટાઈનના (Palestine) શરણાર્થીઓની મદદ માટે ભારત સરકાર આગળ આવી છે. તેમજ ભારત સરકારે યુનાઈટેડ...
એક કાર અને રિક્ષા દબાયા, વાહનોને નુકસાન, જો કે સદનસીબે કોઇ જાનહાનિ કે ઇજા થવા પામી ન હતી *ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી...
નવી દિલ્હી: ભારતીય શેરબજારો (Indian stock markets) નબળા વૈશ્વિક વલણ હોવા છતાં આજે સોમવારે નવા રેકોર્ડ સાથે બંધ થયા હતા. જેમાં વિદેશી...
ઢાકા: બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું છે કે તેઓ ઈચ્છે છે કે તિસ્તા પ્રોજેક્ટ ચીનને બદલે ભારતને આપવામાં આવે. ભારત અને ચીન...
નવી દિલ્હી: અદાણી ગ્રુપના (Adani Group) સ્ટોક કેસની આજે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 3 જાન્યુઆરીના નિર્ણયની...
સુરત: હીરાઉદ્યોગમાં છેલ્લાં ઘણા સમયથી મંદીના કારણે રત્નકલાકારો પાયમાલ થઈ રહ્યા છે કેમ કે મોટી સંખ્યામાં રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે અને...
ભરૂચ જિલ્લામાં સોમવારે સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જેમાં ઇકો પોઈન્ટ નેત્રંગ તાલુકામાં ૧૦ કલાકમાં આભ ફાટીને સાડા સાત ઇંચ વરસાદ ખાબકતા તમામ...
ઈસ્લામાબાદ: પાકિસ્તાન સરકાર રાજ્ય વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાના આરોપસર જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી પર પ્રતિબંધ લગાવશે. સરકારે...
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) એ ધાર જિલ્લામાં સ્થિત ભોજશાળાનું સર્વેક્ષણ પૂર્ણ કર્યું છે અને મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચને પોતાનો બે હજાર પાનાનો...
સુરત: શહેરમાં આઘાતજનક ઘટના બની છે. યુક્રેનમાં એમબીબીએસની પરીક્ષા પાસ કરી સુરતમાં પરત ફરેલા યુવકનું ડમ્પરની અડફેટે કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. યુવાન...
દેશમાં જથ્થાબંધ ફુગાવો જૂનમાં સતત ચોથા મહિને વધીને 3.36 ટકા થયો છે. તેનું મુખ્ય કારણ ખાદ્ય પદાર્થો, ખાસ કરીને શાકભાજી અને ઉત્પાદિત...
નવી દિલ્હી: ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન આવતા વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન પાકિસ્તાનમાં કરવાની દરખાસ્ત છે. પાકિસ્તાનને આ ટુર્નામેન્ટની યજમાની મળી...
સિયાચીનમાં આર્મી ટેન્ટમાં લાગેલી આગમાં 19 જુલાઈ 2023ના રોજ શહીદ થયેલા દેવરિયાના કેપ્ટન અંશુમનના પરિવારને આર્મી ગ્રુપ ઈન્સ્યોરન્સ ફંડમાંથી 1 કરોડ રૂપિયા...
સુરત: ગૌ માંસના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં ગાયની કત્લ કરી તેના માંસનું ખરીદ-વેચાણ થતું રહે છે. કસાઈઓ દ્વારા ગૌ માંસની હેરફેર...
કેબિન શોભાના ગાંઠિયા સમાન બન્યું, રોડ રસ્તાની સુવિધાનો અભાવ : બાળકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો, ( પ્રતિનિધિ ) વડોદરા,તા.15 ભણશે ગુજરાત, વાંચશે ગુજરાતના...
સુપ્રીમ કોર્ટે સોમવારે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને ઝટકો આપ્યો છે. કોર્ટે શિવકુમારની તે અરજીને ફગાવી દીધી હતી જેમાં તેમણે અપ્રમાણસર સંપત્તિના...
નેપાળની સત્તામાં ફરી એકવાર મોટી ઉથલપાથલ થઈ છે. કેપી શર્મા ઓલી ફરી એકવાર નેપાળના વડાપ્રધાન બન્યા છે. સંસદની સૌથી મોટી પાર્ટી નેપાળી...
નવી દિલ્હી: રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે ગયા મહિને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. 29 જૂને કેન્સિંગ્ટન ઓવલ બ્રિજટાઉનમાં રમાયેલી...
વડોદરા જિલ્લાના સાવલીના તાલુકાના લાહોરી વગામાં પેલેસ્ટાઇનનો ઝંડો લગાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતા જ સાવલીમાં કાયદો અને...
પ્રતિનિધિ વડોદરા તા.15 આજવા રોડ પર રહેતા વૃદ્ધ રિક્ષા ચાલક દુકાને બીડી લેવા ગયા હતા ત્યારે પેસેન્જર તરીકે બેઠેલો ચોર રિક્ષા લઇને...
મુંબઈ: એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ધામધૂમથી સંપન્ન થયા છે. આ ભવ્ય લગ્ન...
