Latest News

More Posts

એક મહિના પહેલાં જ માતા અને પુત્ર અહીં ભાડેથી રહેવા આવ્યા છે

બેડરૂમની બાલ્કનીનો દરવાજો ખોલતી વખતે નીચે પટકાયો હોવાનું ઇજાગ્રસ્ત યુવકના માતાનું રટણ

(પ્રતિનિધિ) વડોદરા તા. 10

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સયાજી ટાઉનશિપ સામે આવેલા ઉપવન વિલામાં ત્રીજા માળેથી બેડરૂમના ગેલેરીથી વહેલી સવારે નીચે પટકાતા યુવક ઇજાગ્રસ્ત થયો હતો જેને સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા છે જ્યાં તે સારવાર હેઠળ ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા આજવારોડ વિસ્તારમાં સયાજી ટાઉનશિપ સામે ઉપવન વિલા આવેલું છે જ્યાં એક મહિના અગાઉ પોતાની માતા સાથે ત્રીજા માળે ભાડેથી રહેવા આવેલા મનીષભાઈ શ્રીપ્રકાશ મહાલકા નામના 41 વર્ષીય યુવક ગતરોજ તા. 10 જાન્યુઆરીના સવારે સવા પાંચ વાગ્યાની આસપાસ પોતાના બેડરૂમની બાલ્કની માંથી નીચે પટકાતા યુવકને આંખમાં તથા માથાના ભાગે સાથે જ જમણા પગે ઇજાઓ પહોંચી હતી.બનાવની જાણ થતાં આસપડોશના સ્થાનિક લોકોએ ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે યુવકને એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો જ્યાં તે સારવાર હેઠળ ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોએ ઇજાગ્રસ્ત યુવકની માતાને પૂછતાં ઇજાગ્રસ્ત યુવકની માતાએ જણાવ્યું હતું કે તેઓ સવારે પૂજા કરી રહ્યા હતા તે દરમિયાન તેમનો પુત્ર બેડરૂમની બાલ્કની તરફનો દરવાજો ખોલવા ગયો હતો પરંતુ દરવાજો જામ થઇ ગયો હોય દરવાજો ખોલીને બાલ્કની તરફ ફરીથી દરવાજો ચેક કરવા બંધ કરી અને તે દરવાજો ખેંચીને ખોલવા માટે પ્રયાસ કરતા દરવાજો અચાનક ખૂલતાં તેમનો પુત્ર ત્રીજા માળેથી નીચે પટકાયો હતો જ્યાં પ્રથમ માળે બાલ્કનીમાં ફૂલોના ગમલા મૂકવાના સ્ટેન્ડ અને ફૂલછોડ પર પટકાયા બાદ નીચે પડ્યો હતો જેના કારણે તેને આંખમાં, માથાનાં ભાગે તથા કમરના ભાગે પગમાં ઇજાઓ પહોંચી હતી. હાલ યુવક એસ.એસ.જી.હોસ્પિટલમા સારવાર હેઠળ ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર મામલે મકાન માલિક તથા સ્થાનિક પોલીસને જાણ થતાં તપાસ હાથ ધરવામાં આવી છે તપાસ બાદ જ સ્પષ્ટ કારણ જાણી શકાશે તેમ સ્થાનિકો નું કહેવું છે.

To Top