ઉમરપાડા: ગુજરાતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં મળસ્કેથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારે 4 કલાકમાં ઉમરપાડામાં 14 ઈંચ વરસાદ ખાબકતાં સર્વત્ર પાણી પાણી...
ઉધારી એક કળા છે ને એને પાછી ન આપવી એ એનાથી પણ મોટી કળા છે. આ તો BA અને MA કરવા જેવી...
ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ એક મિશનના ભાગરૂપે તેના સહ-પ્રવાસી બુશ વિલ્મોર સાથે આઠ દિવસ માટે અવકાશમાં ગયાં હતાં, પરંતુ તેમને અવકાશમાં...
ભારતમાં અનેક રજવાડાં હતાં. તેઓમાં સંપ ન હતો. તેઓ અંદરોઅંદર ઝઘડતાં રહેતાં હતાં. દેશમાં દેશદ્રોહી-ગદ્દાર લોકો પહેલાં પણ હતાં અને આજે પણ...
પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલ્વેનિયાના બટલરમાં એક રેલીને સંબોધન કરી રહ્યા હતા. એ સમયે તેમની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને...
ભારત દેશની કુલ વસ્તીમાં અલગ અલગ ધર્મોની વસતી બાબતે અવારનવાર ચર્ચા થતી રહે છે જેમાં ઘણી વખત રજૂ થતી માહિતી, ખાસ કરીને...
કુદરતી આપત્તિ સમયે બચાવ રાહતની કામગીરીમાં લશ્કરના જવાનો, તબીબો, સમગ્ર વહીવટી તંત્ર કામે લાગી જાય છે.માનવીને બચાવવાનું કામ માનવી જ કરે છે....
એક્સપ્રેસ વે પર વડોદરાથી અમદાવાદ તરફ જતી બસને પંચર પકડતાં ઉભી હતી તે દરમિયાન ટ્રક ઘુસી ગયો આણંદ. આણંદ પાસેથી પસાર થતાં...
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિની જીત થઈ છે. ભાજપ, શિવસેના (એકનાથ શિંદે) અને અજીત પવારના ગઠબંધને મહારાષ્ટ્રમાં બહુમતી મેળવી છે. જોકે, આ મહાયુતિના વિજય બાદથી જ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ તે અંગે ચર્ચા ઉઠી છે. ભાજપને બહુમતી મળી હોઈ શું ભાજપના મુખ્યમંત્રી હશે કે પછી એકનાથ શિંદેને મુખ્યમંત્રી તરીકે જાળવી રાખવામાં આવશે તે મામલે છેલ્લાં કેટલાંક દિવસોથી જોરશોરમાં ચર્ચા ચાલી રહી છે. દરમિયાન આજે એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની હાજરીમાં રાજ્યપાલને રાજીનામું પત્ર સોંપ્યું છે.
મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિએ વિધાનસભા ચૂંટણીમાં જંગી જીત મેળવી છે. રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ હશે? આ અંગે મંથન હજુ પણ ચાલુ છે. દરમિયાન આજે તા. 26 નવેમ્બર 2024ના રોજ સવારે રાજભવન પહોંચીને એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર હતા. શિંદેએ પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું હતું.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોના ત્રણ દિવસ સુધી સીએમ પદ પર સસ્પેન્સ યથાવત છે. માનવામાં આવે છે કે મહાયુતિની સૌથી મોટી પાર્ટી હોવાના કારણે ભાજપ પોતાનો મુખ્યમંત્રી ઈચ્છે છે. પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસનું નામ આગળ ચાલી રહ્યું છે. અજિત પવાર પણ ફડણવીસના નામ પર સહમત થયા છે.
જોકે, શિવસેના એકનાથ શિંદેને ફરીથી સીએમ બનાવવા માંગે છે. શિવસેનાની દલીલ છે કે શિંદે સરકારની નીતિઓને કારણે જ મહાયુતિ ચૂંટણીમાં આવું પ્રદર્શન કરી શકી છે. શિવસેનાના પ્રવક્તા નરેશ મ્સ્કે મહારાષ્ટ્રમાં બિહાર મોડલ લાગુ કરવાની વાત કરી છે. મ્હસ્કેએ કહ્યું કે અમે માનીએ છીએ કે શિંદે મુખ્ય પ્રધાન હોવા જોઈએ, જેમ બિહારમાં ભાજપે સંખ્યાઓ પર ધ્યાન ન આપ્યું અને તેમ છતાં જેડીયુના નેતા નીતિશ કુમારને મુખ્ય પ્રધાન બનાવ્યા.
તમને જણાવી દઈએ કે એમવીએમાં કોંગ્રેસ, શરદ પવારની એનસીપી, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) સામેલ છે. વિધાનસભાની ચૂંટણીમાં આ કેમ્પને મોટો ફટકો પડ્યો છે. 288 સભ્યોની વિધાનસભામાં ગઠબંધન માત્ર 46 બેઠકો જ જીતી શક્યું. તેની સામે ભાજપના નેતૃત્વમાં મહાયુતિ ગઠબંધન 230 બેઠકો જીતવામાં સફળ રહ્યું છે. મહાગઠબંધનમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી સામેલ છે.